ડાયાબીટીસની આયુર્વેદીક દવા

ડાયાબીટીસની આયુર્વેદીક દવા

બ્લોગ પર તા. ૨૪-૫-૨૦૧૬

પીયુષભાઈના ઈમેલમાંથી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ટુંકાવીને-ગાંડાભાઈ

ટાઈપ ૨ ડાયાબીટીસના ઈલાજ માટે ભારતમાં શોધાયેલી ૫ રુપીયામાં મળતી આયુર્વેદીક દવા દિલીપ થક્કેથીલના સૌજન્યથી

ભારતમાં ડાયાબીટીસનો ઈલાજ હવે કદાચ ખુબ સસ્તી કીંમતે થઈ શકશે. વીજ્ઞાન અને ઔદ્યૌગીક રીસર્ચ કાઉન્સીલ (સી.એસ.આઈ.આર.)તરફથી વૈજ્ઞાનીક રીતે ચકાસેલ આયુર્વેદીક દવા જે માત્ર પાંચ રુપીયામાં મળી શકશે, તેનું લોકાર્પણ કાલીકટમાં કરવામાં આવ્યું છે.

એ દવાનું નામ છે બી.જી.આર. ૩૪ (B.G.R. 34) એટલે કે બ્લડ ગ્લુકોઝ રેગ્યુલેટર ૩૪, જેને નેશનલ બોટાનીક રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ દ્વારા વીકસાવવામાં આવી છે.

સી.એસ.આઈ.આર. દ્વારા પ્રાપ્ત માહીતી અનુસાર ડાયાબીટીસની આ નવી દવામાં છ જુદી જુદી વનસ્પતીઓનાં સત્ત્વોનું સંમીશ્રણ કરવામાં આવ્યું છે, જેમાં દારુહળદર, જીલોય, વીજયસાર, ગુડમાર, મજીઠ અને મેથીનો સમાવેશ થાય છે.

ભારતમાં લગભગ છ કરોડ લોકો ડાયાબીટીસથી પીડાય છે. દર વર્ષે એમાં વધારો થતો જાય છે. લોહીમાંની સુગરને કાબુમાં રાખવામાં આયુર્વેદીક દવા બહુ કારગત નીવડશે. એટલું જ નહીં બીજી દવાઓની આડઅસરને પણ એનાથી રોકી શકાશે. ડૉક્ટરોનું કહેવું છે કે આ દવામાંનાં ચાવીરુપ ઔષધો એક હાનીકારક એન્ઝાઈમ પર રોક લગાવે છે અને ઈન્સ્યુલીનનું ઉત્પાદન વધારે છે. પ્રાણીઓ પર કરવામાં આવેલા પ્રયોગોનાં પરીણામ ઘણાં પ્રોત્સાહક જોવા મળ્યાં છે. લોહીમાંની સુગરનું પ્રમાણ સાવ નીચું જોવા મળ્યું હતું.

દવાખાનામાં દવા અજમાવતાં પહેલાં શરુઆતના અખતરામાં કૃત્રીમ રીતે પ્રયોગાત્મક પ્રાણીઓમાં અત્યંત વધારી દીધેલ ડાયાબીટીસના લોહીમાંના સુગરના સ્તરને નોંધપાત્ર રીતે નીચું લાવી દેવામાં સફળતા મળી છે. એટલું જ નહીં થાઈરોઈડ અને કીડનીની કાર્યક્ષમતા સુધરી હતી અને એન્ટીઑક્સીડન્ટ પ્રવૃત્તી પણ ઘણી સારી જોવા મળી હતી. સૌથી વધુ ઉત્તમ હકીકત એ છે કે આ દવાની કોઈ આડઅસર જોવા મળી નથી.

કેટલાક સમય પહેલાં સી.એસ.આઈ.આર. દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ટાઈપ ૨ ડાયાબીટીસ માટેની દવા શોધી કાઢવામાં એમને સફળતા મળી છે, પણ એ દવા બહાર પાડવાનું એ લોકોએ થોડું લંબાવ્યું હતું, કેમ કે કેરાલાના કાલીકટમાં વડાપ્રધાન શ્રી. નરેન્દ્રભાઈ મોદી વીશ્વ આયુર્વેદ સંમેલનનું ઉદ્ઘાટન કરવાના હતા તે પ્રસંગ સાથે જ આ દવા બહાર પાડવાનું એ લોકોએ વીચાર્યું હતું. આ નવી દવા ડાયાબીટીસ માટે કાર્યક્ષમ છે અને પુરેપુરી સલામત છે એની વૈજ્ઞાનીક રીતે ચકાસણી કરવામાં આવી છે.

અત્યારની આધુનીક એલોપથીની દવાઓ આડઅસર કરનારી તથા શરીરમાં અમુક હાનીકારક પદાર્થ દાખલ કરનારી હોય છે, જ્યારે આ આયુર્વેદીક દવાની કોઈ આડઅસર નથી કે હાનીકારક પદાર્થો શરીરમાં દાખલ થતા નથી.

હૈદ્રાબાદની લેબની ઝીકા વાઈરસની રસીની શોધની જાહેરાત કરવામાં આવી તેના બીજે જ દીવસે ડાયાબીટીસની આ નવી દવાની શોધ બહાર આવી. આ નવી દવાની શોધ વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદી માટે “મેઈક ઈન ઈન્ડીયા”ની એમણે કરેલી પહેલની ઝળહળતી ફત્તેહ બની રહેશે.

કેરળને આયુર્વેદની જન્મભુમી માનવામાં આવે છે. કેરળમાં કોટ્ટક્કલ આયુર્વેદ શાળા આવેલી છે, જે જગમશહુર છે. આયુર્વેદની સારવાર માટે અહીં પરદેશીઓ દર વર્ષે હજારોની સંખ્યામાં આવે છે. આયુર્વેદ ૫૦૦૦ વર્ષ પુરાણો છે, અને એને જગતમાં સફળ નીવડેલ સૌ પ્રથમ દાક્તરી પદ્ધતી માનવામાં આવે છે. આયુર્વેદના બે શાસ્ત્રીય ગ્રંથો ‘ચરક સંહીતા’ અને ‘સુશ્રુત સંહીતા’ ૨૦૦૦ વર્ષ કરતાં પણ વધુ વર્ષ પહેલાં લખાયેલા છે.

 

Advertisements

ટૅગ્સ:

3 Responses to “ડાયાબીટીસની આયુર્વેદીક દવા”

 1. vbgohel@hotmail.com Says:

  This has become an old news in India now.

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thank you for letting me know this. I have been in New Zealand for more than 41 years and I came to know about this few days ago by an email from my friend Piyushbhai Parikh from Canada.
  I am glad to hear that this is an old news in India, and hope that many people in India aware of this, particularly those suffering from diabetes, so that they may get help.
  Thanks again V.B. Gohel for taking interest in my blog and giving me information.

 3. Bhuleshwar Darji Says:

  Could you or anyone else, let me know where and how we can get this medicine in US. Thank you,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: