ડાયાબીટીસ-વધુ વીચાર

ડાયાબીટીસ-વધુ વીચાર

(બ્લોગ પર તા. ૧૨-૪-૨૦૧૬)

આ વીગતો શૈક્ષણીક હેતુસર માહીતી માટે આપવામાં આવે છે, વાંચીને પોતાની મેળે ઉપચાર કરવા માટે નહીં.

ભાઈ શ્રી પીયુશભાઈ તરફથી મળેલ એક ઈમેલમાં આયુર્વેદ અંગે સ્વામીનારાયણ સંપ્રદાયના ઋષિજીવન સ્વામીના વાર્તાલાપના આધારે આ માહીતી આપવામાં આવી છે. લેખ મેં મારા શબ્દોમાં તૈયાર કર્યો છે, સ્વામીજીની ભાષામાં નહીં, અને ટુંકાવ્યો છે. સ્વામીજીએ તો હરડે, સુંઠ અને મરીને બહુ જ ભારપુર્વકના શબ્દોમાં જડીબુટ્ટી તરીકે વર્ણવ્યાં છે. મેં એવો ભાર મુક્યો નથી. એમાં જણાવેલ ઉપચારો પોતાની પ્રકૃતીનો ખ્યાલ કરીને અને પોતાના સ્વાસ્થ્ય માર્ગદર્શકને અનુસરીને કરવા. કેટલીક માહીતી સાથે કદાચ બધા સંમત ન પણ થાય, અને મારા માટે પણ અમુક બાબતો તદ્દન નવી છે. એનો કોઈ પ્રયોગ મેં કર્યો નથી, આથી એની અસરકારકતા અંગે હું કશું કહી ન શકું.

 

આયુર્વેદ મુજબ આપણા શરીરમાં વાત, પીત્ત અને કફ આ ત્રણ તત્ત્વો રહેલાં છે. એમાં આપણા આહાર–વીહાર મુજબ ફેરફાર થતા રહે છે, આપણા આહાર-વીહારની એના પર અસર થાય છે. વાત વધે તો રોગ થાય, વાત ઘટે તો પણ રોગ થાય, એ જ રીતે પીત્ત વધે તો રોગ થાય અને ઘટે તો રોગ થાય, અને કફ વધે તો શરીર રોગીષ્ટ બને અને ઘટે તો પણ રોગ લાવે. એટલે કે વાત, પીત્ત અને કફ સમ હોય તો શરીર નીરોગી રહે. વાયુવીકારથી એટલે કે વધવાથી કે ઘટવાથી ૮૦ પ્રકારના રોગો થાય છે, પીત્તના કારણે ૪૦ જાતના રોગો થાય છે અને કફના લીધે ૨૦ પ્રકારના રોગો શરીરમાં પ્રવેશે છે. આ ત્રણમાં વાયુ સૌથી વધુ તોફાન શરીરમાં મચાવે છે.

 

સ્વામી ઋષિજીવન કહે છે કે ડાયાબીટીસનું એલોપથીના ડૉક્ટરો જે નીદાન કરે છે તે ૯૫% ખોટું જ હોય છે. આયુર્વેદમાં ડાયાબીટીસને મધુપ્રમેહ કહેવામાં આવે છે. આ રોગ પહેલાંના વખતમાં રાજા-મહારાજાઓ હતા તેમને થતો, કેમ કે તેઓ વીષયભોગમાં પડેલા રહેતા, મીષ્ટાન્ન અને અન્ય ભારે આહાર વધુ પ્રમણમાં લેતા, અને શારીરીક શ્રમ હતો જ નહીં. વળી ખરેખર જેને ડાયાબીટીસ થયો હોય તે છ માસથી વધારે જીવી શકે જ નહીં એમ સ્વામી ઋષિજીવનનું કહેવું છે. તો પછી આ ડૉક્ટરો જેને ડાયાબીટીસ કહે છે તે છે શું?

 

જે આહાર આપણે લીધો હોય તેનું યોગ્ય પાચન ન થાય તો એનો કાચો રસ બને છે, જેને આયુર્વેદમાં આમ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પચેલો આહાર લોહીમાં ભળીને શરીરનાં અંગોને પોષણ આપે છે. આ કાચો આહાર-આમ લોહીમાં ભળે છે એને આ ડૉક્ટરો ડાયાબીટીસ તરીકે નીદાન કરે છે, એમ સ્વામીજી કહે છે. આથી ડૉક્ટરે જેમને ડાયાબીટીસ કહ્યો હોય તે લોકો જો મુખ્ય ભોજનના એક કલાક પહેલાં એક ચમચો સુંઠ પાણી સાથે લે તો કાચા આમનું પાચન થઈ જશે અને ડાયાબીટીસ જતો રહેશે. જો કોઈ વાર સંજોગવશાત્ એક કલાક પહેલાં સુંઠ લઈ ન શકાય, તરત જ ક્યાંક જવાનું હોય તો અપવાદ તરીકે સુંઠ લીધા પછી તરત જ ખાઈ લો તો પણ કશો વાંધો નહીં. આ સુંઠ આ રીતે કાયમ લેવાની કાળજી સ્વસ્થ લોકો પણ રાખે તો તેમને પછી આ ડાયાબીટીસની તકલીફ થશે જ નહીં. સુંઠ જમ્યા પછી લેવાથી માત્ર ખોરાકનું જ પાચન કરે, પણ કલાક પહેલાં લેવાથી ખોરાક ઉપરાંત આમનું પણ પાચન કરશે.

 

જો કે મારા અનુભવમાં આયુ્ર્વેદનાં ઔષધો પણ દરેકને એક સરખી અસર કરશે એમ કહી શકાય નહીં. દરેકની પ્રકૃતી અલગ અલગ હોય છે, આથી કોઈ પણ ઔષધ તમને અનુકુળ છે કે કેમ એ જોઈને, ખાતરી કરીને લેવાનું ચાલુ રાખવું. જો સહેજ પણ પ્રતીકુળ લાગે તો બંધ કરી દેવું, અથવા એની પ્રતીકુળતાનું કારણ શોધી યોગ્ય તે કરવું. દાખલા તરીકે સુંઠનો પ્રયોગ મને અનુકુળ આવતો નથી, મને આમની તકલીફ રહેતી હોવા છતાં. જો કે મેં અહીં સ્વામીજીએ કહ્યું છે તે રીતે સુંઠનો સતત પ્રયોગ કર્યો નથી.

ઘણાં વર્ષ અગાઉ એક આયુર્વેદીક દવાની મને આડઅસર થયેલી, જેનો ઈલાજ મેં પાણીપ્રયોગ વડે કર્યો હતો. પાણીપ્રયોગ એટલે સવારે ઉઠ્યા પછી શૌચાદી પતાવી બ્રશ કર્યા સીવાય કે કશું પણ ખાધાપીધા પહેલાં ૧.૨ લીટર જેટલું પાણી પી જવું અને ત્યાર પછી ૪૦ મીનીટ સુધી કશું ખાવુંપીવું નહીં. આ પ્રયોગ મને અનુકુળ નીવડેલો. અને જે પ્રતીકુળ અસર ગંધશક્તી પાછી મેળવવા આયુર્વેદીક દવા લેવાને કારણે થયેલી તે માત્ર ચાર જ દીવસના પાણીપ્રયોગથી નાબુદ થયેલી. પણ ગંધશક્તી પાછી મળી શકી ન હતી.

ટૅગ્સ:

9 Responses to “ડાયાબીટીસ-વધુ વીચાર”

 1. મૌલિક રામી "વિચાર" Says:

  Very useful..
  Thank you for sharing..

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  કૉમેન્ટ બદલ આપનો હાર્દીક આભાર મૌલિકભાઈ.

 3. jugalkishor Says:

  સુંઠનો કબજીયાત કરવાનો ગુણ પણ વીચારણામાં લેવાવો જોઈએ. એવાઓ માટે સુંઠના ઉકાળામાં દીવેલનો પ્રયોગ જાણીતો છે.

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપની કીમતી ટીપ બદલ હાર્દીક આભાર જુગલકીશોરભાઈ. આમના ઉપાય માટે સુંઠના ઉકાળામાં દીવેલ નાખીને પીવાનું મારી જાણમાં છે.

 5. vbgohel@hotmail.com Says:

  In the light of vast research literature it is difficult to agree with the idea of Shri Rhisi Swami.

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  મારા બ્લોગમાં રસ લઈ કૉમેન્ટ મુકવા બદલ આપનો હાર્દીક આભાર.
  જો કે આ લેખની શરુઆતમાં જ મેં જણાવ્યું છે કે “મારા માટે પણ અમુક બાબતો તદ્દન નવી છે. એનો કોઈ પ્રયોગ મેં કર્યો નથી, આથી એની અસરકારકતા અંગે હું કશું કહી ન શકું.”

 7. Bhavesh Modh Says:

  આદરણીય શ્રી, મારી પાસે એક વાર્તા લાપ mp3 audio clip સ્વરૂપે છે જેની વિગતો ઉપરોક્ત વર્ણન ને મળતી આવે છે. ઘણા સમય થી એ વક્તા નુકસાન નામ શોધી રહ્યો હતો આ વાંચીને લાગે છે કે એ ઉલ્લેખનીય ૠષિ જીવન સ્વામી જય હશે.
  આપશ્રી આપનો વોટસેપ નંબર મને મોકલાવશો હું આપને audio clip મોકલાવી દઇશ એમાં ખાસ તો હરસ નીચે ઔષધીય પ્રયોગ નીચે પુરી માહિતી રસપ્રદ છે એની પુરી જાણકારી મેળવવા નીચે તાલાવેલી છે. 74054 53308 ભાવેશ મોઢ.

 8. mhthaker Says:

  bhavesh bhai te audio 1 kalak 25 minute no pujya swami rushi jeevan das no-j che..beejo 32 minutes no che..pahela audio ma- haras ane maleria uper dava batadi che..mara face book uper banne malashe.. mhthaker

 9. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાવેશભાઈ તથા મહેન્દ્રભાઈ, મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ લખી એ બદલ હાર્દીક આભાર. હા, સ્વામી ઋષિજીવનના જે વીડીઓ ઉપરથી મેં ઉપરનો લેખ લખ્યો છે તે વીડીઓ મારી પાસે છે. મને એ ભાઈશ્રી પીયુષભાઈએ ઈમેલ કર્યો હતો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: