પાણી

આ આપવાનો હેતુ માત્ર શૈક્ષણીક છે, પોતાની જાતે ઉપચાર કરવા માટે નહીં. તમારી સમસ્યા માટે યોગ્ય ઉપચારકની સલાહ લેવી.

પાણી

(બ્લોગ પર તા. ૧૮.૧.૨૦૧૬)

મને મળેલા એક ઈમેલના આધારે.

૧. સવારે ઉઠતાંની સાથે એક ગ્લાસ પાણી પીવાથી શરીરના આંતરીક અવયવો સક્રીય થાય છે.

૨. સ્નાન કર્યા પછી એક ગ્લાસ પાણી પીવાથી બ્લડપ્રેશર સમતોલ રહે છે.

૩. ભોજનના અડધા કલાક પહેલાં બે ગ્લાસ પાણી પીવાથી આહારનું પાચન સારી રીતે થાય છે.

૪. રાત્રે ઉંઘતાં પહેલાં એક ગ્લાસ પાણી પીવાથી પક્ષાઘાત કે હૃદયરોગના હુમલાથી બચી શકાય છે.

મને મળેલા એક ઈમેઈલમાં આ મુજબ પણ જણાવવામાં આવ્યું હતું: લાંબા સ્વસ્થ જીવનની ઈચ્છા રાખનારાં તમારાં સહુ સ્નેહીજનો, મીત્રો, પરીચીતો વગેરે સહુને આની જાણ કરો.

આમાં ઉપર જણાવેલ નંબર ૧ અને ૪નો અમલ હું કરું છું, થોડા ફેરફાર સાથે. સવારે એ પાણીમાં હું એક લીંબુનો રસ પણ ઉમેરું છું. સાંજે એક આખો ગ્લાસ નહીં પણ થોડું ઓછું પાણી પીઉં છું, જેથી રાત્રે પેશાબ માટે ઉઠવું ન પડે, અને ઉંઘમાં ખલેલ ન પડે.

પાણીનો બીજો એક પ્રયોગ પણ ખુબ પ્રચલીત છે. સવારમાં ઉઠીને શૌચક્રીયા પતાવી બ્રશ પણ કર્યા વીના ૧.૨ લીટર એટલે નાના છ (૬) ગ્લાસ કે મોટા ચાર ગ્લાસ પાણી એકી સાથે પીવાનું. એનાથી જુદી જુદી ઘણી શારીરીક ફરીયાદો મટે છે એમ કહેવાય છે. મેં આ પ્રયોગ કરેલો અને એનું વીધાયક પરીણામ પણ મળેલું. અહીં મને એક શીયાળામાં જેને ચ્યુબલેઈન કહે છે તે હાથ તથા પગનાં આંગળાંમાં સોજો આવી દુઃખાવાની તેમજ ખંજવાળની તકલીફ થયેલી. વધારે ઠંડી પડે ત્યારે આ તકલીફ થતી હોય છે. માત્ર ચાર દીવસના આ પાણીપ્રયોગ વડે એ તકલીફ દુર થયેલી અને ફરી કદી થઈ નથી. જો કે આ પાણીપ્રયોગથી સવારમાં પેશાબની હાજત વધુ પ્રમાણમાં થાય છે એવો મારો અનુભવ છે.

આમ છતાં બીજી એક સાવચેતી બાબત પણ ધ્યાન દોરું છું. જો એકી સાથે વધુ પડતું પાણી પીવામાં આવે તો તે નુકસાનકારક પણ થઈ શકે. એટલે સુધી કે કોઈક કીસ્સામાં એકી સાથે વધુ પડતું પાણી પીવાઈ જાય તો મૃત્યુ પણ થઈ શકે. આથી દરેક બાબત બધા કીસ્સામાં એક સરખું જ પરીણામ આપે એમ કહી ન શકાય. આથી જ આ પ્રયોગો માત્ર વાંચીને કે કોઈના કહેવાથી કરવા જોઈએ નહીં. અથવા કરો તો હંમેશાં લીમીટમાં જ રહેવું જોઈએ. પણ પોતાની લીમીટ કઈ રીતે જાણવી? કદાચ એક સોનેરી નીયમ અપનાવી શકાય કે બહુ ઓછા પ્રમાણમાં શરુ કરવું અને માફક આવે તેમ થોડું થોડું પ્રમાણ વધારતા જવું.

Advertisements

Tags:

4 Responses to “પાણી”

 1. pravinshastri Says:

  ગાંડાભાઈ, આપના હેલ્થ માટેના માહિતી પ્રધાન લેખો કઈ રીતે રીબ્લોગ કરી મારા વાચક વર્તુળમાં વહેતા કરવા તે સમજાતું નથી. આપના નામ સાથે કોપી પેસ્ટ કરીને મારા બ્લોગમાં મુકી શકાય? જો મંજુરી હોય તો સૌથી પહેલા લેખમાં આપનો ફોટો અને ટૂંકો પરિચય આપવાનું પણ ગમશે. મને મોકલશો?

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે પ્રવીણભાઈ,
  આપને પસંદ લેખ આપ જરુર રીબ્લોગ કરી શકો. હાર્દીક આભાર.

 3. Hetal Says:

  નમસ્કાર
  રાળનો મલમ બનાવવાની રીત (માપ સાથે) કૃપા કરી જણાવશો.

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  માફ કરજો, મારી પાસે રાળ અંગે કોઈ માહીતી નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: