કોણાસન અને તીર્યક તાડાસન

કોણાસન

એને ત્રીકોણાસન પણ કહે છે, કેમ કે એમાં શરીરનો આકાર ત્રીકોણ જેવો થાય છે. જમીન પર સીધા ઉભા રહો. બે પગ વચ્ચે ૪૫ કે ૫૦ સે.મી. અથવા તમને અનુકુળ અંતર રાખો. બંને હાથ ખભાની સીધી લીટીમાં ઉંચા કરો. હવે ડાબો હાથ માથા પર થઈ હથેળી જમીન તરફ રાખી જમણી બાજુ નમતા જઈ જમણા પગના પંજાને જમણા હાથ વડે અડવું. એ જ રીતે બીજી તરફ કરવું. બંને તરફ મળી એક ગણીએ એ રીતે દસ વખત આ ક્રીયા કરવી.

આ આસનથી કમર અને એની બંને બાજુ, પગ, હાથ, ગરદન તથા બગલના સ્નાયુઓને તંદુરસ્ત તથા મજબુત બને છે. કેડની બંને બાજુએ વધેલી નકામી ચરબી દુર થાય છે અને કેડ પાતળી બને છે.

તિર્યક તાડાસન

ઊભા રહી હાથનાં આંગળાં એકબીજામાં ભેરવી ડાબો હાથ માથા પર અડાડતાં ધીમે ધીમે જમણી તરફ વાંકા વળવું. જેટલું વળી શકાય તેટલું વળવું. સામે જોવું. થોડો સમય રહી પાછા મુળ સ્થીતીમાં આવી જવું. એ જ રીતે બીજી તરફ કરવું. એટલે કે જમણો હાથ માથા પર અડાડતાં ધીમે ધીમે ડાબી તરફ બની શકે તેટલા નમવું. થોડો સમય એ સ્થીતીમાં રહી પહેલાંની જેમ ટટ્ટાર ઉભા હતા તેમ આવી જવું. બંને તરફ મળી આ ક્રીયા દસ વખત કરવી.

આ આસનથી કમરના દુખાવામાં રાહત થાય છે, તથા કમરની લચક, સ્થતીસ્થાપકતા વધે છે.

2 Responses to “કોણાસન અને તીર્યક તાડાસન”

  1. Vinod Says:

    Those having any back problem should avoid to band forward

    Like

  2. Gandabhai Vallabh Says:

    Thanks Vinodbhai for your valuable comment.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.