અગત્યની આરોગ્ય સલાહ

આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

કેટલીક ઈમેઈલ મને લોકો દ્વારા અન્યની ઈમેઈલ ફોરવર્ડ કરેલી મળે છે. એમાં એનો પ્રચાર કરવાનું જણાવવામાં આવ્યું હોય છે, આથી તેમાંથી થોડું વહેંચું છું. કમનસીબે એના મુળ લેખકનું નામ આપવામાં આવ્યું હોતું નથી, આથી ઋણસ્વીકાર શક્ય નથી.

અગત્યની આરોગ્ય સલાહ

ફોન જમણા કાન પર રાખીને વાત કરો.

 1. દવાની ગોળી ઠંડા પાણી સાથે લેવી નહીં.
 2. સાંજે ૫-૦૦ વાગ્યા પછી ભારે પડતું ભોજન કરવું નહીં.
 3. પાણી સવારમાં વધુ પીવું, સાંજે ઓછું પીવું.
 4. ઉંઘ માટેનો ઉત્તમ સમય રાત્રે ૧૦-૦૦થી મળસ્કે ૪-૦૦ વાગ્યા વચ્ચેનો છે.
 5. દવા લીધા પછી તરત આડા પડવું નહીં. (સુઈ જવું નહીં)
 6. બેટરી છેવટના કાપા સુધી ડાઉન થઈ ગઈ હોય તો ફોન વાપરવો નહીં, કેમ કે એ વખતે રેડીયેશન ૧૦૦૦ ગણું વધુ હોય છે.
 7. બેસતી વખતે ઘુંટણ આગળથી પગ પર પગ ચડાવીને બસવું નહીં. પણ ઘુંટી આગળથી પગ ચડાવી શકાય. ઘુંટણ આગળથી પગ પર પગ ચડાવવથી નસ કાયમ માટે ફુલી જવાનો રોગ થાય છે, જેને અંગ્રેજીમાં વેરીકોઝ વેઈન કહે છે.

 

 Crossing Legs

  હૃદયની કાળજી : રાત્રે ઉંઘતી વખતે જો ઉંધા એટલે કે પેટ પર સુઈ જાઓ કે ડાબા પડખે સુઈ જાઓ તો હૃદય પર આપણા શરીરનું વધારાનું દબાણ આવે છે. જ્યારે હૃદયે એ સમયે પણ હંમેશની જેમ લોહી પહોંચાડવાનું ચાલુ રાખવાનું હોય છે. આ વધારાનો બોજો હૃદયને ઝડપથી ઘસારો પહોંચાડે છે. આપણે જીવનનો એક તૃતીયાંશ કરતાં પણ વધુ સમય ઉંઘમાં વીતાવીએ છીએ. આથી હૃદય પરનું દબાણ ઓછું કરવા માટે જમણા પડખે કે ચત્તા સુવું જોઈએ. આ સામાન્ય ટેવ જીવનને કેટલાંક વધારે વર્ષો સુધી લંબાવી શકશે. (જો કે આયુર્વેદમાં ડાબા પડખે સુવાની સલાહ આપવામાં આવી છે. આ સલાહ કદાચ એલોપથીની છે. એની સાથે હું સંમત થઈ શકતો નથી, કેમ કે હૃદય છાતીના પોલાણમાં બે ફેફસાંની વચ્ચે આવેલું છે, આથી એના પર શરીરનું વજન આવવાની શક્યતા નથી. જેમ આપણે ઉભા હોઈએ અને પગ પર વજન આવે તેમ ડાબા પડખે કે ઉંધા સુવાથી હૃદય પર શરીરનું વજન ન આવે. પણ હૃદદયના ચાર ખાનાં પૈકી ડાબા ક્ષેપકમાં શુદ્ધ લોહી હોય છે, જે આખા શરીરમાં પહોંચે છે. આથી ડાબા પડખે સુવાથી એ ક્ષેપકના દ્વારમાંથી લોહીને જવાની કદાચ વધુ સરળતા રહે, તેથી આયુર્વેદમાં ડાબા પડખે સુવાની ભલામણ છે. હા, ઉંધા સુવાથી પાચનતંત્રના અવયવો પર શરીરનું દબાણ આવે અને એનાથી નુકસાન થાય, આથી ઉંધા સુવું સલાહભર્યું નથી.)

આરોગ્ય સુત્રો

રોજનું એક સફરજન=ડૉક્ટરનું મોં કાળું

રોજનું એક તુલસીપત્ર=કૅન્સર અલોપ

રોજનું એક લીંબુ=પતલી કમર

રોજનું એક કપ દુધ=મજબુત હાડકાં

રોજનું 3 લીટર પાણી=રોગમુક્ત જીવન

Advertisements

ટૅગ્સ:

2 Responses to “અગત્યની આરોગ્ય સલાહ”

 1. Arvind Dullabh Says:

  Thank you Gandabhai.

  Arvindbhai

  From: Gandabhai Vallabh Reply-To: Gandabhai Vallabh Date: Friday, 19 December 2014 5:49 pm To: Arvind Dullabh Subject: [New post] અગત્યની આરોગ્ય સલાહ

  WordPress.com ગાંડાભાઈ વલ્લભ posted: “આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. કેટલીક ઈમેઈલ મને લોકો દ્વારા અન્યની ઈમેઈલ ફોરવર્ડ કરેલી મળે છે. એમાં એનો પ્રચાર કરવાનું જણાવવામાં આવ્યું હોય છે, આથી તેમાંથી થોડું વહેંચું છું. કમનસીબે એના મુળ લેખકનું નામ આપવામાં આવ્યું હોતું નથી, આથી ઋણસ”

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અરવિંદભાઈ,
  મારા બ્લોગની મુલાકાત લઈ તમે જે કૉમેન્ટ લખી એથી આનંદ થયો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: