Archive for ઓક્ટોબર, 2015

બ્લડપ્રેશરની કેટલીક અગત્યની માહીતી

ઓક્ટોબર 28, 2015

આ શૈક્ષણીક હેતુસર આપવામાં આવેલીમાહીતી છે.

બ્લડપ્રેશરની કેટલીક અગત્યની માહીતી

(પીયુશભાઈ દ્વારા મળેલ એક વીડીઓના આધારે વિલ્ફ્રેડ મન્ઝાનો અને એડીસન એન્ડરસનના સૌજન્યથી)

આપણા શરીરમાં આવેલી બધી રક્તવાહીનીઓને જો એક લાઈનમાં ગોઠવીએ તો એની લંબાઈ ૯૫,૦૦૦ કીલોમીટર જેટલી થાય. એમાં ધમની, શીરા, કેશવાહીની(સુક્ષ્મ રક્તવાહીની) એ બધાંનો સમાવેશ થાય છે. આ રક્તવાહીનીઓ આપણા શરીરમાં આશરે જે ૪પ લીટર જેટલું લોહી હોય છે તેનું સતત વહન કરે છે. આમ ચોવીસ કલાકમાં લગભગ ૭૫૦ લીટર જેટલા લોહીનું વહન થાય છે. લોહીના સતત વહનથી શરીરને ઑક્સીજન અને જરુરી પોષક તત્ત્વો મળે છે અને શરીરમાં પેદા થયેલ નકામા પદાર્થો બહાર નીકળી જાય છે. લોહીના આ રીતે ફરવાથી રક્તવાહીનીઓની દીવાલ પર દબાણ પહોંચે છે. એને બ્લડપ્રેશર કહે છે. લોહીને આગળ ધકેલવા હૃદય જ્યારે સંકોચાય ત્યારે આ દબાણ વધારે હોય છે જેને સીસ્ટોલીક પ્રેશર કહે છે. જ્યારે હૃદય બે ધબકારાની વચ્ચે એની શાંત સ્થીતીમાં હોય છે, કુદરતી સ્થીતીમાં હોય છે ત્યારે દબાણ ઓછું હોય છે, જેને ડાયસ્ટોલીક પ્રેશર કહે છે. સ્વસ્થ માણસમાં સીસ્ટોલીક પ્રેશર ૯૦થી ૧૨૦ના ગાળામાં હોય છે, અને ડાયસ્ટોલીક પ્રેશર ૬૦થી ૮૦ વચ્ચે હોય છે. સરેરાશ જોઈએ તો બ્લડપ્રેશર ૧૨૦/૮૦(સીસ્ટોલીક/ડાયસ્ટોલીક) રહેવું જોઈએ.

ઉપર જોયું તેમ લોહી એક વ્યવસ્થીત સીસ્ટીમતંત્ર હેઠળ કામ કરે છે. એ તંત્ર પર વીવીધ કારણોસર અસર થાય છે. અમુક કારણોસર રક્તવાહીનીની દીવાલ પર વધુ કે ઓછું દબાણ આવે છે. શરીરમાં આપણે દાખલ કરેલ પ્રવાહીનો પ્રકાર અને એનું પ્રમાણ વધુ કે ઓછું હોય તેના પર લોહી ઘટ્ટ કે પાતળું હોય છે. જો લોહી ઘટ્ટ હોય તો એને ફેરવવા માટે હૃદયે વધુ દબાણ કરવું પડે. આપણા આહારમાં મીઠાનું (કોમન સૉલ્ટનું) પ્રમાણ વધુ હોય તો શરીરમાંના પ્રવાહીને એ સૉલ્ટ શોષી લે છે. આથી વધારાના પ્રવાહીથી લોહીનું વોલ્યુમ વધી જશે. વધારાના વોલ્યુમને ધકેલવા વધુ દબાણ કરવું પડે. આમ વધુ પડતું નમક (સૉલ્ટ) આહારમાં લેવાથી બ્લડપ્રેશર વધે છે.

સ્ટ્રેસચીંતાને લીધે શરીરમાં એક પ્રકારનું હોર્મન પેદા થાય છે જેનાથી રક્તવાહીની સંકોચાય છે. આથી લોહીને ફેરવવા વધુ દબાણની જરુર પડે છે. સામાન્ય સંજોગોમાં શરીર આવા કીસ્સાઓમાં સમતુલન સાધી લે છે, પણ જો બ્લડપ્રેશર સતત ૧૪૦/૯૦(સીસ્ટોલીક/ડાયસ્ટોલીક)થી વધુ રહે તો ગંભીર સમસ્યા પેદા થાય છે. વધુ પડતા દબાણને લીધે રક્તવાહીનીની દીવાલના અંદરના કોષ તુટે છે, આથી ત્યાં સોજો આવે છે. એ ભંગાણ જેમ વધતું જાય તેમ ત્યાં વધુ ને વધુ લોહીના શ્વેતકણો જમા થાય છે. ચરબી અને કૉલેસ્ટ્રોલ પણ ત્યાં જમા થવા માડે છે. એ બધો જમાવ જેને પ્લાક કહે છે તે વધુ ને વધુ જાડો થતો જાય છે. એનાં ભયજનક પરીણામો આવી શકે. (આનાં ચીત્રો જોવા હોય તો આ લીન્ક પર ક્લીક કરીને વીડીઓ જોઈ શકાશે: https://www.youtube.com/embed/Ab9OZsDECZw )

જો આ પ્લાક ફાટી જાય તો એ જગ્યાએ બ્લડકોટ બને છે. એ મોટો થઈ જાય તો પહેલેથી જ એ સાંકડી જગ્યા પુરાઈ જતાં ત્યાંથી લોહી આગળ જઈ ન શકે અને શરીરના એ ભાગને લોહીનો પુરવઠો મળી ન શકે. આથી ઑક્સીજન અને પોષક તત્ત્વો પણ મળી ન શકે. જો આ ક્લોટ હૃદયને લોહી પહોંચાડનાર રક્તવાહીનીમાં થાય તો હૃદયને પોષણ ન મળતાં હાર્ટએટેક થાય. જો એ ક્લોટ મગજને લોહી પહોંચાડનાર નળીમાં થાય તો સ્ટ્રોક થાય.

આ ક્લોટવાળી રક્તનળીને એન્જીઆપ્લાસ્ટ નામની પ્રક્રીયા વડે પહોળી કરવામાં આવે છે. એમાં એક વાયર ઘુસાડવામાં આવે છે. એ વાયર દ્વારા એક બલુનકેથેટર મુકવામાં આવે છે. બલુનમાં હવા પુરવાથી લોહીની નળીનો જે સાંકડો થઈ ગયેલો ભાગ હોય છે તે ખુલી જાય છે. કેટલીક વાર આ રીત કામ કરી શકે તેમ ન હોય તો જેને ટેન્ટ કહેવામાં આવે છે તે એ વાયર દ્વારા દાખલ કરવામાં આવે છે. ટેન્ટ મુકતી વખતે જે પ્રવાહી દાખલ કરવામાં આવે છે તે સ્ટીકી હોય છે. આથી એ ચોંટી જાય છે. અને રક્તનળીમાં એ ટેન્ટ કાયમ માટે રાખી શકાય છે. એનાથી રક્તવાહીની નળી પહોળી રહે છે. (ચીત્રો જોવા માટે ઉપર આપેલ વીડીઓ લીન્ક ખોલી શકો)

હૃદય દર મીનીટે ૭૦ વખત ધબકે છે. મનુષ્યના જીવનકાળ દરમીયાન એ ૨ અબજ ૫૦ કરોડ (.૫ બીલીઅન) વખત ધબકે છે. આમ છતાં રક્તવાહીનીઓને કોઈ હાની પહોંચતી હોતી નથી, કેમ કે એની બનાવટ એ રીતની હોય છે.


એક જોક

ઓક્ટોબર 24, 2015

એક જોક

પીયુષભાઈના ઈમેલમાંથી મળેલું (હીન્દી પરથી)

(બ્લોગ પર તા. ૨૪૧૦૨૦૧૫)

ઔડી કારના સી... એની ઉંચી કીમતને વાજબી ઠેરવતાં કહે છે,

એમાં ૧૨ તો એરબેગ છે, બીજું એમાં સલામતીનાં સાધનો ગોઠવ્યાં છે, જે સલામતીની ચેતવણી આપતાં રહે છે, અને સલામત રીતે પાર્ક કરવાની સગવડ છે.
એક ભારતીય મારવાડી ઘરાક કહે છે,

ભાઈ, તમે સલામતીની ચીંતા ન કરો, અમારી પાસે તો સાંઈબાબા અને ગણપતી બાપા સામે ડૅશબોર્ડ પર હાજર હોય છે, પાછળ તરફ જોવાના મીરર પર હનુમાનજી બેઠેલા હોય છે, વળી બમ્પર ઉપર અમે લીંબુમરચું મુકવાનું ભુલતા નથી, અને માતાજીની લાલ ચુંદડી સ્ટીઅરીંગ વીલ પર વીંટાળેલી રાખીએ જ છીએ.

એના કરતાં તું માત્ર ભાવ કમ કર.

આનંદીત રહેવાના ૧૦ માર્ગો

ઓક્ટોબર 21, 2015

આનંદીત રહેવાના ૧૦ માર્ગો

(બ્લોગ પર તા. ૨૧૧૦૨૦૧૫)

(મને અંગ્રેજીમાં મળેલા એક ઈમેલ પરથી. દીલગીર છું કે એના લેખકનું નામ આપવામાં આવ્યું ન હતું. હા, આની બધાંને જાણ કરવાનું કહેવામાં વ્યું હતું.)

  1. જે બાબત તમે કશું કરી ન શકો તેમ હો, તેને સ્વીકારી લો. જો તમે બદલી શકો તેમ હો અને તમે બદલવા ઈચ્છતા હો તો આગળ વધો.

  2. જે લોકો તમારી પ્રગતીમાં રોડાં નાખતાં હોય તેમને અવગણો. જો તમે તેમની બાબત વીચારશો તો તમે જાણો જ છો કે તેઓ કોણ છે અને કેવા છે.

  3. તમારું મનપસંદ ગીત ઉંચા સાદે ગાઓ, ગાતાં ગાતાં નૃત્ય કરતા જાઓ.

  4. દોડવા જાઓ. એક સરસ લાંબા અંતરની દોડ જ્યાં સુધી તમને આનંદની લાગણી ન જન્મે ત્યાં સુધી ધરાઈને દોડો. બહુ બહુ તો તમે થાકીને લોથ થઈ જશો પણ આનંદની લાગણી મહત્ત્વની રહેશે, નહીં કે થાક. (નોંધઃ ધ્યાન રાખજો કે આ તમે તો જ કરી શકો જો તમારું સ્વાસ્થ્ય એ માટે સક્ષમ હોય)

  5. જેને તમે ચાહતા હો તેને ફોન કરો. માત્ર તેમનો અવાજ સાંભળતાં જ તમારો દીવસ સુધરી જશે.

  6. અજાણ્યાને જોઈને સ્મીત આપો. એનાથી તમને બંનેને સ્મીતનો અનુભવ થશે.

  7. નનામા પત્ર દ્વારા કોઈકની પ્રશંસા કરો.

  8. તમારી બાબતમાં તમને જે કંઈ પસંદ ન હોય તે એક કાગળમાં લખો. એને ફાડીને બાળી દો. (કલ્પના કરો કે સાથે સાથે તમને એ ન ગમતી બાબતો પણ બળીને ભસ્મ થઈ ગઈ છે.)

  9. તમારું મનપસંદ મુવી જુઓ.

  10. તમારી જાતમાં શ્રદ્ધા રાખો.