ગૌરવશાળી કોલીય

ગૌરવશાળી કોલીય

(બ્લોગ પર તા. ૧૩-૯-૨૦૧૫)

‘કોળી કોમનો ઐતીહાસીક પરીચય’ ૧૯૬૧ના અરસામાં મેં વાંચેલું એવું સ્મરણ છે. એની બીજી આવૃત્તી ૪-૩-૧૯૮૧ના રોજ સુધારા-વધારા સાથે બહાર પડી છે. એ પુસ્તકમાં જણાવ્યા મુજબ ભગવાન બુદ્ધનાં માતા માયાદેવી કોલીય નામની ક્ષત્રીય જાતીનાં હતાં. બ્રાહ્મણોએ ભગવાન બુદ્ધને નીચા પાડવા માટે આ કોલીય ક્ષત્રીયો અસ્પૃશ્ય છે એવું તે સમયે એટલે લગભગ બે હજાર વર્ષો પહેલાં ઠરાવેલું. આ કોલીય નામની ક્ષત્રીય જાતી તે જ આજની કોળી કોમ. આમ કોળી ખરેખર શુદ્ર નથી, પણ ક્ષત્રીય છે.

આ અંગે અહીં વેલીંગ્ટનમાં એક દીવસ એક ભાઈ સાથે વાતો નીકળી. એમની દલીલ હતી કે આ પુસ્તક, ‘કોળી કોમનો ઐતીહાસીક પરીચય’ લખનાર કોઈ કોળી જ છે કે બીજું કોઈ? (એના સંપાદકે પોતાનું નામ લખ્યું નથી.) વળી જે સંશોધન-રીસર્ચ કરી હશે તે કયા આધારે? પુસ્તકોના આધારે જ ને? એ પુસ્તકોમાં જે લખ્યું હોય તે સાચું જ છે એમ શી રીતે માની લેવાય?

 

હીન્દુ ધર્મમાં મુખ્ય ચાર જ્ઞાતી બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર છે. શરુઆતમાં આ જ્ઞાતી વ્યવસાય અનુસાર ઠરાવવામાં આવેલી. પાછળથી એ માણસના જન્મ અનુસાર ગણાવા લાગી, જે હવે દૃઢ થઈ ગયું છે. કોઈ પોતાની જાતી જન્મ બાદ બદલી શકતું નથી. પહેલાં બ્રાહ્મણનું કામ ભણવું, ભણાવવું હતું, ક્ષત્રીયનું દેશની વ્યવસ્થા અને રક્ષણનું, વૈશ્યનું કામ વેપાર અને ખેતી, અને શુદ્રનું કામ બધી વર્ણોની સેવાનું-દાસપણું.

 

જુના સમયમાં ક્ષત્રીયનું કામ રાજ્યવ્યવસ્થા અને લોકોના રક્ષણનું હતું. ક્ષત્રીય યોદ્ધાનું ખમીર ધરાવે છે. બહાદુરી, નીડરપણું એના લોહીમાં છે. એ સ્વમાની હોય છે. કોઈ એનું અપમાન કરે તે એ સહી ન લે. મારવા અને મરવામાં એ પાછી પાની ન કરે. એ કોઈનું દાસપણું કરવા ન ઈચ્છે.

 

લગભગ બે હજાર વર્ષથી કોળીને અસ્પૃશ્ય અને શુદ્ર કહેવામાં આવ્યો છે. તેમ છતાં આજે પણ ઉપર કહેલાં ક્ષત્રીયનાં લક્ષણો કોળી લોકોમાં જોવામાં આવતાં નથી? આજે ભારતમાં કે પરદેશમાં વસેલ ભાગ્યે જ કોઈ કોળી કોઈનું દાસપણું સ્વીકારશે. અપવાદરુપ કોઈ બીજાનો દબાવેલ દબાઈ જશે. જ્યાં યુદ્ધ જેવી પરીસ્થીતી પેદા થાય ત્યાંથી ભાગી જવાની વૃત્તી ધરાવનાર કોઈ સાચો કોળી ભાગ્યે જ જોવા મળશે. જો કે સમયના વહેણ સાથે બધામાં શુદ્ધ જીન જળવાઈ જ રહે એમ ન પણ બને. આથી અપવાદો હોવાના.

 

અહીં વેલીંગ્ટનમાં ઈન્ડીયન સ્પોર્ટ્સ ક્લબમાં હૉકી જેવી મર્દાનગીની રમતમાં ભાગ લેનારા લગભગ બધા જ કોળી છે. અહીંની ઈન્ડીયનોની વસ્તીમાં કોળી લોકોની બહુમતી છે એવું નથી. વળી સ્પોર્ટ્સ ક્લબ બધા માટે ઓપન છે. એ માત્ર કોળી લોકો માટે જ છે એવું નથી. કોઈ વાર અપવાદ રુપે જ અન્ય જ્ઞાતીના હૉકીની ટીમમાં જોવા મળે. જ્યાં મુખ્ય વસ્તી યુરોપીયનોની છે તેવા આ શહેરની એક કૉલેજ(માધ્યમીક શાળા)ની પ્રથમ કક્ષાની હૉકીની ટીમમાં (ફર્સ્ટ ઈલેવનમાં) એક સમયે બધા જ ઈન્ડીયન અને તે પણ (એકબે અપવાદ સીવાય) કોળી હતા. આ ઉપરાંત ન્યુઝીલેન્ડની રાષ્ટ્ર કક્ષાની હૉકી ટીમમાં આજ સુધી રમી ગયેલા બધા જ કોળી હતા. હૉકીની રમત ક્ષત્રીયના ખમીરને આકર્ષે એ સ્વાભાવીક છે. એ બતાવે છે કે કોળી ખરેખર ક્ષત્રીય છે.

 

સાઉથ આફ્રીકામાં ગાંધીજી સાથે અસહકારની લડતમાં જોડાયેલા ઘણા લોકો કોળી કોમના હતા. આઝાદીની લડતમાં કોળી લોકોએ બતાવેલા ખમીરથી ઘણા વાકેફ હશે. એ  સમયે કોળી લોકોએ દર્શાવેલ મર્દાનગી એનામાં રહેલ ક્ષત્રીય લોહીનું દ્યોતક છે. અને આ મર્દાનગી માત્ર ભાઈઓમાં જ છે, અને આઝાદીની લડત વખતે માત્ર ભાઈઓએ જ હીંમતપુર્વક લડાઈમાં ભાગ લીધો હતો એમ નથી, કોળી કોમનાં બહેનોએ પણ એમાં ઝંપલાવ્યું હતું – નવસારી કાંઠાવીભાગનાં બહેનોની એ બહાદુરી “આઝાદીની લડત” વીષેનાં એ વીભાગનાં લોકોએ લખેલાં પુસ્તકોમાં જોઈ શકાશે. ખાસ કરીને ગાંધીજીની દાંડીકુચ વખતે બહેનોએ જે નીડરતા બતાવેલી તે એ કોળી બહેનો ક્ષત્રીયનું ખમીર ધરાવે છે એની પ્રતીતી કરાવે છે.

 

મોટા ભાગના શુદ્રો ક્ષત્રીય કોમમાંથી આવ્યા છે. શરુઆતમાં તો માત્ર ત્રણ જ જ્ઞાતીઓ હતી, બ્રાહ્મણ, ક્ષત્રીય અને વૈશ્ય. શુદ્ર પહેલાં તો હતા જ નહીં. પાછળથી જે કોમ સાથે અણબનાવ થાય તેને બ્રાહ્મણો શુદ્રમાં મુકતા ગયા. એમને અણબનાવ  ક્ષત્રીયો સાથે જ થવાની શક્યતા, કેમ કે એ એનો હરીફ, સત્તાસ્થાને હોવાને કારણે. બ્રાહ્મણના વ્યવસાય મુજબ એ જ્ઞાની ગણાય, આથી ક્ષત્રીયે એની સલાહ મુજબ જ ચાલવું જોઈએ, કારભાર કરવો જોઈએ, એવું એ માનનારા અને તેથી પોતાને સૌથી ઉપર મુક્યા. વળી વૈશ્યો તો વેપાર અને ખેતીના કામમાં હોવાથી એમના તરફથી બ્રાહ્મણને કોઈ ઉપદ્રવ ન હોઈ શકે, ઉલટું એ લોકો પાસેથી તો એને દાન-દક્ષીણા મળવામાં કોઈ મુશકેલી ભાગ્યેજ પડી શકે. હા, કદાચ ક્ષત્રીયો તરફથી મળે એના કરતાં કંઈક ઓછા પ્રમાણમાં મળે એવું બને, કેમ કે વૈશ્યો લોભી હોવાની શક્યતા ખરી. જ્યારે ક્ષત્રીયોના સ્વભાવમાં જ દાનવૃત્તી હોવાની. આમાં પણ અપવાદો તો હોવાના. અને આજે તો ઘણું બધું ભેળસેળ થઈ ગયું છે, શુદ્ધ ડી.એન.એ. કોઈનાં જળવાયાં નહીં હોય. આથી બ્રાહ્મણમાં, ક્ષત્રીયમાં કે વૈશ્યમાં શુદ્ધ બ્રાહ્મણ, શુદ્ધ ક્ષત્રીય કે શુદ્ધ વૈશ્ય કદાચ નહીં મળે. આથી ખરેખર તો આજે જ્ઞાતીનો કશો અર્થ રહ્યો નથી, છતાં હીન્દુઓમાં પરીવર્તનની આશા રાખવી આજનું હવામાન જોતાં વ્યર્થ લાગે છે. અપવાદો એમાં પણ હોવાના જ. હવે કશું જ જડબેસલાક રહ્યું નથી.

 

એકબે દીવસ પહેલાં જ મારા એક મીત્ર સાથે વાતો થઈ. એ ભાઈ ભારતનું બધું જ શ્રેષ્ઠ, એની સંસ્કૃતી આખી દુનીયામાં સહુથી ઉત્તમ એમ એ કહેતા હતા. ત્યારે મેં એને કહ્યું કે તમને ખબર છે ગાંધીજીએ કહેલું કે અસ્પૃશ્યતા એ હીન્દુ ધર્મનું કલંક છે. દુનીયાના કોઈ પણ દેશમાં અસ્પૃશ્યતા નથી. માણસને અડકી ન શકાય, પણ કુતરાંને અડકી શકાય. આવું ભારત સીવાય બીજા કોઈ દેશમાં છે? છતાં એને તમે ઉત્તમ કહો છો.

 

હરીજનો જેને પહેલાં ઢેડ કહેતા એમના કુવા અલગ હતા. એ લોકો કોઈ પણ જાતનો એવો વ્યવસાય કરતા નો’તા જેમાં એમનાં શરીર ગંદા થાય. છતાં એમને અડી ન શકાય અને કુવા અલગ. અડી જવાય તો નાહવું પડે. મને યાદ છે હું નવ-દસ વર્ષનો હતો એટલે કે લગભગ ૬૬-૬૭ વર્ષ પહેલાં મને ના પાડવામાં આવેલી છતાં એમના કુવા પર જઈને પાણી પીધેલું. મને કહેવામાં આવેલું કે એમના કુવાનું પાણી ન પીવાય. જ્યારે બીજો કહેવાતા સવર્ણનો કુવો કંઈ ત્યાંથી ખાસ દુર ન હતો. અને આ હરીજનો કંઈ અસ્વચ્છ રહેતા એવું તો નો’તું જ. મારા ખ્યાલ મુજબ નરસિંહ મહેતાએ હરીજનોની સ્વચ્છતાનાં વખાણ કર્યાં છે.

 

હું જ્યારે એક ઉત્તર બુનીયાદી શાળામાં શીક્ષક હતો ત્યારે વીદ્યાર્થીના વાલીની મુલાકાતે એમના ઘરે જતો. ત્યાં એક વાર તરસ લાગી તો મેં પીવા માટે પાણી માગ્યું. એ ભાઈ મને કહે,

“ભાઈ, તમારાથી અમારા ઘરનું પાણી ના પીવાય.”

મેં પુછ્યું “કેમ?”

“અમે હરિજન છીએ.”

“તમે હરીનાં જન, તો તો તમારે ત્યાંનું પાણી ખાસ પીવાવું જોઈએ.”

 

સમાજમાં પ્રચલીત એ લોકોની જાતીની મને જાણ હતી જ.

Advertisements

ટૅગ્સ:

3 Responses to “ગૌરવશાળી કોલીય”

 1. Arvind Dullabh Says:

  Namaste Gandabhai,

  Thank you for this nice article.

  Kind regards,

  Arvindbhai

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  તમારી કૉમેન્ટ બદલ હાર્દીક આભાર અરવિંદભાઈ.

 3. Nikul H. Thaker Says:

  ખુબ જ સરસ લેખ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: