Archive for જુલાઇ 6th, 2016

ઉંઘનું મહત્ત્વ

જુલાઇ 6, 2016

 ઉંઘનું મહત્ત્વ

(બ્લોગ પર તા. 6-7-2016 )

ભાઈશ્રી પીયુષભાઈની ઈમેલમાંથી ગુજરાતીમાં – જે એના મુળ લેખકની નીચેની નોંધ સાથે અંગ્રેજીમાં મળી હતી.

Do Share it with all the Good People in ur Life…
From: DR. N Siva (Senior Cardiologist)
Copy and paste…u might save lives.

તાજેતરમાં મુંબઈમાં એક ભારતીય ઉપખંડની જાણીતી સંસ્થાના ઉચ્ચ અધીકારી શ્રી રંજન દાસનું ભારે હાર્ટએટેકમાં અચાનક માત્ર ૪૨ વર્ષની વયે અવસાન થયું. આવા મોટા હાર્ટએટેકનું કારણ શું હતું?

રંજન રમતગમતામાં પણ બહુ જ સક્રીય હતો. શરીરની માવજત માટે બહુ કાળજી રાખતો અને મેરેથોન દોડમાં ભાગ લેતો.

જીમમાં કસરત કર્યા પછી ભારે હાર્ટએટેકને લઈને એ ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. પાછળ એની પત્ની અને બે બહુ જ કુમળાં બાળકોને છોડતો ગયો.

ભારતીય નીગમ માટે ખરેખર આ બનાવ આંખ ખોલનારો છે. એટલું જ નહીં દોડવીરો માટે એથી વધુ સાવચેત બનવા માટેનો સંકેત છે.

પ્રશ્ન એ છે કે અસાધારણ રીતે ખેલકુદમાં સક્રીય એવી વ્યક્તીને માત્ર ૪૨ વર્ષની વયે અચાનક હાર્ટએટેક કેમ થયો?

એનું ખરું કારણ શું છે?

રંજનના રીપોર્ટમાં એક નાની સરખી લાઈન પ્રત્યે કોઈનું પણ ધ્યાન ગયું નહીં કે સમયના અભાવે એ માત્ર ૪-૫ કલાકની જ ઉંઘ લઈ શકતો હતો.

એન. ડી. ટી.વી.ના એક ઈન્ટરવ્યુમાં રંજન દાસે પોતે કબુલ્યું હતું કે એ બહુ ઓછું ઉંઘે છે, અને વધુ ઉંઘવા મળે એમ એ ઈચ્છે છે.

૫ કલાકથી ઓછી કે ૫થી ૬ કલાકની ઉંઘ લેવાથી ૬ કલાક કે તેથી વધુ ઉંઘ લેનારાની સરખામણીમાં બ્લડપ્રેસરમાં ૩૫૦%થી ૫૦૦%નો વધારો થઈ શકે છે.

૨૫થી ૪૯ની વયના લોકો જો ઓછી ઉંઘ લે તો એમનું બી.પી. વધવાનું જોખમ બમણું થઈ જાય છે. જે લોકો રાત્રે ૫ કલાક કરતાં ઓછું ઉંઘે છે તેમને હાર્ટએટેકનું જોખમ ત્રણગણું વધી જાય છે.

માત્ર એક જ રાતની ઉંઘ ન લેવાથી પણ શરીરમાં બહુ જ નુકસાનકારક ગણાતા પદાર્થોની વૃદ્ધી થાય છે, જેને અંગ્રેજીમાં IL6 (Interleukin-6), TNF -alpha (Tumour necrosis factor-alpha), અને CRP (C-reactive protein) કહેવામાં આવે છે. આ પદાર્થો કેન્સર, સંધીવા અને હૃદયરોગ પેદા કરે છે.

આદર્શ ઉંઘ કેટલા કલાકની હોવી જોઈએ?

ટુંકમાં જોઈએ તો ઉંઘના બે તબક્કા હોય છે. આંખની તીવ્ર ગતીશીલતાવાળો (જેને અંગ્રેજીમાં REM કહે છે) એક તબક્કો અને આંખની ગતીહીન તબક્કાવાળી (REM વીનાની) ઉંઘ. પહેલા તબક્કાની ઉંઘ માનસીક સ્વાસ્થ્યમાં મદદગાર છે, જ્યારે બીજો તબક્કો શારીરીક સ્વાસ્થ્ય માટે જરુરી છે.

જો એલાર્મ મુકીને ૫-૬ કલાકની ઉંઘ પછી જાગી જઈએ તો આખો દીવસ માનસીક અસ્વસ્થતાનો અનુભવ થાય એમાં કોઈ નવાઈ નથી. (REMવાળી ઉંઘનો અભાવ) અને જો પાંચ કલાક કરતાં ઓછું ઉંઘીએ તો આખો દીવસ શરીર બહુ અસ્વસ્થ રહે છે. (REM વીનાની ઉંઘનો અભાવ). વળી એનાથી રોગ સામે રક્ષણની તાકાત (immunity) પણ સાવ ક્ષીણ થઈ જાય છે.

તારણ: સ્ટ્રેસને કાબુમાં રાખવા માટે રંજન દાસે જરુરી તે બધું જ કર્યું હતું: યોગ્ય આહાર, કસરત, યોગ્ય વજનની જાળવણી. પરંતુ રંજન એક બાબતમાં બેદરકાર રહ્યો – યોગ્ય અને જરુરી ઉંઘ – ઓછામાં ઓછા સાત કલાકની. એના કારણે એનું મૃત્યુ થયું.

આપણને સ્ટ્રેસ ન હોય તો પણ જો આપણે સાત કલાક કરતાં ઓછી ઉંઘ લઈએ તો આપણે અગનખેલ રમીએ છીએ. (શરીરને અગ્નીને અર્પણ કરવાની રમત!)

સાત કલાક કરતાં ઓછા સમયનો એલાર્મ મુકશો નહીં.

રંજન દાસ આ બાબતમાં એકલા નથી. ઘણા લોકો આવું કરે છે. ચેતી જાઓ.