ઘુંટણમાં દુખાવાનો અસરકારક ઈલાજ

આ ઉપચાર તમને અનુકુળ આવે છે કે કેમ તેની ખાતરી કરીને પછી જ કરવાની સલાહ આપવામાં આવે છે, કેમ કે રાઈ ઘણી ગરમ હોય છે આથી બધાંને એ અનુકુળ ન આવે.

ઘુંટણમાં દુખાવાનો અસરકારક ઈલાજ
નોંધ ઃ મને મળેલ એક ઈમેલમાંની માહીતી સહુની જાણ માટે રજુ કરું છું. આ સાથે એ બહેને જણાવ્યા મુજબ જેમની પીત્ત પ્રકૃતી હોય તેમને આ ઉપચાર કદાચ કામ ન આવે. વળી પીત્ત પ્રકૃતી ધરાવનાર બે વ્યક્તીઓ પણ સમાન હોય એમ બનતું નથી, આથી કોઈ પીત્ત પ્રકૃતીવાળી વ્યક્તીને આ ઉપાય ઉપયોગી થયો હોય એટલે બીજાંને પણ થાય જ એમ કહી ન શકાય.
ઠંડા મુલકમાં ઘણા લોકોને ઘુંટણમાં દુખાવો કાયમ રહેતો હોય છે. જો તમે ડોક્ટર પાસે જાઓ તો ઓપરેશનની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણાને ઓપરેશન પછી પણ સારું રહેતું નથી. હું એક દેશી દવા જાણું છું અને મેં પણ આ દેશી દવા મારા ઉપર કરી છે. અને ઘણાને એ સુચવી પણ છે. જેમણે આ ઉપચાર કર્યો છે તેમાંનાં કેટલાંકને ઘણો ફરક પણ પડ્યો છે. આ ઉપચારની રીત આ મુજબ છે.
સામગ્રીઃ ૧ ચમચી રાઈ, ૧ ચમચો ઘઉંનો લોટ અને થોડું રૂ.
રીતઃ રાઈને વાટીને પાઉડર કરો. એમાં ઘઉંનો લોટ અને ઠંડું પાણી નાખીને લેપ જેવું બનાવો. આ લેપને ઘુંટણ પર લગાવી તેના ઉપર રૂનું પાતળું પડ લગાવો અને પાટો બાંધો. લેપ લગાડશો ત્યારે શરુઆતમાં ઠંડું લાગશે અને પછી ગરમાવો માલમ પડશે. આ લેપ ચાર કલાક રાખી પછી ધોઈ નાખવો. પણ જો લેપ લગાવતાં જ વધુ બળતરા થાય તો તુરત જ લેપ કાઢી નાખવો. તે પછી બીજો લેપ ચાર અથવા પાંચ દીવસ પછી કરવો. ત્રણથી ચાર વખત લેપ કરવાથી ઘુંટણનો દુખાવો ચાલ્યો જાય છે એવો અનુભવ અમુક લોકોને રહ્યો છે.
દમયંતી સુરેન્દ્ર જણસારી, કીલબર્ન.

  

Advertisements

ટૅગ્સ:

4 Responses to “ઘુંટણમાં દુખાવાનો અસરકારક ઈલાજ”

  1. pravinshastri Says:

    ગાંડાભાઈ, સાદર વંદન. ખુબ સરસ અને સરળ ઉપચાર જણાવ્યો જે. આશા છે કે ઘણા વયસ્કોને ઉપયોગી સાબીત થશે.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    આપની પ્રોત્સાહક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર પ્રવીણભાઈ.

  3. bhavesh vaghera Says:

    વધારે વજનના કારણે જેમને ઘુંટણમાં દૂખાવો થતો હોય તેઓ આ ઉપચાર કરી શકે કે નહી તથા વજન ધટાડવા માટેના ઉપાયો

  4. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાવેશભાઈ, ઘુંટણના દુખાવાનો ઉપરનો ઉપાય મને અમેરીકાથી એક બહેને મોકલાવ્યો હતો, જે મેં સહુની જાણ માટે મુક્યો છે. મને લાગે છે કે વધુ વજનને કારણે થતા દુખાવામાં પણ કામ આવી શકે, પણ એમાં જણાવેલી કાળજી અવશ્ય લેવી.
    વજન ઘટાડવા (મેદ ઓછો કરવા) મારા બ્લોગમાં મેં નીચેના ઉપાયો નોંધ્યા છે. ઉપરાંત આ લીન્ક પણ જુઓ. https://gandabhaivallabh.wordpress.com/2010/11/18/ ઉપાય તમારી પ્રકૃતીને અનુકુળ છે કે કેમ તેની ખાતરી કર્યા પછી જ કરવો.
    (૧) અરણીના મુળનો ઉકાળો શીલાજીત સાથે સવાર-સાંજ પીવાથી અથવા ત્રણ ચમચી જેટલો એના પાનનો રસ પીવાથી ચરબી ઘટી જવાથી વજન ઓછું થઈ જાય છે.
    (૨) વજન ઘટાડવા ઘઉંને બદલે જવનો ઉપયોગ કરવો. (૩) દરરોજ એક પાકા લીંબુના રસમાં ૬૦ ગ્રામ મધ મેળવી ચાટવાથી વજન ઉતરે છે. (મધ ચોખ્ખું હોવું અત્યંત જરુરી છે, નહીંતર વજન ઘટવાને બદલે વધવાની શક્યતા છે.)
    (૪) ૨૫ ગ્રામ લીંબુનો રસ અને ૨૫ ગ્રામ મધ ૨૦૦ મી.લી. સહેજ ગરમ પાણીમાં ભોજન બાદ તરત જ પીવાથી એક-બે માસમાં શરીરમાં મેદની ઉત્પત્તી બંધ થાય છે અને વધેલો મેદ ઓછો થાય છે.
    (૫) સ્થુળતા અને ચરબી ઓછાં કરી શકાય તો લાંબું જીવન શક્ય બને.
    (૬) માત્ર મીઠું નાખેલું ચોખાનું ગરમ ગરમ ઓસામણ જેટલું ખાઈ શકાય તેટલું દરરોજ ખાવાથી વજન ઉતરી જાય છે.
    (૭) એક મહીના સુધી ત્રીફળા ગુગળ અથવા મેદોહર ગુગળની બબ્બે ગોળી ભુકો કરી સવાર-સાંજ લેવાથી અને રોજ રાત્રે સુતી વખતે અડધીથી એક ચમચી ત્રીફળા ચુર્ણ અથવા હરડે ચુર્ણ લેવાથી તેમ જ સવાર-સાંજ એક કીલોમીટર ઝડપથી ચાલવું, ભુખ લાગે તેનાથી ઓછું જમવું, અને મગ-ભાત અથવા મગની દાળ અને ભાત જ ખાવાથી મહીને પાંચથી છ કીલો વજન ઘટે છે. જેટલું વજન ઘટાડવું હોય ત્યાં સુધી આ પ્રમાણે જ રહેવું.
    (૮) નીયમીત રુપે ગરમાગરમ સુપ પીવાથી વજન ઉતારવાના કાર્યક્રમમાં સફળતા મળે છે.
    (૯) સ્ત્રીઓને ૨૨૦૦ અને પુરષોને ૨૫૦૦ કેલેરી ખોરાકની જરુર પડે. એનાથી વધારાના ખોરાકની ચરબી બને છે, જેથી વજન વધે છે.
    (૧૦) દરરોજ સવાર-સાંજ ભોજન બાદ એક મોટા ગ્લાસ હુંફાળા પાણીમાં એક આખું લીંબુ નીચોવી ધીમે ધીમે પી જવાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે.
    (૧૧) સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં ચાર ચમચી મધ મેળવી પીવાથી અને આહારમાં તેલ, બટાટા, ઘી, ભાત વગેરે બંધ કરવાથી વજન ઉતરી જાય છે.
    (૧૨) શુદ્ધ લાખનો ત્રણેક નાની ચપટી પાઉડર એક ગ્લાસ લીંબુના શરબતમાં સવારે નરણા કોઠે નીયમીત લેવાથી શરીરનો મેદ ઓછો થઈ વજન ઘટે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: