વાયુવીકાર અને કસરત

વાયુવીકાર અને કસરત

(બ્લોગ પર તા.૩-૧-૨૦૧૬)

વાયુવીકાર પર કસરતની જે અસર થાય છે તેના વીષે મારા અનુભવ મુજબ થોડું લખું છું. મને સ્મરણ છે કે વાયુની તકલીફ હું બહુ નાનો હતો ત્યારથી છે. એટલે કહી શકાય કે મારી વાયુપ્રકૃતી છે. જેને નળબંધ વાયુ કહેવામાં આવે છે તે મને નાની ઉમ્મરે પણ સતાવતો રહેલો. એના ઘરગથ્થુ ઉપાય મારા મા કરતાં અને સારું થઈ જતું. મને ખ્યાલ છે ત્યાં સુધી અરીઠાનું ફીણ મારા પેટ પર ચોપડવામાં આવતું. પણ મારે વાત કરવી છે વાયુની તકલીફમાં કસરતની જે અસર થાય તેને વીષે. વાયુનાશક ઔષધો વીષે તો મેં આ પહેલાં લખ્યું છે.

ચાલવાની કસરતની વાયુવીકાર પર સારી અસર થાય છે એમ મેં અનુભવ્યું છે. માત્ર એકાદ કીલોમીટર ચાલવાથી પણ લાભદાયક અસર અનુભવાય છે. એમાં ચાલવાની ઝડપ સામાન્ય હોય તો પણ અનુકુળ અસર મેં અનુભવી છે. વધુ ઝડપથી ચાલવાથી વીશેષ સારી અસર અનુભવાશે. વેલીંગ્ટન ઈન્ડીયન એસોસીયેશનના યુવાનો સાથે હું ઉનાળામાં ચાલવા જાઉં છું. એ વખતે મારા એકબે વધુ ઉમ્મરવાળા મીત્રોને લાંબા અંતર સુધી ચાલ્યા પછી એટલે કે લગભગ ચાર-પાંચ કલાક ચાલ્યા બાદ બહુ જ દુખદાયક અંગ્રેજીમાં જેને ક્રેમ્પ્સ કહે છે, જેને અમારી ગામઠી બોલીમાં વોંટ આવે કહે છે તે દુખાવો થતો મેં બેત્રણ વાર જોયો છે. આયુર્વેદ મુજબ આ દુખાવાનું કારણ વાયુ હોય છે. વધુ ચાલવાથી વાયુ દુર થવાને બદલે દુખાવો કેમ કરે છે?

એનું કારણ કદાચ ચાલવાથી શરીરમાં ભરાયેલો જે વાયુ બહાર નીકળી શક્યો ન હોય કે વધુ પ્રમાણમાં હોય તે હોઈ શકે. એ વખતે એક વાર મારા એક મીત્રને મેં બાહ્ય પ્રાણાયામ કરવા જણાવ્યું અને એમનો દુખાવો જતો રહ્યો હતો. ચાલતાં ચાલતાં કોઈક વાર પગના ઘુંટણમાં કે પગના બીજા કોઈ અન્ય ભાગમાં દુખાવો થવા માંડે ત્યારે હું ચાલતાં ચાલતાં જ બાહ્ય પ્રાણાયામ કરવાનું ચાલુ કરી દઉં છું અને મારો દુખાવો ગાયબ થઈ જાય છે એ મેં અનુભવ્યું છે.

વાયુવીકારમાં લાભ કરનારી બીજી કસરત યોગનાં આસનો છે. મારા બ્લોગમાં મેં હું જે આસનો કરું છું તેના વીષે લખ્યું છે. શરુઆતમાં તાડાસન વગેરે કર્યા પછી હું શીર્ષાસન, સર્વાંગાસન, હલાસન વગેરે કેટલાંક આસનો કરું છું. આવાં બેપાંચ આસનો કરવાથી જ વાયુવીકાર દુર થતો મેં અનુભવ્યો છે.

ત્રીજી કસરત રમતો રમવી તે છે. અત્યારે મારી પ્રીય રમત ટેબલ ટેનીસ છે, જે હું રમું છું. અહીં એક વાત કહેવા જેવી મને લાગે છે. ઘણાં વર્ષો પહેલાંની વાત છે. દેશમાં હતો ત્યારે હું વોલીબોલ રમતો. અહીં આવ્યા પછી કેટલાંક વર્ષો બાદ એક વોલીબોલ ક્લબમાં જોડાયો, ત્યારે મને કહેવામાં આવેલું કે ઘણા લોકો જોડાય છે, પણ પહેલી વાર રમ્યા પછી મોટા ભાગના લોકો ફરી રમવા આવતા નથી, કેમ કે પહેલી જ વાર રમવાને લીધે પગ એવા દુખે કે ફરી રમવાનું નામ લેતા નથી. મારા અનુભવમાં મને વોલીબોલ રમવાથી કશો જ દુખાવો થયો ન હતો કે ખાસ કશો થાક લાગ્યો ન હતો. પરંતુ જ્યારે લાંબા ગાળા બાદ હું ટેબલ ટેનીસ રમ્યો ત્યારે મને થાક પણ ઘણો લાગ્યો હતો, એટલું જ નહીં પગમાં બીજે દીવસે દુખાવો થયો હતો. કદાચ કોઈકને એમ લાગે કે મારી ઉમ્મરને કારણે એમ થયું હશે. પણ હું માનું છું કે ટેબલ ટેનીસ રમવાથી વોલીબોલ કરતાં વધુ શ્રમ પડે છે.

ઘરે એકલા એકલા ટેબલને દીવાલ નજીક રાખી ટેબલ ટેનીસ રમવાથી પણ વાયુવીકારમાં લાભ થાય છે એ મેં અનુભવ્યું છે, કેમ કે એ રીતે પણ શરીરમાં ગરમાવો પેદા થાય છે.

મારા અનુભવમાં તો મને સવારમાં કમરમાં દુખાવો થતો હતો, છતાં ટેબલ ટેનીસ રમવા ગયો. રમતાં રમતાં થોડી જ વારમાં દુખાવો ગાયબ થઈ ગયો. આ માત્ર મારો કોઈ એક જ વખતનો અનુભવ નથી, ઘણી વાર આમ થયું છે. હાલ હું માત્ર ટેબલ ટેનીસ જ રમું છું, આથી બીજી કોઈ રમત-સ્પોર્ટ્સમાં આ પ્રકારની પોઝીટીવ અસર થાય છે કે કેમ તેની મને ખબર નથી, પણ મને લાગે છે કે બીજી ઘણી બધી સ્પોર્ટ્સમાં પણ વાયુવીકાર પર પ્રભાવક અસર થતી હોવી જોઈએ. અન્ય સ્પોર્ટ્સ રમનારા પોતાના અનુભવ જણાવે તો જેમને વાયુવીકાર સતાવતો હોય તે લોકો સ્પોર્ટ્સમાં ભાગ લેવાનું કદાચ વીચારે અને રમત ઉપરાંત પોતાના સ્વાસ્થ્યનો આનંદ પણ માણી શકે.

Advertisements

ટૅગ્સ:

7 Responses to “વાયુવીકાર અને કસરત”

 1. jugalkishor Says:

  સરસ માહીતી.

  પ્રવૃત્તી માત્ર આમ જોવા જઈએ તો વાયુ સાથે સીધો સંબંધ ધરાવે છે. રજોગુણ અને વાયુને પણ સંબંધ હોવો જોઈએ. વાયુનાશક ઉપાયોમાં દ્રવ્યો દ્વારા સ્નીગ્ધતા અને આરામ દ્વારા વાયુશમન થવું જોઈએ. પરંતુ કસરતથી પ્રગટતી ગરમી વાયુનાશનું કારણ બની શકે. ઉષ્ણતા વાયુનાશક ગણાય.

  નાનપણમાં બહુ દોડવાથી પેટમાં આંટી પડી જવાનું બનતું. એ વખતે દુંટીની આજુબાજુ તીવ્ર દુખાવો થતો. એટલે સુધી કે ટટાર ઉભું ન રહી શકાય ! આવે સમયે શીખવાડાયા મુજબ દુંટીમાં થુંક ભરી દેવાથી સેકન્ડોમાં આરામ થઈ જતો અનુભવ્યો છે !! એવો જ નુસખો જે આટલાં વર્ષો પછી પણ કામ લાગે છે તે હાથેપગે ખાલીચડી જાય અને હાથપગના અસ્તીત્વનુંય ભાન ન રહે ત્યારે જે તે હાથ કે પગને નજીક ખેંચી લાવીને ખોટા પડી ગયેલા હાથ કે પગના દરેક નખને થુંકથી પલાળી દેવાથી સેકન્ડોમાં રાહત થઈ જતી અનુભવી છે !

  વાયુનાશ માટેના આ ગજબના નુસખા ગણાય.

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે જુગલકીશોરભાઈ,
  આપની કીમતી માહીતી માટે હાર્દીક આભાર.
  બાહ્ય પ્રાણાયામ કરવાથી પણ શરીરમાં ગરમી પેદા થાય છે. અહીં શીયાળામાં ઠંડી લાગતી હોય ત્યારે બાહ્ય પ્રાણાયામ કરવાથી ગરમાવો અનુભવાય છે.

 3. vbgohel@hotmail.com Says:

  When we walk fast for long the calf musales require more blood. The BAHYAPRANAYAM increases blood circulation and hence the benefit.For aged people who take the statin group of medicines,the cramps are a side effect. According to ayurved,heavy exercise causes VAYU PRAKOP.

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thank you very much for your valuable comment.

 5. સુનીલભાઇ Says:

  ખરેખર લેખ વારાી મજા પડીગઈ….

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે સુનીલભાઈ, આપની પ્રોત્સાહક કૉમેન્ટ માટે હાર્દીક આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: