તોલાંગુલાસન

11. Tolangulasan 1        12.. Tolangulasan 2

       તોલાંગુલાસન                                                      

આખું શરીર આંગળીઓપર તોલવું-ત્રાજવાની જેમ. પદ્માસનમાં બેસી ચત્તા સુઈ જાઓ. પછી બંને હાથની મુઠ્ઠી બંને ઢગરાની નીચે લઈ જઈ શરીર તેના પર તોળો. આ આસન થોડું મુશ્કેલ છે. આખું શરીર બંને હાથની માત્ર મુઠ્ઠીઓ પર જ અધ્ધર થયેલું હશે. હાથનો બીજો કોઈ પણ ભાગ જમીનને અડવો ન જોઈએ. આ સ્થીતીમાં બેલેન્સ જાળવવું થોડું મુશ્કેલ છે, પણ મહાવરાથી એ સીદ્ધ થઈ શકે છે. આ આસનમાં પેટના સ્નાયુઓ ખેંચાઈને તંગ થશે. શરુઆતમાં આ આસન માત્ર પાંચેક સેકન્ડ રાખવું. ધીમે ધીમે પંદર સેકન્ડ રાખી શકાય.

આ આસનથી પેટના રોગોમાં લાભ થાય છે, બંધકોશ તેમ જ મરડો મટે છે. પાચક અવયવો સબળ થાય છે.

હૃદય કે ફેફસાની નબળાઈ હોય, બરોળ વધેલી હોય અથવા પેટમાં ચાંદી પડી હોય તો આ આસન કદી કરવું નહીં.

Advertisements

ટૅગ્સ:

One Response to “તોલાંગુલાસન”

  1. Krishnakumar Says:

    Reblogged this on વેબ આરોગ્ય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: