જીવનનું મુલ્ય

જીવનનું મુલ્ય

બ્લોગ પર તા. 26-6-2016

પીયુષભાઈના ઈમેલમાંથી મળેલું. અંગ્રેજીમાંથી ગુજરાતી – ગાંડાભાઈ

એક માણસ ભગવાનને મળ્યો, અને પુછ્યું, “જીવનની કીમત શું?”

ભગવાને એને એક નાનો પથ્થર આપ્યો, અને કહ્યું કે આની કીમત શોધી લાવ, પણ એને વેચી દઈશ નહીં.

એ માણસ એક મોસંબી વેચનારને ત્યાં ગયો અને પુછ્યું, “આની કેટલીક કીમત આવે?”

મોસંબી વેચનારે એ ચળકતા પથ્થરને જોઈને કહ્યું, “હું તને એ પથ્થરના બદલામાં બાર મોસંબી આપું, જો તારે એ વેચવો હોય તો.”

એ માણસે માફી માગતાં કહ્યું કે ભગવાને મને એ વેચવાની ના પાડી છે.

એ આગળ ગયો ત્યાં એક શાકભાજી વેચનાર મળ્યો. “આ પથ્થરની કેટલીક કીમત હશે?” એણે શાકભાજી વેચનારાને પુછ્યું.

એ ફેરીયાએ ચમકદાર પથ્થર જોયો અને કહ્યું, “આ એક ગુણ બટાટાની લઈ જા, અને મને એ પથ્થર આપ.”

એ માણસે એની પણ માફી માગી અને કહ્યું કે એ વેચી શકે તેમ નથી.

આગળ જતાં એ એક ઝવેરીની શોપમાં જઈ ચડ્યો અને એ પથ્થરની કીમત પુછી.

ઝવેરીએ એ પથ્થરને લેન્સ નીચે મુકીને તપાસ્યો અને કહ્યું, “હું તને આના 50 લાખ રુપીયા આપીશ.” એ માણસે જ્યારે નકારમાં ડોકું હલાવ્યું તો ઝવેરી કહે, “સારું ભાઈ સારું, બે કરોડ લઈ લે, પણ પથ્થર મને આપ.”

એ માણસે ખુલાસો કર્યો કે આ પથ્થર એ વેચી શકે તેમ નથી. આગળ જતાં એણે એક હીરા-ઝવેરાતની દુકાન જોઈ. દુકાનદારને એણે પથ્થર બતાવ્યો અને કીમત પુછી.

જ્યારે હીરાના વેપારીએ એ મસમોટું માણેક જોયું તો એણે એક લાલ રુમાલ પાથર્યો, તેના પર એ માણેક મુક્યું અને એની પ્રદક્ષીણા કરી અને એણે માણેકની સામે માથું ટેકવ્યું.

“ભાઈ, આવું સુંદર, અલભ્ય માણેક જેની કીમત આંકી ન શકાય તેવું તું લાવ્યો ક્યાંથી?” એણે પુછ્યું. “હું આખું જગત અને મારું જીવન વેચી દઉં તો પણ આ અમુલ્ય માણેક ખરીદી ન શકું.”

આશ્ચર્યચકીત અને વ્યગ્ર એ માણસ ભગવાન પાસે પાછો ફર્યો, અને બનેલી બીના જણાવી. “ભગવાન હવે તો મને કહો કે જીવનની કીમત શું?”

ભગવાને કહ્યું, “મોસંબીનો વેપારી, શાકભાજીવાળો, ઝવેરી, હીરાનો વેપારી વગેરે પાસેથી તને મળેલા ઉત્તર આપણા જીવનની કીમત બતાવે છે. તમે એક હીરા જેવા કીમતી હો, કદાચ અમુલ્ય હો, પણ લોકો તમારી કીમત તો પોતાની જાણકારી મુજબ જ કરશે, તમારી બાબત તેમની માન્યતા અનુસાર, તેમની આશા-અપેક્ષા, મહત્ત્વાકાંક્ષા, તમને ખુશ કરવા પાછળ તેમનો ઈરાદો ને જોખમ ખેડવાની તેમની શક્તી, આવડત વગેરે મુજબ તમારી કીમત લોકો આંકશે. પરંતુ ગભરાઈશ નહીં, જરુરથી કોઈક તો તને મળશે જ જે તમારું સાચું મુલ્ય આંકશે.

ભગવાનની નજરમાં તમે ખુબ ખુબ મુલ્યવાન છો. હંમેશાં યાદ રાખો. તમે અદ્વીતીય છો. તમારું સ્થાન બીજું કોઈ પણ જણ લઈ ન જ શકે.

 

Tags:

2 Responses to “જીવનનું મુલ્ય”

  1. vbgohel@hotmail.com Says:

    Life is not to be sold ,hence where is the question of value? Our existance is a highly meaningful part of infinite existance and hence it cannot be valued.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    મને લાગે છે કે અહીં વેલ્યુ, મુલ્યનો અર્થ price ભાવ જે વેચવાની ચીજ માટે વપરાય છે તે નથી, It is true life is not a commodity that can be sold. જીવન એ વેચવાની ચીજ નથી. આપની આ વાત સાથે હું પુરેપુરી રીતે સંમત છું. પણ લેખકે જે ઉદાહરણ અહીં લીધું છે તેના પરથી આપે કર્યું છે તે અર્થઘટન કરવાને આપ પ્રેરાયા છો. પણ મને લાગે છે કે અહીં મુલ્ય શબ્દ ઉપયોગીતાના અર્થમાં લેવો જોઈએ. આ ઉપયોગીતા મનુષ્યના નજીકમાં નજીકના એકમથી-એના દેહથી શરુ કરી, એના જીવનસાથી, કુટુંબ, ગામ, વીભાગ એ રીતે દેશ, દુનીયા અને બ્રહ્માંડ-universe સુધી વીસ્તારી શકાય. અને એની એ ઉપયોગીતા સમજનાર બધા પોતાની રીતે સમજે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: