વાતરોગ

રોગોનો ઉપચાર તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવો. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે, જાતે ઉપચાર કરવા માટે નહીં.

વાતરોગ

(બ્લોગ પર તા. ૧૨૨૦૧૫ )

જે કફ ઘટ્ટ થઈ નાક, ગળા, આંતરડાં અને સાંધામાં ચોંટે છે તેને આમ કહે છે. વાના રોગમાં વાયુવીકાર ઉપરાંત વત્તા કે ઓછા પ્રમાણમાં આ કફ કે આમ પણ હોય છે જ. જ્યારે આમનું પ્રમાણ વધી જાય, શરીરના કોષેકોષમાં ફેલાઈ જાય અને દરેક કોષને બગાડી મુકે ત્યારે આ વ્યાધીને આમવાતકહે છે. વાતવ્યાધીમાં આમ સાથે હોવાથી એ જલદી મટતો નથી હોતો. આથી આ પ્રકારનો કોઈ પણ વ્યાધી મહાવ્યાધી ગણાયછે.

વાતવ્યાધી મટાડવા માટે કોઈ પણ પ્રકારના લોટમાંથી બનાવેલી આહારની ચીજો છોડી દેવી. વાયુ કરનાર પદાર્થો અને ઠંડી ચીજો લેવી નહીં. રોટલા, રોટલી, પુરી જેવી કોઈ પણ ચીજ લેવી નહીં. જ્યાં સુધી રોગમાંથી મુક્તી ન મળે ત્યાં સુધી માત્ર દાળ, ભાત, ખીચડી, શાક ખાવાં, અને દવા લેવી.

આહારમાં તુવેરની દાળ, મગની દાળ, મગ, મગનું પાણી, ચડી અને પસંદ કરેલાં શાક જ લેવાં. શાકમાં સૌથી પ્રથમ પસંદગી વેંગણ, પછી સરગવો, મુળા, મોગરી, સુવાની ભાજી, પાલખ (સ્પીનીચ), મેથીવાળું શાક, મેથીની ભાજી. વળી દુધી, પરવળ, તુરીયાં, ગલકાં પણ થોડા પ્રમાણમાં ચાલે. આમાં પણ જે શાક તમારી પ્રકૃતીને વાયુકારક જણાતાં હોય તે ન લેવાં. બીજાં બધાં શાક બંધ કરવાં. કંદમાં લસણ અને સુરણની છુટ છે. ખાઈ શકાય એ રીતે લસણ ખાાવું. જેમ કે તેલમાં બ્રાઉન થાય તેટલું ગરમ કરીને જમતી વખતે લસણ લઈ શકાય. વાના રોગોનો લસણ શત્રુ છે. આમ છતાં જેમને લસણથી ગરમીની તકલીફ થતી હોય તેમણે એનું પ્રમાણ ઘટાડવું કે પોતાને માફક આવે તેટલું જ લેવું.

બીજી મહત્ત્વની બાબતોમાં દુધ બને તેટલું ઓછું લેવું, ખટાશ અને તળેલી ચીજો બંધ કરવી. વાસી ખોરાક ન ખાવો.

જેમ બને તેમ તેલનો ઉપયોગ કરવો. તેલ ગરમ કરી તેમાં લસણની સાતઆઠ કળી ફોલીને નાખવી. જેમને લસણ વધુ ગરમ પડતું હોય તેમણે આ તેલનો ઉપયોગ કરવો. આ તેલ ખચડીમાં ખાઈ શકાય. તેલ બને ત્યાં સુધી તલનું કે સરસીયું વાપરવું.

મહારાસ્નાદી ક્વાથ સવારે ઉકાળી ગાળીને તેમાં ૫ ગ્રામ સંુઠ નાખી ૧થી ૨ તોલા દીવેલ ઉમેરી પી જવું. સાંજે ફરીથી સવારના કુચામાં પાણી નાખી ઉાકાળી માત્ર સુંઠ નાખીને પીવું, સાંજે દીવેલ ન લેવું.

રોગના પ્રમાણ અનુસાર આ ઉપચાર કરતા રહેવાથી કદાચ એમાંથી છુટકારો મળી શકે.

Advertisements

ટૅગ્સ:

6 Responses to “વાતરોગ”

 1. vbgohel@hotmail.com Says:

  Naturopathy gives good results in vat rog. One requires detoxification of the body. All dairy products should be avoided.Ginger, termaric,black and red pepper are useful.Garlic is best.

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

 3. NARESHKUMAR RAMESHCHANDRA SALVI Says:

  Dear sir,
  iI am regular reader of your write ups, f you have any write up on mixture of methi dana, ajmo ane kali jeeri and its beneifts on health than please mail me the details. regards, NARESH R. SALVI

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે નરેશભાઈ,
  મારા બ્લોગની આપ મુલાકાત લો છો જાણી આનંદ થયો. આપનો હાર્દીક આભાર.
  દીલગીર છું કે મેથીદાણા, અજમો અને કાળીજીરીના મીશ્રણના લાભો મારી જાણમાં નથી. મારા બ્લોગમાં મેં એ દરેક ઔષધના અલગ અલગ ઉપયોગો બતાવ્યા છે, પણ આ ત્રણના મીશ્રણની કેવી અસર થાય તેની કોઈ માહીતી હું આપી શકું તેમ નથી, તે બદલ ક્ષમાયાચના.

 5. ગાંડાભાઈ વલ્લભ Says:

  જો આપના જાણવામાં આવે અને મને જણાવશો તો આપનો આભારી થઈશ.

 6. G.K.JADAV Says:

  કાળીજીરીના ઉપયોગો જાણીને આનંદ થયો ……..તમારો આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: