સારા શીક્ષકો

 

સારા શીક્ષકો

આજે તા. ૧૬ ઑગષ્ટ ૨૦૧૫ના રોજ ડેલી ગુડ.ઑર્ગ (DailyGood.org)માં નીચેનું અવતરણ વાંચવા મળ્યું. આથી ભુતકાળનો-ઘણાં વર્ષો પહેલાંનો મારા સાંભળવામાં આવેલો એક પ્રસંગ યાદ આવ્યો. આ રહ્યું એ અવતરણ:
“We will still need as many good teachers as ever. In their wise hands…the power of technology can be transformative.”
(હંમેશની જેમ આજે પણ આપણને વધુ ને વધુ સારા શીક્ષકોની જરુર છે. એમની સુજ્ઞ દેખરેખ હેઠળ ટેક્નોલોજીની શક્તી યોગ્ય પરીવર્તન લાવી શકે.)
– Susan Headden
એક બહુ જ આગળ પડતી માધ્યમીક શાળામાં બે વીજ્ઞાન શીક્ષકોનો ઈન્ટરવ્યુ હતો. એક ભાઈનું નામ હતું પરેશ અને બીજા ભાઈ હતા સુરેશ. બંને ભાઈઓ પાસે બી.એસ.સી., બી.એડ. એમ બે ડીગ્રીઓ હતી. કદાચ ૧૯૬૫ની આસપાસનો સમય હશે. તે સમયે વીજ્ઞાન શીક્ષકો બહુ સહેલાઈથી મળતા નહીં. ઘણું ખરું વીજ્ઞાન શાખામાં જનારા એન્જીનીઅર, ડૉક્ટર કે એવી કોઈ સારી ડીગ્રી માટે તે સમયે તો પ્રયત્નશીલ રહેતા. જેમને એ માટે જરુરી માર્ક મળી ન શકે તે છેવટે બી.એસ.સી. કરતા. આજે પણ કદાચ એ જ સ્થીતી હશે. મને આજની પરીસ્થીતીની ખબર નથી. જો કે કેટલાંક હોંશીયાર ભાઈ-બહેન પોતાની મરજીથી બીજી સારી વીદ્યાશાખામાં જવાની તક હોય તો પણ બી.એસ.સી. કરતાં. આપણા આ સુરેશભાઈની બાબતમાં એવું હતું. તે સમયે પણ સુરેશભાઈ પ્રી. સાયન્સમાં ૭૮% ગુણ મેળવી પાસ થયેલા એમ એમણે મને કહ્યું હતું. આથી જે શાખામાં એમણે જવું હોય તેમાં જઈ શકે તેમ હતા. પણ એણે માત્ર બી.એસ.સી. થવાનું પસંદ કરેલું. તે સમયે તો ૭૮% ગુણ ઘણા સારા ગણાતા.

આ બહુ જ ખ્યાતીપ્રાપ્ત શાળાના આચાર્ય પણ વીદ્વાન, રાષ્ટ્રપતીનો એવૉર્ડ પ્રાપ્ત કરેલ ભાઈ હતા. તેઓ શીક્ષકોનો ઈન્ટરવ્યુ લેવા પહેલાં એ લોકો કેવું શીખવે છે તે જોતા. એ માટે ઈન્ટરવ્યુ માટે બોલાવેલા શીક્ષકોને પહેલાં વર્ગમાં કોઈ બાબત શીખવવાનું કહેવામાં આવતું. એ રીતે પરેશભાઈને એક ભૌમીતીક પ્રશ્ન આપવામાં આવ્યો, જે એમણે વર્ગમાં જઈને થોડી વાર પછી શીખવવાનો હતો.

પરેશભાઈ સુરેશભાઈને કહે, “સુરેશભાઈ, આ પ્રશ્નનો ઉકેલ મને આવડતો નથી. તમને પણ મારી જેમ ભૌમીતીક પ્રશ્ન જ આપ્યો છે?”
સુરેશભાઈ: “હા, મને પણ ભુમીતીનો પ્રશ્ન જ શીખવવા માટે આપ્યો છે.”
પરેશભાઈ: “તમને એ પ્રશ્નનો ઉકેલ આવડે છે?”
સુરેશભાઈ: “હા, હા, મને કોઈ મુશ્કેલી નથી.”
પરેશભાઈ: “મને આ પ્રશ્ન ઉકેલી આપોને, જેથી હું વર્ગ લઈ શકું.”

સુરેશભાઈએ પરેશભાઈને એ પ્રશ્ન ઉકેલી આપ્યો. વારા ફરતી બંને શીક્ષકોના વર્ગ ઈન્ટરવ્યુ લેનારાઓએ જોયા. બંનેને શીક્ષક તરીકે નોકરી મળી.

સુરેશભાઈ સાથે મારે ઘણો પરીચય હતો. એમણે કહેલું કે શીક્ષણમાં ખાસ રસ હોવાને કારણે એણે બી.એસ.સી. કરેલું. તે સમયે “માધ્યમીક શાળામાં ભૌમીતીક પ્રશ્નોનું શીક્ષણ” વીશેનો એક લેખ પણ એણે ‘નૂતન શિક્ષણ’માં આપેલો.

આવી પ્રખ્યાત શાળા અને ઈજ્જતદાર આચાર્ય હોવા છતાં બધું કંઈ ચોખ્ખું નોહોતું એમ સુરેશભાઈ કહેતા હતા. સુરેશભાઈ ચોખ્ખાઈમાં માનનારા. સુરેશભાઈએ એકવાર મને કહેલું કે એ આબરુદાર આચાર્યે એમને ઑફીસમાં બોલાવ્યા હતા, કેમ કે એણે જણાવી દીધેલું કે બીજા વર્ષે તેઓ એમને ત્યાં રહેવાના નથી. આચાર્યના જે જે વ્યવહાર સુરેશભાઈને અજુગતા લાગ્યા હતા તે એમણે લગભગ એક કલાક સુધી બધું જ આચાર્ય મહોદયને રૂબરૂ કહ્યું હતું. બીજા જ વર્ષે એણે એ શાળા છોડી દીધી. પરેશભાઈ રીટાયર થયા ત્યાં સુધી ત્યાં જ હતા, જેમને ભૌમીતીક પ્રશ્ન ઉકેલવામાં પણ મુશ્કેલી હતી.

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: