વીવેક

એપ્રીલ ૨૦૧૫ના ‘એકમેક’ અંકમાંથી સાભાર. શ્રી. જવાહરભાઈ પરીખ અને લીનાબેન પરીખના સૌજન્યથી. તથા શ્રી ઉત્તમભાઈના પ્રોત્સાહન થકી. આ છે એમનો સુંદર પ્રતીભાવઃ

Thanks for reading ‘Ekmek’ and for good response. You may print the contents and that too in Jodani you may like. We want that our gujarati people must read and take interest. We want to see Gujarati language alive and going strong.

Jawahar parikh

‘એકમેક’માં રસ દાખવવા બદલ અને સરસ પ્રતીભાવ માટે આભાર. એમાંની વીગતો તમે છાપી શકો અને તે પણ તમને ઠીક લાગે તે જાડણીમાં. અમે ઈચ્છીએ છીએ કે આપણા ગુજરાતી લોકોએ વાંચવું જોઈએ અને રસ લેવો જોઈએ. અમે ઈચ્છીએ કે ગુજરાતી ભાષા જીવંત રહે અને વધુ સમૃદ્ધ થાય.- જવાહર પરીખ

વીવેક

વીશ્વમાં જો કોઈ વધુ ને વધુ જીવનોપયોગી તત્ત્વ હોય તો તે વીવેક છે. દીપોત્સવીના શારદાપુજનમાં ચોપડાના પેજ ઉપર એક જ શબ્દ લખવો જોઈએ – વીવેક

એક સન્નારી ચોમાસામાં ફરવા નીકળ્યાં અને વરસાદ ટપકી પડ્યો. સન્નારી એક સ્ટોરના દ્વારે ઓટલા ઉપર ઉભાં રહી ગયાં. સ્ટોરના કર્મચારીઓ એક પછી એક જવા લાગ્યા. સહુની નજર સન્નારી પર હતી, સૌ લાચારીને વશ થઈ ઘેર ચાલ્યાં ગયાં. છેલ્લા એક કર્મચારી કે જે સ્ટોર બંધ કરી જવાના હતા તેમણે બહાર આવતાં જ સન્નારીને જોયાં અને વીનયપુર્વકની વીવેકવાણીથી કહ્યું, ‘આપશ્રી અહીં સ્ટોરમાં પધારો. ઘડી બેસો ત્યાં વરસાદ રહી જશે.’ સન્નારીએ આભાર વ્યક્ત કર્યો.વરસાદ થંભી ગયા પછી સન્નારીએ કહ્યું, ‘આ મારું વીઝીટીંગ કાર્ડ. મને કાલે મળજો.’ પેલા કર્મચારી સન્નારીના ઘરે ગયા. એ વૈભવશાળી બંગલો હતો. કર્મચારીને આદર આપી સન્નારીએ કહ્યું, ‘ભાઈ, સ્કોટલેન્ડમાં મારી મોટી મીલકત છે. તેના મુખ્ય વ્યવસ્થાપક તરીકે હું તમારી નીમણુંક કરવા ઈચ્છું છું.’ કર્મચારીના પ્રારબ્ધનાં દ્વાર તેના વીવેકે ખોલી આપ્યાં. આ સન્નારીનું શુભ નામ હતું ‘શ્રીમતી કાર્નેગી.’

 

સુવાક્યો: ૧. હાલ તુરત જે નાનાં કામ તારી સામે આવ્યાં હોય તે કરવા માંડ, પછી મોટાં કામ તને શોધતાં આવશે.

૨. પ્રવૃત્તી આપણને છોડે તે કરતાં સમજીને પ્રવૃત્તી છોડવી સારી.

Advertisements

ટૅગ્સ:

5 Responses to “વીવેક”

 1. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thanks tanknalinbhai.

 2. Arvind Dullabh Says:

  Dear Gandabhai and Arjunbhai

  Gandabha, Thank you for sending us nice educational articles.

  I am going to India on 15 Jan (pm) for six weeks or so. We will keep in touch through Email. I am hoping to see you Arjunbhai in India.

  My phone number in Machhad Tad falia is 0091 2637 263302. Arjunbhai please send me your mobile number as I will try and contact you.

  Very best wishes to you both.

  Shubh Manokamana Sahit

  Arvindbhai

  From: Gandabhai Vallabh Reply-To: Gandabhai Vallabh Date: Monday, 11 January 2016 8:15 pm To: Arvind Dullabh Subject: [New post] વીવેક

  WordPress.com ગાંડાભાઈ વલ્લભ posted: “વીવેક એપ્રીલ ૨૦૧૫ના ‘એકમેક’ અંકમાંથી સાભાર. શ્રી. જવાહરભાઈ પરીખ અને લીનાબેન પરીખના સૌજન્યથી. તથા શ્રી ઉત્તમભાઈના પ્રોત્સાહન થકી. આ છે એમનો સુંદર પ્રતીભાવઃ Thanks for reading ‘Ekmek’ and for good response. You may print the contents and that too in Jodani”

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર અરવિંદભાઈ. તમારી ભારત યાત્રા સર્વ રીતે સફળ, આનંદદાયક અને સુખરુપ નીવડે એવી શુભેચ્છા. ત્યાં મારા ભાઈ મુ. છીબાભાઈ તથા અન્ય સહુ પરીચીતને મારી યાદ પાઠવવા વીનંતી.

 4. મનસુખલલ ગાંધી, યુ.એસ.એ. Says:

  વીવેક વિષે બહુ સુંદર પ્રોત્સાહજનક સલાહ આપી છે.

 5. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપનો હાર્દીક આભાર મનસુખલાલભાઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: