Archive for જુલાઇ, 2016

કેન્સર અને આયુર્વેદ ઔષધીઓ

જુલાઇ 30, 2016

ઉપચાર તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે, કોઈ રોગના પોતાની જાતે ઈલાજ માટે નહીં.

કેન્સર અને આયુર્વેદ ઔષધીઓ

બ્લોગ પર તા. 30-7-2016

મને મળેલી એક અંગ્રેજી ઈમેલમાંથી ગુજરાતી- ગાંડાભાઈ

આંતરડાં અને ખાસ કરીને પાચનક્રીયાના અવયવોના કેન્સરના ઉપાય માટે આયુર્વેદના ગ્રંથોમાં ઘણા ઉલ્લેખ જોવા મળે છે. યોગ પ્રણાલીને આનુસંગીક 700 વર્ષ આસપાસ લખાયેલા બે ગ્રંથો – ચરક અને સુશ્રુત સંહીતા એનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ બંને ગ્રંથોમાં ત્રીદોષ પૈકી કોઈ એકમાં (વાત, પીત્ત, કફમાં) અસંતુલનને કારણભુત ગણવામાં આવે છે. આખા વીશ્વમાં દરેક મનુષ્યના સ્વાસ્થ્યને આ લાગુ પડે છે. જ્યારે દોષોમાં સંતુલન સધાય છે ત્યારે કેન્સર અને બીજા રોગો અદૃશ્ય થઈ જાય છે.

આયુર્વેદનાં નીચેનાં સાત ઔષધો દોષોમાં સંતુલન લાવવા માટે વપરાય છે, જેનાથી કેન્સર કાબુમાં આવી શકે છે કે સંપુર્ણ નાબુદ થઈ શકે છે.

 1. અશ્વગંધા

આયુર્વેદમાં સેંકડો ફરીયાદોમાં વપરાતું આ ઔષધ શરીરની ક્રીયાઓને સામાન્ય કરવામાં અસરકારક ભાગ ભજવે છે. જ્યાં શરીરને એની જરુર હોય ત્યાં એ એની મેળે પહોંચી જાય છે અને મદદગાર બને છે. અશ્વગંધા સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે, અશક્તી દુર કરે છે અને શરીરમાંથી કચરાનો નીકાલ કરે છે. સંશોધનોમાં જાણવા મળ્યું છે કે અશ્વગંધા કેન્સરને વધતું રોકે છે અને સારા કોષોને કોઈ પણ હાની પહોંચાડ્યા વીના ગાંઠ પેદા કરતા કોષોનો નાશ કરે છે.

લસણ

કેટલાયે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેન્સરના ઉપચાર માટે લસણ એક શક્તીશાળી ઔષધ છે. પરાપુર્વથી કુદરતી ઉપચારકો કેન્સરમાં કાચું લસણ કે લસણનો રસ અથવા એનો ઉકાળો વાપરતા આવ્યા છે. આંતરડાના કેન્સર ઉપરાંત લસણ બ્રેઈન કેન્સરના કોષોનો નાશ કરવામાં પણ ઉપયોગી સીદ્ધ થયું છે. વળી એનાથી તંદુરસ્ત કોષોને કોઈ નુકસાન થતું હોતું નથી કે કોઈ આડઅસર પણ નથી હોતી. એમાં થોડી ડુંગળી અને બ્રોકલી ઉમેરવાથી કેન્સર નાબુદ કરવા માટે બહુ જ શક્તીશાળી ઔષધ પ્રાપ્ત થાય છે.

આયુર્વેદ ઔષધોમાં લસણ એક મુખ્ય ઔષધ ગણાય છે.

 1. લીલી ચા

લીલી ચા માત્ર મહેમાનોનું સ્વાગત માટેનું પીણું જ નથી, પણ આંતરડાના કેન્સર અને બીજા કેન્સરની દવા પણ છે. એ કેન્સરના કોષોની વૃદ્ધી રોકે છે, ઉપરાંત એમાં રહેલું કેટેચીન પોલીફીનોલ નામનું રસાયણ તંદુરસ્ત કોષોને હાની કર્યા વીના કેન્સરના કોષોનો નાશ કરે છે. નીયમીતપણે લીલી ચા પીવાથી આંતરડાની કેન્સરની ગાંઠો પેદા થતી વેળા જ નાશ પામે છે. કેન્સર વધી શકતું નથી. નોંધ: લીલી ચા એટલે કેટલાક લોકો લેમન ગ્રાસને લીલી ચા કહે છે તે નહીં, પણ ખરેખરી ચા, કંઈક અપક્વ.

 1. સેલન્ડાઈન

ખસખસના જેવો પીળાં ફુલવાળો આ છોડ પણ આંતરડાના કેન્સરમાં વપરાય છે. વળી એ રોગપ્રતીકાર શક્તીમાં પણ મદદગાર છે, જેથી કેન્સર કે બીજા રોગો પણ થતા અટકી શકે છે. ઉપરાંત આ ઔષધ અસ્થમામાં – દમમાં ઉપયોગી છે, અને ધમનીના કઠણ થઈ જવા સામે કે કોલેસ્ટરોલ વડે બ્લોક થઈ જવા સામે પણ રક્ષણ આપે છે.

 1. કુવારપાઠું(ઍલોવેરા) અને સફરજનનો સરકો (એપલ સાઈડર વીનેગર)

આ બંને ઔષધો સાથે લેવાથી ખાસ કરીને આંતરડામાં જામેલો હાનીકારક કચરો દુર થાય છે. પાચન અવયવોમાં હાનીકારક કચરાનો જમાવ થવાથી રોગો ઉત્પન્ન થાય છે. આ બંને ઔષધો બળતરા અને સોજા દુર કરવામાં પણ ઘણાં અકસીર છે.

 1. આદુ

આયુર્વેદનું આદુ એક મહત્ત્વનું ઔષધ છે. ભારતીય રસોઈની ઘણી વાનગીઓમાં એ વપરાય છે. આંતરડાના કેન્સર થવા પહેલાં જે સોજા જોવા મળે છે તેને સુંઠના ચુર્ણનો કે આદુનો આહારમાં સમાવેશ કરવાથી ગણનાપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાય છે. આદુ સોજા અને સડો દુર કરનારું એક શક્તીશાળી ઔષધ છે. આદુ પાચનમાર્ગ માટે ઘણું સારું છે, એ પાચન અવયવોને સક્ષમ કરે છે, આથી આંતરડાના કેન્સરમાં આદુ ઘરગથ્થુ ઉપચાર તરીકે સૌથી ઉત્તમ ગણાય છે.

30 દર્દીઓ પર કરવામાં આવેલા એક પ્રયોગમાં દરેકને દરરોજ 2 ગ્રામ આદુ આહારમાં આપવામાં આવ્યું હતું. એનું પરીણામ આશ્ચર્યજનક રીતે સુંદર હતું. આ પરીણામ પછી આદુના અન્ય ઔષધીય સંશોધનો માટે આ પ્રકારનો ઉત્સાહ દાખવવામાં આવે એ જરુરી છે, કેમ કે આ બાબતમાં ચીકીત્સકોની દીલચસ્પી વધતી જવાની છે. કેન્સરના ઉપચાર માટે લોકો નીર્દોષ ઔષધની શોધમાં છે, જેનાથી જીવનની ગુણવત્તા ઓછામાં ઓછા ખર્ચે સુધારી શકાય.

બીજા એક અભ્યાસમાં આદુ વડે ગર્ભાશય અને પ્રોસ્ટેટના કેન્સરનો પણ સફળ રીતે ઈલાજ કરવામાં આવ્યો હતો.

 1. હળદર

હજુ સુધી આ ઔષધ વીશે તમે કશું સાંભળ્યું ન હોય તો તમે કદાચ પથ્થર યુગમાં જીવો છો. હળદરમાંનું અદ્ભુત તત્ત્વ લગભગ કોઈ પણ સમસ્યા દુર કરી શકે છે. એ તત્ત્વનું નામ છે કર્ક્યુમીન. એના પ્રભાવથી આંતરડાના કેન્સરના કોષ પોતાની મેળે નાશ પામે છે. કૅનેડાની એક હોસ્પીટલમાં જ્યારે હળદરની કેન્સરના કોષોનો નાશ કરવાની ક્ષમતાને ચકાસવામાં આવી ત્યારે હેરત પમાડે તેવાં પરીણામો જોવા મળ્યાં હતાં.

આંતરડાના કેન્સરના ઉપચાર માટે તમે ઈચ્છો તો કેમોથેરપી કરાવી શકો, જેનાથી તમારા વાળ ખરી જશે, તમને ઉબકા અને ઉલટી થવાની હોય એવું લાગ્યા કરશે, અને તમે સાવ અશક્ત થઈ જશો. કેન્સરના કોષો નાબુદ કરવા તમે ઑપરેશન કરાવી શકો, જે ઘણું ખર્ચાળ હોય છે.

અથવા તમે આ આયુર્વેદીક ઔષધો લઈ શકો, જેનો હજારો વર્ષથી ઉપયોગ થતો આવ્યો છે, અને જે સાવ નજીવા ખર્ચે મળી શકે છે.

કીડની ફેલનો ઉપચાર

જુલાઇ 24, 2016

કીડની ફેલનો ઉપચાર

બ્લોગ પર તા. 24-7-2016

મને મળેલા એક ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે તમને સારું લાગે તો આ ઉચારનો ફેલાવો કરજો અને સંપર્કની જરુર જણાય તો ginger.uses@gmail.com  ને ઈમેલ કરવું અથવા V.P.Elaypari-in-9360009016 પર સવારે 9 વાગ્યા બાદ ફોન કરવો.

 

બંને કીડની નકામી બની ગઈ  હોય અને ડાયાલીસીસ પર હો તો પણ આ ઉપચાર તમને સ્વસ્થ બનાવી શકે છે, અને ડાયાલીસીસની જરુર રહેતી નથી, એવો અનુભવ થયો છે.

125 ગ્રામ આદુ બરાબર ધોઈને મીક્સરમાં બારીક પીસી લો. એને સફેદ કપડામાં મુકી ગાંઠ વાળો. હવે એક વાસણમાં 3 લીટર પાણી ઉકાળો. પાણી બરાબર ઉકળે અને પરપોટા નીકળે ત્યારે કપડામાં બાંધેલી આદુની પોટલી તેમાં ડુબાડો અને ઢાંકણ ઢાંકી દો. એને ધીમા તાપે 20થી 30 મીનીટ ઉકળવા દો. પછી તાપ બંધ કરી દઈ વાસણને બંધ હાલતમાં પાંચ મીનીટ રહેવા દો.

આદુના પાણીવાળું વાસણ દર્દીની નજીક તેના પેટના પાછળના ભાગે રાખો. આદુવાળા પાણીમાં રુમાલ ભીંજવી પીઠ પાછળ અને પેટ નીચેના ભાગે જ્યાં કીડની આવેલી છે ત્યાં શેક કરો. રુમાલ ઠંડો પડે એટલે તેને બીજા વાસણમાં નીચોવી લો, અને ફરીથી આદુવાળા પાણીમાં પલાળી કીડની પર શેક કરો. આદુવાળા પાણીને ઢાંકેલું રાખો જેથી એ ઠંડુ પડી ન જાય. જ્યાં સુધી પાણી હુંફાળું રહે ત્યાં સુધી લગભગ 7થી 8 વખત શેક કરો.

શેક કર્યા પછી આદુનાં 4થી 5 ટીપાં લઈ એ ભાગનું માલીસ કરો. ઉપયોગ કરેલ આદુ અને પાણી ફેંકી દો.

આ ઉપચારથી પેશાબ ખુલાસાથી થશે અને સ્વસ્થતાનો અનુભવ થશે.

 

 

 

ઉત્તમ આહાર

જુલાઇ 19, 2016

ઉત્તમ આહાર

પી.ડી.એફ. ફાઈલ જોવી હોય તો અહીં ક્લીક કરો જે વધુ ક્લીઅર દેખાશે. :  ઉત્તમ આહા1

(બ્લોગ પર તા. 19-7-2016 )

મને અંગ્રેજીમાં મળેલા એક ઈમેલના આધારે એમાં જણાવ્યા મુજબ સહુની જાણ માટે.

નીચે વર્ણવેલ ઉત્તમ આહાર પૈકી શક્ય તેનો ઉપયોગ કરવા પ્રયત્ન કરો. એ દરેકમાં વીટામીન, પોષક દ્રવ્યો અને ક્ષારીય તત્ત્વો (મીનરલ) રહેલાં છે. એ દરેક આપણા સારા સ્વાસ્થ્ય માટેના તથા રોગો સામે રક્ષણ આપવાના અને લાંબા આયુષ્ય માટેના વીશીષ્ટ  ગુણો ધરાવે છે.

આહાર પ્રમાણ ગુણ/ફાયદા
બ્રોકલી બે (આશરે 150 ગ્રામ)  વીટામીન સી, એ અને બીટા કેરોટીન(વીટામીન ‘એ’નું પુર્વ સ્વરુપ) તથા રેસા-ફાઈબર
ગાજર મધ્યમ કદની બે  આંતરે દીવસે બે ગાજર લેવાથી સ્ટ્રોક સામે રક્ષણ મેળવવા પુરતું વીટામીન ‘એ’ મળી રહે છે. જેને હાર્ટએટેક થયેલો હોય તેમનું સ્ટ્રોકજોખમ 50% જેટલુે ઓછું થઈ શકે છે.
મરચાં 1 કે વધુ  મરચામાંની તીખાશ એન્ટી ઑક્સીડન્ટ છે. એમાં લોહીને પાતળું કરવાનો ગુણ છે. આથી સ્ટ્રોક સામે રક્ષણ મળે છે, કૉલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે, ડી.એન.એ.ને રક્ષે છે, આનંદની લાગણી જન્માવનાર તત્ત્વને પણ કદાચ પ્રોત્સાહીત કરે છે.
પાલખ (સ્પીનીચ) 1 કપ – રાંધ્યા વીનાની  પાલખમાં વીટામીન એ, સી તથા બી સમુહનો એક પ્રકાર અને મેગ્નેસીયમ હોય છે, જે કેન્સર સામે, હૃદયરોગ સામે અને સ્ટ્રોક સામે રક્ષણ આપે છે. વળી એ શરીરમાં પેદા થતા નુકસાનકારક મુક્તકણોની ઉત્પત્તી રોકે છે, અને હાડકાંને કદાચ પોચાં થતાં પણ અટકાવે છે.
મશરુમ પા (1/4) કપ સુકવેલાં ઉત્તમ જાતનાં  જેનું કાર્બોહાઈડ્રેટમાં રુપાંતર થાય છે એ પદાર્થ મશરુમમાં હોય છે. એનાથી રોગપ્રતીકારક શક્તીને બળ મળે છે. મશરુમની બધી ઉત્તમ જાતો કેન્સર અને વાયરસથી ફેલાતા રોગો સામે રક્ષણ આપે છે.
ટામેટાં 1 મધ્યમ કદનું ટામેટું  ટામેટામાં એક પ્રકારનું એન્ટી ઑક્સીડન્ટ રહેલું છે, જે વીટામીન સી કરતાં પણ વધુ શક્તીશાળી છે. એનાથી રોગપ્રતીકારક શક્તી જાગ્રત થાય છે અને વૃદ્ધાવસ્થા લાવનાર પરીબળને કાબુમાં રાખે છે.
સ્ટ્રોબરી 1/2 કપ  એમાંનું અમ્લ તત્ત્વ કેન્સર પ્રતીરોધક છે.
પપૈયું, પાઈનેપલ અને કીવી એક પપૈયું, 1 કપ પાઈનેપલ, 1-2 કીવી  પાચનક્રીયાને મદદકરનાર તત્ત્વો આ ફળોમાં પુશ્કળ પ્રમાણમાં રહેલાં છે. એનાથી રોગપ્રતીકારક શક્તીની ક્ષતીને લીધે થતા રોગોથી માંડી એલર્જી, કેન્સર અને એઈડ સુદ્ધાંમાં મદદ મળે છે.
કેરી 1 કેરી  એમાં રહેલું એક જાતનું તત્ત્વ રોગપ્રતીકારક શક્તીમાં વધારો કરે છે.
લીંબુ વર્ગનાં ફળો 1 મોટું મોસંબી કે એનાં જેટલા પ્રમાણમાં અન્ય એ વર્ગનાં ફળ  આ ફળોમાં રહેલું વીટામીન સી વીવીધ કેન્સર જેમ કે ફેફસાં, ગળું, હોજરી, અન્નનળી વગેરે સામે રક્ષે છે. એમાં સારા પ્રમાણમાં એક ઉપયોગી તત્ત્વ છે જેને વીટામીન પી પણ કહે છે.
આલુ (એપ્રીકોટ ) 3 તાજાં  તાજાં આલુમાં વીટામીન ‘એ’નું પુર્વ રુપ સારા પ્રમાણમાં હોય છે. ઉપરાંત એમાં વીટામીન સી અને ફાઈબર પણ હોય છે.
કેળાં મધ્યમ કદનું એક  મેગ્નેશ્યમનો ભરપુર ખજાનો  (જે રુધીરાભીસરણમાં મદદ કરે છે), પોટેશ્યમ અને સાકરના  ધીમા અભીશોષણમાં સહાયક,  એક પ્રકારના દ્રાવ્ય ફાઈબરનો સુંદર સ્રોત, ફ્રી રૅડીકલને રક્તશર્કરામાં પ્રવેશતાં રોકે છે.
લસણ તાજા લસણની 2-3 કળી અથવા 1 ચમચી લસણનો પાઉડર  એનાથી બ્લડપ્રેશર અને કૉલેસ્ટ્રોલ ઘટે છે. એમાં કેન્સરના કોષોનો નાશ કરે તેવાં રસાયણ (કેમીકલ) પણ હોવાની શક્યતા છે.
લીલી  ચા

(લેમનગ્રાસ  નહીં)

1 કપ  લીલી ચામાં પોલી ફીનોલ નામનું રસાયણ હોય છે, જે હૃદયરોગ, કેન્સર અને સ્ટ્રોકનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે.
કઠોળ સારી રીતે રાંધેલું 1 કપ  એમાં સારા પ્રમાણમાં પ્રોટીન અને જટીલ કાર્બોદીત પદાર્થ હોય છે. વળી એમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને જાતના ફાઈબર પણ છે.   જે કબજીયાત દુર કરવામાં મદદ કરે છે. વળી એમાં કેન્સર સામે રક્ષણ આપે તેવાં  રસાયણો પણ રહેલાં છે.
સોયાબીન  અને ટોફુ 120 ગ્રામ ટોફુ અથવા એના પ્રમાણમાં સોયાબીનની કોઈ પણ વાનગી  હાનીકારક કૉલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે, જેનાથી હૃદયરોગનું જોખમ ઘટે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો નીયમીત રીતે સોયાબીનની વાનગી લેતા હોય તેમને  પ્રોસ્ટેટ, આંતરડાં, ફેફસાં, જઠર વગેરેના કેન્સરનું જોખમ ઘટે છે કે એનો દર નીચો જાય છે.
સેમન  મચ્છી 100 ગ્રામ  એમાં હૃદયરોગ સામે રક્ષણ આપે તેવું ઓમેગા-3 ઓઈલ હોય છે. ઉપરાંત એમાં કેલ્શ્યમ, મેગ્નેશ્યમ, પ્રોટીન અને વીટામીન બી પણ છે.
ઑટ 1 કપ ઑટમીલ, અથવા 1-1/4(1.25) કપ ઑટ ફ્લેક  ઑટબ્રેનથી કૉલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશર ઘટે છે. આંતરડાના કેન્સરનું જોખમ પણ કદાચ ઘટે છે. ઑટમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઈબર રહેલા છે, જે કબજીયાત દુર કરવામાં મદદ કરે છે.

 

લકવો – Stroke

જુલાઇ 14, 2016

લકવો – Stroke

બ્લોગ પર તા. 14-7-2016

પીયુષભાઈના ઈમેલમાંથી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ટુંકાવીને -ગાંડાભાઈ

અમેરીકામાં દર વર્ષે લગભગ છ લાખ લોકો લકવાગ્રસ્ત થાય છે. એનાથી મૃત્યુ થવાની શક્યતા 20% જેટલી પણ અપંગ બની જવાની શક્યતા 40% તેમજ 25% શક્યતા તો પુરેપુરી પંગુતા, એટલે પથારીવશ કે વ્હીલચેરમાં.

લોહીમાં જામતી છારી(પ્લાક)નો કણ જ્યારે મગજને લોહી પહોંચાડનાર ધમનીમાં આવી જાય અને મગજના અમુક ભાગને લોહી મળી ન શકે ત્યારે જે સ્ટ્રોક થાય છે તે પુરુષોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. આ હાર્ટ એટેક જેવું જ છે, એટલું જ કે હૃદયના કોષોને લોહી ન મળવાથી તે જેમ નાશ પામે તેમ અહીં મગજના કોષો લોહીના અભાવે હજારોની સંખ્યામાં નાશ પામે છે. એનાથી કદાચ અડધું શરીર લકવાગ્રસ્ત બને કે કદાચ તમારી વાચા અસરગ્રસ્ત થાય. અથવા કદાચ અકાળે વૃદ્ધાવસ્થા આવી પડે.

પરંતુ ‘બ્રેઈન એટેક’ અનીવાર્ય નથી, એને નીવારી શકાય, એનાથી બચવાના ઉપાયો છે.

મેયો ક્લીનીકના જ્ઞાનતંત્ર વીજ્ઞાનના પ્રોફેસરના કહેવા મુજબ 50થી 80 ટકા સ્ટ્રોક નીવારી શકાય તેમ હોય છે. તમારી ઉંમરના 60, 70 કે 80ના દસકામાં સ્ટ્રોકથી બચવું હોય તો તમારી 25, 35 કે 45ની ઉમ્મરે તમારે નીચેની સાત બાબતો અંગે યોગ્ય કાળજી રાખવાનો નીર્ણય લેવો જોઈએ.

 

 1. 1. પાણી

જે પુરુષો 225 મી.લી. ના પાંચ કે તેથી વધુ ગ્લાસ પાણી દરરોજ પીતા હોય તે પુરુષોને 3 કે તેથી ઓછા ગ્લાસ પીતા પુરુષોની સરખામણીમાં સ્ટ્રોકની શક્યતા 53 ટકા જેટલી ઓછી રહે છે. પાણી લોહીને પાતળું કરે છે, જેથી ક્લોટ થવાની શક્યતા ઘટે છે. પણ બધું પાણી એકી સાથે ગટગટાવી ન જતા. લોહી પાતળું રહે એ માટે તમારે સવારે એક-બે ગ્લાસથી શરુ કરી આખા દીવસ દરમીયાન પાણી પીતા રહેવું જોઈએ.

 

 1. 2. સોડા

પણ જો પાણી સીવાય બીજું કોઈ પ્રવાહી વધુ પડતું પીવામાં આવે તો ખરેખર તો સ્ટ્રોકની શક્યતા વધી જાય છે,  46% જેટલી વધી જાય! એનું કારણ ખાંડવાળું પાણી જેમ કે સોડા-લેમન પીવાથી એમાંની ખાંડ લોહીમાંનું પાણી શોષી લે છે, જેથી લોહી ઘટ્ટ બને છે.

બીજું કારણ કદાચ એ પણ હોય કે પ્રવાહી શર્કરા શરીરમાં પ્રવેશવાથી જે એક પ્રકારની વધારાની ચરબી પેદા થાય છે તે પાણીના અણુઓને શોષી લઈને બને છે. આથી લોહી ઘટ્ટ થતાં ધમનીના રોગોનું જોખમ પેદા થાય છે.

 1. 3. એક, બે, ત્રણ

કદાચ તમે તમારા સ્ટ્રોકનું જોખમ ઘટાડ્યું હશે.

‘સ્ટ્રોક’ નામના જર્નલમાં પ્રગટ થયેલ એક અભ્યાસમાં સંશોધકોએ જોયું કે 2,100 પુરુષો પૈકી જે લોકો સતત ચીંતાતુર રહેતા હતા તેમને મરણતોલ સ્ટ્રોકનું જોખમ ચીંતા નહીં કરનાર પુરુષો કરતાં ત્રણ ગણું વધુ હતું. ચીંતાને કારણે ડોપામાઈન નામના રસાયણનું પ્રમાણ ઘણું બધું વધી જાય છે, જે મગજમાં લોહીના પરીભ્રમણનું નીયંત્રણ કરે છે. એક, બે, ત્રણ સુધી ગણવાથી અથવા બીજી કોઈ રીતે તમારા મગજને કાબુમાં લઈ શાંત કરવાથી સેરોટીનીન નામનું રસાયણ યોગ્ય પ્રમાણમાં પેદા થશે જે ડોપામાઈનને સમતોલ કરવાનું કામ કરે છે.

 1. 4. પણ જરા થોભો

જો તમે કોઈ બીડી-સીગારેટ ફુંકનારની આસપાસ હો તો?

ઑકલેન્ડ યુનીવર્સીટીના સંશોધકોએ શોધ કરી છે કે જે લોકોને ધુમ્રપાન કરનારની નજીક રહેવાનું દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે તેમને સ્ટ્રોકની શક્યતા બીજા લોકો કે જેમને એવી તમાકુના ધુમાડાવાળી હવા શ્વાસમાં લેવાની હોતી નથી તેમની સરખામણીમાં 80% જેટલી વધુ હોય છે.

લાગે છે કે રક્તવાહીનીઓના પ્રસરણમાં મદદકર્તા નાઈટ્રીક ઑક્સાઈડને કાર્બન મોનોક્સાઈડ વીક્ષેપ પહોંચાડે છે. આથી રક્તવાહીનીઓ પહોળી ન થતાં ક્લોટ પેદા થાય છે. બારમાં રાત્રી વીતાવ્યા પછી કાર્બન મોનોક્સાઈડના એકેએક અણુને દુર કરવા માટે તમારે સતત આઠ કલાક સુધી ચોખ્ખી હવા તમારાં ફેફસાંમાં ભરતા રહેવું પડે. જો કે મોટા ભાગનો કાર્બન મોનોક્સાઈડ તો પહેલા એક કલાકમાં તમારા શરીરમાંથી દુર થઈ જશે, પણ પુરેપુરો નહીં. પુરેપુરો તો આઠ કાલાક સુધી ચોખ્ખી હવામાં રહેવાનું થશે તો જ દુર થઈ શકશે.

તો બારમાંથી ઘરે જતી વખતે તમારી કારની બારીના કાચ નીચે ઉતારી ચોખ્ખી હવા લેવાનું યાદ રાખજો.

 1. 5. હોમોસીસ્ટેઈનથી સાવધાન

આપણા શરીરમાં આ રસાયણ પ્રોટીનના બંધારણ માટે જરુરી હોય છે. પણ જેમના લોહીમાં એનું પ્રમાણ વધુ પડતું હોય છે તેમને સ્ટ્રોકની શક્યતા જેમના લોહીમાં ઓછું પ્રમાણ હોય તેના કરતાં વધી જાય છે. વીટામીન બી કોમ્પલેક્ષ જેને ફોલીક એસીડ કે ફોલેટ પણ કહેવાય છે તેનું સેવન વધુ કરવામાં આવે તો સ્ટ્રોકનું જોખમ ઘટી શકે, પણ એ માત્ર અમુક લોકોને મદદ કરે છે. 50થી 60 ટકા લોકોમાં હોમોસીસ્ટેઈનનું પ્રમાણ ફોલેટથી ઘટી શકતું નથી.

એક સંશોધન અનુસાર 1000 માઈક્રોગ્રામ (1માઈક્રોગ્રામ=1 ગ્રામનો દસ લાખમો ભાગ) ફોલેટ, સાથે 25 મીલીગ્રામ વીટામીન બી6, 1000 માઈક્રોગ્રામ બી12 અને 1800 મીલીગ્રામ સીસ્ટેઈન સપ્લીમેન્ટ તરીકે લેવાથી લગભગ દરેક જણના શરીરમાં હોમો સીસ્ટેઈનનું પ્રમાણ સામાન્ય રહી શકે છે.

 1. 6. કસરત

એરોબીક કસરત સ્ટ્રોકથી બચવાની દવા છે. જો તમે દોડી ન શકો કે સાઈકલ ચલાવી ન શકો તો વજન ઉંચકવાની કસરત કરો. નીયમીત ભારે કસરતથી બ્લડપ્રેશર ઘટી શકે છે, સારા કૉલેસ્ટરોલમાં વધારો થાય છે, ખરાબ કૉલેસ્ટરોલમાં ઘટાડો થાય છે, અને લોહીની ચીકાશ ઘટે છે.

 1. 7. ફ્લુનાં ઈન્જેક્શન (વેક્સીનેશન)

ફ્લુનાં ઈન્જેક્શન જાણે સ્ટ્રોક મટાડવાની રસી છે. સંશોધનમાં જાણવામાં આવ્યું છે કે જે લોકોએ પાંચ વર્ષ સુધી ફ્લુનાં ઈન્જેક્શન-રસી લીધી હતી તેમને રસી ન લેનારની સરખામણીમાં સ્ટ્રોકનો હુમલો આવવાની શક્યતા 42% જેટલી ઓછી જોવામાં આવી હતી. ફ્લુનો ચેપ અને તેનાથી આવતા સોજાને લીધે ધમનીને નુકસાન થાય છે અને લોહી ગંઠાઈ જવાની શક્યતા વધે છે.

ફ્લુની રસી લેવાનો સૌથી ઉત્તમ સમય ફ્લુનો વાવડ શરુ થતો હોય તેના એક મહીના પહેલાંનો છે. જુદા જુદા દેશોમાં આ જુદો જુદો હશે. જેમ કે અમેરીકામાં આ રસી નવેમ્બરમાં લેવી જોઈએ, જ્યારે અહીં ન્યઝીલેન્ડમાં એનો સમય એપ્રીલ-મેનો ગણાય. સામાન્ય રીતે આ રસીથી ફ્લુ સામે બે આઠવાડીયા પછી રક્ષણ મળી શકે છે.

સત્ય

જુલાઇ 12, 2016

સત્ય

(બ્લોગ પર તા. 12-7-2016)

જે દીવસે મૃત્યુ થશે, તે દીવસે બધા પૈસા બેન્કમાં જ રહી જશે.

જ્યારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે આપણને લાગતું હોય છે કે આપણી પાસે ખર્ચવા માટે પુરતા પૈસા નથી. સાચું તો એ છે કે જ્યારે મૃત્યુ થશે ત્યારે મોટા ભાગનું ધન ખર્ચ્યા વગરનું રહી જશે.

એક ચીની સોફ્ટવેર એન્જીનીઅરનું મૃત્યુ થયું. એ પોતાની વીધવા પત્ની માટે બેન્કમાં ૨.૯ મીલીઅન ડૉલર મુકી ગયો. પછી વીધવાએ જવાન નોકર સાથે લગ્ન કરી લીધાં.

નોકરે કહ્યું, “હું હંમેશાં વીચારતો હતો કે હું મારા માલીક માટે કામ કરું છું. પણ હવે મને સમજાયું કે આ તો માલીક આખી જીંદગી મારા માટે કામ કરતા હતા.”

બોધ: જરુરી તો એ છે કે વધારે ધન ભેગું કરવાને બદલે વધારે જીવવું.

સારા અને સ્વસ્થ શરીર માટે પ્રયત્ન કરો.

– મોંઘા ફોનના ૭૦% ફંક્શન બીનઉપયોગી રહી જાય છે.

– મોંઘી કારની ૭૦% સ્પીડનો ઉપયોગ જ નથી થતો.

– આલીશાન મકાનનો ૭૦% હીસ્સો હંમેશાં ખાલી જ રહે છે.

– પુરા કબાટમાંથી ૭૦% કપડાં તો પડ્યાં જ રહે છે.

– પુરા જીવનની કમાણીનો ૭૦% હીસ્સો બીજા માટે રહી જાય છે.

– ૭૦% ગુણોનો જીવનમાં ઉપયોગ પણ થતો નથી હોતો.

પણ જે ૩૦% વાપરીએ છીએ તે કેવી રીતે વાપરશો?

સ્વસ્થ હો તો પણ નીયમીત ચેકઅપ કરાવો. તરસ ના હોય તો પણ પાણી પીતા રહો. પોતાના અહંનો ત્યાગ કરો. શક્તીશાળી હોવા છતાં પણ સરળ અને સૌમ્ય રહો. ધનીક ના હો તો પણ પરીપુર્ણ રહો. જીવનનો સાચો મતલબ સમજો.

 

હમ હોંગે કામિયાબ

જુલાઇ 8, 2016

હમ હોંગે કામીયાબ

બ્લોગ પર તા. 8-7-2016

(બી.જે. મિસ્ત્રીના ઈમેલમાંથી સહુની જાણ માટે)

(એક જ ઈ-ઉની જોડણી સીવાય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.)

વીશેષ – સપના દેસાઈ

મન હોય તો માળવે જવાય એ કહેવત 38 વર્ષના યુવાન, મહેનતુ અને કર્તવ્યનીષ્ઠ સરકારી અધીકારી રામદાસ કોકરેને બરાબર લાગુ પડે છે. કોઈ પણ કામને પુરું કરવાનો એક વખત નીશ્ચય કરી લીધો તો પછી એને દુનીયાની કોઈ તાકાત અટકાવી શકતી નથી. બસ તમારે ફક્ત તમારા ઉદ્દેશ્યને પુરું કરવા પર અટલ  રહેવું જોઈએ. જો એટલું કરી શકો તો આપોઆપ તમારે રસ્તે આડાં આવનારાં તમામ વીઘ્નો દુર થઈ જાય છે. એવોજ કંઈક રામદાસ કોકરેની લાઈફનો ફંદો છે.

રામદાસ કોકરે મહારાષ્ટ્રના કોંકણ જીલ્લાના પર્યટનસ્થળ તરીકે લોકોમાં જાણીતા બનેલા વેંગુર્લા શહેરના નગરપરીષદના ચીફ એક્ઝીકયુટીવ ઑફીસર છે. તેમનાં પ્લાસ્ટીક નીર્મુલન અભીયાન, કચરા નાબુદી અભીયાન અને તમામ ડમ્પીંગ ગ્રાઉન્ડને દુર કરવાના અભીયાનને કારણે તેઓ ફકત કોંકણમાં જ નહીં પણ મહારાષ્ટ્રના તમામ જીલ્લાઓમાં જાણીતા બની ગયા છે. રાજ્યની તમામ મોટા જીલ્લાઓની મહાપાલીકાઓ તેમને કમીશ્નર બનાવવા તત્પર છે અને હાલમાં જ તેમની આ કામગીરીને કારણે થાણે મહાનગરપાલીકા અને કલ્યાણ-ડોંબીવલી મહાનગરપાલીકાના નગરસેવકોએ રામદાસ કોકરેની ટ્રાન્સફર તેમને ત્યાં કરાવવાની માગણી કરી હતી. સરકારી અધીકારીથી લોકો દુર ભાગતા હોય છે, પણ આ અધીકારી એવો છે જેને પોતાને ત્યાં બોલાવવા લોકો ઉત્સુક છે.

કોઈ પણ જાતની પબ્લીસીટી સ્ટંટ કરવાને બદલે ચુપચાપ દીવસરાત પોતાના કામમાં વ્યસ્ત રહેનારા આ યુવાન અધીકારીની કામગીરીની નોંધ હાલમાં ખુદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીધી છે. તેમની કચરાના નીકાલ માટે અપનાવેલી વેંગુર્લા પેટર્નને રાજયભરમાં અમલમાં લાવવા બાબતે પણ સરકાર વીચારાધીન હોવાનું હાલમાં જ રાજયના ચીફ જનરલ સેક્રેટરી સ્વાધીન ક્ષત્રીયએ કહ્યું હતું. મહારાષ્ટ્રના તમામ જીલ્લાઓમાં જો તેમની કચરાના નીકાલ માટેની વેંગુર્લા પેટર્ન સફળ થાય તો ભવીષ્યમાં દેશનાં અન્ય રાજયોમાં પણ તે ઉપયોગી સાબીત થઈ શકે.

રામદાસ કોકરેએ જે પધ્ધતીએ વેંગુર્લા શહેરને શુન્ય કચરામુકત અને ડમ્પીંગગ્રાઉન્ડમુકત કરીને કચરામાંથી નગરપરીષદને આવક ઉભી કરી આપી છે, તેની નોંધ લઈને મુખ્ય પ્રધાને હાલમાં જ તેમનું સન્માન પણ કર્યું હતું. તો હાલમાં જ તેમને વસુંધરા પુરસ્કારથી પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. સંત ગાડગે બાબા સ્વચ્છતા અભીયાન અતંર્ગત તેમના કાર્યની નોંધ લઈ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

મુળ સોલાપુરના કર્નાલા તાલુકાના રીતેવાડી ગામના ખેડુત પરીવારમાં જન્મેલા રામદાસનો પરીવાર ખેતીવાડી સાથે સંકળાયેલો હોવાને કારણે નાનપણથી તેમને ગ્રીનરી અને પર્યાવરણ માટે ખાસ લાગણી રહી છે. નાનપણમાં ભણવામાં હોશીયાર પણ ખોબલા જેવા ગામડામાં રહેલી પ્રાથમીક શાળાની ઈમારત ખખડી ગયેલી હોવાને કારણે સ્કુલમાં એડમીશન લીધા બાદ પણ ભણવા માટે સ્કુલમાં જગ્યા નહીં હોવાને કારણે પહેલા ધોરણને બદલે તેમને સીધા બીજા ધોરણમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ચોથા ધોરણ સુધીનું પ્રાથમીક શીક્ષણ આ સ્કુલમાં જ લીધા બાદ બાજુના ગામમાં રહેલી શાળામાં દસમા ધોરણ સુધીનો અભ્યાસ પુરો કર્યો હતો, અને મુળ તો ખેડુત પરીવારના હોવાને કારણે દસમાની બોર્ડની પરીક્ષા પાસ કરીને પુણેની એગ્રીકલ્ચર કોલેજમાં એડમીશન લીધું હતું. કોલેજના અભ્યાસ દરમીયાન જ સરકારી નોકરીમાં જોડાઈને પોતાના ગામના અન્ય યુવાનોની માફક દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના હતી. ગ્રેજ્યુએશન કરીને એગ્રીકલ્ચરમાં એમ.એસ.સી. કર્યા બાદ તેમણે સરકારી નોકરી માટે પરીક્ષા આપી હતી અને પહેલી નોકરી તેમણે પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે કરી હતી.

પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે કામગીરી તો કરી પણ કામનો ખરો આનંદ તેમને આવતો નહોતો. પહેલેથી જ પર્યાવરણ માટે ખાસ લાગણી ધરાવતા રામદાસનું મન કંઈક અલગ કરવા તત્પર રહેતું હતું. પોલીસ ખાતાની નોકરીમાં મન નહોતું લાગતું. એ દરમીયાન તેમણે અન્ય સીવીલ પરીક્ષા આપવાની ચાલુ જ રાખી હતી. અને એમાં પાસ થતાં તેમને કોંકણ જીલ્લાના દાપોલી ગામના નગરપાલીકાના ચીફ ઍક્ઝીક્યુટીવની પોસ્ટ મળી હતી. આ પોસ્ટ એટલે ભાવતું હતું અને વૈદ્યે કીધું જેવું તેમને માટે થઈ ગયું હતું. વર્ષોથી પર્યાવરણના જતન માટે શું કરી શકાય તેની યોજનાઓ બનાવી રહ્યા હતા તેને દાપોલીમાં અમલમાં લાવવા માટેના તેમના પ્રયાસ શરુ થઈ ગયા હતા. પ્લાસ્ટીકમુક્ત, કચરામુક્ત તેમની યોજનાઓ પર તેમણે કામ શરુ કરી દીધું હતું, પણ પોતાની યોજના પુર્ણ રીતે અમલમાં લાવે એ પહેલાં જ તેમની ટ્રાન્સફર વેંગુર્લા નગરપરીષદના ચીફ ઍક્ઝીક્યુટીવ ઓફીસર તરીકે થઈ ગઈ હતી.

મહારાષ્ટ્રમાં જ નહીં પણ દેશભરમાં પર્યાવરણ માટે લોકોને જાગૃત કરવાનો નેક ઈરાદો રાખનારા રામદાસ કોકરે જે કામ દાપોલીમાં કરી શકયા નહીં તે તેમણે વેંગુર્લામાં કરી બતાવવાની ચેલેન્જ સ્વીકારી લીધી હતી, જેમાં અડચણો તો ઘણી આવી પણ પોતાની ઈચ્છાશક્તી અને સ્થાનીક નાગરીકોના સહકારથી વર્ષનું માત્ર ને માત્ર 16 કરોડ રુપીયાનું આર્થીક બજેટ ધરાવતા વેંગુર્લા શહેરને માત્ર ચાર મહીનાની અંદર પુરેપુરું કચરામુક્ત, પ્લાસ્ટીકમુક્ત અને ડમ્પીંગગ્રાઉન્ડમુક્ત કરીને મહારાષ્ટ્રની અન્ય મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓને એક આદર્શ ઉદારણ પુરું પાડયું છે.

શું છે વેંગુર્લા પેટર્ન ?

દેશના એક રાજયના આર્થીક બજેટ કરતાં પણ મોટું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલીકા માટે પણ પ્લાસ્ટીકના કચરાનો નીકાલ કરવો માથાનો દુખાવો બની ગયો છે ત્યારે રામદાસ કોકરેએ વેંગુર્લા શહેરને કચરામુક્ત કરીને એ કચરામાંથી જ વીજનું અને કોલાસાનું ઉત્પાદન કરીને નગરપાલીકાને આવક તો ઉભી કરી આપી પણ સાથે જ કચરામાં રહેલાં પ્લાસ્ટીકનો ઉપયોગ વેંગુર્લાના રસ્તા બનાવવા માટે કર્યો છે.

વેંગુર્લા પેટર્ન કઈ રીતે કામ કરે છે?

પહેલાં તો કચરાના વર્ગીકરણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. નગરસેવકોને અને જનતાને વીશ્વાસમાં લીધાં. લોકો સાથે મીટીંગ કરીને જનજાગૃતી અભીયાન ચલાવ્યું. રોજ જમા થતા કચરાનું વર્ગીકરણ કેટલું મહત્ત્વનું છે તે લોકોના ગળે વાત ઉતારી. તે મુજબ સુકો અને ભીનો કચરો અલગ, પ્લાસ્ટીકનો અલગ અને કાચ તથા અન્ય ધાતુ એમ ચાર પ્રકારે વર્ગીકરણ કરવાનું હાઉસીંગ સોસાયટીઓને માટે ફરજીયાત બનાવ્યું. આ કાર્યપધ્ધતી અમલમાં લાવવા ‘ગુડ મોર્નીંગ ટીમ’ની સ્થાપના કરી અને એના દ્વારા લોકોમાં જનજાગૃતી લાવવામાં આવી. પ્રત્યેક વોર્ડમાં નગરસેવક અને એક અધીકારી તથા અન્ય કર્મચારીઓ મળી પંદર જણની ટીમ બનાવી અને તેમના પર વેંગુર્લાના નગરઅધ્યક્ષ અને ખુદ રામદાસ કોકરે ધ્યાન આપતા હતા. કચરાનું વર્ગીકરણ કર્યું ન હોય તેમનો કચરો લેવો નહંીં અને તેમને દંડ ફટકારવો એવો સખત કાયદો બનાવ્યો. નવી સોસાયટી બનાવતા સમયે કચરાના વર્ગીકરણની શરત ફરજીયાત રાખવામાં આવી અને બેદરકારી જણાઈ આવે તો સબંધીત બીલ્ડર, સોસાયટીઓને ઓક્યુપેશન સર્ટીફીકેટ આપવામાં આવતું નથી.

લગભગ એક વર્ષથી ચાલતી આ કામગીરી દરમીયાન રામદાસ કોકર અને તેમના અધીકારીઓએ આખા વર્ષ દરમીયાન એક દીવસની પણ રજા લીધી નહોતી. વર્ષના 365 દીવસ સવારના 7 થી સાંજના 8 વાગ્યા સુધી આ જ કામમાં રચ્યા પચ્યા રહેતા હતા.

કચરામાંથી આવક ઉભી કરી

આખા વેંગુર્લામાં કચરાનું ચાર પ્રકારે વર્ગીકરણ કરીને તેને ડમ્પીંગ ગ્રાઉન્ડમાં લાવવામાં આવે છે ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેનું વર્ગીકરણ કરીને રાખવામાં આવે છે. જેમાં ધાતુ, કાચની બાટલીઓ, પ્લાસ્ટીકની વસ્તુઓને ભંગારમાં વેચી દેવાતાં પૈસાની આવક થાય છે. પ્લાસ્ટીકની થેલીઓ, પ્લાસ્ટીકના કાગળ વગેરેને ક્રશર મશીનમાં નાખીને ક્રશ કરીને 20 રુપીયે કીલો વેચવામાં આવે છે અને તેનો જ ઉપયોગ રસ્તો બનાવવામાં માટે કરવામાં આવે છે. રસ્તો બનાવવા માટે ડામરમાં આઠ ટકા પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાને કારણેે રસ્તાની લાઈફ પાંચ ટકા વધી ગઈ હોવાનું કહેવાય છે. સુકા કચરામાંથી કોલસો બનાવવા માટે ખાસ મશીન લેવામાં આવ્યું છે, અને તેમાંથી કોલસો બને છે, જેની અનેક કંપનીઓ અને કારખાનાઓ ખરીદી કરે છે. એટલું જ નહીં પણ કચરામાંથી બાયોગેસ પ્રોજેકટ પણ ચલાવવામાં આવે છે. ભીના કચરામાંથી મીથેન વાયુ ભેગો કરીને જનરેટરના માધ્યમથી વેંગુર્લા નગરપરીષદની ઓફીસ માટે વીજનું ઉત્પાદન કરવામાં આવે છે અને વેંગુર્લાની સ્ટ્રીટ લાઈટ પણ આ વીજળીના ઉપયોગથી જ ચાલે છે. સરકારી અધીકારીનું નામ પડતાં લોકોના નાકનું ટેરવું ચડી જતું હોય છે, પણ રામદાસ કોકરે એમાં અપવાદ છે. આ એવો અધીકારી છે જેનાં ઉજળાં કામ  જીવનમાં ઉજાસ લાવી દે છે અને સરકારની પ્રતીમા ઉજળી બનાવે છે.

ઉંઘનું મહત્ત્વ

જુલાઇ 6, 2016

 ઉંઘનું મહત્ત્વ

(બ્લોગ પર તા. 6-7-2016 )

ભાઈશ્રી પીયુષભાઈની ઈમેલમાંથી ગુજરાતીમાં – જે એના મુળ લેખકની નીચેની નોંધ સાથે અંગ્રેજીમાં મળી હતી.

Do Share it with all the Good People in ur Life…
From: DR. N Siva (Senior Cardiologist)
Copy and paste…u might save lives.

તાજેતરમાં મુંબઈમાં એક ભારતીય ઉપખંડની જાણીતી સંસ્થાના ઉચ્ચ અધીકારી શ્રી રંજન દાસનું ભારે હાર્ટએટેકમાં અચાનક માત્ર ૪૨ વર્ષની વયે અવસાન થયું. આવા મોટા હાર્ટએટેકનું કારણ શું હતું?

રંજન રમતગમતામાં પણ બહુ જ સક્રીય હતો. શરીરની માવજત માટે બહુ કાળજી રાખતો અને મેરેથોન દોડમાં ભાગ લેતો.

જીમમાં કસરત કર્યા પછી ભારે હાર્ટએટેકને લઈને એ ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. પાછળ એની પત્ની અને બે બહુ જ કુમળાં બાળકોને છોડતો ગયો.

ભારતીય નીગમ માટે ખરેખર આ બનાવ આંખ ખોલનારો છે. એટલું જ નહીં દોડવીરો માટે એથી વધુ સાવચેત બનવા માટેનો સંકેત છે.

પ્રશ્ન એ છે કે અસાધારણ રીતે ખેલકુદમાં સક્રીય એવી વ્યક્તીને માત્ર ૪૨ વર્ષની વયે અચાનક હાર્ટએટેક કેમ થયો?

એનું ખરું કારણ શું છે?

રંજનના રીપોર્ટમાં એક નાની સરખી લાઈન પ્રત્યે કોઈનું પણ ધ્યાન ગયું નહીં કે સમયના અભાવે એ માત્ર ૪-૫ કલાકની જ ઉંઘ લઈ શકતો હતો.

એન. ડી. ટી.વી.ના એક ઈન્ટરવ્યુમાં રંજન દાસે પોતે કબુલ્યું હતું કે એ બહુ ઓછું ઉંઘે છે, અને વધુ ઉંઘવા મળે એમ એ ઈચ્છે છે.

૫ કલાકથી ઓછી કે ૫થી ૬ કલાકની ઉંઘ લેવાથી ૬ કલાક કે તેથી વધુ ઉંઘ લેનારાની સરખામણીમાં બ્લડપ્રેસરમાં ૩૫૦%થી ૫૦૦%નો વધારો થઈ શકે છે.

૨૫થી ૪૯ની વયના લોકો જો ઓછી ઉંઘ લે તો એમનું બી.પી. વધવાનું જોખમ બમણું થઈ જાય છે. જે લોકો રાત્રે ૫ કલાક કરતાં ઓછું ઉંઘે છે તેમને હાર્ટએટેકનું જોખમ ત્રણગણું વધી જાય છે.

માત્ર એક જ રાતની ઉંઘ ન લેવાથી પણ શરીરમાં બહુ જ નુકસાનકારક ગણાતા પદાર્થોની વૃદ્ધી થાય છે, જેને અંગ્રેજીમાં IL6 (Interleukin-6), TNF -alpha (Tumour necrosis factor-alpha), અને CRP (C-reactive protein) કહેવામાં આવે છે. આ પદાર્થો કેન્સર, સંધીવા અને હૃદયરોગ પેદા કરે છે.

આદર્શ ઉંઘ કેટલા કલાકની હોવી જોઈએ?

ટુંકમાં જોઈએ તો ઉંઘના બે તબક્કા હોય છે. આંખની તીવ્ર ગતીશીલતાવાળો (જેને અંગ્રેજીમાં REM કહે છે) એક તબક્કો અને આંખની ગતીહીન તબક્કાવાળી (REM વીનાની) ઉંઘ. પહેલા તબક્કાની ઉંઘ માનસીક સ્વાસ્થ્યમાં મદદગાર છે, જ્યારે બીજો તબક્કો શારીરીક સ્વાસ્થ્ય માટે જરુરી છે.

જો એલાર્મ મુકીને ૫-૬ કલાકની ઉંઘ પછી જાગી જઈએ તો આખો દીવસ માનસીક અસ્વસ્થતાનો અનુભવ થાય એમાં કોઈ નવાઈ નથી. (REMવાળી ઉંઘનો અભાવ) અને જો પાંચ કલાક કરતાં ઓછું ઉંઘીએ તો આખો દીવસ શરીર બહુ અસ્વસ્થ રહે છે. (REM વીનાની ઉંઘનો અભાવ). વળી એનાથી રોગ સામે રક્ષણની તાકાત (immunity) પણ સાવ ક્ષીણ થઈ જાય છે.

તારણ: સ્ટ્રેસને કાબુમાં રાખવા માટે રંજન દાસે જરુરી તે બધું જ કર્યું હતું: યોગ્ય આહાર, કસરત, યોગ્ય વજનની જાળવણી. પરંતુ રંજન એક બાબતમાં બેદરકાર રહ્યો – યોગ્ય અને જરુરી ઉંઘ – ઓછામાં ઓછા સાત કલાકની. એના કારણે એનું મૃત્યુ થયું.

આપણને સ્ટ્રેસ ન હોય તો પણ જો આપણે સાત કલાક કરતાં ઓછી ઉંઘ લઈએ તો આપણે અગનખેલ રમીએ છીએ. (શરીરને અગ્નીને અર્પણ કરવાની રમત!)

સાત કલાક કરતાં ઓછા સમયનો એલાર્મ મુકશો નહીં.

રંજન દાસ આ બાબતમાં એકલા નથી. ઘણા લોકો આવું કરે છે. ચેતી જાઓ.

 

 

સત્યઘટના- રૂપિયાનીકદર

જુલાઇ 2, 2016

સત્યઘટના- રૂપિયાનીકદર

આ સત્ય ઘટના મને ખુબ જ ગમી ગઈ, આથી મારા બ્લોગ પર આ બાબત મળેલી ઈમેલ જોતાં મુકું છું. એ પૈકી બે ઈમેલ નીચે પ્રસ્તુત છે. એક તો એના મુળ લેખક ભાઈ શ્રી કૃષ્ણકાંત ઉનડકટની છે.

અમે સુરતીઓ આ આખા પરીવારને ઓળખીએ છીએ.. લેખકે એક શબ્દયે ઉમેર્યો નથી..

સો ટકા સાચી બીના જ લખી છે.. અંદર આવતાં નામો પણ યથાતથ છે.. 

કશું જ કાલ્પનીક નથી.. એની ખાતરી…

..ઉ.મ.. (ઉત્તમભાઈ અને મધુકાન્તા ગજ્જર)

.સુરત.

 

2016-06-29 13:34 GMT+05:30 krishnkant unadkat <kkantu@gmail.com>:

પ્રિય મિત્રો,

આ સત્ય ઘટના મારી લખેલી છે, સુરતના હીરાના વેપારી ગોવિંદભાઇ ધોળકીયા અને તેમના પરીવારની આ સાવ સાચી સ્ટોરી છે, જે દિવ્ય ભાસ્કરના ઉત્સવ મેગેઝિનમાં પ્રસિધ્ધ થઇ હતી. સ્ટોરી સાથે લેખકનું નામ હોવું જોઇએ એટલી અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. માત્ર મારી જ નહીં, કોઇપણ લેખકની કૃતિમાં જે તે લેખકનું નામ લખીને ફોરવર્ડ કરો એવી વિનંતી છે.

દરેક લેખકની ઇચ્છા અંતે તો એવી જ હોય છે કે એનો લેખ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ખૂબ વંચાય. 

તમામ મિત્રોને સુંદર જિંદગીની શુભકામનાઓ.

કૃષ્ણકાંત ઉનડકટ,

મેગેઝિન એડિટર,

દિવ્ય ભાસ્કર, અમદાવાદ.

 

‘આ છોકરો કાં તો ચોર છે કાં તો ઘરેથી ભાગીને આવ્યો છે.’ હૈદરાબાદની મેઈન બજારમાં બૂટ-ચંપલનો આલિશાન શૉ-રૂમ ચલાવતા અબ્દુલચાચા સામે ઊભેલા છોકરાનું   બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. વિચારે ચડેલા અબ્દુલચાચા કંઈ કહે એ પહેલાં છોકરાએ પાછો એ જ સવાલ કર્યો : ‘ચાચા, કંઈ નોકરી છે ? તમે કહો એ કામ કરવા તૈયાર છું.’

‘તારું નામ શું? રહે છે ક્યાં ?’ અબ્દુલચાચાએ એકસાથે બે સવાલ કર્યા.

‘મારું નામ શ્રેયાંશ. ગુજરાતી સમાજ નજીક આવેલા એક મકાનમાં રહું છું.’

અબ્દુલચાચા કંઈ વધુ પૂછે એ પહેલાં જ શ્રેયાંશે પોતાના વિશે કહેવાનું ચાલુ રાખ્યું : ‘હું ગુજરાતી છું. સુરતથી પંદર કિલોમીટર દૂર આવેલા વડોદ ગામે રહું છું. મારા પિતા ખેતી કરે છે. બારમા ધોરણની પરીક્ષા આપી છે. ઘરના લોકોની ઈચ્છા મને ભણાવવાની છે. મારે ભણવું નથી. નોકરી કરવી છે. તમે કહેશો એ કામ પૂરા દિલથી કરીશ.’

શ્રેયાંશની વાત અબ્દુલચાચાને ગળે ઊતરી નહીં. આ છોકરો નક્કી કંઈક છુપાવે છે. અબ્દુલચાચાએ શ્રેયાંશને ઉપરથી છેક નીચે સુધી જોઈને માપવાનો પ્રયાસ કર્યો. શ્રેયાંશે પહેરેલાં કપડાં તો સામાન્ય હતાં પણ શ્રેયાંશના બૂટે ચાચાની શંકા વધુ મજબૂત કરી. ચાલીસ વર્ષથી બૂટ ચંપલ વેચતા અબ્દુલચાચા કોઈપણ બૂટ-ચંપલ જોઈને માત્ર તેની કિંમત જ નહીં પણ તેના પહેરવાવાળાની સાયકોલોજી પણ જાણી જતા. શ્રેયાંશે પહેરેલા બૂટ રિબોક કંપનીના હતા. એ બૂટની કિંમત ચારેક હજારની તો હશે જ. આ બૂટ
પાછા ઈન્ડિયામાં તો મળતા જ નથી ! આ છોકરા પાસે આવા બૂટ ક્યાંથી આવ્યા હશે ? ક્યાંયથી ચોરી કરી હશે ?  અબ્દુલચાચાના મનમાં આવા સવાલો ઊઠ્યા. ચાચાએ વિચાર્યું કે, ‘ગમે ત્યાંથી છોકરો આવ્યો હોય ! મારે શું ? મને એટલી સમજણ પડે છે કે આવા છોકરાને કામે ન રખાય. કંઈક લફરું નીકળે તો આપણે વેપારી માણસ કારણ વગરના  ફસાઈ જઈએ.’ ચાચા શ્રેયાંશને ના પાડે એટલામાં ચાવાળો ચા લઈને આવ્યો. પોતાના કપમાંથી અડધી ચા શ્રેયાંશને આપી. શ્રેયાંશને કહ્યું કે, ‘બેટા, મારી પાસે તારા માટે કોઈ નોકરી નથી. લે ચા પી લે. અને હા, આ આજનું છાપું રાખ, તેમાં વોન્ટેડની ટચૂકડી જાહેરખબરો છપાઈ છે. જોઈ જજે. કદાચ તેમાંથી તને ક્યાંક કામ મળી જાય.’

સવારથી ચા પીધી ન હતી. ચાચા સાથે ચા પીને શ્રેયાંશ દુકાનની બહાર નીકળી ગયો.

શ્રેયાંશને સમજાયું નહીં કે તેના બૂટ જ તેની અમીરી અને રઈશીની ચાડી ખાઈ ગયા હતા.

‘હાલ એય, ઊભો થા…’ હોટલની ડોરમેટરી રૂમમાં સૂતેલા શ્રેયાંશને હચમચાવીને કોઈએ ઉઠાડ્યો. શ્રેયાંશ આંખ ચોળીને ઊભો થયો. પલંગની ફરતે આઠ-દસ લોકો ઊભા હતા. બધાયના ચહેરા ઉપર ગુસ્સો હતો.

‘શું થયું ?’ શ્રેયાંશે આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘સાવ ભોળો બનવાની કોશિશ ન કર. બોલ મોબાઈલ ક્યાં સંતાડ્યો છે ?’ એક વ્યક્તિએ સવાલ કર્યો.

‘મોબાઈલ? કયો મોબાઈલ ? કોનો મોબાઈલ ?’ શ્રેયાંશને કંઈ સમજાતું ન હતું.

મવાલી જેવા એક યુવાને નજીક આવી શ્રેયાંશનો કાંઠલો પકડ્યો. તેણે કહ્યું :‘ડોરમેટરીની આ રૂમમાં દસ વ્યક્તિ રહે છે. સવારે ઊઠીને તૈયાર થઈ બધા પોતપોતાનાં કામે ચાલ્યા જાય છે. આજે સૌથી છેલ્લે મહેશ આ રૂમમાંથી ગયો હતો. મહેશ ગયો ત્યારે તેનો મોબાઈલ પલંગ પર ભૂલી ગયો હતો. મહેશ ગયો પછી તારા સિવાય બીજું કોઈ રૂમમાં હતું નહીં. મોબાઈલ પણ તેં જ લીધો છે. તારી ધોલાઈ થાય એ પહેલાં કહી દે કે મોબાઈલ ક્યાં છે?’

‘મને મોબાઈલ વિશે કંઈ ખબર નથી.’ શ્રેયાંશે કહ્યું.

શ્રેયાંશની વાતથી કોઈને સંતોષ ન થયો. બીજા એક યુવાને કહ્યું કે, ‘એનો સામાન ચેક કરો.’ એ સાથે જ બાજુમાં ઊભેલા બીજા યુવાને શ્રેયાંશની બેગ લઈને તપાસી. બેગમાં ત્રણેક જોડી કપડાં સિવાય કંઈ ન હતું.‘બેગમાં તો કંઈ નથી.’ તપાસ કરનારે ચુકાદો આપ્યો.

‘એમ! તો હવે તેનાં ખીસ્સાં તપાસો. એ મોબાઈલ અઢી હજારનો હતો. એણે વેચી માર્યો લાગે છે. જોઈએ તેનાં ખીસ્સામાં કેટલા રૂપિયા છે ?’

બે યુવાનોએ શ્રેયાંશને ઊભો કરી તેના પેન્ટના ખીસ્સામાંથી પાકીટ કાઢવાનો પ્રયત્ન કર્યો. શ્રેયાંશે છટકવાની કોશિશ કરી. બધા લોકોએ શ્રેયાંશને પકડ્યો. આખી હોટલમાં દેકારો થઈ ગયો. હો…હા.. સાંભળી હોટલનો મેનેજર દોડી આવ્યો.

‘શું થયું ?’ શ્રેયાંશને છોડાવી વાત જાણવાનો પ્રયાસ કર્યો. એક મોબાઈલ ગુમ થયો છે તેવી ખબર પડી. શ્રેયાંશ પર મોબાઈલચોરીનો આરોપ હતો. હોટલના મેનેજરે પોતાના ખીસ્સામાંથી મોબાઈલ કાઢ્યો.

‘આ રહ્યો એ મોબાઈલ રૂમ સાફ કરવાવાળા છોકરાને પલંગ ઉપરથી મળ્યો હતો. એણે આવીને મને સોંપ્યો. મને કહ્યું કે ચેક કરીને જેનો મોબાઈલ હોય એને આપી દેજો. હું કંઈ કરું એ પહેલાં જ તમે આ નિર્દોષ છોકરાને ચોર સમજી લીધો ! ચાલો, હવે વાત પૂરી કરો.’ શ્રેયાંશનો છૂટકારો થયો. જો કે, માથાકૂટ ચાલતી હતી ત્યારે એક માણસે બોલેલા શબ્દો તેનાકાનમાં ગૂંજતા હતા : ‘પતા નહીં કૌન ચોર કી ઔલાદ હૈ !’ શ્રેયાંશની આંખ ભીની થઈ ગઈ. મારા પિતા વિશે આવા શબ્દો ! અરે ! મારો બાપ તો અબજોપતિ છે. લાખો કરોડોનાં  દાન કરે છે. હું અઢી હજારના મોબાઈલની ચોરી કરું ? મારી પાસે જે મોબાઈલ હતો એ પચ્ચીસ હજારનો હતો. મારી સામે આંખ ઊંચી કરીને જોવાની કોઈની હિંમત થતી ન હતી અને આ લોકો મને ચોર ગણીને મારવા ઊભા થયા હતા. તેમને ખબર નથી કે હું કોનો દીકરો છું ! શ્રેયાંશને ઘડીક તો થયું કે, આ બધાને કહી દઉં કે તમને ખબર નથી કે તમે કોની સાથે વાત કરો છો !… જો કે, શ્રેયાંશ કંઈ કહી શકે તેમ ન હતો. ઘરેથી નીકળ્યો  ત્યારે પિતાને વચન આપ્યું હતું કે સાચી વાત કોઈને નહીં કહું. ઓળખ છુપાવવાનું વચન આજે શ્રેયાંશને બહુ આકરું લાગતું હતું. જિંદગીમાં કોઈ દિવસ કલ્પના પણ
નહોતી કરી કે આવો દિવસ આવશે, જ્યારે મને લોકો ચોર સમજશે ! શ્રેયાંશની સામે તેણ જીવેલી જાહોજલાલી તરી આવી. એ દિવસો અને આજના દિવસમાં કેટલો બધો તફાવત છે !

‘  વેઈટરની નોકરી છે, કરીશ ?’

‘અરે સાહેબ, તમે કહેશો એ બધું જ કરીશ. મારે બસ કામ જોઈએ છે !’

હોટલના માલિકે કરેલી ઑફર શ્રેયાંશે તરત જ સ્વીકારી લીધી. શ્રેયાંશને ક્યાં ખબર હતી કે આજે તેની આકરી કસોટી થવાની છે. હોટલનો માલિક તેને મેનેજર પાસે મૂકી ગયો. આ છોકરો આજથી તારી નીચે કામ કરશે. માલિકની વાત સાંભળી મેનેજરે શ્રેયાંશને કહ્યું, ‘આજે તારો પહેલો દિવસ છે. તારે ટેબલ સાફ કરવાનાં. લોકો જમીને જાય એટલે તારે ડિશ ઉપાડી લેવાની.’

શ્રેયાંશે કહ્યું કે ‘ભલે.’

સાંજ પડતાં જ હોટલમાં ગ્રાહકો આવવા લાગ્યા. એક ટેબલ ખાલી થયું. શ્રેયાંશ ડિશ ઉપાડવા ગયો. ડિશ જોઈને શ્રેયાંશના હાથ ધ્રૂજવા લાગ્યા. ડિશમાં તો મરઘીનાં હાડકાં અને માછલીનાં હાડપિંજર હતાં. ડિશને અડતાં જ  શ્રેયાંશની આંખ બંધ થઈ ગઈ. પોતાના ઈષ્ટદેવની મૂર્તિ નજર સમક્ષ તરવરી ગઈ.શ્રેયાંશે મનોમન ભગવાનને કહ્યું : ‘અરે ભગવાન ! આ તું કેવી કસોટી કરે છે ?
મારે નિર્દોષ જીવનાં હાડકાં ઉપાડવાનાં ? હે ભગવાન, મને માફ કરજે.’ આંખમાં ઊભરેલું  આંસુ ગાલને ભીનું કરી જમીન પર ખરી પડ્યું. જાણે લોહીનું ટીપું ગાલને ચીરી નીચેદડી પડ્યું હોય એવી વેદના શ્રેયાંશને થઈ. ચુસ્ત શાકાહારી અને દરરોજ ભગવાનની
પૂજા કરીને જ ઘરની બહાર નીકળતા શ્રેયાંશને એવો આભાસ થયો જાણે નિર્દોષ મરઘી અનેમાછલી તેના હાથમાં તરફડે છે.‘કોને પૂછીને તું ઘરમાં ઘૂસ્યો ?’ ડોરબેલ સાંભળીનેધસી આવેલો છોકરો તાડુક્યો, ‘વોચમેન ! ક્યાં મરી ગયો ?’ શ્રેયાંશે કહ્યું : ‘સર
મારી વાત તો સાંભળો. હું તો એનસાયક્લોપીડિયા અને સાયન્સ ફેક્ટ્સની બુક વેચવાઆવ્યો છું. માર્કેટમાં આ બે બુકની કિંમત પાંચસો રૂપિયા છે. કંપનીના પ્રમોશ માટે અમે તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં આપીશું. બહુ ઉપયોગી બુક છે. જરા નજર તો
નાંખો !’ છોકરાના મગજનો પારો સાતમા આસમાને ચડી ગયો. તેણે પાછી બૂમ મારી, ‘  વોચમેન !…’ બાથરૂમ ગયેલો વોચમેન નાનાસાહેબની રાડ સાંભળી દોડતો આવ્યો. ‘ક્યાં રખડે છે ? ગમે તેવા લોકો ઘરમાં ઘૂસી જાય છે. તમને રાખ્યા છે શા માટે ? ચાલ આને  બહાર કાઢ. આવી ચડે છે બુક વેચવા ! ચોર-લૂંટારા આવી રીતે જ ઘર જોઈ જાય છે !’  નાનાસાહેબનો ચહેરો જોઈ ગભરાઈ ગયેલા વોચમેને શ્રેયાંશને હાથ પકડી બંગલાની બહાર  કાઢ્યો. ધડામ દઈને બંગલાનો ગેઈટ બંધ કરી દીધો. બુક ન વેચાઈ તેનું દુ:ખ ન હતું પણ એ છોકરાનું વર્તન શ્રેયાંશને ડિસ્ટર્બ કરી ગયું. શ્રેયાંશે દૂર ઊભા રહીને બંગલાનું નિરીક્ષણ કર્યું. બંગલાના પોર્ચમાં મર્સિડિઝ પાર્ક થયેલી હતી. કાર પાછળ ‘મર્સિડિઝ સી-કલાસ’ વાંચીને શ્રેયાંશને હસવું આવી ગયું. શ્રેયાંશથી મનોમન
બોલાઈ ગયું, તારી પાસે મર્સિડિઝ સી-કલાસ છે પણ મારી પાસે તો મર્સિડિઝ ઈ-કલાસ  છે. પોતાના બંગલામાં પાર્ક થતી મર્સિડિઝ અને બીજી વિદેશી કાર શ્રેયાંશની નજર સામે તરવરી ઊઠી. આજે એ વૈભવી કારનો કાફલો ન હતો, પગે ચાલીને ઘર ઘર રખડી બુક્સ વેચવાની હતી. શ્રેયાંશના મનમાં વિચારો ચાલતા હતા. જિંદગી પણ કેવા કેવા રંગ  બતાવે છે ! ‘અંકલ, બે દિવસથી શ્રેયાંશનો ફોન નથી આવ્યો.’ સેક્રેટરીના શબ્દો સાંભળી ગોવિંદભાઈનું હૃદય ધબકારો ચૂકી ગયું! ‘શું વાત કરે છે ? શ્રેયાંશને તો કહ્યું હતું કે ગમે તેવી હાલત હોય, રોજ રાતે ફોન કરી જ દેવાનો ! છેલ્લે ક્યારે  વાત થઈ હતી?’ ‘બે દિવસ અગાઉ ફોન આવ્યો હતો ત્યારે શ્રેયાંશ હૈદરાબાદની કોઈ હોટેલમાં વેઈટર તરીકે કામ કરતો હતો. એ પછી તેના કંઈ ખબર નથી આવ્યા !’ ગોવિંદભાઈને ફડકો પડ્યો. કોઈ મારા દીકરાનું અપહરણ કરી ગયું હશે ? કોઈને ખબર પડીગઈ હશે કે આ છોકરો કોઈ સામાન્ય માણસ નથી પણ કરોડો-અબજોની મિલકતનો માલિક છે. પણ ખબર કેવી રીતે પડે ? અત્યારે તો તેની હાલત સાવ ગરીબ યુવાન જેવી છે. અપહરણ થયુંહોય તો પણ ખંડણી માટે કોઈનો ફોન તો આવે ને ? તો પછી શું થયું હશે શ્રેયાંશને ? એક્સિડન્ટ ? ઓહ નો !…. ગોવિંદભાઈએ શ્રેયાંશની કુશળતા માટે મનોમન ભગવાનનેપ્રાર્થના કરી. ઘડીભર તો એમ પણ થયું કે, મેં મારા દીકરા સાથે આ શું કર્યું ? ચિંતાના વિચારો પડતા મૂકી ગોવિંદભાઈએ સેક્રેટરીને કહ્યું કે, ‘પહેલી ફલાઈટમાં મારી હૈદરાબાદની ટિકિટ બુક કરાવો. બધી એપોઈન્ટમેન્ટ્સ કેન્સલ ! આઈ હવે ટુ રશ  ટુ હૈદરાબાદ !’મુંબઈથી હૈદરાબાદ સુધીની વિમાનની સફર ગોવિંદભાઈ માટે આકરી નીવડી. મનમાં એક જ વિચાર ઘૂમતો હતો કે, એકના એક દીકરા શ્રેયાંશને શું થયું હશે ?હૈદરાબાદના એરપોર્ટ પર જેટનું પ્લેન લેન્ડ થયું. વિમાનનાં ટાયર જમીનને અડ્યાં ત્યારે વિચાર આવ્યો કે સાવ અજાણી ભૂમિ પર મારા દીકરા સાથે શું થયું હશે ? શ્રેયાંશ સાથે આવું કરવાની શું જરૂર હતી ? હું કંઈ ખોટું તો નથી કરી બેઠો ને ?….. એરપોર્ટની બહાર નીકળી ટેક્સી પકડી. શ્રેયાંશ જ્યાં રહેતો હતો તે હોટલના
સરનામે ટેક્સી લીધી. ડ્રાઈવરને રોકાવાનું કહી બને એટલી ઝડપે હોટલમાં ધસી ગયા.

મેનેજરને પૂછ્યું : ‘શ્રેયાંશ ક્યાં છે ?’

જવાબ મળ્યો, ‘ખબર નથી. બે દિવસથી દેખાયો જ નથી !’

ગોવિંદભાઈ ધ્રૂજી ગયા. કેટલાય અમંગળ વિચારો આવી ગયા. ભગવાનને પ્રાર્થના કરવા સિવાય ગોવિંદભાઈને કંઈ સૂઝતંી નહોતું. એવામાં જાણે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી. ‘કોણ ? શ્રેયાંશ ? એ તો બીમાર પડી ગયો છે…’ શ્રેયાંશ સાથે ડોરમેટરી રૂમમાં રહેતા યુવાને કહ્યું અને ઉમેર્યું, ‘દવા લેવા સ્વામી મંદિર જાઉં છું એમ કહીને ગયો હતો, પણ પાછો નથી આવ્યો…’

‘ડ્રાઈવર, ગાડી સ્વામી મંદિર લે લો.’

ગોવિંદભાઈ સીધા સ્વામી મંદિર પહોંચ્યા. મંદિરે પૂછપરછ કરી તો એક ભક્તે કહ્યું, ‘મારી સાથે ચાલો…’ મંદિરનદવાખાનામાં
ગોવિંદભાઈને લઈ જવાયા. એક પલંગ તરફ ઈશારો કરીને કહ્યું કે ‘ત્યાં સૂતો છે. ખૂબ તાવ આવે છે. એ ચાલ્યો જતો હતો. અમે તેને ધરાર રોક્યો. તબિયત વધુ બગડે તેના કરતાં સારવાર પૂરી કરી લે. અમારી વાત માંડ માન્યો.’ ગોવિંદભાઈ ધીમા પગલે પલંગ
પાસે ગયા. નજીક બેસી ધાબળો હટાવતાં કહ્યું : ‘શ્રેયાંશ !’

મોઢું ઊંચું કરી શ્રેયાંશે નજર માંડી. ‘પપ્પા ! તમે ?’

ગોવિંદભાઈના ગળે ડૂમો બાઝી ગયો. કંઈ બોલ્યા વગર દીકરાને વળગી પડ્યા. શ્રેયાંશનું શરીર ગરમ હતું, જો કે, તાવની એ ગરમી બાપને હૂંફ જેવી લાગી.

‘બસ દીકરા, બહુ થયું. ચાલ હવે ઘરે.’ ગોવિંદભાઈએ એકીશ્વાસે કહ્યું.

પપ્પાનો  હાથ છોડાવીને દીકરાએ બાપની નજરમાં નજર પરોવી. ‘ના પપ્પા, એમ હારી કે થાકી જાઉં એવો હું નથી. સામાન્ય તાવ છે, ઊતરી જશે. એક-બે દિવસમાં પાછો ક્યાંક નાની એવીનોકરીએલાગી જઈશ. મારી ચિંતા ન કરો. આખરે તમારો દીકરો છું. જે આદર્યું છે એ અધૂરું નહીં છોડું. પ્લીઝ, તમે જાવ. મારે જે કરવું છે એ મને કરવા દો.’

‘ફાઈન બેટા, જેવી તારી મરજી. હું જાઉં છું.’

દવાખાનાની બહાર આવીને ટેકસીના ડ્રાઈવરને કહ્યું કે, ‘ગાડી એરપોર્ટ લે લો.’ હૈદરાબાદથી વિમાને ટેઈક ઑફ કર્યું ત્યારેગોવિંદભાઈને માત્ર એટલી શાંતિ હતી કે દીકરો ભલે બીમાર છે પણ કોઈ મુશ્કેલીમાં નથી. છતાં મનમાં એક વિચાર આવતો હતો કે, શ્રેયાંશ સાથે મેં આવું શા માટે કર્યું ? શું આવું જરૂરી હતું? કદાચ હા, એ જરૂરી હતું. હીરાને ચમકાવવા માટે ઘાટ તોઆપવો જ પડે ! ચારેય બાજુથી ઘસાય અને છોલાય પછી જ હીરો ઝળહળી ઊઠે છે. મુંબઈની આલીશાન ઑફિસની બારીમાંથી ગોવિંદભાઈએ બહાર જોયું. આખું મુંબઈ શહેર ધબકતું હતું. આ શહેરનું બ્લ્ડપ્રેશર માપીએ તો કદાચ હાઈ આવે. હોય, ત્યાં બધું હાઈ હોય છે. ગોવિંદભાઈનો ડાયમંડ બિઝનેસ પણ હાઈ હતો. ટર્નઑવર અબજોનો તો આંકડો આંબી ગયું હતું.  જોકે, ધંધાને તેમણે ક્યારેય મગજ ઉપર સવાર થવા દીધો ન હતો. ગોવિંદભાઈ વિચારે ચડીગયા. આમ પણ મારી પાસે હતું શું ? – ગોવિંદભાઈની નજર સામે નાનકડું ગામડું તરી આવ્યું. અમરેલી જિલ્લાના લાઠી પાસેનું દૂધાળા ગામ નકશામાં પણ બિલોરી કાચ લઈને શોધવું પડે. ક્યાં દૂધાળાં અને ક્યાં આ મુંબઈ ! દૂધાળામાં બાપ-દાદાનો ખેતીનો ધંધો. ગોવિંદભાઈને થયું કે ચાલો બહાર જઈને નસીબ અજમાવીએ. સફળ થશું તો બે પાંદડેથશું અને નિષ્ફળ જશું તો બાપ-દાદાની આ ખેતી ક્યાં નથી ? પાછાં આવતા રહીશું. ખુદ ગોવિંદભાઈને પણ ખબર ન હતી કે તેમના નસીબમાં બે પાંદડે નહીં પણ બે-પાંચ ઝાડ થવાનું લખ્યું હતું. દૂધાળાથી સુરત આવ્યા. હીરા ઘસવાનું કામ શરૂ કર્યું. ચાર હજાર રૂપિયા ભેગા થયા. ગોવિંદભાઈને થયું કે હવે પોતાનું કામ શરૂ કરું. પણ હીરાનું કામ આટલા રૂપિયામાં તો ન થાય. સગા ભાઈ જેવા બે ભાગીદારો મળી ગયા. ભાગીદારીમાં હીરાનો ધંધો શરૂ કર્યો. મહેનતનો પરસેવો નાણાં તાણી લાવ્યો. એકાઉન્ટન્ટે આવીને વિચારોમાં ખલેલ પાડી.

‘સર, આપણું વાર્ષિક ટર્નઑવર એક હજાર કરોડનો આંકડો પાર કરી ગયું છે. હજુ તો કેટલીય નવી ઑફરો પેન્ડિંગ છે. શું કરીશું?’ કંપનીના ચીફ એકાઉન્ટન્ટે કહ્યું.

‘મને વિચારવા દો.’ ગોવિંદભાઈએ શાંત ચિત્તે જવાબ આપ્યો.

ડાયમંડ ફેક્ટરીની બહાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના બોર્ડની ફરતે લાઈટ્સ ચમકતી હતી. આ લાઈટની જગ્યાએ હીરા લગાડી શકવાની ત્રેવડ હતી. ગોવિંદભાઈને એક જ વિચાર આવતો હતો કે મારી ભાવિ પેઢીનું શું ? મને મારા સંતાનને વારસામાં માત્ર અબજો રૂપિયા અને ડાયમંડનો આ ધીકતો ધંધો જ નથી આપવો. સંસ્કારની મૂડી ન હોય તો કોઈ દોલત કામ આવતી નથી.

ગોવિંદભાઈને એક સંતની વાત યાદ આવી ગઈ. તેમણે કહ્યું હતું કે સંતતિ અને સંપત્તિ માટે પ્રયત્નો કરવાની જરૂર છે પણ પાપ કરવાની જરૂર નથી. પ્રારબ્ધ અનુસાર બધું જ  મળી રહે છે. એ દિવસથી ગોવિંદભાઈએ મન, વચન કે કર્મથી કોઈનું બૂરું નહોતું
કર્યું. અરે બૂરું કરનારાઓનું પણ ભલું કર્યું. પિતા લાલજીભાઈ અને માતા સંતોકબહેને પણ એવું જ શીખવ્યું હતું કે રૂપિયાની લાલચ ન રાખવી. કોઈનું બૂરું કરીને કદાચ રૂપિયા મળશે પણ સુખ જતું રહેશે. લગ્ન બાદ પત્ની ચંપાબહેનના વિચારો પણ આવા જ જોવા મળ્યા. બાળકોમાં મોડું થયું. સંતાનો થતાં ન હતાં. ચંપાબહેન ભણેલાં ન હતાં પણ ઘણુંબધું ગણેલાં હતાં. તેમણે કહ્યું, ભગવાન જ્યારે જે આપવાનું હોય છે ત્યારેજ આપે છે. લગ્નનાં 8 વર્ષ પછી દીકરી મીનાક્ષીનો જન્મ થયો. બીજાં પાંચ વર્ષ પછી
બીજી દીકરી શ્વેતા અવતરી. લગ્નનાં સત્તર વર્ષે દીકરો જન્મયો. શ્રેયાંશ નામના બે જૈન મિત્રો ગોવિંદભાઈને યાદ આવ્યા. શ્રેયાંશ એટલે ઉમદા માણસ – મારો દીકરો પણએના જેવો થાય તો કેવું સારું ! એ વિચારી ગોવિંદભાઈએ દીકરાનું નામ પાડ્યું,
શ્રેયાંશ.
શ્રેયાંશના ઉછેરમાં કોઈ કમી ન રાખી. શ્રેયાંશ પણ કુળનું નામ રોશન કરે તેવો હતો.છતાં ગોવિંદભાઈને થતું હતું કે, મારે જિંદગીમાં એવા પાઠ શ્રેયાંશને પઢાવવા છેજે દુનિયાની કોઈ પાઠશાળા ન શીખવી શકે. ગરીબી કોને કહેવાય એ શ્રેયાંશને ખબર  હતી. છતાં પિતા ગોવિંદભાઈને વિચાર આવતા કે રૂપિયાની ઝાકમઝોળમાં પુત્ર શ્રેયાંશ ક્યાંક કોઈ ભૂલ ન કરી બેસે. અમીરી કરતાં માણસાઈ વધુ મહત્વની છે. રૂપિયાની કદર અને માણસાઈનું ભાન તો સંતાનોને થવું જ જોઈએ….. શું કરવું ?… એના સતત વિચારો
આવતા હતા. તેમાં એક દિવસ ગોવિંદભાઈને એક આઈડિયા સૂઝયો. દીકરા શ્રેયાંશનેબોલાવીને કહ્યું કે ‘સામાન્ય માણસનું જીવન નજીકથી જોવા જેવું હોય છે. અમે તો એજીવન જીવ્યા છીએ, પણ તારે એ જીવન જોવા અને શીખવા માટે એક નાનકડી પરીક્ષા આપવી પડશે… દોઢ મહિનો અજાણ્યા શહેરમાં જઈ ગમે તે કામ કરવાનું. જિંદગીમાં આ દોઢ મહિનામાં ઘણું શીખવાનું મળશે. ક્યાંય સાચી ઓળખ નહીં આપવાની. ક્યાંય નામ નહીંવટાવવાનું. સાવ અજાણ્યા બનીને જીવવાનું.’ શ્રેયાંશ પિતાનો ઈશારો સમજી ગયો.
પિતાનો આદેશ માથે ચઢાવીને કહ્યું કે હું તૈયાર છું. મને ગર્વ છે કે મારા પિતા મારા માટે આટલું બધું વિચારે છે.’ ‘ક્યાં જઈશ ?’ પિતાએ સવાલ કર્યો.

શ્રેયાંશે કહ્યું : ‘એવા અજાણ્યા શહેરમાં, જ્યાં અગાઉ કોઈ દિવસ પગ નથી મૂક્યો, હૈદરાબાદ.’

સુરતથી ટ્રેનની અનરિઝર્વ્ડ ટિકિટ લઈ કોમન ડબામાં બેસીને હૈદરાબાદ જવા રવાના થયો. ક્યાં પિતાએ લઈ આપેલી એક કરોડની ઈમ્પોર્ટેડ આઉડી કાર અને ક્યાંઆ ટ્રેનનો કોમન ડબ્બો. બેસવાની પણ જગ્યા ન હતી. ટોઈલેટના દરવાજા પાસે નીચે
બેસી ગયો. બાથરૂમ આવતાં-જતાં લોકો ઊભા થવાનો આદેશ કરતા હતા. શ્રેયાંશને થયું. આ તો હજુ શરૂઆત છે, હજુ તો દોઢ મહિનો કાઢવાનો છે. ભલે ગમે તેવી મુશ્કેલી પડે પણ  મારી પરીક્ષામાંથી પાછો નહીં પડું.અઢાર વર્ષનો દીકરો શ્રેયાંશ એકલો હૈદરાબાદમાં શું કરતો હશે ? એવી ચિંતા પિતાને થતી હતી. માતા ચંપાબેહેનને તો ખબર જ પડવા નહોતી દીધી કે દીકરો અજાણી ભૂમિમાં જિંદગીના પાઠ શીખવા ગયો છે. માતાને તો એવુંકહ્યું હતું કે, દીકરો હિમાલય પર્વત પર ટ્રેકિંગ માટે ગયો છે. પિતા સમજતા હતા કે એકોઈ પર્વત પર નહીં પણ જિંદગીના પડાવો પર ટ્રેકિંગ કરવા ગયો છે. શ્રેયાંશ ગયો તેને એક મહિનો થવા આવ્યો હતો. પિતાને થયું કે, બસ. હવે વધારે પરીક્ષાની જરૂર નથી. હવે મારો દીકરો સુરત, મુંબઈ અને એન્ટવર્પની ઑફિસ સંભાળી શકે તેવો થઈ ગયો છે. એ રાતે જ ગોવિંદભાઈ મુંબઈથી હૈદરાબાદ પહોંચ્યા. શ્રેયાંશ જે બુટિક શૉપમાં કામ કરતો હતો ત્યાં ટેક્સી લેવડાવી. દુકાનની સામે ટેક્સી ઊભી રહી. ગોવિંદભાઈએ દુકાનસામે જોયું. દીકરો શ્રેયાંશ હાથમાં સાવરણી લઈને દુકાનના પ્રવેશદ્વાર નજીક
વાળતો હતો. શ્રેયાંશ પાસે જઈ ગોવિંદભાઈએ દીકરાને ગળે વળગાડી દીધો…

‘બસ બેટા ! તું તારી પરીક્ષામાં પાસ થઈ ગયો, ચાલ હવે ઘરે.’

થડે બેઠેલાં દુકાનના માલિકને સમજાયું નહીં કે કારમાંથી ઊતરેલો કરોડપતિ જેવો દેખાતો આ માણસ શા માટે તેના
ચપરાશીને વળગી ગયો હતો ! ગોવિંદભાઈએ જ્યારે તેને સાચી વાત કરી ત્યારે તેણેગોવિંદભાઈને વંદન કર્યાં.

એણે કહ્યું : ‘ધીસ ઈઝ ધ ટ્રુ લેસન્સ ઑફ લાઈફ. આ જિંદગીનું સાચું ભણતર છે.’

હૈદરાબાદથી ઊપડેલું વિમાન જ્યારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે મહિના અગાઉનો શ્રેયાંશ સાવ જુદો હતો. જિંદગીનું કેટલું બધું ભાથું આ એક મહિનામાં ભેગું થઈ ગયું હતું!

પિતાની નજરમાં નજર પરોવીને શ્રેયાંશે પિતાને કહ્યું કે : ‘આઈ એમ પ્રાઉડ ઑફ યુ ડેડ.’

પિતાએ કહ્યું : ‘મી ટુ બેટા ! રિયલી પ્રાઉડ ઑફ યુ….’

(સત્યઘટના)