ફળાહાર

ફળાહાર

(બી.જે. મિસ્ત્રીના સૌજન્યથી – એમના તરફથી મળેલ એક ઈ-મેઈલના અંગ્રેજી આર્ટીકલના આધારે. વધુમાં વધુ પ્રચાર કરવાની એમની નોંધને અનુલક્ષીને.)

ડૉ. સ્ટીવન મૅક જીવનની આશા છોડી ગયેલ કેન્સરના દર્દીઓને પરંપરાથી વીરુદ્ધ સારવાર આપે છે. તેઓ ઘણાને સારા પણ કરે છે. આ પહેલાં તેઓ સુર્યકીરણો વડે કેન્સરના દર્દીઓની સારવાર કરતા. તેઓ શરીરની સારવારમાં એની કુદરતી રીતે સારા થવાની શક્તીમાં માને છે. તેમનું કહેવું છે કે શરીર પોતે જ આપોઆપ સ્વસ્થ થવાની ક્ષમતા ધરાવે છે. એમનું કહેવું છે કે કેન્સરના દર્દીઓને માટે મરવું અનીવાર્ય નથી. કેન્સરના દર્દીઓને બચાવવામાં તેઓને ૮૦% સફળતા મળી છે. એમના અભીપ્રાય મુજબ કેન્સરનો ઉપાય મળી ચુક્યો છે. “પરંપરાગત સારવારને કારણે હજારો દર્દીઓ મરી ચુક્યા છે, તેમના માટે હું દુખ અનુભવું છું.” તેઓ કહે છે.

ફળાહાર એ કેન્સરથી બચવાનો અને થયું હોય તો સારા થવાનો એક ઉપાય છે.

આપણે માનીએ છીએ કે ફળ ખાવાં એટલે ફળ ખરીદી લાવી, કાપીને મોંમાં ઓરતા જવું. ખરેખર એમ નથી. તમે માનો તેટલું એ સરળ નથી. ફળ ક્યારે અને કેમ ખાવાં તે જાણવું ખુબ જ અગત્યનું છે.

ફળ કેવી રીતે ખાવાં? સૌથી મહત્ત્વની વાત: ફળ કદી ભોજન પછી તરત ન ખાવાં, પણ હંમેશાં ભુખ્યા પેટે જ ખાવાં. ભુખ્યા પેટે ફળ ખાવાથી એ શરીરમાંથી હાનીકારક પદાર્થોને દુર કરે છે. આથી આપણને શક્તી મળે છે અને વજન ઘટાડવામાં પણ સહાય મળે છે. ફળ સહુથી અગત્યનો આહાર છે.

ધારોકે તમે બ્રેડના બે ટુકડા ખાધા, અને એની ઉપર એક ફળનો ટુકડો. ફળનો કટકો હોજરીમાંથી તરત જ અંતરડામાં પ્રવેશ માટે તૈયાર હોય છે. હોજરીએ એને પચાવવાની કડાકુટ કરવાની હોતી નથી. પરંતુ બ્રેડના કારણે તેમ થઈ શકતું નથી. કેમ કે બ્રેડને પચતાં વાર લાગે છે, આથી હોજરીનું દ્વાર બ્રેડ પચી ન રહે ત્યાં સુધી ખુલતું હોતું નથી. આથી બધો આહાર હોજરીમાં સડે છે, એમાં આથો આવે છે અને ખટાશ-એસીડ પેદા થાય છે. હોજરીમાં ફળ બીજા ખોરાકના અને પાચક રસોના સંપર્કમાં આવે કે તરત જ બધો ખોરાક બગડવાનો શરુ થાય છે. આથી જ ફળ હંમેશાં ખાલી પેટે કે ખાવા પહેલાં જ ખાવાં. તમે લોકોને કહેતાં સાંભળ્યાં હશે, ‘જ્યારે હું તરબુચ ખાઉં છું કે તરત ઓડકાર આવવા શરુ થઈ જાય છે, કેળું ખાઉં છું કે તરત ટોઈલેટ જવું પડે છે. જો ભુખ્યા પેટે ફળ ખાવામાં આવે તો આમ થશે નહીં. ફળ બીજા સડેલા આહાર સાથે ભળે છે અને ગૅસ પેદા થાય છે. આથી જ ઓડકાર આવે છે. ખાલી પેટે ફળ ખાવામાં આવે તો વાળ ધોળા નહીં થાય, ટાલ પડશે નહીં, આંખ નીચે કાળા કુંડાળાં નહીં હશે કે જ્ઞાનતંતુઓની નબળાઈ સતાવશે નહીં.

ડૉ. હર્બર્ટ શેલ્ટનના કહેવા મુજબ લીંબુ વર્ગનાં ખાટાં ફળ સહીત બધાં જ ફળ પચ્યા પછી શરીરમાં ક્ષારીય(અલ્કલાઈન) બને છે. એટલે કે લીંબુ, મોસંબી વગેરે ખાટાં છે અને એસીડ પેદા કરે છે એ વાત સાચી નથી. એમણે આ બાબતમાં સંશોધન કરીને એ સાબીત કર્યું છે. ફળોને યોગ્ય રીતે ખાવાની ટેવ પાડવામાં આવે તો શરીરસૌષ્ઠવ અને એનું સૌંદર્ય, સ્વસ્થ દીર્ઘ જીવન, પ્રફુલ્લતા અને પ્રમાણસર યોગ્ય વજનનું સુખ પ્રાપ્ત થશે.

જો કોઈએ ફળનો રસ પીવો હોય તો માત્ર તાજો કાઢેલો રસ જ પીવો, કેનમાં પૅક કરેલો નહીં. વળી ગરમ કરીને પણ કદી રસ પીવો નહીં. ફળોને બાફીને, શેકીને, રાંધીને કે ગરમ કરીને પણ કદી ન ખાવાં જોઈએ. કેમ કે એ રીતે માત્ર સ્વાદ સીવાય કશું મળતું નથી. એ રીતે એમાંનાં ઘણાં બધાં ઉપયોગી પોષક તત્ત્વો મોટા ભાગે નાશ પામે છે. રાંધવાથી ઘણાંખરાં વીટામીન પણ નાશ પામે છે. વળી રસ પીવા કરતાં આખેઆખાં ફળ ખાવાં સારાં. કેમ કે એ રીતે ફળ ચાવીને ખાવાથી મોંમાંનો લાળરસ એમાં સારી રીતે ભળે છે, આથી એનું પાચન સરળતાથી થાય છે. પણ જો તમારે રસ જ પીવો હોય તો ધીમે ધીમે મોંમાં મમળાવીને પીવો જેથી વધુમાં વધુ લાળરસ એમાં ભળી શકે.

જો શરીરની આંતરીક સફાઈ કરવી હોય તો ત્રણ દીવસ માત્ર ફળ પર જ રહો. ત્રણ દીવસ ફળ જ ખાવાં અને ફળનો રસ પીવો. આ પછી જ્યારે તમારા મીત્રો તમને જોશે તો કહેશે કે તમે ખુબજ તાજગીસભર દેખાઓ છો, ત્યારે તમને ખરેખર આશ્ચર્ય થશે.

કેટલાંક ફળો

કીવી ફ્રુટ: આ નાનાં સરખાં ફળ બહુ જ ઉપયોગી છે. એમાંથી સારા પ્રમાણમાં પોટેશ્યમ, મેગ્નેશ્યમ, લોહ, વીટામીન સી, ઈ તથા રેસા મળે છે.

સફરજન: રોજનું એક સફરજન ખાઓ અને ડૉક્ટરને ભુલી જાઓ. જો કે સફરજનમાં વીટામીન સી બહુ હોતું નથી, પણ એમાં ઓક્સીજનકરણ વીરોધી તત્ત્વ (એન્ટી ઓક્સીડન્ટ) તથા ફ્લેવોનોઈડ તરીકે ઓળખાતા પ્રાણીજ તત્ત્વની મોજુદગી હોય છે જે વીટામીન સીની અસરકારતા વધારે છે. એનાથી આંતરડાના કેન્સર સામે, હાર્ટએટેક અને લકવા(સ્ટ્રોક) સામે રક્ષણ મળે છે.

સ્ટ્રોબરી: રોગો સામે રક્ષણ આપતું ફળ. મુખ્ય ફળો પૈકી સૌથી વધુ સક્ષમ ઓક્સીજનકરણ વીરોધી તત્ત્વ (એન્ટી ઓક્સીડન્ટ) ધરાવતું ફળ સ્ટ્રોબરી છે. આપણા શરીરમાં મુક્ત કણો (ફ્રી રેડીકલ) તરીકે ઓળખાતા પદાર્થો જે કેન્સર માટે તેમ જ રક્તવાહીનીઓને જામ કરવામાં જવાબદાર ગણાય છે તેને દુર કરવામાં સહાય કરે છે.

નારંગી: સૌથી વધુ મધુરુ ઔષધ. રોજ બેથી ચાર નારંગી ખાવાથી શરદી નહીં થાય, કૉલેસ્ટરોલનું સ્તર ઘટશે, મુત્રપીંડની પથરી નહીં થાય અને થઈ હશે તો ઓગળી જશે. ઉપરાંત આંતરડાનું કેન્સર નહીં થાય.

તરબુચ: તરસ છીપાવી ઠંડક આપતું ફળ. એમાં ૯૨% પાણીનો ભાગ હોય છે. આપણી રોગપ્રતીકાર શક્તીમાં વધારો કરનાર જે તત્ત્વ છે તે એમાં ભરપુર માત્રામાં છે. કેન્સર સામે રક્ષણ આપતું ઓક્સીજનકરણ વીરોધી તત્ત્વનો પણ એ મહત્ત્વનો સ્રોત છે. એમાં બીજાં પોષક તત્ત્વો છે વીટામીન સી અને પોટશ્યમ.

જમરુખ અને પપૈયાં: વીટામીન સી માટે જમરુખ ઉત્તમ છે. વળી એમાં રેસા પણ સારા પ્રમાણમાં છે, જેનાથી કબજીયાત મટે છે. પપૈયામાં વીટામીન ‘એ’નું પુર્વસ્વરુપ કેરોટીન હોય છે જે આંખ માટે ઉપયોગી છે.

ખાધા પછી ઠંડું પાણી કેન્સરને આમંત્રે છે. જે લોકો ખાધા પછી ઠંડુ પાણી પીતા હોય તેમણે સાવધાન થઈ જવું. ખાધા પછી ઠંડું પાણી પીવાનું સારું લાગે છે, પરંતુ ઠંડું પાણી આપણે જે ચરબીવાળો ખોરાક ખાધો હોય તેને કઠણ બનાવી દે છે. આથી પાચનક્રીયા ધીમી પડી જશે. જ્યારે એ ચીકણો પદાર્થ એસીડ સાથે પ્રતીક્રીયા કરે છે ત્યારે એનું વીઘટન થઈ બીજા ઘન આહારની સરખામણીમાં એ આંતરડામાં ઝડપથી પહોંચી જશે, અને એની દીવાલ પર ચોંટી જશે. બહુ ઝડપથી એનું ચરબીમાં પરીવર્તન થશે અને કેન્સરની શક્યતા પેદા થશે.

હાર્ટએટેક:

સ્ત્રીવર્ગને ખાસ ચેતવણી આપવાની કે હાર્ટએટેક વખતે દર વખતે કંઈ ડાબી બાજુ દુખાવો થાય એમ હોતું નથી. જડબામાં પણ સખત દુખાવો હાર્ટ એટેક વખતે થઈ શકે. પહેલા હાર્ટ એટેક વખતે ડાબી બાજુ બીલકુલ દુખાવો ન થાય એમ બની શકે. મોળ, ચક્કર અને પરસેવો પણ હાર્ટ એટેકમાં બહુ જ સામાન્ય જોવા મળે છે. ૬૦% કીસ્સામાં ઉંઘમાં હાર્ટએટેક થાય ત્યારે તેઓ જાગી શકતા નથી. જડબાના દુખાવામાં ભર ઉંઘમાંથી પણ જાગી જવાય છે. આ બાબત સાવધાન રહેવું જોઈએ. જેમ આપણી પાસે વધુ માહીતી હોય તેમ બચવાના ચાન્સ વધુ હોય છે.

એક હૃદય નીષ્ણાત કહે છે કે જેને જેને આની જાણ થાય તે દરેક જણ બીજા દસ જણને એની જાણ કરે તો હું ખાતરીથી કહું છું કે આપણે એક જણની જીંદગી બચાવી શકીએ.

 

 

Advertisements

ટૅગ્સ: , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: