હરડે

 

ઉપાય તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે, પોતાની મેળે ઉપચાર કરવા માટે નહીં.

હરડે

(બ્લોગ પર તા. ૧૭-૯-૨૦૧૫)

ભાઈ શ્રી પીયુશભાઈ તરફથી મળેલ એક ઈમેલમાં આયુર્વેદ અંગે સ્વામીનારાયણ સંપ્રદાયના ઋષિજીવન સ્વામીના વાર્તાલાપના આધારે આ માહીતી આપવામાં આવી છે. લેખ મેં મારા શબ્દોમાં તૈયાર કર્યો છે, સ્વામીજીની ભાષામાં નહીં. સ્વામીજીએ તો હરડે, સુંઠ અને મરીને બહુ જ ભારપુર્વકના શબ્દોમાં જડીબુટ્ટી તરીકે વર્ણવ્યાં છે. મેં એવો ભાર મુક્યો નથી. એમાં જણાવેલ ઉપચારો પોતાની પ્રકૃતીનો ખ્યાલ કરીને અને પોતાના સ્વાસ્થ્ય માર્ગદર્શકને અનુસરીને કરવા. કેટલીક માહીતી સાથે કદાચ બધા સંમત ન પણ થાય, અને મારા માટે પણ અમુક બાબતો તદ્દન નવી છે. એનો કોઈ પ્રયોગ મેં કર્યો નથી, આથી એની અસરકારકતા અંગે હું કશું કહી ન શકું.

હા, એ હકીકત સાચી છે કે હરડે રેચની દવા નથી, પણ એક બહુ જ મહત્ત્વનો ખોરાક છે. હરડે લેવાથી શરુઆતમાં રેચ લાગશે, પણ એ માત્ર એની સાઈડ ઈફેક્ટ છે. નીયમીત હરડે લેવાથી વધારાના રેચનો પ્રશ્ન રહેતો નથી. એનો મને અનુભવ છે. હરડે નીયમીત રીતે દરરોજ લેવી જોઈએ. મને યાદ છે સૌરાષ્ટ્રના ગઢડાવાળા વૈદ્ય પણ કહેતા કે હરડે વીના એક પણ દીવસ જવો ન જોઈએ. ભાઈશ્રી જુગલકિશોરભાઈએ ક્યાંક એવું કહ્યાનું સ્મરણ છે કે હરડે એટલે હર (હંમેશ) ડે (રોજ) લેવાની ચીજ. એવું તેઓ જ્યારે અભ્યાસ કરતા ત્યારે એમને કહેવામાં આવેલું.

ઋષિજીવન સ્વામી કહે છે કે બાળકને જન્મથી જ હરડે આપવાનું શરુ કરવું જોઈએ. શરુઆતમાં નાની ચમચીમાં સહેજ પાણી લઈ સાવ નાની ચપટી હરડે ઓગાળીને પીવડાવી દેવી, એટલે કે મોંમાં આંગળીથી ચટાડી દેવી. જેમ જેમ બાળક મોટું થાય તેમ હરડેનું પ્રમાણ થોડું થોડું વધારતા જવું. છ-સાત માસનું થાય ત્યારે અડધી ચમચી જેટલી હરડે આપી શકાય. એકાદ વર્ષનું થાય એટલે એક ચમચી હરડે આપવી. આ રીતે બાળકને હરડે આપતા રહેવાથી એને કોઈ પણ રોગ થતો નથી. કહેવાય છે કે જે બાળકની મા ન હોય તેની મા હરડે છે. બાળકની મા એના સ્વાસ્થ્યની જેટલી કાળજી રાખે એનાથી વધુ સારી કાળજી હરડે રાખશે. યુવાન થયા પછી એટલે ૧૮-૧૯ વર્ષની ઉંમર પછી દરરોજ એક ચમચો હરડે સવારે નરણા કોઠે એટલે કશું પણ ખાધાપીધા વીના લેવી જોઈએ. નીયમીત આ રીતે ૧૦૦ દીવસ સુધી હરડે લેવાથી આંતરડાં કાચ જેવાં ચોખ્ખાં થઈ જાય છે. આ પછી પણ હરડે લેવાનું જીવન પર્યંત ચાલુ રાખવું. પણ જો કોઈને સવારે હરડે લેવાની અનુકુળતા ન હોય તો સાંજે પણ લઈ શકાય, પરંતુ એની અસર સવારે નરણા કોઠે લેવાથી જે થાય એટલી ઉત્તમ નહીં થાય.

નીયમીત હરડે લેવાથી લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય છે. કેમ કે હરડે આપણાં હાડકાં, માંસ, લોહી તેમ જ સમસ્ત નાડીઓની શુદ્ધી કરે છે. આથી કોઈ પણ જાતનો રોગ શરીરમાં રહેતો નથી. વળી આ રીતે શરીરની શુદ્ધી થવાથી સ્ફુર્તી પણ સારી રહે છે. નીયમીત હરડે લેનાર વ્યક્તી સવારમાં ચાર વાગ્યે ઉઠીને રાત્રે બાર વાગ્યા સુધી સ્ફુર્તીલી રહી શકે છે.

શરીરની તંદુરસ્તી જાળવી રાખવા અને લાંબું આયુષ્ય ભોગવવા દરરોજ હરડે લેવી. હરડે શરીરના કોષોને જીવંત રાખે છે, મરવા દેતી નથી. આથી આંખની તકલીફ, પેટના રોગો, નાકના રોગો, માથાની ફરીયાદ જેવી બધી જ તકલીફ હરડે લેવાથી મટી જાય છે. શરીર તંદુરસ્ત થવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તી થાય છે.

 

Advertisements

ટૅગ્સ:

2 Responses to “હરડે”

  1. pravinshastri Says:

    ખુબ સરસ માહિતિ.

  2. Gandabhai Vallabh Says:

    હાર્દીક આભાર પ્રવીણભાઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: