લકવો – Stroke

લકવો – Stroke

બ્લોગ પર તા. 14-7-2016

પીયુષભાઈના ઈમેલમાંથી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ટુંકાવીને -ગાંડાભાઈ

અમેરીકામાં દર વર્ષે લગભગ છ લાખ લોકો લકવાગ્રસ્ત થાય છે. એનાથી મૃત્યુ થવાની શક્યતા 20% જેટલી પણ અપંગ બની જવાની શક્યતા 40% તેમજ 25% શક્યતા તો પુરેપુરી પંગુતા, એટલે પથારીવશ કે વ્હીલચેરમાં.

લોહીમાં જામતી છારી(પ્લાક)નો કણ જ્યારે મગજને લોહી પહોંચાડનાર ધમનીમાં આવી જાય અને મગજના અમુક ભાગને લોહી મળી ન શકે ત્યારે જે સ્ટ્રોક થાય છે તે પુરુષોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. આ હાર્ટ એટેક જેવું જ છે, એટલું જ કે હૃદયના કોષોને લોહી ન મળવાથી તે જેમ નાશ પામે તેમ અહીં મગજના કોષો લોહીના અભાવે હજારોની સંખ્યામાં નાશ પામે છે. એનાથી કદાચ અડધું શરીર લકવાગ્રસ્ત બને કે કદાચ તમારી વાચા અસરગ્રસ્ત થાય. અથવા કદાચ અકાળે વૃદ્ધાવસ્થા આવી પડે.

પરંતુ ‘બ્રેઈન એટેક’ અનીવાર્ય નથી, એને નીવારી શકાય, એનાથી બચવાના ઉપાયો છે.

મેયો ક્લીનીકના જ્ઞાનતંત્ર વીજ્ઞાનના પ્રોફેસરના કહેવા મુજબ 50થી 80 ટકા સ્ટ્રોક નીવારી શકાય તેમ હોય છે. તમારી ઉંમરના 60, 70 કે 80ના દસકામાં સ્ટ્રોકથી બચવું હોય તો તમારી 25, 35 કે 45ની ઉમ્મરે તમારે નીચેની સાત બાબતો અંગે યોગ્ય કાળજી રાખવાનો નીર્ણય લેવો જોઈએ.

 

 1. 1. પાણી

જે પુરુષો 225 મી.લી. ના પાંચ કે તેથી વધુ ગ્લાસ પાણી દરરોજ પીતા હોય તે પુરુષોને 3 કે તેથી ઓછા ગ્લાસ પીતા પુરુષોની સરખામણીમાં સ્ટ્રોકની શક્યતા 53 ટકા જેટલી ઓછી રહે છે. પાણી લોહીને પાતળું કરે છે, જેથી ક્લોટ થવાની શક્યતા ઘટે છે. પણ બધું પાણી એકી સાથે ગટગટાવી ન જતા. લોહી પાતળું રહે એ માટે તમારે સવારે એક-બે ગ્લાસથી શરુ કરી આખા દીવસ દરમીયાન પાણી પીતા રહેવું જોઈએ.

 

 1. 2. સોડા

પણ જો પાણી સીવાય બીજું કોઈ પ્રવાહી વધુ પડતું પીવામાં આવે તો ખરેખર તો સ્ટ્રોકની શક્યતા વધી જાય છે,  46% જેટલી વધી જાય! એનું કારણ ખાંડવાળું પાણી જેમ કે સોડા-લેમન પીવાથી એમાંની ખાંડ લોહીમાંનું પાણી શોષી લે છે, જેથી લોહી ઘટ્ટ બને છે.

બીજું કારણ કદાચ એ પણ હોય કે પ્રવાહી શર્કરા શરીરમાં પ્રવેશવાથી જે એક પ્રકારની વધારાની ચરબી પેદા થાય છે તે પાણીના અણુઓને શોષી લઈને બને છે. આથી લોહી ઘટ્ટ થતાં ધમનીના રોગોનું જોખમ પેદા થાય છે.

 1. 3. એક, બે, ત્રણ

કદાચ તમે તમારા સ્ટ્રોકનું જોખમ ઘટાડ્યું હશે.

‘સ્ટ્રોક’ નામના જર્નલમાં પ્રગટ થયેલ એક અભ્યાસમાં સંશોધકોએ જોયું કે 2,100 પુરુષો પૈકી જે લોકો સતત ચીંતાતુર રહેતા હતા તેમને મરણતોલ સ્ટ્રોકનું જોખમ ચીંતા નહીં કરનાર પુરુષો કરતાં ત્રણ ગણું વધુ હતું. ચીંતાને કારણે ડોપામાઈન નામના રસાયણનું પ્રમાણ ઘણું બધું વધી જાય છે, જે મગજમાં લોહીના પરીભ્રમણનું નીયંત્રણ કરે છે. એક, બે, ત્રણ સુધી ગણવાથી અથવા બીજી કોઈ રીતે તમારા મગજને કાબુમાં લઈ શાંત કરવાથી સેરોટીનીન નામનું રસાયણ યોગ્ય પ્રમાણમાં પેદા થશે જે ડોપામાઈનને સમતોલ કરવાનું કામ કરે છે.

