તાડાસન

આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે, જાતે પ્રયોગ કરવા માટે નહીં.

તાડાસન

આનાથી શરીરની સ્થિતિ તાડના ઝાડ જેવી થઈ જાય છે તેથી આ આસનને તાડાસન કહે છે.

 

તાડાસન

તાડાસન

આ આસન ઉભા રહીને કરવામાં આવે છે. એડી-પંજાને અનુકુળતા મુજબ

થોડાં દુર રાખો. હાથોને કમર સાથે સીધા અડકાવી રાખો. ધીરે ધીરે બંને હાથને ખભા સુધી ઉઠાવી માથા પર લઈ જતાં પગની એડી પણ જમીનથી ઉઠાવીને પંજા પર ઉભા રહો. હવે બંને હાથના અંગુઠાના આંકડા બનાવી એકબીજામાં ભેરવી શરીરને બને શકે તેટલું ઉપરની તરફ ખેંચો. ગરદન સીધી રાખો અને પછી આની વીરુદ્ધ કરતાં ફરી પહેલાં જેવી સ્થીતીમાં આવી જવું. આ ક્રીયાનું વીસ વખત પુનરાવર્તન કરવું.

 

સાવધાની : જ્યારે હાથને ઉપરની તરફ લઈ જવામાં આવે છે, ત્યારે ધ્યાન રાખવાનું કે હાથની સાથે એડિયોને પણ ઉપરની તરફ ઉઠાવવામાં આવે છે. આ અવસ્થામાં શરીરનો ભાર પગ અને એની આંગળીઓ પર રહે છે. જ્યારે હાથને ઉપરની તરફ ખેંચવામાં આવે ત્યારે પેટને અંદરની તરફ વધુ ખેંચવામાં આવે છે.

 

તાડાસન કરવાથી છાતી, ખભો અને પીઠની માંસપેશીઓમાં ખેંચાણ આવે છે. આનાથી શરીરની લંબાઈ વધારી શકાય છે-જો તમારી ઉંમર ઓછી હોય અને તમે હજુ વૃદ્ધી પામતા હો તો. આ આસનથી હાડકાં પણ મજબુત બને છે. તથા સ્લિપ ડિસ્કની સંભાવના ઘટે છે. ખભા મજબુત બને છે અને ઉંડા શ્વાસ લેવા-છોડવામાં સરળતા થાય છે. વૃદ્ધાવસ્થામાં સતાવતા વાયુવીકારમાં પણ લાભ થાય છે.

 

Advertisements

ટૅગ્સ:

2 Responses to “તાડાસન”

  1. Vinod Says:

    Do Tadasan in the morning just before entering Toilet and experience the positive effect.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે વિનોદભાઈ,
    આપની કીમતી કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.
    મને ઉઠતાંની સાથે થોડા પ્રમાણમાં તાડાસન કરવાની ટેવ છે, (આપણે જેને આળસ મરડવું કહીએ છીએ તેટલા પ્રમાણમાં, વૉર્મીંગ અપ જેવું) પણ કસરત કરતી વખતે જે રીતે કરું છું તેટલા પ્રમાણમાં નહીં. કદાચ એને કારણે પણ મને સામાન્ય રીતે ટૉઈલેટની કોઈ સમસ્યા નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: