સરાહનીય સલાહ

સરાહનીય સલાહ

(બ્લોગ પર તા. 10-5-2016)

પીયુષભાઈના ઈમેલમાંથી મળેલું-અંગ્રેજીમાંથી ગુજરાતી -ગાંડાભાઈ

 1. બાળકોને પૈસા આપવા કરતાં તેમને તમારો સમય આપવો વધુ મહત્ત્વનું છે.
 2. તમારો ફોન બાજુ પર મુકી દઈ તમારી સાથે વાત કરનાર તરફ ધ્યાન આપવાની પણ એક ‘એપ’ છે જેને ‘માન આપવું’ કહેવાય છે.
 3. જો તમે હતાશા અનુભવતા હશો તો તમે ભુતકાળમાં સરી ગયા છો, જો તમે ચીંતાતુર હશો તો તમે ભવીષ્યમાં છો, જો તમે શાંત હશો તો તમે વર્તમાનમાં છો.
 4. ન્યાયી પસંદગી માટે બધાંની પોતાની લાયકાત અનુસાર એક સરખી કસોટી કરવી જોઈએ, કેમ કે:

બધાં જ અત્યંત બુદ્ધીશાળી હોય છે, પરંતુ જો તમે માછલીની પરીક્ષા એની ઝાડ પર ચડી જવાની ક્ષમતાને આધારે કરો તો માછલી આખી જીંદગી પોતે સાવ અબુધ છે એવી માન્યતામાં વીતાવશે. -આલ્બર્ટ આઈન્સ્ટાઈન

 1. જીવનમાં બે બાબતો યાદ રાખવી: તમે જ્યારે એકલા હો ત્યારે તમારા વીચારોની કાળજી રાખો અને જ્યારે તમે લોકો સાથે હો ત્યારે તમારા શબ્દોની કાળજી લો.
 2. જેણે પણ કહ્યું છે કે છોકરીઓના પરમ મીત્ર હીરા છે, તેણે કદી કુતરું પાળ્યું જ નહીં હશે.
 3. કુદરત કોઈ પણ ઉપચાર પદ્ધતી કરતાં બહેતર છે.
 4. તમારા કુતરા પાસે કંઈક શીખો: જીવન ગમે તે લઈ આવે, એને ઢબુરી દઈ આગળ વધવા માંડો.
 5. મને કોણ ચાહતું નથી તેની ચીંતા કરવાનો મારી પાસે સમય જ નથી, હું તો મને પ્રેમ કરનારને ચાહવામાં હંમેશાં વ્યસ્ત છું.
 6. મેં સારા દીવસો જોયા છે અને બુરા દીવસો પણ જોયા છે. મારી ઈચ્છા મુજબનું બધું તો મારી પાસે નથી, પણ મારી જરુરીયાત મુજબનું બધું જ મારી પાસે છે. કંઈક દુખ અને દુખાવા સાથે હું જાગું છું, પણ હું જાગું તો છું જ. મારું જીવન ભલે આદર્શ નથી, પણ હું ભાગ્યશાળી છું.
 7. તમને મળેલું જીવન જીવવામાં ધ્યાન પરોવો અને ઉંમર કેટલી થઈ છે તેને ભુલી જાઓ.
 8. વૃદ્ધ થઈ રહ્યા છો એનો શોક ન કરો, કેટલાય લોકોને તો એ મોકો જ મળતો નથી.
Advertisements

ટૅગ્સ:

6 Responses to “સરાહનીય સલાહ”

 1. Arvind Adalja Says:

  ખરા અર્થમાં સરાહનીય સલાહ ! પરંતુ આજના સમયમાં કોણ અનુસર્શે તે મોટો પ્રશ્ન છે .

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપની વાત કદાચ સાચી છે અરવિંદભાઈ. મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.

 3. pravinshastri Says:

  ગાંડાભાઈ,
  સપ્રેમ વંદન. આપના બધા જ લેખો કે સંકલન સરસ અને ગાંભીર્યતા વાળા હોય છે. હું જરા હળવો માણસ છું. આમ જોવા જઈએ તો જાત જાતના રોગો સરસ રાગમાં મારી આજુબાજુ રાસ રમે છે. બધા જ રોગ મારા વ્હાલા છે. ખાસ કઠતા નથી.
  ઘડપણમાં લાગતો એક મોટામાં મોટો રોગ તે “સલાહ” આપવાનો છે. એનાથી મને ધ્રૂજારી ચડી જાય છે.

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે પ્રવીણભાઈ,
  આપની વાત સાચી છે, પણ મને પીયુષભાઈએ ફોરવર્ડ કરેલ ઈમેલ ગમી (પીયુષભાઈને પણ કોઈકે આ ઈમેલ ફોરવર્ડ કરી હતી.) અને થયું કે ગુજરાતી જાણનારાઓને પણ આ પ્રકારની સલાહ આપનારા છે એની જાણ થાય તો કેવું!!! એટલે લખી માર્યું, પણ આપની વાત ધ્યાનમાં રાખવા જેવી તો છે જ.
  આપની કૉમેન્ટ માટે હાર્દીક આભાર.

 5. vbgohel@hotmail.com Says:

  Mother nature gifts atleast one specific faculty to every living being.Recognise this faculty and use it in accordance with laws of nature. This is the right way to live.
  Vinod

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thanks Vinodbhai for your valuable comment.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: