ચોકલેટ

ચોકલેટ

(બ્લોગ પર તા. 14-1-2016 )

(નોંધ: આ લેખ વાંચવાની શરુઆતથી જ કોઈ નીર્ણય પર આવશો નહીં, લેખ પુરો વાંચવા વીનંતી.)

હાલમાં થયેલાં સંશોધનો અનુસાર ચોકલેટમાં રહેલાં અમુક તત્ત્વો હૃદયની બીમારીથી બચાવે છે. સંશોધકો કહે છે કે ચોકલેટ ખાવાથી મગજમાં એન્ડર્ફીન નામનો પદાર્થ ઉત્તપન્ન થાય છે જે દર્દશામક તરીકે કામ કરે છે. વળી ચોકલેટ ખાવાથી ભુખ ઉઘડે છે, છતાં વજન વધતું નથી. ચોકલેટમાંની ખાંડ સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ કરી શકે અને એની મગજ પર શાતાદાયક તથા દર્દનાશક તરીકે પણ અસર અનુભવી શકાય.

ચોકલેટથી ત્વચાની કોઈ સમસ્યા થવાની શક્યતા નથી. એનો બીજો મહત્ત્વનો લાભ તો માથાના સખત દુખાવા(માઈગ્રેન) સામે રક્ષણ મળે તે છે. હા, એ ખરું કે એનું વધુ પડતું સેવન કરવું ન જોઈએ. જો પ્રમાણસર ખાવામાં આવે તો આયુષ્યમાં લગભગ એક વર્ષનો ઉમેરો થઈ શકે એવું સંશોધકોનું તારણ છે. ચોકલેટ હૃદયરોગના જોખમમાં પણ નોંધપાત્ર ઘટાડો કરે છે.

પણ આ સંશોધનો કેટલાંક વીશ્વાસપાત્ર ગણી શકાય?

બારીકાઈથી નીરીક્ષણ કરતાં ખબર પડશે કે જે સંશોધનો ચોકલેટ બનાવતી કંપનીઓની આર્થીક સહાય લઈને કરવામાં આવ્યાં છે તેને તો બાકાત જ કરી દેવાં પડે. બાકી રહેલાં સંશધનોનાં પરીણામો વીરોધાભાસી જોવામાં આવે છે. અપેક્ષા મુજબ કોકોમાં રહેલાં અમુક તત્ત્વો સ્વતંત્રપણે અમુક પ્રકારનો સ્વાસ્થ્ય લાભ કરતાં જણાયાં છે. આહાર બાબતનાં સંશોધનોમાં સામાન્ય રીતે આહારના ઘટકોને અલગ અલગ તપાસવામાં આવે છે, પણ એ ઘટકો કંઈ આપણે ખોરાક લઈએ ત્યારે એકલાં-અટુલાં નથી હોતાં. એની સાથે બીજા વધુ જટીલ પદાર્થો પણ ખાવામાં આવતા હોય છે. કોકોના સંશોધનમાં કેટલાંક પરીણામો અનુકુળ આવ્યાં હતાં કેમ કે બીજાં ઘટકો જે કોકોના પ્રભાવક ઘટકની અસર નાબુદ કરે તે મોજુદ ન હતાં.

જો આપણે શુદ્ધ કોકો જ વાપરીએ તો આપણને કોકોના કેટલાક ગુણકારી લાભ મળી શકે. જેમ કે બ્લડપ્રેશર કે ડાયાબીટીસમાં ફાયદો. પરંતુ મોટા ભાગના લોકો તો ચોકલેટના રુપમાં કોકોનો ઉપયોગ કરે છે, જેમાં સ્વાસ્થ્યને હાનીકરાક એવાં વધારાની ખાંડ, કોર્ન સીરપ, દુધની મલાઈ, થીજાવેલાં તેલ વગેરે પણ હોય છે. ખરેખર એમાં કોકોનું પ્રમાણ તો ૨૦%થી પણ ઓછું હોય છે. આમ ચોકલેટ સ્વાસ્થ્યને લાભકારક હોય છે એમ કહેવું બરાબર નથી.

ખાંડ દર્દશામક હોવાનો જે દાવો કરવામાં આવ્યો છે તે શંકાસ્પદ છે. એ ભ્રમ શીશુઓને ઈન્જેક્શન આપતાં પહેલાં સુક્રોઝનું પ્રવાહી આપવાથી એમને ઓછું દર્દ થાય છે એ અનુભવના આધારે પેદા થયો છે. પણ ખાંડ કંઈ દાંતના દુખાવામાં કે માથાના દુખાવા વખતે દર્દશામકની જગ્યા લઈ શકે? મને નથી લાગતું. કોકો અને ખાંડથી ખીલ કે ચામડીના અન્ય વીકાર થતા નહીં હોય પણ ચોકલેટમાંની ખાંડ તો જો કોઈને ખીલ કે ચામડીની અન્ય સમસ્યા હોય તેને વધુ બદતર બનાવે એમાં કોઈ શંકા નથી. પ્લેસીબો ગોળી વડે પ્રયોગ કરતાં માલમ પડ્યું છે કે ખરેખર તો ચોકલેટમાંનાં કેફીન અને થીયોબ્રોમાઈડ જેવાં રસાયણો માઈગ્રેન જેવો માથાનો દુખાવો પેદા કરે છે, કેમ કે આ રસાયણો મગજમાં પહોંચતા લોહીને અસ્તવ્યસ્ત કરી દે છે. મધ્યમસર ચોકલેટનું સેવન કરવાથી આયુષ્યમાં વધારો થાય છે એ કથન તો ખરેખર સંશોધન કરનારા પોતાને ઠીક લાગે તે ગમે તેને સાબીત કરવા આંકડાઓ સાથે કેવી રમત ખેલે છે તેનું બહુ જ રસદાયક ઉદાહરણ છે.

ચોકલેટનો વ્યવસાય કરનારા સંશોધન કરનારાઓની પાસે એમને જે પરીણામ જોઈતું હોય તે લાવી આપવા માટે સંશોધન કરાવે છે. પછી એ લોકો સમાચાર માધ્યમો દ્વારા અને ચોકલેટ વેચનારા સ્ટોરોમાં ચોપાનીયાં ચોડી “ચોકલેટ સ્વાસ્થ્ય માટે લાભકારક છે” એવો પ્રચાર કરે છે, જેને સાયન્સ સાથે કે સત્ય – તથ્ય સાથે નાહવા નીચોવવાનો કોઈ સંબંધ હોતો નથી. એમ તો તમાકુની પણ આંતરડાના ચાંદા પર અને પાર્કીન્સન પર સારી અસર થતી હોવાનું માલમ પડ્યું છે, એટલે શું ધુમ્રપાન કરવાની સલાહ આપી શકાય?

પોષણની દષ્ટીથી જોઈએ તો ચોકલેટ આઈસક્રીમ કે ડોનટ જેવો જ નકામો – જન્ક આહાર છે. જો એનું વધુ પ્રમાણમાં સતત સેવન કરવામાં આવે તો એ એટલો જ નુકસાનકારક અને વજન વધારનાર છે. કોઈ કોઈ વાર એનો થોડા પ્રમાણમાં આનંદ માણવાની કોઈ ના નહીં, પણ જો આહારનીષ્ણાતો સ્વાસ્થ્યલાભ માટે ચોકલેટ ખાવાનું કહેતા હોય તો તેમના સંશોધન વીશ્વાસપાત્ર કહી શકાય નહીં. ખાસ કરીને જ્યારે ડાયાબીટીસ અને વધુ પડતા વજનની સમસ્યા વીશ્વવ્યાપી અને કાબુ બહાર જઈ રહી છે ત્યારે.

ડાર્ક ચોકલેટમાં ચરબી તરીકે માત્ર કોકો બટર જ હોય છે, દુધ કે બીજી કોઈ ચરબી હોતી નથી. એટલે કે એમાં વધારાની ઉમેરેલી ચરબી નથી હોતી પણ કોકોમાં રહેલી કુદરતી ચરબી હોય છે, જે વજન વધારવામાં બહુ ભાગ ભજવતી નથી. પણ જો ચોકલેટમાં ફુલક્રીમ મીલ્ક હોય કે બીજી કોઈ ચરબી ઉમેરવામાં આવી હોય તો તેની હાનીકારક અસર જરુર થશે. હાનીકારક કૉલેસ્ટરોલ ડાર્ક ચોકલેટ ખાવાથી વધતું નથી એવા હરખાવા જેવા સમાચાર હોવા છતાં એ યાદ રાખવું જોઈએ કે ડાર્ક ચોકલેટ પણ કૅલરીથી ભારોભાર લદાયેલો ખોરાક છે. આથી એનાથી હાર્ટઍટેકનું જોખમ નહીં હોય તો પણ શરીરમાં વધારાની કૅલરી પ્રવેશે છે તેનું ધ્યાન રાખવું જરુરી છે.

વળી ચોકલેટમાં મુખ્ય નંબર વન ઘટક ખાંડ હોય છે. ચરબી કરતાં ખાંડ સ્વાસ્થ્ય માટે ખુબ જ વધુ હાનીકારક છે. ખાંડને લીધે થતી બીમારીઓ ઘણી બધી છે. થોડાં નામો જોઈએ. હૃદયરોગ, ડાયાબીટીસ, મનોરોગ, સોજા, દાંતનો સડો, બ્લડકેન્સર, વધુ પડતું વજન, રોગપ્રતીકારક શક્તીમાં અવરોધ વગેરે વગેરે. આ યાદી ઘણી લાંબી છે. આથી ખાંડનું સેવન કરતાં પહેલાં સાવચેત થઈ જજો. ખોટા પ્રચારની ભ્રમણામાં ફસાશો નહીં.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “ચોકલેટ”

  1. vbgohel@hotmail.com Says:

    Good alert.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    Thank you very much V. B. Gohel for your comment .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: