Archive for ઓગસ્ટ, 2015

ઘુંટણમાં દુખાવાનો અસરકારક ઈલાજ

ઓગસ્ટ 31, 2015

આ ઉપચાર તમને અનુકુળ આવે છે કે કેમ તેની ખાતરી કરીને પછી જ કરવાની સલાહ આપવામાં આવે છે, કેમ કે રાઈ ઘણી ગરમ હોય છે આથી બધાંને એ અનુકુળ ન આવે.

ઘુંટણમાં દુખાવાનો અસરકારક ઈલાજ
નોંધ ઃ મને મળેલ એક ઈમેલમાંની માહીતી સહુની જાણ માટે રજુ કરું છું. આ સાથે એ બહેને જણાવ્યા મુજબ જેમની પીત્ત પ્રકૃતી હોય તેમને આ ઉપચાર કદાચ કામ ન આવે. વળી પીત્ત પ્રકૃતી ધરાવનાર બે વ્યક્તીઓ પણ સમાન હોય એમ બનતું નથી, આથી કોઈ પીત્ત પ્રકૃતીવાળી વ્યક્તીને આ ઉપાય ઉપયોગી થયો હોય એટલે બીજાંને પણ થાય જ એમ કહી ન શકાય.
ઠંડા મુલકમાં ઘણા લોકોને ઘુંટણમાં દુખાવો કાયમ રહેતો હોય છે. જો તમે ડોક્ટર પાસે જાઓ તો ઓપરેશનની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણાને ઓપરેશન પછી પણ સારું રહેતું નથી. હું એક દેશી દવા જાણું છું અને મેં પણ આ દેશી દવા મારા ઉપર કરી છે. અને ઘણાને એ સુચવી પણ છે. જેમણે આ ઉપચાર કર્યો છે તેમાંનાં કેટલાંકને ઘણો ફરક પણ પડ્યો છે. આ ઉપચારની રીત આ મુજબ છે.
સામગ્રીઃ ૧ ચમચી રાઈ, ૧ ચમચો ઘઉંનો લોટ અને થોડું રૂ.
રીતઃ રાઈને વાટીને પાઉડર કરો. એમાં ઘઉંનો લોટ અને ઠંડું પાણી નાખીને લેપ જેવું બનાવો. આ લેપને ઘુંટણ પર લગાવી તેના ઉપર રૂનું પાતળું પડ લગાવો અને પાટો બાંધો. લેપ લગાડશો ત્યારે શરુઆતમાં ઠંડું લાગશે અને પછી ગરમાવો માલમ પડશે. આ લેપ ચાર કલાક રાખી પછી ધોઈ નાખવો. પણ જો લેપ લગાવતાં જ વધુ બળતરા થાય તો તુરત જ લેપ કાઢી નાખવો. તે પછી બીજો લેપ ચાર અથવા પાંચ દીવસ પછી કરવો. ત્રણથી ચાર વખત લેપ કરવાથી ઘુંટણનો દુખાવો ચાલ્યો જાય છે એવો અનુભવ અમુક લોકોને રહ્યો છે.
દમયંતી સુરેન્દ્ર જણસારી, કીલબર્ન.

  

સીનીઅર સીટીઝનના પડી જવાના અકસ્માત

ઓગસ્ટ 26, 2015

સીનીઅર સીટીઝનના પડી જવાના અકસ્માત

(ચંદુભાઈ રડીઆ અને પીયુષભાઈ પરીખનાં સૌજન્યથી – એમની મંજુરી સહીત. ચંદુભાઈના અંગ્રેજી લેખના આધારે)

જેમ ઉંમર વધે તેમ પડી જવાની શક્યતા પણ વધે છે. ખબર ન પડી હોય તેવી કોઈ બીમારી પણ પડી જવાનું કારણ કદાચ હોઈ શકે. ઉમર વધે તેમ પડી જવાથી કેમ બચી શકાય તે જાણવું ખુબ મહત્ત્વનું બને છે. પરદેશોમાં થયેલાં સંશોધનો મુજબ દર વર્ષે લાખો લોકો પડી જાય છે – હા, ખરેખર લાખો લોકો. પડી જનારામાં ૩૦% લોકો ૬૫થી વધુ વય ધરાવતાં હોય છે. ૭૫થી વધુ ઉંમરના લોકોની ટકાવારી એનાથી પણ વધારે હોય છે. વધુ ઉંમરના લોકોમાં મૃત્યુ અને ઈજાનું એક મુખ્ય કારણ પડી જવાના અકસ્માતને ગણવામાં આવે છે. ગત દસ વર્ષમાં મોટી ઉંમરનાં લોકોનાં પડી જવાથી થયેલાં મૃત્યુનું પ્રમાણ ઘણું જ વધ્યું છે. એમાં સ્ત્રીઓ કરતાં પુરુષોનાં મૃત્યુનું પ્રમાણ ૪૦% જેટલું વધુ હોવાનું નોંધાયું છે. મોટી ઉંમરે પડી જનારાં પૈકી ૨૫થી ૩૦% લોકો હાલવા-ચાલવા માટે અસમર્થ થઈ જાય છે અને બીજા પર આધાર રાખવાનો વારો આવે છે.

તો સીનીઅર સીટીઝન પડવાના અકસ્માતોથી બચી શકે તે માટે શું કરવું જોઈએ?

સફળ રીતે અમલમાં મુકવામાં આવેલ એવા કેટલાક ઉપાયો છે, જેના વડે પડી જવાથી બચી શકાય. એમાં સૌથી મહત્ત્વની બાબત છે નીયમીત કસરત. કસરતના અભાવે પગ નબળા પડી જાય છે. એના કારણે પડી જવાની શક્યતા વધી જાય છે. ફરીથી મને ભારપુર્વક કહેવા દોઃ નીયમીત રીતે કસરત કરો. કસરત કરતી વખતે પગને સશક્ત કરવા તરફ અને બેલેન્સ જાળવવા પ્રત્યે ધ્યાનને એકાગ્ર કરો. એમાં ખાસ કરીને તાઈચી બહુ જ અસરકારક માનવામાં આવે છે.

પડી જવાથી બચવામાં નીચેની બાબતો મહત્ત્વની છેઃ

 • સક્રીય રીતે બેલેન્સ જાળવવાની કસરત
 • સ્નાયુઓ મજબુત થાય તેવી કસરત
 • યોગ્ય રીતે ચાલવાનો અભ્યાસ
 • તાઈચી પ્રકારની કસરતો કરનાર ગૃપમાં જોડાવું

આ પૈકી તમને અનુકુળ હોય તે કસરત તમારા આરોગ્ય ચીકીત્સકની કે વ્યાયામ નીષ્ણાતની સલાહ લઈને શરુ કરવી.

તમારાં યુવાન ભાઈબહેન કોઈ હોય તો તે અથવા તમારાં મોટી ઉમરનાં બાળકો તમને પડી જવાથી કેમ બચી શકાય તે અંગે મદદ કરી શકે.

આ ઉપરાંતઃ

 • જો તમે કોઈ દવા પર હો તો કાળજી લેવી, કેમ કે કેટલીક દવા અથવા બે કે તેથી વધુ દવા ભેગી લેવાની હોય ત્યારે એની સાઈડ ઈફેક્ટ ચક્કર આવવાં કે તંદ્રાની હોઈ શકે. એનાથી પડી જવાની શક્યતા ઘણી જ વધી જાય છે. ડોક્ટર કે કેમીસ્ટની આ બાબતમાં અવશ્ય સલાહ લઈ દવામાં જરુરી ફેરફાર કરવો.
 • તમારી આંખને બરાબર સાબુત રાખો. આંખ નબળી હોય તો સલામત રીતે ચાલવાનું સરળ નથી હોતું. વધુ ઉંમરવાળાં લોકોએ દર વર્ષે આંખની તપાસ કરાવવી જોઈએ. જરુર પડે તો યોગ્ય ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ વાપરવા, જેથી ચોખ્ખું જોવામાં કોઈ અડચણ ન રહે.
 • ઘરમાં જ્યાં પડી જવાનાં ભયસ્થાનો હોય તેને દૂર કરો. પડી જવાના અડધા અકસ્માતો ઘરે થતા હોય છે. ઘરમાં જ્યાં જ્યાં એવો ડર હોય તેની તપાસ કરાવી એને દુર કરો કે સુધારો કરાવો. જેમ કે અથડાઈ જવાય તેવું કંઈ હોય, અસ્તવ્યસ્ત સામાન કે પુરતા પ્રકાશનો અભાવ હોય.

હવે ચાલવાની યોગ્ય રીત જોઈએ જેથી સંતુલન જાળવવામાં મદદ મળી શકે.

આપણી ઉંમર જેમ વધે તેમ શારીરીક નબળાઈ તેમ જ સંવેદનશીલતાની નબળાઈ આવતી જાય છે, જેની બેલેન્સ જાળવવા પર અસર પડે છે. જેમ ઉંમર વધે તેમ બેલેન્સ જાળવવું કેમ મુશ્કેલ બને છે અને આપણે પડી જઈએ છીએ તે જોઈએ.

બેલેન્સ જાળવવાની ક્ષમતાનો ટેસ્ટ કરવા માટે તમારે નીચે ચીત્રમાં બતાવ્યા મુજબ એક પગ પર ઉભા રહેવું.

(ચીત્ર ઈન્ટરનેટના સૌજન્યથી)

Standing on One Foot

કેટલા સમય સુધી તમે એક પગ પર ઉભા રહી શકો છો તેના પરથી તમે કેટલી સારી રીતે બેલેન્સ જાળવી શકો છો તે જાણી શકાશે.

ખુલ્લી આંખે ઉભા રહેવાનો સરેરાશ સમય ઉંમર મુજબઃ

૨૦ – ૩૯ વર્ષની ઉંમર                     ૧૧૦ સેકન્ડ

૪૦ – ૪૯  ” ”                         ૬૪ સેકન્ડ

૫૦ – ૫૯  ” ”                         ૩૬ સેકન્ડ

૬૦ – ૬૯  ” ”                          ૨૫ સેકન્ડ

આંખો બંધ કરીને ઉભા રહો તો સરેરાશ સમયઃ

૨૦ – ૩૯ વર્ષની ઉંમર                     ૧૨ સેકન્ડ

૪૦ – ૪૯ ” ”                          ૭ સેકન્ડ

૫૦ – ૫૯ ” ”                          ૫ સેકન્ડ

૬૦ – ૬૯  ” ”  ૩ સેકન્ડથી પણ ઓછો સમય

જો આ સરેરાશ બેલેન્સ સમય કરતાં તમે ઓછા સમય સુધી ઉભા રહી શકતા હો તો પડી જવાના તમારા ચાન્સ વધુ છે.

આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે બેલેન્સ જાળવવાની ક્ષમતામાં ૪૦ વર્ષની ઉંમર પછી એકાએક ઘટાડો થતો જોવા મળે છે. એ ધ્યાન રાખવું જોઈએ કે આ આંકડા સરેરાશ છે. ઘણા લોકો આના કરતાં વધુ સમય સુધી બેલેન્સ જાળવી શકે. તેમ કેટલાયે લોકો આના કરતાં બહુ જ ટુંકા સમય સુધી બેલેન્સ જાળવી શકતા હોય છે. એવું કેમ બને છે તે નીચે સમજાવ્યું છે.

આપણા પગના તળીયામાં સંવેદનશીલ જ્ઞાનતંતુઓ હોય છે. આખા શરીરમાં ચામડી નીચે દબાણના સંવેદનનો અનુભવ કરાવનાર જ્ઞાનતંતુના કોષ હોય છે. કેટલીક જગ્યાએ એની સંખ્યા બહુ જ જુજ હોય છે, ત્યારે અન્ય જગ્યાએ એ હજારોની સંખ્યામાં હોય છે, જેમ કે પગના તળીયામાં. આ જ્ઞાનતંતુઓ બેલેન્સ જાળવવા બાબત મગજને સંદેશો પહોંચાડે છે. જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ આ જ્ઞાનતંતુઓ નબળા પડે છે, અને પગના તળીયાની સંવેદનશીલતા ઘટે છે. જો કે આ ઉપરાંત એવી બીજી બાબતો પણ છે જેનાથી આ જ્ઞાનતંતુ નબળા પડે છે.

લોહીના પરીભ્રમણની નબળાઈઃ અભ્યાસ દરમીયાન જાણવા મળ્યું છે કે લોહીના નબળા પરીભ્રમણને કારણે પડી જવાના કીસ્સા અન્યો કરતાં લગભગ બમણા હોય છે. જેમ કે ૩ મીનીટ સુધી બરફના પાણીમાં પગ રાખવાથી બેલેન્સ જાળવવામાં મુશ્કેલી પેદા થશે, કેમ કે પગના તળીયાના જ્ઞાનતંતુઓ એનાથી અમુક પ્રમાણમાં બહેરા થઈ જાય છે.

ચાલતી વખતે આગળ લંબાવેલા પગ પર ધ્યાન આપો. જો એ પગ કંઈક સાથે અથડાય તો શરીરનું સંતુલન જળવાશે નહીં અને તમે પડી જશો.

એ તો સામાન્ય સમજની વાત છે કે ચાલતી વખતે આંખ ખુલ્લી રાખીને રસ્તા પર જોવાનું હોય છે કે તમે ક્યાં જઈ રહ્યા છો, ક્યાં પગ મુકો છો. પેલી જુની કહેવત યાદ છે ને, “સારવાર કરતાં સાવચેતી બહેતર”, “અધોળ સાવચેતી મણ ઉપાયની ગરજ સારે”, “પગ ઉપાડતાં પહેલાં નજર કરો” વગેરે.

પણ આ ઉપરાંત ચાલતાં ચાલતાં પડી જવાનાં બે અતી મહત્ત્વનાં કારણો પણ છે.

૧. તમે આગળ ડગલું ભરવા ઉપાડેલો પગ નીચે તરફ નમેલો હોય એટલે કે પગનાં આંગળાં જમીન તરફ ઝુકેલાં હોય અને એડી ઉંચી હોય તો પડી જવાની શક્યતા વધી જાય છે. આથી આગળ ઉપાડેલ પગનાં આંગળાં – પંજો ઉપરની તરફ વાળેલો રાખવો. (જુઓ ચીત્રો – ઈન્ટરનેટના સૌજન્યથી)

Front Foot (1)

               Front Foot (2)

૨. તમે કેવી રીતે ડગલાં ભરો છો તેના પર તમારા પડી જવાના ચાન્સીસ ઘણા છે. એનાથી બચવા માટે આગળ ડગલું ભરવા માટે ઉપાડેલો પગ જ્યારે ઘુંટણ ઉપાડીએ ત્યારે જમીનથી થોડો ઉંચકેલો હોવો જોઈએ – ઓછામાં ઓછો ૫ સે.મી. જેટલો. (જુઓ ચીત્ર – ઈન્ટરનેટના સૌજન્યથી)

Front Foot (3)

આ સંવેદનશીલ જ્ઞાનતંતુઓ આખા શરીરમાં બધે જ અને પગના તળીયે આવેલા છે, જે સ્નાયુનાં સંકોચન તથા સાંધાઓના હલનચલનના સંદેશા મગજને પહોંચાડે છે. જ્યારે આ સંદેશા મગજને પુરી

રીતે પહોંચી શકતા નથી, જે ઉંમર વધતાં બને છે, ત્યારે એની હલનચલન પર અસર પડે છે. એમાં નબળાઈ આવે છે અને બરાબર ચાલી શકાતું નથી. પગને જમીનથી પુરેપુરો ઊંચે ઉઠાવવાનું મુશ્કેલ બને છે. પગ જમીન સાથે ઘસાય છે.

પડી જવાથી, ગોથું ખાવાથી કે સરકી પડવાથી કેવી રીતે બચવું?

૧. ઘરને ચોખ્ખું રાખો

ઘરમાં ઘણી બધી વસ્તુઓ હોય અને તે અસ્તવ્યસ્ત ઢગલામાં પડેલી હોય તો તમે પડી જાઓ કે ગબડી પડો. તમારો બધો સરસામાન અને બીજી બીનજરુરી વસ્તુઓ હંમેશાં નડે નહીં તેમ રાખો કે યોગ્ય જગ્યાએ મુકી રાખો. ભલે પછી એ ન્યુઝપેપર, રીમોટ કંન્ટ્રોલ કે લોન્ડ્રી જમીન પર પડેલ કેમ ન હોય. એ બધાંને અડફટમાં ન આવે તેમ વ્યવસ્થીત રાખવાં.

૨. પગને અને ઘુંટણ-ઘુંટીને લંબાવો અને ખેંચતા રહો

તમને કદાચ થતું હશે કે શરીરનાં બીજાં બધાં અંગોની જેમ પગની કસરત કે લાંબાટુંકા કરવાની જરુર નથી હોતી. પણ ખરેખર તો પગને લંબાવીને ખેંચાણ આપવાની કસરત બેલેન્સ જાળવવામાં મદદગાર બને છે.

૩. ઘરને હવા-ઉજાસવાળું અને પુરતું ગરમ રાખો

ઠંડીને લીધે સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓ સારી રીતે કામ કરી શકતા નથી, અને મગજના સીગ્નલોને બરાબર પકડી શકતા નથી. નીચા ટેમ્પરેચરમાં સ્નાયુઓ અશક્ત અને ઓછા સ્થીતીસ્થાપક હોય છે. જેનાથી અકસ્માતની શક્યતા રહે છે.

ઘરને હંમેશાં હુંફાળું રાખો અથવા જરુરી કપડાં અને પગરખાં પહેરો, ખાસ કરીને શીયાળામાં. પડી જવાના મોટા ભાગના બનાવો ઘરમાં થતા હોવાથી ઘરને પુરતાં હવા- ઉજાસવાળું રાખો.

પુરુષાતન ગ્રંથીની વૃદ્ધી (Prostate Enlargement)

ઓગસ્ટ 16, 2015

આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે, ઉપાયો પોતાની જાતે કરવા માટે નહીં. એ માટે તમારા ડૉક્ટર કે વૈદ્યને મળવા વીનંતી. આ માટે ‘એક વીનંતી’ નામે મારી પોસ્ટ જોશો.

પુરુષાતન ગ્રંથીની વૃદ્ધી

મને ૨૦૦૨માં પુરુષાતન ગ્રંથીની વૃદ્ધી(પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ)ની તકલીફ થયેલી. આમ તો કેટલાક વખતથી પેશાબ જેટલી છુટથી થવો જોઈએ તે રીતે થતો ન હતો, પણ એ પુરુષાતન ગ્રંથીને કારણે હશે એવો ખ્યાલ તે સમયે આવ્યો ન હતો. એક દીવસ લાંબા સમય સુધી એક કામને લીધે બેસી રહેવાનું થયું, એમાં અધવચ્ચે ઉઠી શકાય તેમ ન હતું. અને તે પછી બીલકુલ પેશાબ ન થઈ શક્યો. અમારા ફેમીલી ડૉક્ટરને મળ્યો તો એમણે કહ્યું કે એ પ્રોસ્ટેટને લીધે જ હોવું જોઈએ, પરંતુ તપાસ કરી તો પ્રોસ્ટેટ જેવું કશું જણાયું નહીં. આથી હોસ્પીટલમાં ઈમરજન્સીમાં દાખલ થયો. ત્યાં પણ યુરોલોજીના સ્પેશ્યાલીસ્ટે તપાસ કરી તો એને પણ પુરુષાતન ગ્રંથી વધેલી જણાઈ નહીં, છતાં પેશાબ ન થતો હોવાથી એમણે પણ એમ જ કહ્યું કે કારણ તો પ્રોસ્ટેટનું જ હોવું જોઈએ.

આ પછી નળી (કેથેટર) મુકીને પેશાબ કાઢવામાં આવ્યો. આ તકલીફના માત્ર બે જ ઉપાય હોવાનું મને જણાવવામાં આવ્યું – દવા અને તેનાથી સારું ન થાય તો ઑપરેશન. બે વીક સુધી દવા લીધી પણ કોઈ ફેર ન પડ્યો. નળી મુકી ત્યારથી જ લોહી અને પરુ નીકળતું હતું. બે વીક પછી જે દીવસે નળી કાઢી તે દીવસે કંઈક વધુ પ્રમાણમાં પરુ નીકળ્યું. જલદી રુઝ આવી શકે તેમ લાગતું ન હતું. આ જ સમયે ચેતી જઈ શરીરમાં એકઠી થયેલી અશુદ્ધી દુર કરવાના ઉપાય મારે કરવા જોઈતા હતા. પરુ એ શરીરમાં એકઠી થયેલી અશુદ્ધીનું પરીણામ છે. શરીર પરુ દ્વારા એ અશુદ્ધી દુર કરે છે.

યુરોલોજીનું ઑપરેશન કરનાર ડૉક્ટરે કહ્યું કે હોસ્પીટલમાં કામનું ભારણ વધુ હોવાથી ચારથી છ અઠવાડીયાંમાં મારો નંબર પ્રોસ્ટેટના ઑપરેશન માટે લાગશે. પેશાબ માટે મુકેલી નળી(કેથેટર)ના કારણે મુશ્કેલી આવતી રહી. લોહી નીકળવાનું બંધ થતું ન હતું. ડૉક્ટરે આપેલ એન્ટીબાયોટીક દવા બહુ અસરકારક ન નીવડી. બદલીને બીજી જાતની એન્ટીબાયોટીક આપી. તે લેવાની ચાલુ હોય ત્યાં સુધી સારું રહે. છ-સાત અઠવાડીયાં થઈ ગયાં, પણ ઑપરેશનનો નંબર ન લાગ્યો. હોસ્પીટલમાં તપાસ કરતાં કશો સાનુકુળ જવાબ ન મળ્યો.

લખી આપેલી બધી એન્ટીબાયોટીક દવા પુરી થઈ ગઈ. મારે ફરીથી ડૉક્ટરને મળી એ દવા લેવી ન હતી. શરીરમાં રુઝ આવવાની પ્રક્રીયા યોગ્ય રીતે કામ કરતી ન હતી. મને થયું કદાચ અમુક વીટામીનની ઉણપનું કારણ હશે, આથી મલ્ટી વીટામીનની ગોળી લઈ જોઈ, પણ એ મને અનુકુળ ન આવી. ઘઉં ભીંજવી રાખી એ પાણી પીવાનું શરુ કર્યું, એનાથી રાહત થઈ.

પેશાબના પ્રયોગથી પ્રોસ્ટેટ સારી થઈ ગયાનું વાંચવામાં આવ્યું. એ પ્રયોગ શરુ કર્યો. સાથે સાથે આહારનું પ્રમાણ થોડું ઘટાડ્યું. શરુઆતમાં પેશાબ સાથે થોડું લોહી પડવાનું શરુ થયું. પણ પછી એ તદ્દન બંધ થઈ ગયું. લગભગ ચોથા દીવસે સખત તાવ આવ્યો. કારણ ખ્યાલમાં ન આવ્યું. મારે જાણવું જોઈતું હતું કે એ શુદ્ધીકરણની ક્રીયા શરુ થઈ છે તેનું પરીણામ છે. આથી તાવ મટાડવાનો પ્રયત્ન ન કરવો કે ચીંતા ન કરવી જોઈએ. આખો દીવસ તાવ રહ્યો. ભુખ ન હતી, આથી કશું જ ખાધું નહીં. થોડી નબળાઈ લાગતી હતી. ઉપવાસ લંબાવવા વીચાર હતો, પણ બે દીવસ બાદ ઑપરેશનની માહીતી માટે હોસ્પીટલમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં શું કરશે એની કશી ખબર ન હતી. શરીરમાં કશું દાખલ કરતા હોય તો ઉપવાસ પર એની પ્રતીકુળ અસર થાય એમ માની ત્રીજા દીવસે બપોર પછી લગભગ ચાર વાગ્યા બાદ તાજી દ્રાક્ષના પા (એક ચતુર્થાંશ) કપ રસમાં પાણી ઉમેરી પીધું અને ઉપવાસ છોડ્યા. હવે દુખાવો ન હતો, આથી એન્ટીબાયોટીક લેવાની જરુર ન હતી.

આરોગ્ય માટે દ્રાક્ષનો ઉપાય સુચવવામાં આવ્યો છે એમાં બેથી ત્રણ દીવસના ઉપવાસ (એટલે પાણી સીવાય કશું જ લેવાનું નહીં) પછી દ્રાક્ષ ખાવાનું શરુ કરવું એમ કહે છે. આથી ફરીથી આઠ વાગે દ્રાક્ષ ખાધી. બીજા દીવસે હોસ્પીટલમાં જવાનું હોવાથી સામાન્ય હળવો ઓટની રાબનો નાસ્તો કર્યો, જે હું દરરોજ સવારે ઘણાં વર્ષોથી કરતો આવ્યો છું.

જો કે ઓપરેશન માટે મારો નંબર ચાર માસ પછી લાગ્યો. ત્યાં સુધી કેથેટર વેંઢારવું પડ્યું.

ઑપરેશન પછી ઝડપથી સારું થયું, આથી હોસ્પીટલમાંથી જલદી રજા મળી ગઈ. ઘરે આવીને ફરીથી થોડા ઉપવાસ કરવા હતા, પણ ઘરનાં લોકોના વીરોધને કારણે માત્ર ત્રણ જ ઉપવાસ કરી શક્યો. પણ બહુ ઝડપથી ઘા રુઝાઈ ગયો અને ઑપરેશન ૧૦૦% સફળ રહ્યું. કેટલાક લોકોને આ ઑપરેશન પછી રાત્રે પેશાબ કરવા ઉઠવું પડતું હોય છે, વારંવાર પેશાબ માટે જવું પડતું હોય છે. મારા કીસ્સામાં એવું કશું જ નથી. બીલકુલ પહેલાંની જેમ બધું સામાન્ય છે.

ગુરુપુર્ણીમા અને સંપ્રદાયો

ઓગસ્ટ 13, 2015

ગુરુપુર્ણીમા અને સંપ્રદાયો

 

(નોંધ: વેલીંગ્ટન ઈન્ડિયન એસોસીયેશનના ગીતા મંદીર તરફથી વીવીધ સંપ્રદાયોને          તા. ૧૮-૭-૨૦૦૮ના રોજ ગુરુપુર્ણીમાની ઉજવણી માટે આમંત્રણ આપવામાં
આવ્યું હતું. એ પ્રસંગે મેં વ્યક્ત કરેલા વીચારો.)

ગુરુ એટલે જે સત્ય-બ્રહ્મ-આત્મા-ચૈતન્ય-ભગવાન(જે નામ આપવું હોય તે, મને ચૈતન્ય કે સત્ય કહેવું ગમે છે.)નો સાક્ષાત્કાર કરવામાં માર્ગદર્શન આપી શકે તે. આથી જેને એ સાક્ષાત્કાર થયો હોય તે જ ગુરુ હોઈ શકે. જો કે આવા સાક્ષાત્કારી બધા જ ગુરુ બને છે એવું હોતું નથી. એનાં કારણો અલગ અલગ હોઈ શકે. સાક્ષાત્કારીની અભિરુચિ એમાંનું એક કારણ હોઈ શકે.

અષાઢ માસની પુર્ણીમાને ગુરુ પુર્ણીમા તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં અષાઢ માસ દરમીયાન ઘણો વરસાદ પડે છે. ગુરુને ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યા છે. ચંદ્રના શીતળ પ્રકાશનો આનંદ આપણે માણી શકીએ છીએ. સુર્ય સામે આપણે સીધું જોઈ શકીએ નહીં. એનો અર્થ એ છે કે સત્યનો- ભગવાનનો સાક્ષાત્કાર આપણે સીધો કરી ન શકીએ. જો કોઈ એવો પ્રયત્ન કરે તો પાગલ થવાની શક્યતા પણ રહેલી છે. પરંતુ ગુરુ સાથે આવી કોઈ મુશ્કેલી નથી. જેમ સુર્યનો પ્રકાશ ઝીલી ચંદ્ર આપણને શીતળ ચાંદની આપે છે, તેમ સત્યનો સાક્ષાત્કારી ગુરુ આપણને મદદગાર બને છે. પણ અષાઢી પુર્ણીમા જ કેમ? અષાઢ માસ દરમિયાન ચંદ્રનાં દર્શન થવાં મુશ્કેલ હોય છે, ગુરુની પ્રાપ્તી દુર્લભ હોય છે એ હકીકત તરફ અંગુલી નીર્દેશ છે. પણ જો દર્શન થાય તો તે બહુ જ સ્પષ્ટ હશે, કેમ કે વરસાદ પડી ગયો હોવાથી વાતાવરણ એકદમ શુદ્ધ હોય છે. હૃદય શુદ્ધ હશે તો જ ગુરુનાં દર્શન થશે.

આવા જ્ઞાની ગુરુઓની પાછળ લોકો સંપ્રદાય બનાવે છે. જેને સામાન્ય રીતે આપણે ધર્મ કહીએ છીએ તે ખરેખર તો સંપ્રદાયો છે. સંપ્રદાય શબ્દનો અર્થ માર્ગ પણ થાય જ છે. જેમ કે હીન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી વગેરે. સત્યનો સાક્ષાત્કાર કરવાના આ બધા માર્ગો છે. અને જેને સંપ્રદાય કહીએ છીએ તે ઉપસંપ્રદાયો છે, પગદંડીઓ છે. જેમ કે સ્વામીનારાયણ, શીયા, કેથોલિક વગેરે. શા માટે? કેમ કે ધર્મ તો જે ધારણ કરે છે તે. धारयति ईति धर्मः।! આ શરીર શેનાથી ટક્યું છે? એમાં રહેલ ચૈતન્ય, આત્મા-બ્રહ્મથી જ. શરીરમાંથી એ જતું રહે એટલે શરીર શરીર તરીકે રહેતું નથી. જેનાથી એ બનેલું છે-પંચમહાભૂતો- તેમાં એ ભળી જાય છે.

આથી ધર્મ એટલે આ ચૈતન્ય, આત્મા, બ્રહ્મનું વીજ્ઞાન. જેમ આપણે જેને વીજ્ઞાન કહીએ છીએ- સ્થૂળનું, જેના ઘણા પ્રકારો છે-પદાર્થ વીજ્ઞાન, રસાયણ વીજ્ઞાન, જીવ વીજ્ઞાન, અણુવીજ્ઞાન વગેરે સાયન્સ- તે સમગ્ર વીશ્વમાં એક જ છે. હીન્દુઓનું રસાયણ વીજ્ઞાન કે ખ્રિસ્તીઓનું રસાયણ વીજ્ઞાન અલગ પરીણામો નહીં આપે, અલગ હોઈ શકે નહીં. તેમ ચૈતન્યનું, સત્યનું, આત્માનું વીજ્ઞાન ધર્મ પણ સમગ્ર વીશ્વમાં એક જ હોઈ શકે. એને સમજવાના માર્ગો- સંપ્રદાયો તેને આપણે હીન્દુ, ઈસ્લામ, ખ્રીસ્તી વગેરે નામો આપ્યાં.

આ હકીકત હીન્દુ ધર્મના જ્ઞાનીઓએ કહી છે, પોથીપંડીતોએ નહીં. ફરીથી જ્ઞાની એટલે જેને સત્યનું, બ્રહ્મનું જ્ઞાન થયું છે તે, પંડીત એટલે જેને શબ્દોનું જ્ઞાન છે તે, શબ્દોની માહીતી છે તે. જો કે કૃષ્ણના સમયમાં પંડીત શબ્દનો અર્થ જુદો હતો.

આમ આપણે અહીં હું ધારું છું કે માત્ર ઉપર કહ્યું તેમ હીન્દુ સંપ્રદાય અને તેના ઉપસંપ્રદાયોવાળા ભેગા મળ્યા છીએ. મારો ઉછેર હીન્દુ સંપ્રદાયમાં થયો છે, પણ કોઈ ઉપસંપ્રદાયમાં નહીં.

અહીં ભેગા મળેલા આપ સહુ પોતપોતાના ઉપસંપ્રદાયના અગ્રણીઓ આપના પંથના વીચારો હવે વ્યક્ત કરશે. એ સમયે હું ઈચ્છું કે મેં વ્યક્ત કરેલા આ વીચારોને ધ્યાનમાં લેવામાં આવે.

કેળાં

ઓગસ્ટ 2, 2015

કેળાં

મને મળેલા એક લેખમાં એનો પ્રચાર કરવાનું જણાવવામાં આવ્યું છે. દીલગીર છું કે એની વીગતો હાથવગી નથી આથી એ આપી શકતો નથી.

 1. ધુમ્રપાન છોડવાની ઈચ્છા રાખનારને એમાં મદદ કરે છે.
 2. માનસીક શક્તીમાં વધારો કરે છે.
 3. માસીકના દુખાવામાં રાહત આપે છે.
 4. મચ્છરના કરડવાથી થતા ખંજવાળમાં રાહત આપે છે.
 5. લોહીની અછતમાં લાભ કરે છે.
 6. હાડકાં મજબુત કરે છે.
 7. ડીપ્રેશનમાં રાહત આપે છે.
 8. હૃદયરોગ અને લોહીના ઉંચા દબાણમાં રાહત આપે છે.
 9. કબજીયાત મટાડે છે.
 10. હોજરીના ચાંદામાં રાહત આપે છે.

Banan 2

10 Health Benefits of Bananas Share to All (કેળાંના ૧૦ લાભોની સહુને જાણ કરો)

સારી રીતે પાકી ગયેલું કેળું એટલે પીળી છાલ પર તપખીરીયાં ચાંઠાં પડેલાં હોય તેવું કેળું. એ કેળામાં ટી.એન.એફ. (ટ્યુમર નેક્રોસીસ ફેક્ટર) નામનું રસાયણ પેદા થાય છે. જે શરીરના રોગીષ્ટ કોષોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આવા ઘાઢ ચાંઠાં જેમ વધુ હોય તેમ રોગ સામે રક્ષણ આપવાની એની શક્યતા પણ વધુ હોય છે. આથી જેમ કેળું વધારે પાકેલું હોય તેમ કૅન્સર સામે રક્ષણ આપવાની એની શક્તી પણ વધારે હોય છે.

Banana 1

Full ripe banana with dark patches on yellow skin produces a substance called TNF (Tumor Necrosis Factor) which has ability to combat abnormal cells. The more darker patches it has the higher its immunity enhancement quality; hence the riper the banana the better anti-cancer quality.

સારી રીતે પાકી ગયેલું કેળું એટલે પીળી છાલ પર ઘેરા તપખીરીયા રંગની છાંટ પડી હોય. એમાં કેન્સરની ગાંઠોમાંના હાનીકારક કોષોનો નાશ કરનાર  TNF નામે પદાર્થ પેદા થાય છે. જેમ છાંટ વધુ ઘેરી હોય તેમ એની કેન્સર સામે રક્ષણ આપવાની ક્ષમતા વધુ હોય છે. આથી કેળાં જેમ વધુ પાકી ગયેલાં હોય તેમ કેન્સર સામે લડવાની એની ક્ષમતા વધુ હોય છે.

આરોગ્યદાયક કેળાં: 1. આંખ: દૃષ્ટીલાભ રતાંધતા સામે રક્ષણ આપે છે.

 1. હૃદય: લોહીના ઉંચા દબાણ સામે રક્ષણ આપે છે.
 2. જઠર: હોજરીના ચાંદા સામે રક્ષણ આપે છે.
 3. હાડકાં: અસ્થીભંગ સામે રક્ષણ આપે છે.
 4. આંતરડાં: ઝાડા થયા હોય તો તેમાં ગુમાવેલ પ્રવાહીની પુર્તી કરે છે.

કબજીયાત દુર કરે છે.

 1. કીડની: કૅન્સરનું જોખમ ઘટાડે છે.

Banana 3