ગાંધીજીનો એક પ્રસંગ

ગાંધીજીનો એક પ્રસંગ

(બ્લોગ પર તા. ૧૫૧૧૧૫)

ચીત્રલેખા દીપોત્સવી અંક ૨૦૧૫માંથી સાભારs

ગાંધીપ્રેમી વયોવૃદ્ધ કાર્યકર્તા ગુણવંતભાઈ પુરોહીત હાલ ૯૭ વર્ષની વયે પણ તંદુરસ્ત જીવન વ્યતીત કરે છે. તેમણે અમરેલી પાસેના બાબાપુર ગામમાં એક સરસ્વતી સર્વોદય મંદીર નામની શૈક્ષણીકસામાજીક સંસ્થાનું સંવર્ધન કર્યું છે અને હાલ નીવૃત્તી જીવન ત્યાં જ પસાર કરે છે. ગાંધીજી સાથેના એમના જીવનનો એક સુંદર પ્રસંગ ચીત્રલેખાના આ વખતના એટલે કે ૨૦૧૫ના વર્ષના દીપોત્સવી અંકમાં આપવામાં આવ્યો છે. આઝાદીની ચળવળ વીષે મેં મારા બ્લોગમાં લખ્યું છે, અને એ મારા રસનો વીષય છે.

ગુણવંતભાઈને આઝાદી મેળવવાની તાલાવેલી બહુ નાનપણથી હતી. એ માટે ગાંધીજીનું માર્ગદર્શન મેળવી વધુ સજ્જ થવા એમણે એક વર્ષ વર્ધામાં ગાળ્યું હતું. ગાંધીજી એ અરસામાં સેવાગ્રામમાં રહેતા હતા. દર શનીરવીવારે ગાંધીજી તાલીમાર્થીઓ તેમ જ ઈતર લોકોને વાતચીત માટે મળતા. આથી ગુણવંતભાઈ વર્ધાથી પાંચ માઈલ ચાલીને સેવાગ્રામ બાપુને મળવા જતા. એક વખત ગાંધીજીને એમણે પુછ્યું, “બાપુ આમ રેંટીયો કાંત્યે તે કંઈ આઝાદી મળે?”

બાપુએ શાંત રહીને જવાબ આપ્યો, “ભાઈ તમે કુસ્તી જાણતા લાગો છો. તમે તમારા હરીફને પછાડવા માટે કયો દાવ અજમાવો કહો જોઉં?

ગુણવંતભાઈએ કહ્યું, “એને જે ન આવડતો હોય તે.”

બાપુ કહે, “તો પછી બસ, આ અંગ્રેજોને બંદુક ચલાવતાં આવડે છે, રેંટીયો નથી આવડતો.”

એકવાર ગુણવંતભાઈએ પુછ્યું, “બાપુ કેમ નીરાશ દેખાઓ છો?”

અને ગાંધીજીએ કહ્યું, “ના, જરાય નહીં. હું નીરાશ નથી. હું ક્યારેક બે ડગલાં પાછળ હટું તો પણ ચાર ડગલાં આગળ વધવા માટે જ.”

Advertisements

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: