પુરુષાતન ગ્રંથીની વૃદ્ધી (Prostate Enlargement)

આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે, ઉપાયો પોતાની જાતે કરવા માટે નહીં. એ માટે તમારા ડૉક્ટર કે વૈદ્યને મળવા વીનંતી. આ માટે ‘એક વીનંતી’ નામે મારી પોસ્ટ જોશો.

પુરુષાતન ગ્રંથીની વૃદ્ધી

મને ૨૦૦૨માં પુરુષાતન ગ્રંથીની વૃદ્ધી(પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ)ની તકલીફ થયેલી. આમ તો કેટલાક વખતથી પેશાબ જેટલી છુટથી થવો જોઈએ તે રીતે થતો ન હતો, પણ એ પુરુષાતન ગ્રંથીને કારણે હશે એવો ખ્યાલ તે સમયે આવ્યો ન હતો. એક દીવસ લાંબા સમય સુધી એક કામને લીધે બેસી રહેવાનું થયું, એમાં અધવચ્ચે ઉઠી શકાય તેમ ન હતું. અને તે પછી બીલકુલ પેશાબ ન થઈ શક્યો. અમારા ફેમીલી ડૉક્ટરને મળ્યો તો એમણે કહ્યું કે એ પ્રોસ્ટેટને લીધે જ હોવું જોઈએ, પરંતુ તપાસ કરી તો પ્રોસ્ટેટ જેવું કશું જણાયું નહીં. આથી હોસ્પીટલમાં ઈમરજન્સીમાં દાખલ થયો. ત્યાં પણ યુરોલોજીના સ્પેશ્યાલીસ્ટે તપાસ કરી તો એને પણ પુરુષાતન ગ્રંથી વધેલી જણાઈ નહીં, છતાં પેશાબ ન થતો હોવાથી એમણે પણ એમ જ કહ્યું કે કારણ તો પ્રોસ્ટેટનું જ હોવું જોઈએ.

આ પછી નળી (કેથેટર) મુકીને પેશાબ કાઢવામાં આવ્યો. આ તકલીફના માત્ર બે જ ઉપાય હોવાનું મને જણાવવામાં આવ્યું – દવા અને તેનાથી સારું ન થાય તો ઑપરેશન. બે વીક સુધી દવા લીધી પણ કોઈ ફેર ન પડ્યો. નળી મુકી ત્યારથી જ લોહી અને પરુ નીકળતું હતું. બે વીક પછી જે દીવસે નળી કાઢી તે દીવસે કંઈક વધુ પ્રમાણમાં પરુ નીકળ્યું. જલદી રુઝ આવી શકે તેમ લાગતું ન હતું. આ જ સમયે ચેતી જઈ શરીરમાં એકઠી થયેલી અશુદ્ધી દુર કરવાના ઉપાય મારે કરવા જોઈતા હતા. પરુ એ શરીરમાં એકઠી થયેલી અશુદ્ધીનું પરીણામ છે. શરીર પરુ દ્વારા એ અશુદ્ધી દુર કરે છે.

યુરોલોજીનું ઑપરેશન કરનાર ડૉક્ટરે કહ્યું કે હોસ્પીટલમાં કામનું ભારણ વધુ હોવાથી ચારથી છ અઠવાડીયાંમાં મારો નંબર પ્રોસ્ટેટના ઑપરેશન માટે લાગશે. પેશાબ માટે મુકેલી નળી(કેથેટર)ના કારણે મુશ્કેલી આવતી રહી. લોહી નીકળવાનું બંધ થતું ન હતું. ડૉક્ટરે આપેલ એન્ટીબાયોટીક દવા બહુ અસરકારક ન નીવડી. બદલીને બીજી જાતની એન્ટીબાયોટીક આપી. તે લેવાની ચાલુ હોય ત્યાં સુધી સારું રહે. છ-સાત અઠવાડીયાં થઈ ગયાં, પણ ઑપરેશનનો નંબર ન લાગ્યો. હોસ્પીટલમાં તપાસ કરતાં કશો સાનુકુળ જવાબ ન મળ્યો.

લખી આપેલી બધી એન્ટીબાયોટીક દવા પુરી થઈ ગઈ. મારે ફરીથી ડૉક્ટરને મળી એ દવા લેવી ન હતી. શરીરમાં રુઝ આવવાની પ્રક્રીયા યોગ્ય રીતે કામ કરતી ન હતી. મને થયું કદાચ અમુક વીટામીનની ઉણપનું કારણ હશે, આથી મલ્ટી વીટામીનની ગોળી લઈ જોઈ, પણ એ મને અનુકુળ ન આવી. ઘઉં ભીંજવી રાખી એ પાણી પીવાનું શરુ કર્યું, એનાથી રાહત થઈ.

પેશાબના પ્રયોગથી પ્રોસ્ટેટ સારી થઈ ગયાનું વાંચવામાં આવ્યું. એ પ્રયોગ શરુ કર્યો. સાથે સાથે આહારનું પ્રમાણ થોડું ઘટાડ્યું. શરુઆતમાં પેશાબ સાથે થોડું લોહી પડવાનું શરુ થયું. પણ પછી એ તદ્દન બંધ થઈ ગયું. લગભગ ચોથા દીવસે સખત તાવ આવ્યો. કારણ ખ્યાલમાં ન આવ્યું. મારે જાણવું જોઈતું હતું કે એ શુદ્ધીકરણની ક્રીયા શરુ થઈ છે તેનું પરીણામ છે. આથી તાવ મટાડવાનો પ્રયત્ન ન કરવો કે ચીંતા ન કરવી જોઈએ. આખો દીવસ તાવ રહ્યો. ભુખ ન હતી, આથી કશું જ ખાધું નહીં. થોડી નબળાઈ લાગતી હતી. ઉપવાસ લંબાવવા વીચાર હતો, પણ બે દીવસ બાદ ઑપરેશનની માહીતી માટે હોસ્પીટલમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં શું કરશે એની કશી ખબર ન હતી. શરીરમાં કશું દાખલ કરતા હોય તો ઉપવાસ પર એની પ્રતીકુળ અસર થાય એમ માની ત્રીજા દીવસે બપોર પછી લગભગ ચાર વાગ્યા બાદ તાજી દ્રાક્ષના પા (એક ચતુર્થાંશ) કપ રસમાં પાણી ઉમેરી પીધું અને ઉપવાસ છોડ્યા. હવે દુખાવો ન હતો, આથી એન્ટીબાયોટીક લેવાની જરુર ન હતી.

આરોગ્ય માટે દ્રાક્ષનો ઉપાય સુચવવામાં આવ્યો છે એમાં બેથી ત્રણ દીવસના ઉપવાસ (એટલે પાણી સીવાય કશું જ લેવાનું નહીં) પછી દ્રાક્ષ ખાવાનું શરુ કરવું એમ કહે છે. આથી ફરીથી આઠ વાગે દ્રાક્ષ ખાધી. બીજા દીવસે હોસ્પીટલમાં જવાનું હોવાથી સામાન્ય હળવો ઓટની રાબનો નાસ્તો કર્યો, જે હું દરરોજ સવારે ઘણાં વર્ષોથી કરતો આવ્યો છું.

જો કે ઓપરેશન માટે મારો નંબર ચાર માસ પછી લાગ્યો. ત્યાં સુધી કેથેટર વેંઢારવું પડ્યું.

ઑપરેશન પછી ઝડપથી સારું થયું, આથી હોસ્પીટલમાંથી જલદી રજા મળી ગઈ. ઘરે આવીને ફરીથી થોડા ઉપવાસ કરવા હતા, પણ ઘરનાં લોકોના વીરોધને કારણે માત્ર ત્રણ જ ઉપવાસ કરી શક્યો. પણ બહુ ઝડપથી ઘા રુઝાઈ ગયો અને ઑપરેશન ૧૦૦% સફળ રહ્યું. કેટલાક લોકોને આ ઑપરેશન પછી રાત્રે પેશાબ કરવા ઉઠવું પડતું હોય છે, વારંવાર પેશાબ માટે જવું પડતું હોય છે. મારા કીસ્સામાં એવું કશું જ નથી. બીલકુલ પહેલાંની જેમ બધું સામાન્ય છે.

ટૅગ્સ:

8 Responses to “પુરુષાતન ગ્રંથીની વૃદ્ધી (Prostate Enlargement)”

 1. મૌલિક રામી "વિચાર" Says:

  અનુભવ ખૂબ દુઃખદ છે પણ માહિતી અત્યંત લાભદાયક,આભાર

 2. pravinshastri Says:

  દરેક વયસ્ક પુરુષો એ જાણવા જેવું.

 3. Arvind Dullabh Says:

  Namaste Gandabhai,

  Thank you very much for this very useful information.

  Take care !

  Best wishes and Sneh Sambharana.

  Arvindbhai

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાઈશ્રી મૌલીક રામી, પ્રવીણભાઈ તથા અરવિંદભાઈ, આપ સહુનો કૉમેન્ટ લખવા બદલ હાર્દીક આભાર.

 5. ગોવીન્દ મારુ Says:

  ઑપરેશન ૧૦૦% સફળ રહ્યું અને પહેલાંની જેમ બધું સામાન્ય થયાનું જાણી આનન્દ થયો. અભીનન્દન..
  પેશાબના પ્રયોગની વીગત અને આપનું તારણ જાણવાની ઈચ્છા છે.

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ગોવીંદભાઈ,
  મને યાદ છે ત્યાં સુધી ગુજરાતીમાં શીવામ્બુ પ્રયોગ વીશેનું પુસ્તક મેં કદાચ પચાસેક વર્ષ પહેલાં વાંચ્યું હતું. એનું શીર્ષક ‘માનવમુત્ર’ હતું અને લેખક મારા ખ્યાલ મુજબ રાવજીભાઈ પટેલ હતા. તે સમયે પણ મેં એનો પ્રયોગ કરેલો-જીજ્ઞાસાવશ, સ્વાસ્થ્ય અંગે કોઈ મુસીબત દુર કરવા માટે નહીં. જો કે બહુ સારો અનુભવ થયો ન હતો એવો ખ્યાલ છે. આ વખતે પણ શીવામ્બુ પ્રયોગના પુસ્તકમાં જણાવ્યા મુજબ પેશાબ પીવાનો પ્રયોગ કરેલો, જેનાથી શરીરમાંની થોડી અશુદ્ધી દૂર થયેલી એવું સ્મરણ છે. પણ વધુ સમય શીવામ્બુ પ્રયોગથી મને લાભ થતો નથી. જો કે હાલ બધી વીગતો યથાતથ યાદ નથી. આ લેખ મેં જે વીગતો તે સમયે નોંધી લીધી હતી તેના આધારે લખ્યો છે.
  કુદરતી ઉપચારમાં માનનારા શીવામ્બુ પ્રયોગ કરતા નથી. એને કુદરતી ઉપચાર ગણવામાં આવતો નથી એવો મારો ખ્યાલ છે.

 7. vbgohel@hotmail.com Says:

  After the age of 40 take rasayan churna twice a day with water.Drink one cup of tomato juce daily. These are goog preventive measures.

 8. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  આપની કીમતી સલાહ બદલ હાર્દીક આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: