વીચાર-કણીકા

વીચાર-કણીકા

(બ્લોગ પર તા. ૨૪-૯-૨૦૧૫)

સુખદુખ

મને લાગે છે કે કોઈ કોઈને સુખી કે દુખી કરી ન શકે. આપણા પોતાના મનની દશા જ આપણને આનંદીત કે દુખી કરે છે. જો તમારે આનંદીત થવું હોય તો તમે થઈ શકો અને દુખી થવું હોય તો તેમ પણ કરી શકો. પરંતુ આપણને સુખી કે દુખી થવા માટે બહાનાંની જરુર હોય છે. જો કોઈ કારણ, બહાનું ન હોય તો એ ઘેલછામાં ખપે છે, ગાંડપણ માલમ પડે છે. આથી આપણે બહાનાં શોધીએ છીએ, અને તે મળી પણ રહે જ છે. પણ આ સમજવું જરા મુશ્કેલ છે, કેમ કે આપણે બધી બાબતો બીજાને માથે નાખવાને ટેવાયેલા છીએ.

 મદદ

જ્યારે આપણે કોઈને મદદ કરીએ છીએ ત્યારે તે ખરેખર તો આપણા પોતાના આનંદ માટે કરીએ છીએ. એ મદદ કરવાની તક આપણને આપવા બદલ આપણે તે વ્યક્તીનો આભાર માનવો જોઈએ. મદદ કરવાની તક મળવાને લીધે જે આનંદ મળ્યો તે જ આપણને મળેલો બદલો, આપણા સત્કર્મનું વળતર છે. આથી બીજા કોઈ વળતરની અપેક્ષા રાખવી ન જોઈએ. મદદ કરતાં પહેલાં જ એનું વળતર મળી ગયું હોય છે. જેમ કે ટી.વી. પર આવતા કાર્યક્રમોને રેકોર્ડ કરી લેવાનું તમને ગમે છે, અથવા વસ્તુઓની ખરીદી કરવામાં તમને આનંદ મળે છે. પછી એ રેકોર્ડ કરેલ ડી.વી.ડી. કે ખરીદેલી વસ્તુનું શું થયું તેની બહુ ચીંતા કરવાની જરુર નથી. તમને તમારો આનંદ મળી ચુક્યો છે. કોઈ એ સ્વીકારે તો ઔર વધુ આનંદ થશે. આથી જેણે સ્વીકાર કર્યો હોય તેની પાસેથી કોઈ અપેક્ષા રાખવી ન જોઈએ, તે તમારો આભાર માને તેની સુધ્ધાં નહીં, પણ તમારે એ સ્વીકારનાર વ્યક્તીનો આભાર માનવો જોઈએ. જેમ હીન્દુ ધર્મમાં દાન આપ્યા પછી દક્ષીણા આપવાનો રીવાજ છે. આ દક્ષીણા એ દાન સ્વીકાર કરનારનો દાન આપનારે આભાર માન્યો છે, એ દર્શાવવા માટે હોય છે.

Advertisements

ટૅગ્સ:

3 Responses to “વીચાર-કણીકા”

 1. Arvind Dullabh Says:

  Namaste Gandabhai,

  Thank you for this nice Vichar Kanika. I have been having such feelings for a long time. It is very hard to describe the feelings we get when we are helping people.

  Thank you once again.

  Gandabhai, I am forwarding email message that I got from Dr Arjunbhai. I can not read the format. See if you can do so.

  Sneh Sambharana,

  Arvindbhai

  From: Gandabhai Vallabh Reply-To: Gandabhai Vallabh Date: Thursday, 24 September 2015 8:04 pm To: Arvind Dullabh Subject: [New post] વીચાર-કણીકા

  WordPress.com ગાંડાભાઈ વલ્લભ posted: “વીચાર-કણીકા (બ્લોગ પર તા. ૨૪-૯-૨૦૧૫) સુખ-દુખ મને લાગે છે કે કોઈ કોઈને સુખી કે દુખી કરી ન શકે. આપણા પોતાના મનની દશા જ આપણને આનંદીત કે દુખી કરે છે. જો તમારે આનંદીત થવું હોય તો તમે થઈ શકો અને દુખી થવું હોય તો તેમ પણ કરી શકો. પરંતુ આપણને સુખી કે દુખી થ”

 2. vbgohel@hotmail.com Says:

  The practical way to get rid of miseries is to follow the eight fold path propounded by lord Buddha

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: