ચાય અને લાગણી

Sekar

(બ્લોગ પર તા. 15-1-2016)

શ્રીમતી સોમા બસુ અને ‘ધ હીન્દુ’ના સૌજન્ય અને પરવાનગીથી Daily Good બ્લોગમાં તા-15-2-2014ના રોજ પ્રગટ થયેલા લેખનું ગુજરાતી રુપાંતર કરનાર ગાંડાભાઈ વલ્લભ (ન્યુઝીલેન્ડ)

(આ લેખ મને ગમ્યો, અને મારા બ્લોગ પર મુકવાની પરવાનગી મેં Daily Goods પાસે માગી હતી. એમણે મને શ્રીમતી સોમા બસુ અને ‘ધ હીન્દુ’ની પરવાનગી લેવાનું કહ્યું હતું. શ્રીમતી બસુએ પહેલાં ન્યુઝીલેન્ડની મુલાકાત પણ લીધી હતી, અને બહુ ખુશીથી એમણે મને પરવાનગી આપી. એ માટે એમનો આભાર.)

આપણે કોઈ મહાન કામ ન કરી શકીએ તો યે લાગણીભીનું નાનું સરખું કામ તો કરી શકીએ – મધર ટેરીસા

આર. શેખર ફોટો પડાવતી વખતે પણ શર્ટ પહેરવાને બીલકુલ રાજી નથી. એની બંડીમાંના છીદ્ર પ્રત્યે મેં એનું ધ્યાન દોર્યું. “હા એ હું છું.” એ સાવ બેફીકરાઈથી કહે છે.

એના મોં પર મેં અણગમાનો ભાવ જોયો. એને પોતાને વીષે, એના ફેમીલી વીષે કે એના કામ વીષે વાત કરવાનું એને ગમતું નથી. એ અત્યંત ઓછું બોલે છે. એની ચાયની દુકાન એ બરાબર સવારે ૪-૩૦ વાગ્યે અચુક ખોલી દે છે. રાતપાળી કરતા લગભગ બે ડઝન જેટલા રખેવાળોને એ પોતાની ગરમાગરમ ચાયનો પહેલો રાઉન્ડ પીવડાવે છે. રાત્રે ૧૧-૦૦ વાગ્યા સુધી એ પોતાની દુકાન ખુલ્લી રાખે છે. એની દુકાનમાં રોજના ૩૦૦ કપ ચાય-કોફી ઉપરાંત બીસ્કીટ, કેક, લાડુ અને બીજું ચવાણું વેચાય છે.

હા, એનો મીનાક્ષી કોફીબાર એના બે ભાઈઓ સાથે એ ચલાવે છે. તે લોકોમાં પ્રખ્યાત છે એટલા માટે નહીં કે એ સ્વાદીષ્ટ ચવાણુ વેચે છે. એટલા માટે પણ નહીં કે એ સેંકડો કપ ચા-કૉફીના વેચે છે, પણ શેખર પ્રખ્યાત છે એના દયાળુ સ્વભાવને લીધે.

સવારમાં દરરોજ રક્તપીત્ત પીડીત ઈસાકી એની ટ્રાઈસીકલ પર આવે છે અને એની દુકાન પાસે થોભે છે. શેખર એને પ્લાસ્ટીકના કપમાં ચાય અને બીસ્કીટ આપે છે. બંનેમાંથી કોઈ કશું બોલતું નથી. ખરેખર તેઓએ કદી કશી વાતચીત કરી જ નથી, સીવાય કે શેખરે એને એકવાર એનું નામ અને ઉંમર પુછી હતી.

 

શેખર કહે છે: આઠ વર્ષ પહેલાં એ છોકરો જ્યારે પહેલવહેલો આવ્યો ત્યારે મને લાગ્યું કે એણે ચાય પીવી છે, પણ એની પાસે પૈસા નથી. તે દીવસથી એ કાયમ અહીં આવે છે.

 

જો શેખરના જોવામાં કોઈ આવે જેને કશાકની જરુર હોય પણ ખરીદી શકતું ન હોય તો શક્ય હોય ત્યાં સુધી એ ત્યાં પહોંચી જાય છે. જેમ કે એણે જોયું કે આઠ વર્ષની શિવાથરીણી બ્લડકેન્સરથી પીડાતી હતી. એને આ બાળકી પ્રત્યે બહુ લાગણી થઈ. એનાં ગરીબ માબાપ ડૉક્ટરે કહેલ પોષક આહાર એને આપી શકે તેમ ન હતાં. ત્રણ વર્ષ પહેલાં એક સ્થાનીક મીત્રે આ બાળકીનો શેખરને પરીચય કરાવ્યો હતો. ત્યારથી શેખર એને નીયમીત દુધ અને ફળો એ હોસ્પીટલમાં હોય તો ત્યાં અથવા એના ઘરે આરામ માટે મોકલી હોય તો ઘરે પહોંચાડે છે.

 

એ કહે છે, “મારા બાળપણમાં મારાં માબાપ કોઈક વાર દીવસમાં એક સમયના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતાં નહીં, એ મને બરાબર યાદ છે. ભુખનું દુખ કેવું હોય તે હું જાણું છું. આપણી પાયાની જરુરીયાતો પુરી ન થઈ શકે ત્યારે કેવી મુશ્કેલી પડે છે તેનો મને અનુભવ છે.”

 

એને ત્રણ ઘરની માહીતી છે, જ્યાં ખાસ જરુરીયાત ધરાવતાં અનાથ બાળકો છે. આ ત્રણે ઘરોમાં દરેકને એ દર શુક્રવારે પાંચ લીટર દુધ, બન્સ અને બીજું ખાવાનું હંમેશાં નીયમીત પહોંચાડે છે. એની ચાયની દુકાન ૩૫ વર્ષ જુની છે અને એ વીસ્તારમાં રહેતા એકેએક માણસ માટે એની દુકાન જાણીતી છે. પરંતુ શેખર જે ગુપ્ત સેવા કરે છે તે બધા જાણતા નથી.

 

“હું તો એક સાદો-સીધો માણસ છું. નાની સરખી સખાવત કરવાનું મને ગમે છે, કેમ કે એનાથી મને સુખ મળે છે.” એ ભારપુર્વક કહે છે. શેખર કહે છે એના અભાવગ્રસ્ત દીવસો બાદ હવે એ કંઈક આપી શકે એ સ્થીતીમાં છે. “એવા કેટલાયે માણસો છે, જેમની પાસે પુશ્કળ પૈસો છે, પરંતુ ક્યાં તો તેમની પાસે બીજાને મદદ કરવાનો સમય નથી કે તેમની એવી વૃત્તી નથી. પ્રભુ પોતાની રીતે આપણને સંપત્તી આપે છે અને આપણે બીજાને મદદ કરવા આપણી રીત શોધી લઈએ છીએ.” એ કહે છે. જુદી જુદી સ્કુલના વીદ્યાર્થીઓ સાંજે એની દુકાન આગળ ભેગા થાય છે. મોટાભાગે એમને નોટબુક, પેન, પુસ્તકો વગેરેની જરુરીયાત હોય છે. “એમને જરુરી વસ્તુઓ હું લખી લઉં છું અને પછી લાવી દઉં.” શેખર કદી રોકડા પૈસા આપતો નથી, પણ જોઈતી વસ્તુઓ લાવી આપે છે. સ્કુલની નવી ટર્મ શરુ થતાં કેટલાંયે ગરીબ માબાપ મદદ માટે શેખર પાસે આવે છે. નમ્ર અને ઓછાબોલો શેખર કદી કોઈને નીરાશ કરતો નથી. તેમને સ્કુલબેગ, યુનીફોર્મ, લંચબોક્ષ, પાણીની બોટલ વગેરે લાવી આપી મદદ કરે છે.

 

દુકાનની કમાણી ત્રણ ભાઈઓ વચ્ચે વહેંચવામાં આવે છે. સખાવતમાં શેખર કેટલા પૈસા વાપરે છે તેનો એ હીસાબ રાખતો નથી. “મારી પાસે જે છે તેનાથી મને સંતોષ છે, અને એનાથી ઓછામાં પણ મને ચાલી શકે. મને વધુની જરુર નથી. વધારેને હું શું કરું?” એ પુછે છે. એ બતાવે છે કે તમારી પાસે બીજાને મદદ કરવાની લાગણી માત્ર હોવી જોઈએ.

 

 

Advertisements

ટૅગ્સ:

8 Responses to “ચાય અને લાગણી”

 1. ચાય અને લાગણી | પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી Says:

  […] ચાય અને લાગણી […]

 2. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ. Says:

  માહિતીસભર સુંદર લેખ છે

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  મનસુખલાલભાઈ, આપની પ્રોત્સાહક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

 4. સુરેશ જાની Says:

  બહુ જ સરસ વાત. એટલી બધી ગમી ગઈ કે, અહીં વાપરી દીધી…
  https://gadyasoor.wordpress.com/2016/01/23/shekhar/

 5. aataawaani Says:

  બહુ સરસ શીખવા જેવી વાત છે . મેં એક 48 કડીયુંની એક કવિતા બનાવી છે। એમાંની 39મી કડી આ રીતે લખી છે
  achchhe काम. करो दुनियामे इच्छो सबकी भलाई
  होसके उतनी मदद करो तुम छोडो दिलकी बुराई। ……संतो भाई समय बड़ा हरजाई

 6. Vinod R. Patel Says:

  નાના માણસની એક મોટી પ્રેરક વાત

 7. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે સુરેશભાઈ,
  આપને મારી આ પોસ્ટ ગમી અને રીબ્લોગ કરી એથી આનંદ થયો. હાર્દીક આભાર સુરેશભાઈ.

 8. અનામિક Says:

  :: સેવા ::
  હું તો મારી જાતને નસીબદાર માનું છું કે તમે મને તમારા કામ માટે લાયક સમજ્યો. તમારી પાસે જયારે કોઈ આવે ત્યારે તમને એવો ગર્વ કેમ નથી થતો કે એ વ્યક્તીએ તમને જવાબદાર સમજ્યા. એણે તમારી કાબેલિયત પર વિશ્વાસ કર્યો.
  હા, અમુક લોકો એવા હોય છે, જે કામ પતે એટલે દૂર થઈ જાય છે.એવું તો થવા નું જ છે. આપને પણ કોઈનું કામ કરીએ ત્યારે બેકઅપ માંઈન્ડ માં એવું હોય જ છે કે ઈ માણસ મને કોઈ દિવસ કામ લાગશે. તમને કામ પડે ત્યારે કદાચ ઈ ન કરે અથવા તો ન કરી શકે. એવી વાતનો અફસોસ શા માટે કરવો? આપણે કોઈનું કામ કરી શકીએ તેમ ન હોય ત્યારે સામેની વ્યક્તિને પ્રેમથી પોતાની અસમર્થતા જાહેર કરવી જોઈએ. હું આ કરી શકું તેમ નથી. આ મારા બસની વાત નથી. હું દિલગીર છું. મોટાભાગે માણસો આવું કરતા નથી. હા એ હા કરવીએ કામ ન કરવા કરતા વધુ ખરાબ બાબત છે.
  સબંધમાં પ્રમાણિકતા સૌથી વધુ જરૂરી છે. એક ,માણસ સ્વાર્થી નીકળે, કામ પતે પછી છેડો ફાડી નાખે એટલે બધા એવા થઈ જતા નથી. તમારી પાસે લોકો તેમના કામ માટે આવે છે, તો માનજો કે તમે શક્તિશાળી છો. તમે નસીબદાર છો કે લોકો તમારી પાસે આવે છે. દુનિયા તો સબંધમાં હિસાબો રાખવાની જ છે. કામ પડે ત્યારે લોકો “છેડા” શોધવાના જ છે. સારા કામમાં સહાયરૂપ થવાય તો થવું અને કામ પતિ જાય પછી એવી અપેક્ષા ન રાખવી કે તમે કામ કર્યું એટલે એ પણ કરશે જ. આવું વિચારશો તો સરવાળે દુઃખ જ થવાનું છે. લોકો તો જે કરવાના હશે એ જ કરશે, આપણે એ નક્કી કરવાનું હોય છે કે આપણે શું કરવું છે.
  બીજા જેવા થવું સહેલું હોય છે. આપણે જેવા હોઈએ એવા રહેવું જ મહત્વનું હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: