મત્સ્યાસન

મત્સ્યાસન

13.Matsyasan

સર્વાંગાસનથી વીપરીત આસન તે મત્સ્યાસન. એમાં શરીરનો વળાંક કંઈક અંશે માછલા જેવો થાય છે. સર્વાંગાસનમાં ડોકના સ્નાયુઓ પર જે દબાણ આવે છે તેનાથી જુદી દીશામાં દબાણ આ આસનમાં આવે છે, આથી સર્વાંગાસન પછી આ આસન કરવાથી આ સ્નાયુઓ વધુ લચકવાળા થાય છે.

આસન કરવાની રીત: પદ્માસનમાં બેસીને ધીમે ધીમે બંને હાથનો પાછળ ટેકો લઈ ચત્તા સુઈ જાઓ. બંને જાંઘની નીચેના ભાગ તેમ જ ઘુંટણો જમીનને અડેલા રહેવા જોઈએ. શરુઆતમાં કદાચ એમાં મુશ્કેલી લાગશે, પણ મહાવરો વધતાં એ રીતે કરી શકાશે. હવે કમાન વળીએ તે રીતે પીઠના ભાગને ઉપરની તરફ વાળો. એ માટે ઘુંટણનો આધાર લેવો. અને જમણા હાથ વડે જમણા પગનો અંગુઠો અને ડાબા હાથથી ડાબા પગનો અંગુઠો પકડવો. કપાળની ઉપરનો માથાનો ભાગ જમીનને અડે એટલું માથું વાળવું જોઈએ. આ આસન એકથી દોઢ મીનીટ રાખી શકાય.

મત્સ્યાસનના લાભ: પેટને માટે લાભકારક આસન. આ આસનથી આંતરડાં વધુ સક્રીય થાય છે અને કબજીયાત મટે છે. ગળામાંની ગ્રંથીઓ મજબુત થાય છે. કમરના દુખાવામાં પણ લાભ થાય છે.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: