બ્લડપ્રેશરની કેટલીક અગત્યની માહીતી

આ શૈક્ષણીક હેતુસર આપવામાં આવેલીમાહીતી છે.

બ્લડપ્રેશરની કેટલીક અગત્યની માહીતી

(પીયુશભાઈ દ્વારા મળેલ એક વીડીઓના આધારે વિલ્ફ્રેડ મન્ઝાનો અને એડીસન એન્ડરસનના સૌજન્યથી)

આપણા શરીરમાં આવેલી બધી રક્તવાહીનીઓને જો એક લાઈનમાં ગોઠવીએ તો એની લંબાઈ ૯૫,૦૦૦ કીલોમીટર જેટલી થાય. એમાં ધમની, શીરા, કેશવાહીની(સુક્ષ્મ રક્તવાહીની) એ બધાંનો સમાવેશ થાય છે. આ રક્તવાહીનીઓ આપણા શરીરમાં આશરે જે ૪પ લીટર જેટલું લોહી હોય છે તેનું સતત વહન કરે છે. આમ ચોવીસ કલાકમાં લગભગ ૭૫૦ લીટર જેટલા લોહીનું વહન થાય છે. લોહીના સતત વહનથી શરીરને ઑક્સીજન અને જરુરી પોષક તત્ત્વો મળે છે અને શરીરમાં પેદા થયેલ નકામા પદાર્થો બહાર નીકળી જાય છે. લોહીના આ રીતે ફરવાથી રક્તવાહીનીઓની દીવાલ પર દબાણ પહોંચે છે. એને બ્લડપ્રેશર કહે છે. લોહીને આગળ ધકેલવા હૃદય જ્યારે સંકોચાય ત્યારે આ દબાણ વધારે હોય છે જેને સીસ્ટોલીક પ્રેશર કહે છે. જ્યારે હૃદય બે ધબકારાની વચ્ચે એની શાંત સ્થીતીમાં હોય છે, કુદરતી સ્થીતીમાં હોય છે ત્યારે દબાણ ઓછું હોય છે, જેને ડાયસ્ટોલીક પ્રેશર કહે છે. સ્વસ્થ માણસમાં સીસ્ટોલીક પ્રેશર ૯૦થી ૧૨૦ના ગાળામાં હોય છે, અને ડાયસ્ટોલીક પ્રેશર ૬૦થી ૮૦ વચ્ચે હોય છે. સરેરાશ જોઈએ તો બ્લડપ્રેશર ૧૨૦/૮૦(સીસ્ટોલીક/ડાયસ્ટોલીક) રહેવું જોઈએ.

ઉપર જોયું તેમ લોહી એક વ્યવસ્થીત સીસ્ટીમતંત્ર હેઠળ કામ કરે છે. એ તંત્ર પર વીવીધ કારણોસર અસર થાય છે. અમુક કારણોસર રક્તવાહીનીની દીવાલ પર વધુ કે ઓછું દબાણ આવે છે. શરીરમાં આપણે દાખલ કરેલ પ્રવાહીનો પ્રકાર અને એનું પ્રમાણ વધુ કે ઓછું હોય તેના પર લોહી ઘટ્ટ કે પાતળું હોય છે. જો લોહી ઘટ્ટ હોય તો એને ફેરવવા માટે હૃદયે વધુ દબાણ કરવું પડે. આપણા આહારમાં મીઠાનું (કોમન સૉલ્ટનું) પ્રમાણ વધુ હોય તો શરીરમાંના પ્રવાહીને એ સૉલ્ટ શોષી લે છે. આથી વધારાના પ્રવાહીથી લોહીનું વોલ્યુમ વધી જશે. વધારાના વોલ્યુમને ધકેલવા વધુ દબાણ કરવું પડે. આમ વધુ પડતું નમક (સૉલ્ટ) આહારમાં લેવાથી બ્લડપ્રેશર વધે છે.

સ્ટ્રેસચીંતાને લીધે શરીરમાં એક પ્રકારનું હોર્મન પેદા થાય છે જેનાથી રક્તવાહીની સંકોચાય છે. આથી લોહીને ફેરવવા વધુ દબાણની જરુર પડે છે. સામાન્ય સંજોગોમાં શરીર આવા કીસ્સાઓમાં સમતુલન સાધી લે છે, પણ જો બ્લડપ્રેશર સતત ૧૪૦/૯૦(સીસ્ટોલીક/ડાયસ્ટોલીક)થી વધુ રહે તો ગંભીર સમસ્યા પેદા થાય છે. વધુ પડતા દબાણને લીધે રક્તવાહીનીની દીવાલના અંદરના કોષ તુટે છે, આથી ત્યાં સોજો આવે છે. એ ભંગાણ જેમ વધતું જાય તેમ ત્યાં વધુ ને વધુ લોહીના શ્વેતકણો જમા થાય છે. ચરબી અને કૉલેસ્ટ્રોલ પણ ત્યાં જમા થવા માડે છે. એ બધો જમાવ જેને પ્લાક કહે છે તે વધુ ને વધુ જાડો થતો જાય છે. એનાં ભયજનક પરીણામો આવી શકે. (આનાં ચીત્રો જોવા હોય તો આ લીન્ક પર ક્લીક કરીને વીડીઓ જોઈ શકાશે: https://www.youtube.com/embed/Ab9OZsDECZw )

જો આ પ્લાક ફાટી જાય તો એ જગ્યાએ બ્લડકોટ બને છે. એ મોટો થઈ જાય તો પહેલેથી જ એ સાંકડી જગ્યા પુરાઈ જતાં ત્યાંથી લોહી આગળ જઈ ન શકે અને શરીરના એ ભાગને લોહીનો પુરવઠો મળી ન શકે. આથી ઑક્સીજન અને પોષક તત્ત્વો પણ મળી ન શકે. જો આ ક્લોટ હૃદયને લોહી પહોંચાડનાર રક્તવાહીનીમાં થાય તો હૃદયને પોષણ ન મળતાં હાર્ટએટેક થાય. જો એ ક્લોટ મગજને લોહી પહોંચાડનાર નળીમાં થાય તો સ્ટ્રોક થાય.

આ ક્લોટવાળી રક્તનળીને એન્જીઆપ્લાસ્ટ નામની પ્રક્રીયા વડે પહોળી કરવામાં આવે છે. એમાં એક વાયર ઘુસાડવામાં આવે છે. એ વાયર દ્વારા એક બલુનકેથેટર મુકવામાં આવે છે. બલુનમાં હવા પુરવાથી લોહીની નળીનો જે સાંકડો થઈ ગયેલો ભાગ હોય છે તે ખુલી જાય છે. કેટલીક વાર આ રીત કામ કરી શકે તેમ ન હોય તો જેને ટેન્ટ કહેવામાં આવે છે તે એ વાયર દ્વારા દાખલ કરવામાં આવે છે. ટેન્ટ મુકતી વખતે જે પ્રવાહી દાખલ કરવામાં આવે છે તે સ્ટીકી હોય છે. આથી એ ચોંટી જાય છે. અને રક્તનળીમાં એ ટેન્ટ કાયમ માટે રાખી શકાય છે. એનાથી રક્તવાહીની નળી પહોળી રહે છે. (ચીત્રો જોવા માટે ઉપર આપેલ વીડીઓ લીન્ક ખોલી શકો)

હૃદય દર મીનીટે ૭૦ વખત ધબકે છે. મનુષ્યના જીવનકાળ દરમીયાન એ ૨ અબજ ૫૦ લાખ (.૫ બીલીઅન) વખત ધબકે છે. આમ છતાં રક્તવાહીનીઓને કોઈ હાની પહોંચતી હોતી નથી, કેમ કે એની બનાવટ એ રીતની હોય છે.


2 Responses to “બ્લડપ્રેશરની કેટલીક અગત્યની માહીતી”

  1. pareejat Says:

    B.P CHHE KE NAHI E KEVI RITE KHABAR PADE?

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    જો તમે હાઈ બ્લડપ્રેશર કે લો બ્લડપ્રેશર છે કે કેમ તે આપણા શરીર પર એની કઈ અસર થઈ હોય તો જાણી શકાય એમ પુછતા હો તો એનો જવાબ સરળ નથી. કેમ કે હાઈ બ્લડપ્રેશર હોય છતાં એની કોઈ જ અસર શરીર પર ઘણા સમય સુધી માલમ ન પડે એવું બની શકે. લો બ્લડપ્રેશર હોય તો સામાન્ય રીતે ચક્કર આવે છે, બેચેની જેવું લાગે, પણ બધા કીસ્સામાં એવું બને જ એમ કહી ન શકાય. આથી અમુક ઉમ્મર પછી નીયમીત રીતે બ્લડપ્રેશર માપવાની સલાહ આપવામાં આવે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: