Archive for ફેબ્રુવારી, 2015

કોણાસન અને તીર્યક તાડાસન

ફેબ્રુવારી 19, 2015

કોણાસન

એને ત્રીકોણાસન પણ કહે છે, કેમ કે એમાં શરીરનો આકાર ત્રીકોણ જેવો થાય છે. જમીન પર સીધા ઉભા રહો. બે પગ વચ્ચે ૪૫ કે ૫૦ સે.મી. અથવા તમને અનુકુળ અંતર રાખો. બંને હાથ ખભાની સીધી લીટીમાં ઉંચા કરો. હવે ડાબો હાથ માથા પર થઈ હથેળી જમીન તરફ રાખી જમણી બાજુ નમતા જઈ જમણા પગના પંજાને જમણા હાથ વડે અડવું. એ જ રીતે બીજી તરફ કરવું. બંને તરફ મળી એક ગણીએ એ રીતે દસ વખત આ ક્રીયા કરવી.

આ આસનથી કમર અને એની બંને બાજુ, પગ, હાથ, ગરદન તથા બગલના સ્નાયુઓને તંદુરસ્ત તથા મજબુત બને છે. કેડની બંને બાજુએ વધેલી નકામી ચરબી દુર થાય છે અને કેડ પાતળી બને છે.

તિર્યક તાડાસન

ઊભા રહી હાથનાં આંગળાં એકબીજામાં ભેરવી ડાબો હાથ માથા પર અડાડતાં ધીમે ધીમે જમણી તરફ વાંકા વળવું. જેટલું વળી શકાય તેટલું વળવું. સામે જોવું. થોડો સમય રહી પાછા મુળ સ્થીતીમાં આવી જવું. એ જ રીતે બીજી તરફ કરવું. એટલે કે જમણો હાથ માથા પર અડાડતાં ધીમે ધીમે ડાબી તરફ બની શકે તેટલા નમવું. થોડો સમય એ સ્થીતીમાં રહી પહેલાંની જેમ ટટ્ટાર ઉભા હતા તેમ આવી જવું. બંને તરફ મળી આ ક્રીયા દસ વખત કરવી.

આ આસનથી કમરના દુખાવામાં રાહત થાય છે, તથા કમરની લચક, સ્થતીસ્થાપકતા વધે છે.

ફળાહાર

ફેબ્રુવારી 17, 2015

ફળાહાર

(બી.જે. મિસ્ત્રીના સૌજન્યથી – એમના તરફથી મળેલ એક ઈ-મેઈલના અંગ્રેજી આર્ટીકલના આધારે. વધુમાં વધુ પ્રચાર કરવાની એમની નોંધને અનુલક્ષીને.)

ડૉ. સ્ટીવન મૅક જીવનની આશા છોડી ગયેલ કેન્સરના દર્દીઓને પરંપરાથી વીરુદ્ધ સારવાર આપે છે. તેઓ ઘણાને સારા પણ કરે છે. આ પહેલાં તેઓ સુર્યકીરણો વડે કેન્સરના દર્દીઓની સારવાર કરતા. તેઓ શરીરની સારવારમાં એની કુદરતી રીતે સારા થવાની શક્તીમાં માને છે. તેમનું કહેવું છે કે શરીર પોતે જ આપોઆપ સ્વસ્થ થવાની ક્ષમતા ધરાવે છે. એમનું કહેવું છે કે કેન્સરના દર્દીઓને માટે મરવું અનીવાર્ય નથી. કેન્સરના દર્દીઓને બચાવવામાં તેઓને ૮૦% સફળતા મળી છે. એમના અભીપ્રાય મુજબ કેન્સરનો ઉપાય મળી ચુક્યો છે. “પરંપરાગત સારવારને કારણે હજારો દર્દીઓ મરી ચુક્યા છે, તેમના માટે હું દુખ અનુભવું છું.” તેઓ કહે છે.

ફળાહાર એ કેન્સરથી બચવાનો અને થયું હોય તો સારા થવાનો એક ઉપાય છે.

આપણે માનીએ છીએ કે ફળ ખાવાં એટલે ફળ ખરીદી લાવી, કાપીને મોંમાં ઓરતા જવું. ખરેખર એમ નથી. તમે માનો તેટલું એ સરળ નથી. ફળ ક્યારે અને કેમ ખાવાં તે જાણવું ખુબ જ અગત્યનું છે.

ફળ કેવી રીતે ખાવાં? સૌથી મહત્ત્વની વાત: ફળ કદી ભોજન પછી તરત ન ખાવાં, પણ હંમેશાં ભુખ્યા પેટે જ ખાવાં. ભુખ્યા પેટે ફળ ખાવાથી એ શરીરમાંથી હાનીકારક પદાર્થોને દુર કરે છે. આથી આપણને શક્તી મળે છે અને વજન ઘટાડવામાં પણ સહાય મળે છે. ફળ સહુથી અગત્યનો આહાર છે.

ધારોકે તમે બ્રેડના બે ટુકડા ખાધા, અને એની ઉપર એક ફળનો ટુકડો. ફળનો કટકો હોજરીમાંથી તરત જ અંતરડામાં પ્રવેશ માટે તૈયાર હોય છે. હોજરીએ એને પચાવવાની કડાકુટ કરવાની હોતી નથી. પરંતુ બ્રેડના કારણે તેમ થઈ શકતું નથી. કેમ કે બ્રેડને પચતાં વાર લાગે છે, આથી હોજરીનું દ્વાર બ્રેડ પચી ન રહે ત્યાં સુધી ખુલતું હોતું નથી. આથી બધો આહાર હોજરીમાં સડે છે, એમાં આથો આવે છે અને ખટાશ-એસીડ પેદા થાય છે. હોજરીમાં ફળ બીજા ખોરાકના અને પાચક રસોના સંપર્કમાં આવે કે તરત જ બધો ખોરાક બગડવાનો શરુ થાય છે. આથી જ ફળ હંમેશાં ખાલી પેટે કે ખાવા પહેલાં જ ખાવાં. તમે લોકોને કહેતાં સાંભળ્યાં હશે, ‘જ્યારે હું તરબુચ ખાઉં છું કે તરત ઓડકાર આવવા શરુ થઈ જાય છે, કેળું ખાઉં છું કે તરત ટોઈલેટ જવું પડે છે. જો ભુખ્યા પેટે ફળ ખાવામાં આવે તો આમ થશે નહીં. ફળ બીજા સડેલા આહાર સાથે ભળે છે અને ગૅસ પેદા થાય છે. આથી જ ઓડકાર આવે છે. ખાલી પેટે ફળ ખાવામાં આવે તો વાળ ધોળા નહીં થાય, ટાલ પડશે નહીં, આંખ નીચે કાળા કુંડાળાં નહીં હશે કે જ્ઞાનતંતુઓની નબળાઈ સતાવશે નહીં.

ડૉ. હર્બર્ટ શેલ્ટનના કહેવા મુજબ લીંબુ વર્ગનાં ખાટાં ફળ સહીત બધાં જ ફળ પચ્યા પછી શરીરમાં ક્ષારીય(અલ્કલાઈન) બને છે. એટલે કે લીંબુ, મોસંબી વગેરે ખાટાં છે અને એસીડ પેદા કરે છે એ વાત સાચી નથી. એમણે આ બાબતમાં સંશોધન કરીને એ સાબીત કર્યું છે. ફળોને યોગ્ય રીતે ખાવાની ટેવ પાડવામાં આવે તો શરીરસૌષ્ઠવ અને એનું સૌંદર્ય, સ્વસ્થ દીર્ઘ જીવન, પ્રફુલ્લતા અને પ્રમાણસર યોગ્ય વજનનું સુખ પ્રાપ્ત થશે.

જો કોઈએ ફળનો રસ પીવો હોય તો માત્ર તાજો કાઢેલો રસ જ પીવો, કેનમાં પૅક કરેલો નહીં. વળી ગરમ કરીને પણ કદી રસ પીવો નહીં. ફળોને બાફીને, શેકીને, રાંધીને કે ગરમ કરીને પણ કદી ન ખાવાં જોઈએ. કેમ કે એ રીતે માત્ર સ્વાદ સીવાય કશું મળતું નથી. એ રીતે એમાંનાં ઘણાં બધાં ઉપયોગી પોષક તત્ત્વો મોટા ભાગે નાશ પામે છે. રાંધવાથી ઘણાંખરાં વીટામીન પણ નાશ પામે છે. વળી રસ પીવા કરતાં આખેઆખાં ફળ ખાવાં સારાં. કેમ કે એ રીતે ફળ ચાવીને ખાવાથી મોંમાંનો લાળરસ એમાં સારી રીતે ભળે છે, આથી એનું પાચન સરળતાથી થાય છે. પણ જો તમારે રસ જ પીવો હોય તો ધીમે ધીમે મોંમાં મમળાવીને પીવો જેથી વધુમાં વધુ લાળરસ એમાં ભળી શકે.

જો શરીરની આંતરીક સફાઈ કરવી હોય તો ત્રણ દીવસ માત્ર ફળ પર જ રહો. ત્રણ દીવસ ફળ જ ખાવાં અને ફળનો રસ પીવો. આ પછી જ્યારે તમારા મીત્રો તમને જોશે તો કહેશે કે તમે ખુબજ તાજગીસભર દેખાઓ છો, ત્યારે તમને ખરેખર આશ્ચર્ય થશે.

કેટલાંક ફળો

કીવી ફ્રુટ: આ નાનાં સરખાં ફળ બહુ જ ઉપયોગી છે. એમાંથી સારા પ્રમાણમાં પોટેશ્યમ, મેગ્નેશ્યમ, લોહ, વીટામીન સી, ઈ તથા રેસા મળે છે.

સફરજન: રોજનું એક સફરજન ખાઓ અને ડૉક્ટરને ભુલી જાઓ. જો કે સફરજનમાં વીટામીન સી બહુ હોતું નથી, પણ એમાં ઓક્સીજનકરણ વીરોધી તત્ત્વ (એન્ટી ઓક્સીડન્ટ) તથા ફ્લેવોનોઈડ તરીકે ઓળખાતા પ્રાણીજ તત્ત્વની મોજુદગી હોય છે જે વીટામીન સીની અસરકારતા વધારે છે. એનાથી આંતરડાના કેન્સર સામે, હાર્ટએટેક અને લકવા(સ્ટ્રોક) સામે રક્ષણ મળે છે.

સ્ટ્રોબરી: રોગો સામે રક્ષણ આપતું ફળ. મુખ્ય ફળો પૈકી સૌથી વધુ સક્ષમ ઓક્સીજનકરણ વીરોધી તત્ત્વ (એન્ટી ઓક્સીડન્ટ) ધરાવતું ફળ સ્ટ્રોબરી છે. આપણા શરીરમાં મુક્ત કણો (ફ્રી રેડીકલ) તરીકે ઓળખાતા પદાર્થો જે કેન્સર માટે તેમ જ રક્તવાહીનીઓને જામ કરવામાં જવાબદાર ગણાય છે તેને દુર કરવામાં સહાય કરે છે.

નારંગી: સૌથી વધુ મધુરુ ઔષધ. રોજ બેથી ચાર નારંગી ખાવાથી શરદી નહીં થાય, કૉલેસ્ટરોલનું સ્તર ઘટશે, મુત્રપીંડની પથરી નહીં થાય અને થઈ હશે તો ઓગળી જશે. ઉપરાંત આંતરડાનું કેન્સર નહીં થાય.

તરબુચ: તરસ છીપાવી ઠંડક આપતું ફળ. એમાં ૯૨% પાણીનો ભાગ હોય છે. આપણી રોગપ્રતીકાર શક્તીમાં વધારો કરનાર જે તત્ત્વ છે તે એમાં ભરપુર માત્રામાં છે. કેન્સર સામે રક્ષણ આપતું ઓક્સીજનકરણ વીરોધી તત્ત્વનો પણ એ મહત્ત્વનો સ્રોત છે. એમાં બીજાં પોષક તત્ત્વો છે વીટામીન સી અને પોટશ્યમ.

જમરુખ અને પપૈયાં: વીટામીન સી માટે જમરુખ ઉત્તમ છે. વળી એમાં રેસા પણ સારા પ્રમાણમાં છે, જેનાથી કબજીયાત મટે છે. પપૈયામાં વીટામીન ‘એ’નું પુર્વસ્વરુપ કેરોટીન હોય છે જે આંખ માટે ઉપયોગી છે.

ખાધા પછી ઠંડું પાણી કેન્સરને આમંત્રે છે. જે લોકો ખાધા પછી ઠંડુ પાણી પીતા હોય તેમણે સાવધાન થઈ જવું. ખાધા પછી ઠંડું પાણી પીવાનું સારું લાગે છે, પરંતુ ઠંડું પાણી આપણે જે ચરબીવાળો ખોરાક ખાધો હોય તેને કઠણ બનાવી દે છે. આથી પાચનક્રીયા ધીમી પડી જશે. જ્યારે એ ચીકણો પદાર્થ એસીડ સાથે પ્રતીક્રીયા કરે છે ત્યારે એનું વીઘટન થઈ બીજા ઘન આહારની સરખામણીમાં એ આંતરડામાં ઝડપથી પહોંચી જશે, અને એની દીવાલ પર ચોંટી જશે. બહુ ઝડપથી એનું ચરબીમાં પરીવર્તન થશે અને કેન્સરની શક્યતા પેદા થશે.

હાર્ટએટેક:

સ્ત્રીવર્ગને ખાસ ચેતવણી આપવાની કે હાર્ટએટેક વખતે દર વખતે કંઈ ડાબી બાજુ દુખાવો થાય એમ હોતું નથી. જડબામાં પણ સખત દુખાવો હાર્ટ એટેક વખતે થઈ શકે. પહેલા હાર્ટ એટેક વખતે ડાબી બાજુ બીલકુલ દુખાવો ન થાય એમ બની શકે. મોળ, ચક્કર અને પરસેવો પણ હાર્ટ એટેકમાં બહુ જ સામાન્ય જોવા મળે છે. ૬૦% કીસ્સામાં ઉંઘમાં હાર્ટએટેક થાય ત્યારે તેઓ જાગી શકતા નથી. જડબાના દુખાવામાં ભર ઉંઘમાંથી પણ જાગી જવાય છે. આ બાબત સાવધાન રહેવું જોઈએ. જેમ આપણી પાસે વધુ માહીતી હોય તેમ બચવાના ચાન્સ વધુ હોય છે.

એક હૃદય નીષ્ણાત કહે છે કે જેને જેને આની જાણ થાય તે દરેક જણ બીજા દસ જણને એની જાણ કરે તો હું ખાતરીથી કહું છું કે આપણે એક જણની જીંદગી બચાવી શકીએ.

 

 

નિર્વાસિત – પ્રવિણ દેસાઈ

ફેબ્રુવારી 7, 2015

નિર્વાસિત – પ્રવિણ દેસાઈ.

via નિર્વાસિત – પ્રવિણ દેસાઈ.

રૅશનાલીઝમ

ફેબ્રુવારી 6, 2015

‘અભીવ્યક્તી’

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી

[1.]‘રૅશનાલીઝમ એક એવો માનસીક અભીગમ છે કે, જેમાં વીવેકશક્તી તથા તર્કશક્તી (રીઝન)ની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર કરવામાં આવે છે અને જેનો હેતુ ફીલસુફી તથા નીતીશાસ્ત્રની એવી તરાહ સ્થાપવાનો છે કે, જે અધીકારી મનાતાં કોઈ પણ વ્યક્તી કે ગ્રંથ (ઑથોરીટી)ની એકપક્ષી માન્યતાઓથી સદંતર મુક્ત હોય અને જે તરાહને તર્ક તેમ જ વાસ્તવીક અનુભવ–પ્રયોગ દ્વારા ચકાસી સત્ય યા અસત્ય સીદ્ધ કરી શકાતી હોય.’

ઉપર્યુક્ત વ્યાખ્યા લંડનના રેશનાલીસ્ટ એસોસીએશને ઘડેલી છે અર્થાત્ અંગ્રેજીભાષીઓ વડે રચીત છે; છતાં એમાં ક્યાંય ‘બુદ્ધી’ શબ્દ (intellect કે intelligence) પ્રયોજવામાં આવ્યો નથી. એને સ્થાને  ‘વીવેક’ (રીઝન) શબ્દ જ પ્રયોજાયો છે. એનું કારણ એ જ કે માણસજાતની બધી જ સીદ્ધીઓ, તેમ બધાં જ અનીષ્ટોનું મુળ તેની બુદ્ધી જ છે; કારણ કે બુદ્ધી અવળે માર્ગે પણ ગતી કરે છે. ત્યારે તર્કવીવેકથી એને રોકવી તેમ જ ઉચીત માર્ગે વાળવી રહે છે; કારણ કે ‘વીવેક’ એટલે ‘શું સત્ય…

View original post 1,310 more words

કમરઝુક ૧ અને કમરઝુક ૨

ફેબ્રુવારી 1, 2015

આસનો કરતાં પહેલાં આ પહેલાં લખેલી સુચના જરુર વાંચવી, અને યોગ્ય માર્ગદર્શકની મદદ લેવી.

કમરઝુક ૧ અને કમરઝુક ૨

કમરઝુક ૧

2. Kamarjhuk 1 3. Kamarjhuk 2

 

 

સીધા ટટ્ટાર ઉભા રહો. બે પગ વચ્ચે ૪૦-૪૫ સે.મી. જેટલું અથવા તમને અનુકુળ અંતર રાખો. બંને હાથ જમીનને સમાંતર રહે તેમ બાજુ પર ૧૮૦°નો ખુણો બનાવે તે રીતે ઉપર ચીત્રમાં બતાવ્યા પ્રમાણે પહોળા કરો. હવે ટટ્ટાર રહીને જ કેડમાંથી જમણી તરફ વળતા જઈ બંને હાથને પણ એ રીતે જમીનને સમાંતર રાખી વાળતા જવું. જેટલું વળી શકાય તેટલું વળવું. અને પછી મુળ સ્થીતીમાં આવી જવું. એ જ રીતે ડાબી તરફ વળવું. અને પાછા મુળ સ્થીતીમાં આવી જવું. આ સમગ્ર પ્રક્રીયા ૨૦ વખત કરવી. ઝટકો આપ્યા સીવાય પણ ઝડપથી આ ક્રીયા કરી શકાય. ૨૦ વખત કરવા માટે હું ૩૦ કે ૩૫ સેકન્ડ જેટલો સમય લઉં છું.

આ કસરત યોગ્ય રીતે કરવાથી કમરના દુખાવામાં રાહત થાય છે. ઉપરાંત કમરની લચક, સ્થીતીસ્થાપકતા વધી શકે છે.

 

કમરઝુક ૨

4. Kamarjhuk 35.Kamarjhuk 4

 સીધા ટટ્ટાર ઉભા રહો. બે પગ વચ્ચે ૪૦-૪૫ સે.મી. જેટલું કે તમને અનુકુળ હોય તે અંતર રાખો. બંને હાથ કાનને અડે એ રીતે સીધા ઉંચા કરો. હવે ધીમે ધીમે એટલે કે શરીરને આંચકો ન લાગે એ રીતે આગળની તરફ હાથ એ જ રીતે કાનને અડેલા રાખી વાંકા વળો. અને બંને હાથ વડે જમીનને અડવાનો પ્રયાસ કરો. શરુઆતમાં ન અડી શકાય તો આંચકા સહીત બળપુર્વક અડવાનો પ્રયાસ કરવો નહીં. હવે એ જ રીતે ધીમે ધીમે સીધા થવું. હાથ કાનને અડીને સીધા ઉપર હશે. ધીમે ધીમેનો અર્થ ખુબ નીરાંતે, પુશ્કળ સમય લઈને એવો કરવાનો નથી, પણ આંચકા વીના. હા, થાક લાગર તો આરામ કરતાં કરતાં જ આસનો કરવાં, ઉતાવળ કરવી નહીં.

હવે ધીમે ધીમે શરીરને ટટ્ટાર રાખી પાછળ નમતા જવું. હાથ સીધા કાનને અડેલા રહેશે. જેટલું પાછળ વળી શકાય તેટલું વળવું. અહીં પણ શરીરને આંચકો આપવો નહીં. આ પછી ધીમે ધીમે સીધા થવું. હાથ કાનને અડીને સીધા ઉપર હશે. આ આખી ક્રીયા દસ વખત કરવી. આ આસનનું વર્ણન કરતાં જે સમય લાગે છે તેટલો સમય કંઈ આસન કરતી વખતે લાગતો નથી. આથી દસ વખત આ ક્રીયા કરતાં ભાગ્યે જ બે કે ત્રણ મીનીટ થશે. સીવાય કે આગળ પાછળ વળવામાં મુશ્કેલી હોય. એ સંજોગોમાં વધુ સમય લઈ, આરામ કરતાં કરતાં પણ આ કસરત કરી શકાય.