ચા અને હૃદયરોગ

ઉપચારો તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

ચા અને હૃદયરોગ

થોડા સમય પહેલાં બી.બી.સી. હીન્દીમાં ચા વીશે એક લેખ વાંચ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે ‘ચા પીવી પાણી કરતાં પણ સારી.’ આગળ કહે છે, ‘દીવસ દરમીયાન ત્રણ કે તેથી વધુ કપ ચા પીવી સ્વાસ્થ્ય માટે પાણી પીવા જેટલું જ ફાયદાકારક છે, બલ્કે તબીયત માટે કંઈક વધુ લાભકારક છે.’

એમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણચાર કપ ચા દરરોજ પીવાથી હૃદયરોગનું જોખમ ઘણું ઘટી જાય છે, કેમકે ચામાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે, જે શરીરના કોષોને થતું નુકસાન અટકાવે છે.

કહે છે કે કાળી ચા કરતાં લીલી ચામાં(જેને વધુ પડતી પ્રોસેસ કરી ન હોય તે ચા, લેમન ગ્રાસ નહીં.) એન્ટી ઓક્સીડન્ટ વધુ પ્રમાણમાં હોય છે, અને ટેનીનનું પ્રમાણ કંઈક ઓછું હોય છે. આથી કાળી કરતાં લીલી ચા સારી.

પણ મને લાગે છે કે જે લોકો નીયમીત ચા પીવાને ટેવાયેલા હોય તેમને માટે કદાચ આ સાચું હશે. હું નીયમીત ચા પીતો નથી. કોઈક વાર ક્યાંક જવાનું થાય અને પુછ્યા વીના ચા લાવીને આપવામાં આવે ત્યારે પી લઉં છું. ચાની ટેવ બીલકુલ નથી. પણ લીલી ચાનાં વખાણ સાંભળીને મેં તાજેતરમાં જ પ્રયોગ કરી જોયો. દીવસમાં ત્રણ વખત લીલી ચા પીવાનું શરુ કર્યું.

ચા તૈયાર કરવાની મારી રીત પણ જણાવી દઉં. ઉકળતું પાણી કપમાં રેડી તેમાં ચાની એક પડીકી ચારેક મીનીટ સુધી ડુબેલી રાખીને પછી એ કાઢી નાખવી. શરુઆતમાં તો મને સારું લાગ્યું. પહેલાં ગળામાં કફની ખરેટી બાઝતી તે બંધ થઈ ગઈ. ગળું એકદમ ચોખ્ખું અને ખુલ્લું હોવાનો અનુભવ થયો. મને ગમ્યું. પાંચ દીવસ સુધી ત્રણ ત્રણ કપ ચા પીવાનું ચાલુ રાખ્યું. દરરોજ સવારે હું એક લીંબુનો રસ લઉં છું. આથી સવારની ચા એ લીંબુના રસમાં જ લેતો. બપોરે અને સાંજે માત્ર ચા. એમાં ચાની પાંદડી સીવાય બીજું કશું જ નહીં.

પાંચમા દીવસે સાંજે ચા પીધા બાદ તકલીફ શરુ થઈ. આ સીવાય બીજો કોઈ ફેરફાર મેં કર્યો ન હતો. માથું સખત દુખવાનું શરુ થયું. ચક્કર આવવાની શરુઆત થઈ. વાતપ્રકોપનાં લક્ષણો જણાયાં. બીજે દીવસથી ચા બંધ કરી દીધી. તકલીફ એક જ દીવસમાં અદૃશ્ય થઈ. જો કે હું કોઈ કોઈ વાર ચા પીતો ત્યારે મને આવો અનુભવ થયો નથી. પણ આ વખતે પાંચ દીવસ દરરોજ ત્રણ વખત ચા પીવાનો પ્રયોગ કરી જોયો હતો.

જેનાથી આપણું શરીર ટેવાયેલું ન હોય તેની વીપરીત અસર પણ થઈ શકે, ફાયદાને બદલે નુકસાન થવાની શક્યતા ખરી. કદાચ આ પ્રયોગ મેં ધીમે ધીમે કર્યો હોત, એટલે કે પહેલાં દરરોજ એક કપ, પછી બે કપ એમ વધારતો ગયો હોત તો કદાચ આ મુજબ ન પણ થાત. પણ હવે ચાનો આ પ્રયોગ ફરીથી હાલ તરત તો કરવાની ઈચ્છા નથી.

Advertisements

ટૅગ્સ:

10 Responses to “ચા અને હૃદયરોગ”

 1. tanknalinbhai Says:

  ગાંડાભાઈ તમારી વાત સાચી છે .

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

 3. pravinshastri Says:

  એક અનુભવવાણી..

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  હાર્દીક આભાર પ્રવિણભાઈ.

 5. smdave1940 Says:

  I drink 500 ml strong tea with little milk and little sugar in morning since 2008. Tea was considered bad when I was in school during 1951-1957. Somewhere in 1951 the Government of India started giving public advertisement to glorify tea. Neither I have noticed any bad or good effect due to taking tea or not taking tea. Yes as a habit I like to have tea in morning. Earlier to 1957, I used to take 150ml milk. And at that time due to the habit, I liked to have a cup of milk in morning. I see a lot advertisement recommending very strongly to take breakfast. If we do not take breakfast, it would be extremely harmful to our brain. Despite of this threat, I do not take breakfast. Should I wait for a brain damage as per the threat?

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ લખવા બદલ હાર્દીક આભાર.
  આહારનું પ્રમાણ જેમ ઓછું તેમ સ્વાસ્થ્ય જાળવવામાં લાભ થાય એમ મારું માનવું છે. આથી સવારમાં નાસ્તો ન કરવાથી કદાચ નુકસાન ન પણ થાય, જો ભુખ ન લાગતી હોય તો. પણ ભુખ લાગી હોય ત્યારે થોડા પ્રમાણમાં પણ યોગ્ય આહાર લેવો જોઈએ એમ મને લાગે છે. એ વાત સાચી કે આપણે જે ખાઈએ તેનાથી આપણને પોષણ નથી મળતું, પણ આપણે જે પચાવી શકીએ તેનાથી પોષણ મળે છે.
  ૧૯૬૪ની આસપાસ દીલ્હીથી પ્રગટ થતા Science Journal નામના મેગેઝીનમાં ચા વીશે એક લેખ વાંચ્યો હતો એવું સ્મરણ છે. એમાં જણાવવામાં આવ્યું હતું કે ચાના સેવનથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. આથી ચીન-જાપાનમાં હૃદયરોગનું પ્રમાણ ઓછું હોય છે એ મતલબનું લખાણ એમાં હતું. પણ સાથે એમ પણ હતું કે એ ચામાં દુધ-ખાંડ ન હોવાં જોઈએ.

 7. smdave1940 Says:

  હા. સમાચાર પત્રોમાં આવતા લેખો વિશ્વસનીય હોતા નથી. ભુખ લાગે ત્યારે ખાવું અને થોડું ઓછું ખાવું તે વાત સાચી છે. નિયમિતતા વાળી વાત પણ સાચી છે. નાસ્તિ મૂલં અનૌષધમ.
  આભાર.

 8. ABHAY JAIN Says:

  sir me tamaru khil and upayo vacyu khubaj saras hato.
  my age is 22 year male
  mane matha ma banne taraf val kharvani saruvat thai gai che ane banne side ni pathi ma tal padavani saru thai gai che mane val ni bov j chinta thai che ane tension che tame madad karva vinanti

 9. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અભયભાઈ,
  મારા બ્લોગમાં મેં વાળ વીશે વીસ્તૃત માહીતી આપી છે. એમાં તમને અનુકુળ આવે તે યોગ્ય ચીકીત્સકની સલાહ અનુસાર અજમાવી જોવું. ફરીથી બધાંની જાણ માટે એ માહીતી આપું છું:

  વાળ વધારવા – વાળનો જથ્થો વધારવા
  (૧) જે ભાગ પર વાળનો જથ્થો ઓછો લાગતો હોય ત્યાં લીંબુની ચીરી કરી દરરોજ સવાર સાંજ ઘસતા રહેવું. આથી ત્યાં વાળ વધુ થશે.
  (૨) બે ભાગ કીસમીસ અને એક ભાગ એળીયાને પાણીમાં વાટી માથા પર લેપ કરી સુઈ જવું. પ્રયોગ નીયમીત કરવાથી વાળનો જથ્થો વધે છે કે માથાની ટાલ દુર થાય છે. બધા કેસમાં સો ટકા સફળતા મળતી નથી, પરંતુ નોંધપાત્ર ફરક જરુર પડે છે.
  (૩) અડદની દાળ પાણીમાં પલાળી, બારીક વાટી મલમ જેવું બનાવી રાતે સુતી વખતે માથા પર લેપ કરવો. સવારે બરાબર સાફ કરી માથું ખંજવાળી બધે ઘી ઘસી થોડી વાર કુમળા તડકામાં બેસવું. લાંબા સમય સુધી આ પ્રયોગ કરવાથી વાળનો જથ્થો વધે છે. ટાલ પડવાની શરુઆત થઈ હોય તો તે અટકે છે.
  (૪) દરરોજ રાતે પાકા કેળાને છુંદી, મસળી તેમાં લીંબુનો રસ નાખી ફરીથી મસળીને મીશ્રણ માથા પર બધે વ્યવસ્થીત લેપ કરી સુઈ જવું. સવારે સાદા પાણીથી માથું ધોઈ નાખવું. ચારેક મહીના સુધી દરરોજ નીયમીત પ્રયોગ કરવો. કેળાંનું પ્રમાણ વાળના જથ્થા મુજબ લેવું, તથા એક આખું મોટું કેળું હોય તો બે લીંબુ અને અડધું કેળું હોય તો એક લીંબુ લેવું.
  (૫) મેંદીનાં સુકવેલાં પાનનો બારીક પાઉડર (જે બજારમાં મળે છે) પાણીમાં પલાળી દરરોજ નહાતી વખતે માથામાં સરખી રીતે લેપ કરી થોડી વાર રહીને નાહવું. દરરોજ નીયમીત પ્રયોગ કરતા રહેવાથી વાળનો જથ્થો તથા વાળની લંબાઈ પણ વધે છે.
  (૬) આમળાના ચુર્ણને દુધમાં કાલવી જાડી થેપલી કરી રાત્રે સુતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાં આવે તો વાળ વધે છે.
  (૭) તાજા ગોમુત્રમાં જાસુંદનાં ફુલ વાટી રાતે સુતી વખતે માથે લેપ કરવાથી અને સવારે ધોઈ નાખવાથી માથામાં વાળનો જથ્થો વધે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવો.
  (૮) વડનાં પાન સુકવી તેના પર અળસીનું તેલ ચોપડી બાળીને બનાવેલી રાખને ચારગણા વજનના અળસીના તેલમાં મીશ્ર કરી દરરોજ રાતે સુતી વખતે માથા પર જે ભાગમાં વાળ ઓછા હોય ત્યાં ઘસી માલીશ કરતા રહેવાથી ઘણા દીવસો પછી વાળ વધવા લાગે છે. માથે ટાલ પડી ગઈ હોય તો તે પણ મટે છે.
  (૯) માથાની ટાલ પર ભાંયરીંગણીના પાનના રસની દરરોજ ૨૦ મીનીટ માલીશ કરવાથી વાળ ફરીથી ઉગી ટાલ મટે છે.
  (૧૦) ૧-૧ ચમચી શંખપુષ્પીનું ચુર્ણ દરરોજ સવાર, બપોર, સાંજ નીયમીત લેવાથી કે ૧-૧ કપ શંખપુષ્પીનું શરબત પીવાથી માથાના વાળનો જથ્થો વધે છે અને વાળ સુંદર તથા લાંબા થાય છે.

  સફેદ વાળ
  (૧) વાળ સફેદ થવા માંડ્યા હોય તો દરરોજ દહીં-છાસ આહારમાં વધુ પ્રમાણમાં લેવાં. એનાથી વાળ સફેદ થતા અટકે છે. બાળકોને શરુઆતથી જ દહીં-છાસનું નીયમીત સારા પ્રમાણમાં સેવન કરાવતા રહેવું જોઈએ.
  (૨) શુદ્ધ ગંધક અને શુદ્ધ લોહભસ્મ સમભાગે લઈ ખરલમાં ખુબ લસોટવી. દરરોજ સવાર-સાંજ ૧/૨ ગ્રામ આ મીશ્રણ ૧૦ ગ્રામ મધ અને ૫ ગ્રામ ઘી સાથે લેવાથી વાળ કાળા થાય છે અને સફેદ થતા અટકે છે.
  (૩) આમળાના ચુર્ણને આમળાના રસની ૨૧ ભાવના આપવી. (૨૧ વાર ભીંજવવું અને સુકવવું.) પછી તેનું સેવન કરવાથી માથાના વાળ કાળા થાય છે.
  (૪) બહેડાનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ પાણી સાથે ૧-૧ ચમચો લેવાથી અને રાતે સુતી વખતે આ પાઉડર પાણીમાં ભેળવી વાળમાં પાથીએ ભરી સવારે શેમ્પુથી ધોઈ નાખવાથી વાળ થોડા જ દીવસોમાં કાળા થાય છે.
  (૫) ગુલાબની પાંખડીમાંથી તૈયાર કરેલા ગુલકંદમાંથી અડધો ગુલકંદ સુર્યના પ્રકાશમાં અને અડધો ચાંદનીમાં રાખી દરરોજ સવાર-સાંજ લેવાથી માથાના વાળ ખરવા, વાળનો જથ્થો ઓછો થવો, વાળ તુટવા, વાળ અકાળે સફેદ થઈ જવા વગેરે ફરીયાદો મટે છે.
  (૬) દરરોજ રાતે સુતી વખતે ૧ મોટો ગ્લાસ ભરીને દુધ લઈ તેમાં ૧ ચમચી બદામનું તેલ નાખી બરાબર મીશ્રણ કરી પીવાથી લાંબા સમયે વાળ સફેદ થતા અટકે છે, અને જો સફેદ થયા હોય તો ધીમે ધીમે કાળા થવા માંડે છે.
  (૭) જેઠીમધ અથવા જેઠીમધનું સત્ત્વ દુધ સાથે દરરોજ સવાર-સાંજ લેવાથી અકાળે ધોળા થયેલા વાળ કાળા થાય છે. જેઠીમધ કરતાં જેઠીમધનું સત્ત્વ વધુ અકસીર છે.
  (૮) વાળમાં મહેંદી લગાવવાથી વાળ લાલ થઈ જતા હોય તો મહેંદી પલાળતી વખતે તેમાં આમળાં, અરીઠાં, શીકાકાઈ અને ભાંગરાનો પાઉડર ઉમેરવાથી મહેંદી કાળી થશે, અને વાળ કાળા થશે.
  વાળની લુખાશ લીંબુનો રસ માથામાં નાખી, મસળી સ્નાન કરવાથી વાળનો મેલ તથા વાળની લુખાશ દુર થાય છે; વાળ મુલાયમ થાય છે.

  વાળ ખરતા હોય તો
  (૧) આહારમાં કોબીનું સેવન બને તેટલું વધુ કરવાથી અને કોબીનો રસ વાળના મુળમાં ઘસીને પચાવવાથી ખરતા વાળ અટકે છે.
  (૨) ૧ ભાગ અડદનો લોટ, ૧/૨ ભાગ આમળાનું ચુર્ણ, ૧/૪ ભાગ શીકાકાઈનું ચુર્ણ અને ૧/૪ ભાગ મેથીનું ચુર્ણ રાતે પલાળી રાખી સવારે તેનાથી માથું સાફ કરવાથી ખરતા વાળની સમસ્યા મટે છે.
  (૩) ભાંગરાના પાનનો તાજો રસ ૧૫-૨૦ મી.લી. સવાર-સાંજ પીવાથી ખરતા વાળમાં ફાયદો થાય છે.
  (૪) શતાવરી, આમળાં, બ્રાહ્મી અને ભૃંગરાજનું સમભાગે ચુર્ણ ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી ખરતા વાળ બંધ થાય છે.
  (૫) દીવેલને જરા હુંફાળું ગરમ કરીને માથાના વાળમાં ઘસવાથી મગજ શાંત રહે છે તથા ગરમીને કારણે વાળ ખરતા હોય તો તે અટકે છે.

  વાળને મુલાયમ કરવા માટે
  (૧) રાત્રે માથામાં તેલ નાખી, બીજે દીવસે દહીંમાં આમળાનું ચુર્ણ ભેળવી માથામાં ભરી અડધો કલાક રાખી હુંફાળા પાણીથી વાળ ધોવાથી વાળ નરમ અને ચમકીલા બને છે. જેમને શરદી રહેતી હોય તેમણે આ પ્રયોગ કરવો નહીં.
  (૨) પાણીમાં ચણાનો લોટ નાખી પેસ્ટ બનાવી વાળમાં મસળતા રહેવાથી અને સાદા પાણીથી વાળ ધોવાથી થોડા દીવસોમાં વાળ મુલાયમ થાય છે.

  માથાનો ખોડો
  કણજીનું તેલ માથામાં નાખવાથી માથાનો ખોડો મટે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: