ઘુંટણમાં દુખાવાનો અસરકારક ઈલાજ

આ ઉચાર તમને અનુકુળ આવે છે કે કેમ તેની ખાતરી કરીને પછી જ કરવાની સલાહ આપવામાં આવે છે, કેમ કે રાઈ ઘણી ગરમ હોય છે આથી બધાંને એ અનુકુળ ન આવે.

ઘુંટણમાં દુખાવાનો અસરકારક ઈલાજ
નોંધ ઃ મને મળેલ એક ઈમેલમાંની માહીતી સહુની જાણ માટે રજુ કરું છું. આ સાથે એ બહેને જણાવ્યા મુજબ જેમની પીત્ત પ્રકૃતી હોય તેમને આ ઉપચાર કદાચ કામ ન આવે. વળી પીત્ત પ્રકૃતી ધરાવનાર બે વ્યક્તીઓ પણ સમાન હોય એમ બનતું નથી, આથી કોઈ પીત્ત પ્રકૃતીવાળી વ્યક્તીને આ ઉપાય ઉપયોગી થયો હોય એટલે બીજાંને પણ થાય જ એમ કહી ન શકાય.
ઠંડા મુલકમાં ઘણા લોકોને ઘુંટણમાં દુખાવો કાયમ રહેતો હોય છે. જો તમે ડોક્ટર પાસે જાઓ તો ઓપરેશનની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણાને ઓપરેશન પછી પણ સારું રહેતું નથી. હું એક દેશી દવા જાણું છું અને મેં પણ આ દેશી દવા મારા ઉપર કરી છે. અને ઘણાને એ સુચવી પણ છે. જેમણે આ ઉપચાર કર્યો છે તેમાંનાં કેટલાંકને ઘણો ફરક પણ પડ્યો છે. આ ઉપચારની રીત આ મુજબ છે.
સામગ્રીઃ ૧ ચમચી રાઈ, ૧ ચમચો ઘઉંનો લોટ અને થોડું રૂ.
રીતઃ રાઈને વાટીને પાઉડર કરો. એમાં ઘઉંનો લોટ અને ઠંડું પાણી નાખીને લેપ જેવું બનાવો. આ લેપને ઘુંટણ પર લગાવી તેના ઉપર રૂનું પાતળું પડ લગાવો અને પાટો બાંધો. લેપ લગાડશો ત્યારે શરુઆતમાં ઠંડું લાગશે અને પછી ગરમાવો માલમ પડશે. આ લેપ ચાર કલાક રાખી પછી ધોઈ નાખવો. પણ જો લેપ લગાવતાં જ વધુ બળતરા થાય તો તુરત જ લેપ કાઢી નાખવો. તે પછી બીજો લેપ ચાર અથવા પાંચ દીવસ પછી કરવો. ત્રણથી ચાર વખત લેપ કરવાથી ઘુંટણનો દુખાવો ચાલ્યો જાય છે એવો અનુભવ અમુક લોકોને રહ્યો છે.
દમયંતી સુરેન્દ્ર જણસારી, કીલબર્ન.

 

Tags:

2 Responses to “ઘુંટણમાં દુખાવાનો અસરકારક ઈલાજ”

  1. pravinshastri Says:

    ગાંડાભાઈ, સાદર વંદન. ખુબ સરસ અને સરળ ઉપચાર જણાવ્યો જે. આશા છે કે ઘણા વયસ્કોને ઉપયોગી સાબીત થશે.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    આપની પ્રોત્સાહક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર પ્રવીણભાઈ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: