આંચકી કે ગોટલા ચડવા – Cramps

નોંધ: ઉપચાર પોતાની પ્રકૃતીને ધ્યાનમાં લઈને યોગ્ય ચીકીત્સકની સલાહ અનુસાર કરવો.

આંચકી કે ગોટલા ચડવા – Cramps

બ્લોગ પર તા. ૨૬-૫-૨૦૧૬

એક ઈમેલમાંથી મળેલું, અંગ્રેજીમાંથી ગુજરાતી – ગાંડાભાઈ

રાત્રે કેટલીક વાર હાથ કે પગમાં ગોટલા ચડે છે. એનાથી બહુ ભારે દુખાવો થાય છે અને ઉંઘમાં પણ વીક્ષેપ પડે છે, જે તંદુરસ્તી માટે નુકસાનકારક છે. રાત્રે થતી આ તકલીફ માટે શરીરમાં જલતત્ત્વની ખોટ અને પગ તરફ લોહીનો પુરતો પ્રવાહ ન હોવાનાં કારણોને મુખ્ય ગણવામાં આવે છે.

આ આંચકી અને સખત દુખાવો માત્ર થોડી સેકન્ડ જ રહે છે. પરંતુ એનાથી સ્નાયુ પર થયેલી અમુક વેદના બેત્રણ દીવસ સુધી રહે છે.

સામાન્ય રીતે આ તકલીફ ૫૦ વર્ષથી વધુ વયનાં લોકોને થતી હોય છે, પણ એનો અર્થ યુવાનોને એ ન જ થાય એમ નથી.

પગની આંચકી ઘણુંખરું પીંડીમાં થાય છે, પણ કેટલાક લોકોને એ પગમાં તળીએ કે જાંઘમાં પણ થાય છે.

આંચકી કે ગોટલા ચડવાને રોકવા માટે કેટલાક ઉપાય-

૧. મેગ્નેશીયમની ટીકડી કે પાઉડર લો

રાહત આપવા માટે જાણીતું મેગ્નેશીયમ પગના ગોટલાના દુખાવાને દુર કરવામાં ઘણું મહત્ત્વનું છે.

મેગ્નેશીયમ ધરાવતા આહાર જેમ કે લીલાં પાંદડાંવાળી ભાજી, કોળાનાં બી, ખજુર, દહીં, કેળાં અને ડાર્ક ચોકલેટ ખાવાથી લાભ થાય, પણ એ કદાચ પુરતું નહીં થાય. તો મેગ્નેશીયમ તેલનો ઉપયોગ કરવો પડે. સુતાં પહેલાં થોડું તેલ પગ પર ઘસો, અને રાત્રે કદાચ તમને આંચકીની તકલીફ નહીં થાય.

મેગ્નેશીયમ તેલ કેવી રીતે બનાવવું?

અર્ધો કપ મેગ્નેશીયમ ક્લોરાઈડ (પાસાદાર પદાર્થ) ઉકળતા અર્ધા કપ ડીસ્ટીલ્ડ વોટરમાં નાખો. જ્યાં સુધી મેગ્નેશીયમ ક્લોરાઈડના બધા દાણા (ક્રીસ્ટલ) પુરેપુરા પાણીમાં ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. પછી નીચે ઉતારી ઠંડું પડવા દો. એને સ્પ્રે બોટલમાં ભરી લો.

સુતાં પહેલાં ૫-૧૦ વખત બંને પગ પર છંટકાવ કરો.

૨. રોજનું જરુરી વીટામીન ડી લેવું.

જો તમે સ્વાસ્થ્ય વર્ધક આહાર લેતા હો છતાં પણ ક્રેમ્પ્સ થતા હોય તો કદાચ તમને વીટામીન ‘ડી’ની ઉણપ હશે. વીટામીન ડી કેલ્શીયમના અભીશોષણ માટે જરુરી હોય છે. જો પુરતા પ્રમાણમાં વીટામીન ડી ન હોય તો શરીરમાં કેલ્શીયમનું પાચન ન થઈ શકે. કેલ્શીયમ શરીરમાં જલતત્ત્વને સમતોલ કરવામાં મહત્ત્વનું છે.

વીટામીન ડી માટેનો સહેલામાં સહેલો રસ્તો સુર્યસ્નાન છે. પરંતુ એ તમે ક્યાં રહો છો તેના પર આધાર રાખે છે, આથી એ બધા સંજોગોમાં શક્ય ન પણ હોય.

જો તમને સુર્યનો તડકો પુરતા પ્રમાણમાં મળી શકે તેમ ન હોય તો મશરુમ અને મચ્છી ખાવાનું પ્રમાણ વધારો. વીટામીન ‘ડી’ની ગોળી પણ લઈ શકાય.

૩. કસરત

પગમાં ચડતા ગોટલાનો એક ઉપાય પગને ખેંચવાની, તાણવાની સાદી કસરત વડે પણ કરી શકાય. એનાથી લોહીનું પરીભ્રમણ વધે છે, જેનાથી પ્રાણવાયુ અને પોષક તત્ત્વો એ ભાગમાં સરળતાથી પહોંચે છે.

એનો એક સાદો ઉપાય કોઈ કાંગરી-કોરવાળી વસ્તુ પર (જેમ કે પાટલો) પગના પંજાનો અંગુઠા તરફનો ગોળ ભાગ ટેકવો અને પગની એડી જમીન પર રાખો. પછી ધીમેથી પંજા તરફ વજન આપો જેમ કારનું એક્સેલરેટર દબાવીએ તેમ. આ સ્થીતીમાં માત્ર બે સેકન્ડ – ‘એક, બે’ એટલું ગણીએ ત્યાં સુધી જ રહો. પછી દસ સેકન્ડ આરામ કરો. તમે તમારા પગના સ્નાયુમાં સારું એવું ખેંચાણ અનુભવશો. બંને પગ આ રીતે  ૬ થી ૮ વખત ખેંચો. આ કસરતથી તમારા ટેટાના સ્નાયુઓ ખેંચાશે, જ્યાં મોટા ભાગના લોકોને ગોટલા ચડતા હોય છે.

એટલું ધ્યાન રાખવું કે કોરવાળી વસ્તુ પાટલો કે લાકડું જમીનથી બહુ વધારે ઉંચું ન હોય. પુસ્તકો એક પર એક મુકીને પણ આ કરી શકાય.

૪. જલતત્ત્વની ઉણપ કે ઈલેક્ટ્રોલાઈટનું અસંતુલન

કેટલીક વાર પુરતું પાણી પીવા જેવા સાદા ઉપાય વડે પણ ગોટલા ચડવાની તકલીફ મટી શકે છે. જો એ ઉપાય તમારા માટે કામ ન કરે તો એનો અર્થ કે તમારા શરીરમાં ઈલેક્ટ્રોલાઈટનું અસંતુલન હોવું જોઈએ. એ સંજોગોમાં ઈલેક્ટ્રોલાઈટવાળું પીણુ પીવું જોઈએ. એવું સાદું ૧ લીટર (૪ કપ) જેટલું પીણુ બનાવવા માટે ૧ લીટર પાણીમાં ૬ ચમચી ખાંડ અને અડધી ચમચી સાદુ (આયોડીન વીનાનું) મીઠું ઓગાળો. જો એનો સ્વાદ ન ગમે તો ખાંડને બદલે પા કપ ઓર્ગેનીક મધ નાખવું. એમાં એક મોટી સાઈઝના લીંબુનો રસ કાઢીને ઉમેરો. અને બે ખાટાં લીંબુ (લાઈમ)નો રસ નાખો. દરરોજ આટલું પીણુ પીવું. એનાથી સારો ફાયદો થશે.

ગોટલા ચડ્યા હોય તો તાત્કાલીક રાહત કેવી રીતે મળે?

રાત્રે એકાએક ગોટલા ચડી સખત દુખાવો થઈ આવે તો તરત જ રાહત મેળવવા માટે આટલું કરો—

પગ સીધો લાંબો કરો અને ઘુંટીમાંથી વાંકો વાળો. પગનો અંગુઠો અને આંગળાં ઉપરની તરફ ઘુંટણ બાજુ સીધાં રાખવાં. પગને ખુબ જોરથી ખેંચીને તાણો. આસ્તેથી ઉભા થઈ ધીમે ધીમે ચાલો. ચાલતાં ચાલતાં પગ હલાવતા રહો જેથી લોહી વધુ સારી રીતે ફરતું થાય. પગના ટેટા પર વર્તુળાકારે માલીસ કરો જેથી ક્રેમ્પ્સમાં રાહત મળે. (મારા અનુભવમાં બાહ્ય પ્રાણાયામ પણ ક્રેમ્પ્સમાં તાત્કાલીક રાહત આપે છે. -ગાંડાભાઈ)

૧૫ ખાદ્યો જે પગના ગોટલામાં ઉપયોગી છે…

સફરજનનો સરકો (apple cider vinegar), કેળાં, સુકો મેવો, કોકો, quinoa (આ નામની વનસ્પતીનાં બી ખાવામાં વપરાય છે, જે દક્ષીણ અમેરીકાના ડુંગરાળ પ્રદેશમાં થાય છે.) ગોળ, કોળાનાં બી, લીલાં પાંદડાવાળી ભાજી, સાદું મીઠું, સેમન અને સારડીન મચ્છી, ખજુર, એવોકાડો, મશરુમ, ગ્રીક યોગર્ટ, ટામેટાં.

 

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: