ગંધશક્તી અને આયુષ્ય

ગંધશક્તી અને આયુષ્ય

એક સંશોધનની આ માહીતી રસપ્રદ છે. પણ સંશોધનકર્તાઓના આ તારણ કરતાં મારો અનુભવ તદ્દન વીરુદ્ધનો છે એ જણાવવા માટે મારે આ માહીતી પહેલાં મુકવી પડશે. આ પછી હું મારો અનુભવ નીચે લખું છું.

ન્યુ યોર્કના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલ એક રીસર્ચ મુજબ સુંઘવાની શક્તી નબળી પડી જાય કે નષ્ટ થઈ જાય તો એવી વ્યક્તીનું આયુષ્ય લાંબુ ટકી શકે નહીં એવું બની શકે. જો ઘ્રાણેન્દ્રીય નબળી પડી ગઈ હોય તો જીંદગી જોખમમાં હોવાની શક્યતા છે.

આ રીસર્ચ કેટલાક ડોક્ટરોએ ૧૨૦૦ સ્ત્રી અને પુરુષો પર કર્યું હતું. રીસર્ચ માટે દરેકને ૪૦ જાતની વીવીધ ગંધ ઓળખવાનું કહેવામાં આવ્યું હતું. તેમને વીવીધ ગંધવાળાં અત્તર કાગળો પર છાંટીને આપવામાં આવ્યાં હતાં અને સાથે સંભવીત જવાબ આપવામાં આવ્યા હતા. ૬૫ વર્ષથી ઉપરની વયનાં લોકોએ બેથી ચાર વખત સુંઘીને પછી પોતાને શું લાગે છે તે જવાબ આપ્યો હતો.

બધાં જ સ્ત્રી-પુરુષોએ તેમને કેન્સર, બીપી, ડાયાબીટીસ છે કે નહીં, તેઓ ડ્રીંક કે સ્મોક કરે છે કે નહીં સહીતની સ્વાસ્થ્ય સંબંધી માહીતી આપી હતી.

સર્વેના ૪ વર્ષ દરમીયાન આ સ્ત્રી-પુરુષોમાંથી ૩૪૯ લોકો મૃત્યુ પામ્યાં હતાં. વીશ્લેષણ પરથી તેમના મૃત્યુ અને આ સર્વે વચ્ચે કડી હોવાનું ચોખ્ખું જણાતું હતું.

જે લોકોની સુંઘવાની શક્તી નબળી પડી હતી, કે સાવ જતી રહી હતી તેઓ ઝડપથી મોતના મુખમાં ધકેલાયાં હતાં. આવું કેમ થાય છે તેનાં ચોક્કસ કારણો હજી સમજમાં આવ્યાં નથી. તે વીશે ડોક્ટરોનું કહેવું છે કે એક શક્યતા મુજબ શ્વાસ તેમજ ખોરાક દ્વારા શરીરમાં જતી અશુદ્ધીઓ મગજ અને શરીરને નુકસાન પહોંચાડતાં પહેલાં ઘ્રાણેન્દ્રીયને નુકસાન પહોંચાડે છે, ઘ્રાણેન્દ્રીયને નબળી પાડે છે. ઘ્રાણેન્દ્રીય નબળી પડવાને લીધે વ્યક્તી જોખમભરી પરીસ્થીતીમાં મુકાય છે. જેમ કે, બગડી ગયેલો ખોરાક પારખી ન શકે અને ખાઈ લે, ગેસ લીક થવાની કે આગની ગંધ ન આવે અથવા એટલી મોડી આવે કે વ્યક્તી પોતાનો બચાવ ન કરી શકે.

કારણ અંગે ભલે હજુ સ્પષ્ટતા મળી નથી, પરંતુ સુંઘવાની શક્તી અને આયુષ્ય વચ્ચે જબરદસ્ત સંબંધ છે, એવું સંશોધનકર્તાઓ દૃઢપણે માને છે. એક ડોક્ટરે કહ્યું હતું કે યુવાન વયજુથ પર પણ આ જોખમ સરખું જ છે કે કેમ તે જાણવા માટે તેઓ પર પણ રીસર્ચ કરવું જરુરી છે.

હવે મારો અનુભવ.

હું ૧૯૭૪ના લગભગ અંતમાં ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયો. મારા ખ્યાલ મુજબ એ સમયથી જ મારી ગંધશક્તી જતી રહી છે. અમે ન્યુઝીલેન્ડ આવ્યાં ત્યારે મારાં બાળકો ઘણાં નાનાં હતાં. કેટલાંક વર્ષ પછી અમે ટેબલ ટેનીસનું ટેબલ લીધું હતું અને મેં મારાં બાળકો સાથે ઘરે ટેબલ ટેનીસ રમવાનું શરુ કરેલું, ત્યારે બેત્રણ દીવસમાં જ ફરીથી મને ગંધશક્તી પાછી મળી હતી. જો કે એ ટેબલ ટેનીસ રમવાનું ચાલુ રહી શક્યું ન હતું અને મારી ગંધશક્તી ફરી જતી રહી હતી. આમ છતાં હું ચોક્કસપણે કહી શકું નહીં કે મારી ગંધશક્તી પરત આવવાનું કારણ ટેબલ ટેનીસની રમતની કસરત જ હતી. ઘણાં વર્ષો પહેલાંની આ વાત હોવાથી કદાચ મારા આહાર-વીહારમાં કોઈ ફેરફારને કારણે એ બન્યું હોય એ પણ શક્ય છે, જેનું ખાસ સ્મરણ મને હાલ નથી.

આ અનુભવથી પ્રેરાઈ રીટાયર થયા પછી મેં ટેબલ ટેનીસ રમવાનું શરુ કર્યું, પણ ગંધશક્તી પાછી મેળવી શક્યો નહીં. દમ – અસ્થમાની એક દવા વીશે જાણવા મળ્યું અને અજમાવી જોઈ. બેએક વીક સુધી સારું લાગ્યું અને ગંધ આવવા લાગી. પણ એ પછી એની સાઈડ ઈફેક્ટ વર્તાવા લાગી જેને વીશે મારા ડોક્ટરે તો મને જણાવ્યું હતું જ. આથી એ દવા બંધ કરી દેવી પડી.

જો કે આયુર્વેદ અનુસાર વાયુવીકારથી થતા ૮૦ પ્રકારના રોગો – તકલીફો પૈકી એક ગંધાજ્ઞતાની વીકૃતી પણ છે. આથી એકવાર મેં પાંચ દીવસ માત્ર પાણી પર રહીને અને ત્યાર બાદ દસેક દીવસ સુધી શાકભાજી અને ફળો પર રહીને ઉપવાસ પણ કર્યા હતા, છતાં મારી ગંધશક્તી પાછી મળી શકી નથી.

આમ મને લગભગ ૪૦થી વધુ વર્ષથી ગંધ આવતી નથી, છતાં જીવું છું.

મારો એક ખાસ મીત્ર મને ઘણી વાર કહે છે, “તું સો વર્ષ જીવશે. પણ હું તો સો વર્ષ નહીં જીવી શકીશ.”

હું એને કહું છું, “એવી કોઈ આગાહી કરી શકાય નહીં. તારી બાબતમાં પણ નહીં અને મારી બાબતમાં પણ નહીં. કોઈ જાણતું નથી, કોણ કેટલું જીવશે.”

આ સંશોધન વીશે મેં મારા મીત્રને જણાવ્યું નથી. કદાચ મારું આ લખાણ જ એને મોકલી આપીશ. સો વર્ષ જીવવાની વાત મને એકબે દીવસ પહેલાં જ કહેવામાં આવી છે. પણ ઉપરના સંશોધનમાં શું હું અપવાદ છું? જો કે એ સંશોધનમાં ગંધશક્તી નબળી પડી હોય એવાં બધાં જ લોકો વહેલા મૃત્યુશરણ થાય છે એવું જણાવ્યાનું યાદ નથી.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: