તારીખ પરથી વાર જાણવો

તારીખ પરથી વાર જાણવો

તમને તમારી જન્મતારીખની જાણ હશે, પણ તમારો જન્મ કયા વારે થયેલો તે કદાચ જાણતા ન હો. તો લો અહીં કોઈ પણ તારીખ ઉપરથી વાર જાણવાની રીત આપવામાં આવી છે. તમારો જન્મવાર જાણતા ન હો તો શોધી કાઢો.

જે તારીખનો વાર જાણવો હોય તે વર્ષના છેલ્લા બે આંકડાને (ધારો કે ૧૯૪૨માં જન્મ થયો હોય તો ૪૨ને) ૪ વડે ભાગો અને ભાગાકાર શોધો. (અહીં ભાગાકાર ૧૦) વદ્દી છોડી દો. ભાગાકારને એ જ છેલ્લા બે આંકડામાં ઉમેરો. (૪૨+૧૦). એમાં તારીખનો અંક ઉમેરો. (ધારો કે ઓક્ટોબરની પહેલી તારીખે જન્મ હોય તો ૧ ) પછી નીચેના કોષ્ટક મુજબ મહીનાનો અંક ઉમેરો. અહીં ઓક્ટોબર માટે ૭) જે આવે તેને ૭ વડે ભાગી વદ્દી શોધો. જો વદ્દી ૧ હોય તો રવીવાર, ૨ હોય તો સોમવાર, ૩ હોય તો મંગળવાર…… ૦ હોય તો શનીવાર.

 

જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન
જુલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર

ઉદાહરણ

૧-૧૦-૧૯૪૨નો વાર શોધીએ. ૪૨/૪=૧૦  ૪૨+૧૦=૫૨  ૫૨+૧=૫૩ ૫૩+૭=૬૦   ૬૦/૭ ની વદ્દી ૪ આથી બુધવાર.

ઉપરનું કોષ્ટક ૨૦મી સદી માટે છે. જેટલી સદી ઓછી હોય તેટલા ઉમેરવા અને જેટલી સદી વધુ હોય તેટલા બાદ કરવા. એટલે કે ૧૫મી સદીનો વાર જાણવા ૫ ઉમેરવા જ્યારે ૨૧મી સદીનો વાર જાણવો હોય તો ૧ બાદ કરવો. વળી કોઈ પણ સદીનું લીપ વર્ષ હોય તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થયેલા જન્મ માટે ૧ બાદ કરવો.

અથવા જો ૨૧મી સદી માટે કોષ્ટક બનાવવું હોય તો નીચે મુજબ બનાવી શકાય. અહીં પણ જેટલી સદી આગળ જાઓ તેટલા બાદ કરો, અને જેટલી સદી પાછળ જાઓ તેટલા ઉમેરો. એટલે કે આ કોષ્ટક વાપરી ૨૦મી સદીની તારીખનો વાર જાણવો હોય તો ૧ ઉમેરવો.

જાન્યુઆરી

ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન
જુલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર

દા.ત. ૧-૧-૨૦૦૪નો વાર.   ૪/૪=૧, ૪+૧=૫, ૫+૧ (તારીખ)=૬, ૬+૦ (મહીનો)=૬, ૬-૧=૫ (લીપ વર્ષ),  ૫/૭=વદ્દી ૫ આથી ગુરુવાર.

હવે જોઈએ કે ૧-૧-૧ના રોજ કયો વાર હતો? એટલે કે ઈસવીસન જે દીવસે શરૂ થઈ તે પહેલા જ દીવસે કયો વાર હતો?

૧/૪=ભાગાકાર ૦, ૧+૦=૧, ૧+૧ (તારીખ)=૨+૦ (મહીનો)=૨, ૨+૨૦=૨૨ (૧લી સદી કેમ કે ૨૦ સદી પાછળ જઈએ છીએ. ૨૧-૨૦=૧) ૨૨/૭ની વદ્દી ૧, માટે રવીવાર.

ખ્રિસ્તીઓ કહે છે કે ભગવાને ૬ દીવસ સૃષ્ટિના સર્જનનું કામ કર્યું અને સાતમા દીવસે આરામ કર્યો. આથી સાતમા દીવસે રજા. પણ રવીવારનો દીવસ તો પહેલો જ આવી ગયો. આ વીષે હું જ્યારે ફ્યુનરલ સર્વિસ કરતો ત્યારે ફ્યુનરલ ડિરેક્ટર સાથે એક વાર વાતો થયેલી. એમના કહેવા મુજબ પહેલાં તો બરાબર સાતમા દીવસે જ રવીવાર આવતો હતો, પણ પાછળથી આમાં કંઈક ગોટાળો થયેલો અને ફેરફાર થઈ ગયેલો.

જો કે આપણા ગુજરાતીમાં વર્ષો પહેલાં નીચે મુજબ મારા ભણવામાં આવ્યું હતું:

રવી પછી તો સોમ છે ત્રીજો મંગળવાર

ચોથો બુધ ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર

શનીવાર તે સાતમો છેલ્લો વાર ગણાય

એમ એક અઠવાડિયું સાત વારનું થાય.

અહીં રવીવારને પહેલો અને શનીવારને સાતમો ગણ્યો છે, જે આ કોષ્ટક સાથે બંધબેસતું છે; અને આપણું આ કાવ્ય ઈસવીસનના પહેલા દીવસ સાથે પણ બંધબેસતું છે.

આની મદદ વડે કોઈ પણ મહીનાનું કે વર્ષનું પણ કેલેન્ડર બનાવી શકાય.

Advertisements

ટૅગ્સ:

6 Responses to “તારીખ પરથી વાર જાણવો”

 1. Arvind Dullabh Says:

  Thank you Gandabhai,

  I bought a book from India about Vedic Mathematics. Through that book I was trying to work out the Day as you mentioned. However, your method is simple.

  Please watch a movie call “ A Man Who Knew Infinity’

  Thank you.

  Best wishes,

  Arvindbhai

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અરવિંદભાઈ,
  તમે જણાવેલ મુવી ‘A Man Who Knew Infinity’ માટે કોઈ ઓનલાઈન લીન્ક છે?
  તારીખ પરથી આપણા વીક્રમ સંવતની તીથી પણ જાણી શકાય, પણ તીથીમાં વૃદ્ધી-ક્ષય આવતાં હોવાથી એ દરેક વખતે સાચી ન પણ હોય, ક્યારેક એક વધુ આવે કે કોઈ વાર હોય તેના કરતાં એક ઓછી પણ આવે.

 3. Ketan R. Shah Says:

  what if bday is 12/10/1989

  2016-05-15 13:58 GMT+05:30 Gandabhai Vallabh :

  > ગાંડાભાઈ વલ્લભ posted: “તારીખ પરથી વાર જાણવો તમને તમારી જન્મતારીખની જાણ
  > હશે, પણ તમારો જન્મ કયા વારે થયેલો તે કદાચ જાણતા ન હો. તો લો અહીં કોઈ પણ
  > તારીખ ઉપરથી વાર જાણવાની રીત આપવામાં આવી છે. તમારો જન્મવાર જાણતા ન હો તો
  > શોધી કાઢો. જે તારીખનો વાર જાણવો હોય તે વર્ષના છેલ્લા બે આંકડાન”
  >

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે કેતનભાઈ,
  ૧૨ ઓક્ટોબર ૧૯૮૯ના દીવસે કયો વાર આવે તે જાણવા ૮૯ને ૪ વડે ભાગતાં ભાગાકાર ૨૨ આવે. એમાં ૧૨ ઉમેરતાં ૩૪ થાય. એમાં ઓક્ટોબર મહીનાનો અંક ૧ ઉમેરતાં ૩૫ થાય. ૩૫ને ૭ વડે ભાગતાં વદ્દી ૦ આવે, માટે શનીવાર.
  આ ગણતરી પ્રમાણે મેં વર્ષો પહેલાં દેશમાં હતો ત્યારે જ કોઈ પણ વર્ષ (ઈસવીસન ૧ સહીત)નો વાર જાણી શકાય તેવું કેલેન્ડર બનાવ્યું હતું, જે મારી ડાયરીમાં છે, અને ૪૧ વર્ષ પહેલાં અહીં ન્યુઝીલેન્ડ આવ્યો ત્યારે સાથે લાવ્યો છું, જે મારી પાસે આજે પણ છે.

 5. Purvi Malkan Says:

  Aavi mathajik be bheja fodi karva nu kaam Mary nahi

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે પૂર્વીબહેન,
  મને આ માથાઝીક કરવાનું બહુ પહેલેથી ગમ્યું હતું. આ બાબત હું ૧૫ વર્ષનો હતો ત્યારથી મારી જાણમાં આવી હતી. હાઈસ્કુલ દરમીયાન પાયથાગોરસના પ્રમેયની જનરલ ફોર્મ્યુલા પણ મને મારી મેળે હસ્તગત થયેલી. વીક્રમ સંવતની તીથી પણ તારીખ પરથી ગણતરી વડે શોધી શકાય,પણ તીથીમાં વૃદ્ધી-ક્ષય આવતાં હોવાથી એ એક વધુ કે એક ઓછી પણ હોઈ શકે, દર વખતે એક્ઝેટ ન પણ આવે.
  પણ મારા બ્લોગની તમે મુલાકાત લો છો તેથી આનંદ છે. હાર્દીક આભાર પૂર્વીબહેન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: