પ્રેમ, આહાર અને રોગો

પ્રેમ, આહાર અને રોગો

બ્લોગ પર તા. 3-6-2016

પીયુષભાઈના ઈમેઈલમાં મળેલા એક ડૉક્ટરના અંગ્રેજી વીડીઓ પરથી ગુજરાતી-ગાંડાભાઈ

આપણે મનુષ્યના શરીરવીજ્ઞાનનો અભ્યાસ કરીએ તો માલમ પડશે કે પહેલાં મનુષ્ય શીકારીનું જીવન જીવતો હતો. જંગલમાં રહેતો હતો. તે સમયે જે મળી શકે તે એનો ખોરાક હતો, જેમાં ફળફળાદી અને શાકભાજી મુખ્ય હતાં. માણસ ત્યારે ઘણો સ્વસ્થ હતો. કેટલાક પુરાવા બતાવે છે કે ત્યારે કોઈ પણ જાતની માંદગી ન હતી. તે વખતે મૃત્યુ થવાનાં બે જ કારણો હતાં- એક વૃદ્ધાવસ્થા અને બીજું શીકારી પ્રાણીઓનો હુમલો.

બધી જ માંદગીઓ દસ હજાર વર્ષથી ચાલુ થઈ છે, જ્યારથી માનવે સમાજમાં રહેવાનું શરુ કર્યું. અને માત્ર માંસાહાર જ નહીં પણ એકબીજાને ખાવાનું શરુ કર્યું, એટલે કે અરસપરસની ઈર્ષ્યા કરવાનું શરુ થયું. મૃત્યુનું કારણ રોગો નહીં, પણ મન છે. બ્લડપ્રેશર, ડાયાબીટીસ કે કેન્સર મૃત્યુ માટે જવાબદાર નથી, પણ આપણું મન એ માટે જવાબદાર છે. ઈર્ષ્યાળુ, હતાશ મન ઝેરીલું છે. જ્યારે તમે કોઈને ધીક્કારો છો ત્યારે તમે પોતાને જ નુકસાન પહોંચાડો છો, નહીં કે જેને તમે ધીક્કારો છો તેને નુકસાન થાય. જો તમારા શરીરના કોષોનો ફોટો લેવામાં આવે તો શરીરમાંના કરોડો કોષો એકબીજાને અનહદ પ્રેમ કરે છે. એટલું જ નહીં દરેક કોષ બીજાના શરીરના બધા કોષોને પણ ચાહે છે. એ જોઈ શકાશે. દરેક જણના બધા કોષો બીજા બધાં જ લોકોના શરીરના કોષોને પ્રેમ કરે છે. હવે ધારો કે હું મનુભાઈને ધીક્કારું અને તેના શરીરને નુકસાન પહોંચાડવાનું વીચારું તો મારા કોષો ગુંચવણમાં પડી જશે. એ કોષોને થશે કે આ શું થઈ રહ્યું છે, મનુભાઈ પણ મારો જ એક હીસ્સો છે, શા માટે મારા જ હાથપગને ધીક્કારવાનું? હવે આ જો ચાલુ રહે તો મારા શરીરના કોષો એકબીજાને ધીક્કારવાનું શરુ કરશે. જેને ડૉક્ટરો ઑટો ઈમ્યુન ડીસીઝ કહે છે.

તો આ ઑટો ઈમ્યુન ડીસીઝને રોકવો હોય તો શું કરવું? બધાંએ એકબીજાને ચાહવાં જોઈએ, ધીક્કારવાનાં નહીં. જો સર્વત્ર પ્રેમ હોય તો રોગોનું અસ્તીત્વ રહેતું જ નથી. (સંસ્કૃતનો જાણીતો શ્લોક યાદ કરો જેનું ગુજરાતી છે– સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દીવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતી વીસ્તરો… ગાંડાભાઈ) વીશ્વવ્યાપી પ્રેમ એટલે જ આરોગ્ય. આરોગ્ય એટલે રોગનો અભાવ નહીં. રોગો તો બધાને હોય છે, પણ એનાથી મૃત્યુ નથી થતું. રોગોને મૃત્યુ સાથે તો ડૉક્ટરોએ જોડી દીધું છે, લોકોને ગભરાવવા માટે, જેથી એ લોકોનો ધંધો ચાલતો રહે.

ડૉક્ટરો લોકોને કેવી રીતે મુરખ બનાવે છે તેનો એક દાખલો આપું. તમે સાઉથ ઈન્ડીયન હો અને ડાયાબીટીસ થયો હોય તો ડૉક્ટર કહેશે કે ભાત ખાવાનો બંધ કરો, રોટલી ખાઓ. હવે એની સાઉથ ઈન્ડીયન પત્નીને રોટલી બનાવતાં તો આવડે નહીં, પણ પતીને ડૉક્ટરે રોટલી જ ખાવાનું કહ્યું છે આથી એ રોટલીને ધીક્કારે છતાં એણે રોટલી કરવી પડે, કેમ કે પતીના આયુષ્યની એને ચીંતા હોય છે. જે કરવું તમને ગમતું ન હોય છતાં તમે એ કરો તો એની તમારા સ્વાસ્થ્ય પર બહુ બુરી અસર થાય છે. હવે ખરેખર તો ઘઉંમાં ગ્લુટન નામે જે પ્રોટીન છે તે સ્વાદુપીંડને નુકસાનકારક છે. એનાથી ડાયાબીટીસ કાયમી મહેમાન બની જશે. ડૉક્ટરનો ધંધો ચાલુ રહેશે. આથી કોઈના પર વીશ્વાસ કરવો નહીં, તમારી જાત પર વીશ્વાસ કરવો.

આરોગ્ય એટલે કામ કરવાનો ઉત્સાહ. સવારમાં ઉઠો અને તમારી જાતને પુછો, ‘શું હું કામે જવા તૈયાર છું?’  જો કામ પર જવાને તમે થનગની રહ્યા હો તો તમે સ્વસ્થ. બીજું અન્યને મદદ કરવાનો રાજીપો. ‘શું હું કોઈ જરુરતવાળાને સહાય કરવા તત્પર છું?’ સનાતન ધર્મ કહે છે કે બીજાને મદદરુપ થવા માટે તમને આ શરીર આપવામાં આવ્યું છે. રાત્રે સરસ નીદ્રા લો, યોગ્ય પ્રકારે શૌચ ક્રીયા કરી શરીરની અશુદ્ધી દુર કરો, સમુચીત આહાર લો, યોગ્ય આસન જમાવી બેસો, સહુને પ્યાર કરો, કોઈની ઘૃણા ન કરો અને સદા પ્રસન્ન રહો તો તમને કદી કોઈ રોગ થશે નહીં. આપણને રોગ શાથી થાય છે? ક્રોધ (અંગ્રેજીમાં એન્ગર અને ડેન્જરની જોડણીમાં માત્ર ‘D’નો જ ફેર છે,  ‘D’ ઉમેરાયો છે, Anger-Danger), ક્રોધ એવો આવેશ છે જે સત્યાનાશ વાળે છે. Anger(ક્રોધ)માં મોટો Danger(ભય) રહેલો છે. શોક, વધુ પડતો ભય, અતીશય થાક, અયોગ્ય સમયે અયોગ્ય ભોજન, આળસ, બેઠાડુ જીવન વગેરે રોગનાં જનક છે.

ખુરશીમાં બેઠાં બેઠાં સમય પસાર કરવાથી જીવન ટુંકું થશે. જો બેસવાને બદલે ઉભા રહો તો તમારું જીવન ટુંકાતું નથી, જો ચાલો તો જીવન લંબાય છે. ચાલવાથી રક્તાભીસરણ સુધરે છે. વધુ શુદ્ધ લોહી મગજને મળે છે, જેથી વધુ સારી રીતે વીચારી શકાય છે.

વળી બધી રીતે બીનજરુરી આહાર ખોટા સમયે લેવામાં આવે તેનાથી રોગ થાય છે. ત્યારે કરવું શું જોઈએ? હીતાહાર અને મીતાહાર. ખાતી વખતે પ્રસન્ન ચીત્ત, આહાર પ્રત્યે ભાવ, આહાર જોવામાં આવે તે પહેલાં મોંમાં પાણી છુટે અને આહાર જોતાં જ સમગ્ર પાચનમાર્ગ પુલકીત થઈને પાચકરસોનો સ્રાવ થવા માંડે. ભોજન સામગ્રી તૈયાર કરી હોય તેના પ્રત્યે અહોભાવ હોય, જમતી વખતે ખુબ રીલેક્સ અને શાંતચીત્ત હો તો એ આહારનું સરસ રીતે પાચન થશે. અને હા, છેલ્લી વાત કે જમતી વખતે હાથ વડે પકડીને ભોજનની વાનગીઓ મોંમાં મુકો, તમારા હાથના સ્પર્શથી એક જીવંત ઉર્જા પણ ભોજનમાં દાખલ થશે, જે ચમચી અને કાંટા વડે નહીં મળે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “પ્રેમ, આહાર અને રોગો”

  1. vbgohel@hotmail.com Says:

    When we Gujaratis come to know that gluten in wheat is harmful we think of alternatives. Millet and brown rice with lots of vegetables ,fruits and lentils are a few to consume.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    Thanks for your valuable comment Vinodbhai. This might be very helpful to my blog readers.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: