Archive for ડિસેમ્બર, 2014

અગત્યની આરોગ્ય સલાહ

ડિસેમ્બર 19, 2014

આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

કેટલીક ઈમેઈલ મને લોકો દ્વારા અન્યની ઈમેઈલ ફોરવર્ડ કરેલી મળે છે. એમાં એનો પ્રચાર કરવાનું જણાવવામાં આવ્યું હોય છે, આથી તેમાંથી થોડું વહેંચું છું. કમનસીબે એના મુળ લેખકનું નામ આપવામાં આવ્યું હોતું નથી, આથી ઋણસ્વીકાર શક્ય નથી.

અગત્યની આરોગ્ય સલાહ

ફોન જમણા કાન પર રાખીને વાત કરો.

  1. દવાની ગોળી ઠંડા પાણી સાથે લેવી નહીં.
  2. સાંજે ૫-૦૦ વાગ્યા પછી ભારે પડતું ભોજન કરવું નહીં.
  3. પાણી સવારમાં વધુ પીવું, સાંજે ઓછું પીવું.
  4. ઉંઘ માટેનો ઉત્તમ સમય રાત્રે ૧૦-૦૦થી મળસ્કે ૪-૦૦ વાગ્યા વચ્ચેનો છે.
  5. દવા લીધા પછી તરત આડા પડવું નહીં. (સુઈ જવું નહીં)
  6. બેટરી છેવટના કાપા સુધી ડાઉન થઈ ગઈ હોય તો ફોન વાપરવો નહીં, કેમ કે એ વખતે રેડીયેશન ૧૦૦૦ ગણું વધુ હોય છે.
  7. બેસતી વખતે ઘુંટણ આગળથી પગ પર પગ ચડાવીને બસવું નહીં. પણ ઘુંટી આગળથી પગ ચડાવી શકાય. ઘુંટણ આગળથી પગ પર પગ ચડાવવથી નસ કાયમ માટે ફુલી જવાનો રોગ થાય છે, જેને અંગ્રેજીમાં વેરીકોઝ વેઈન કહે છે.

 

 Crossing Legs

  હૃદયની કાળજી : રાત્રે ઉંઘતી વખતે જો ઉંધા એટલે કે પેટ પર સુઈ જાઓ કે ડાબા પડખે સુઈ જાઓ તો હૃદય પર આપણા શરીરનું વધારાનું દબાણ આવે છે. જ્યારે હૃદયે એ સમયે પણ હંમેશની જેમ લોહી પહોંચાડવાનું ચાલુ રાખવાનું હોય છે. આ વધારાનો બોજો હૃદયને ઝડપથી ઘસારો પહોંચાડે છે. આપણે જીવનનો એક તૃતીયાંશ કરતાં પણ વધુ સમય ઉંઘમાં વીતાવીએ છીએ. આથી હૃદય પરનું દબાણ ઓછું કરવા માટે જમણા પડખે કે ચત્તા સુવું જોઈએ. આ સામાન્ય ટેવ જીવનને કેટલાંક વધારે વર્ષો સુધી લંબાવી શકશે. (જો કે આયુર્વેદમાં ડાબા પડખે સુવાની સલાહ આપવામાં આવી છે. આ સલાહ કદાચ એલોપથીની છે. એની સાથે હું સંમત થઈ શકતો નથી, કેમ કે હૃદય છાતીના પોલાણમાં બે ફેફસાંની વચ્ચે આવેલું છે, આથી એના પર શરીરનું વજન આવવાની શક્યતા નથી. જેમ આપણે ઉભા હોઈએ અને પગ પર વજન આવે તેમ ડાબા પડખે કે ઉંધા સુવાથી હૃદય પર શરીરનું વજન ન આવે. પણ હૃદદયના ચાર ખાનાં પૈકી ડાબા ક્ષેપકમાં શુદ્ધ લોહી હોય છે, જે આખા શરીરમાં પહોંચે છે. આથી ડાબા પડખે સુવાથી એ ક્ષેપકના દ્વારમાંથી લોહીને જવાની કદાચ વધુ સરળતા રહે, તેથી આયુર્વેદમાં ડાબા પડખે સુવાની ભલામણ છે. હા, ઉંધા સુવાથી પાચનતંત્રના અવયવો પર શરીરનું દબાણ આવે અને એનાથી નુકસાન થાય, આથી ઉંધા સુવું સલાહભર્યું નથી.)

આરોગ્ય સુત્રો

રોજનું એક સફરજન=ડૉક્ટરનું મોં કાળું

રોજનું એક તુલસીપત્ર=કૅન્સર અલોપ

રોજનું એક લીંબુ=પતલી કમર

રોજનું એક કપ દુધ=મજબુત હાડકાં

રોજનું 3 લીટર પાણી=રોગમુક્ત જીવન

ચા અને હૃદયરોગ

ડિસેમ્બર 10, 2014

ઉપચારો તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

ચા અને હૃદયરોગ

થોડા સમય પહેલાં બી.બી.સી. હીન્દીમાં ચા વીશે એક લેખ વાંચ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે ‘ચા પીવી પાણી કરતાં પણ સારી.’ આગળ કહે છે, ‘દીવસ દરમીયાન ત્રણ કે તેથી વધુ કપ ચા પીવી સ્વાસ્થ્ય માટે પાણી પીવા જેટલું જ ફાયદાકારક છે, બલ્કે તબીયત માટે કંઈક વધુ લાભકારક છે.’

એમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણચાર કપ ચા દરરોજ પીવાથી હૃદયરોગનું જોખમ ઘણું ઘટી જાય છે, કેમકે ચામાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે, જે શરીરના કોષોને થતું નુકસાન અટકાવે છે.

કહે છે કે કાળી ચા કરતાં લીલી ચામાં(જેને વધુ પડતી પ્રોસેસ કરી ન હોય તે ચા, લેમન ગ્રાસ નહીં.) એન્ટી ઓક્સીડન્ટ વધુ પ્રમાણમાં હોય છે, અને ટેનીનનું પ્રમાણ કંઈક ઓછું હોય છે. આથી કાળી કરતાં લીલી ચા સારી.

પણ મને લાગે છે કે જે લોકો નીયમીત ચા પીવાને ટેવાયેલા હોય તેમને માટે કદાચ આ સાચું હશે. હું નીયમીત ચા પીતો નથી. કોઈક વાર ક્યાંક જવાનું થાય અને પુછ્યા વીના ચા લાવીને આપવામાં આવે ત્યારે પી લઉં છું. ચાની ટેવ બીલકુલ નથી. પણ લીલી ચાનાં વખાણ સાંભળીને મેં તાજેતરમાં જ પ્રયોગ કરી જોયો. દીવસમાં ત્રણ વખત લીલી ચા પીવાનું શરુ કર્યું.

ચા તૈયાર કરવાની મારી રીત પણ જણાવી દઉં. ઉકળતું પાણી કપમાં રેડી તેમાં ચાની એક પડીકી ચારેક મીનીટ સુધી ડુબેલી રાખીને પછી એ કાઢી નાખવી. શરુઆતમાં તો મને સારું લાગ્યું. પહેલાં ગળામાં કફની ખરેટી બાઝતી તે બંધ થઈ ગઈ. ગળું એકદમ ચોખ્ખું અને ખુલ્લું હોવાનો અનુભવ થયો. મને ગમ્યું. પાંચ દીવસ સુધી ત્રણ ત્રણ કપ ચા પીવાનું ચાલુ રાખ્યું. દરરોજ સવારે હું એક લીંબુનો રસ લઉં છું. આથી સવારની ચા એ લીંબુના રસમાં જ લેતો. બપોરે અને સાંજે માત્ર ચા. એમાં ચાની પાંદડી સીવાય બીજું કશું જ નહીં.

પાંચમા દીવસે સાંજે ચા પીધા બાદ તકલીફ શરુ થઈ. આ સીવાય બીજો કોઈ ફેરફાર મેં કર્યો ન હતો. માથું સખત દુખવાનું શરુ થયું. ચક્કર આવવાની શરુઆત થઈ. વાતપ્રકોપનાં લક્ષણો જણાયાં. બીજે દીવસથી ચા બંધ કરી દીધી. તકલીફ એક જ દીવસમાં અદૃશ્ય થઈ. જો કે હું કોઈ કોઈ વાર ચા પીતો ત્યારે મને આવો અનુભવ થયો નથી. પણ આ વખતે પાંચ દીવસ દરરોજ ત્રણ વખત ચા પીવાનો પ્રયોગ કરી જોયો હતો.

જેનાથી આપણું શરીર ટેવાયેલું ન હોય તેની વીપરીત અસર પણ થઈ શકે, ફાયદાને બદલે નુકસાન થવાની શક્યતા ખરી. કદાચ આ પ્રયોગ મેં ધીમે ધીમે કર્યો હોત, એટલે કે પહેલાં દરરોજ એક કપ, પછી બે કપ એમ વધારતો ગયો હોત તો કદાચ આ મુજબ ન પણ થાત. પણ હવે ચાનો આ પ્રયોગ ફરીથી હાલ તરત તો કરવાની ઈચ્છા નથી.