 1. 4. પણ જરા થોભો

જો તમે કોઈ બીડી-સીગારેટ ફુંકનારની આસપાસ હો તો?

ઑકલેન્ડ યુનીવર્સીટીના સંશોધકોએ શોધ કરી છે કે જે લોકોને ધુમ્રપાન કરનારની નજીક રહેવાનું દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે તેમને સ્ટ્રોકની શક્યતા બીજા લોકો કે જેમને એવી તમાકુના ધુમાડાવાળી હવા શ્વાસમાં લેવાની હોતી નથી તેમની સરખામણીમાં 80% જેટલી વધુ હોય છે.

લાગે છે કે રક્તવાહીનીઓના પ્રસરણમાં મદદકર્તા નાઈટ્રીક ઑક્સાઈડને કાર્બન મોનોક્સાઈડ વીક્ષેપ પહોંચાડે છે. આથી રક્તવાહીનીઓ પહોળી ન થતાં ક્લોટ પેદા થાય છે. બારમાં રાત્રી વીતાવ્યા પછી કાર્બન મોનોક્સાઈડના એકેએક અણુને દુર કરવા માટે તમારે સતત આઠ કલાક સુધી ચોખ્ખી હવા તમારાં ફેફસાંમાં ભરતા રહેવું પડે. જો કે મોટા ભાગનો કાર્બન મોનોક્સાઈડ તો પહેલા એક કલાકમાં તમારા શરીરમાંથી દુર થઈ જશે, પણ પુરેપુરો નહીં. પુરેપુરો તો આઠ કાલાક સુધી ચોખ્ખી હવામાં રહેવાનું થશે તો જ દુર થઈ શકશે.

તો બારમાંથી ઘરે જતી વખતે તમારી કારની બારીના કાચ નીચે ઉતારી ચોખ્ખી હવા લેવાનું યાદ રાખજો.

 1. 5. હોમોસીસ્ટેઈનથી સાવધાન

આપણા શરીરમાં આ રસાયણ પ્રોટીનના બંધારણ માટે જરુરી હોય છે. પણ જેમના લોહીમાં એનું પ્રમાણ વધુ પડતું હોય છે તેમને સ્ટ્રોકની શક્યતા જેમના લોહીમાં ઓછું પ્રમાણ હોય તેના કરતાં વધી જાય છે. વીટામીન બી કોમ્પલેક્ષ જેને ફોલીક એસીડ કે ફોલેટ પણ કહેવાય છે તેનું સેવન વધુ કરવામાં આવે તો સ્ટ્રોકનું જોખમ ઘટી શકે, પણ એ માત્ર અમુક લોકોને મદદ કરે છે. 50થી 60 ટકા લોકોમાં હોમોસીસ્ટેઈનનું પ્રમાણ ફોલેટથી ઘટી શકતું નથી.

એક સંશોધન અનુસાર 1000 માઈક્રોગ્રામ (1માઈક્રોગ્રામ=1 ગ્રામનો દસ લાખમો ભાગ) ફોલેટ, સાથે 25 મીલીગ્રામ વીટામીન બી6, 1000 માઈક્રોગ્રામ બી12 અને 1800 મીલીગ્રામ સીસ્ટેઈન સપ્લીમેન્ટ તરીકે લેવાથી લગભગ દરેક જણના શરીરમાં હોમો સીસ્ટેઈનનું પ્રમાણ સામાન્ય રહી શકે છે.

 1. 6. કસરત

એરોબીક કસરત સ્ટ્રોકથી બચવાની દવા છે. જો તમે દોડી ન શકો કે સાઈકલ ચલાવી ન શકો તો વજન ઉંચકવાની કસરત કરો. નીયમીત ભારે કસરતથી બ્લડપ્રેશર ઘટી શકે છે, સારા કૉલેસ્ટરોલમાં વધારો થાય છે, ખરાબ કૉલેસ્ટરોલમાં ઘટાડો થાય છે, અને લોહીની ચીકાશ ઘટે છે.

 1. 7. ફ્લુનાં ઈન્જેક્શન (વેક્સીનેશન)

ફ્લુનાં ઈન્જેક્શન જાણે સ્ટ્રોક મટાડવાની રસી છે. સંશોધનમાં જાણવામાં આવ્યું છે કે જે લોકોએ પાંચ વર્ષ સુધી ફ્લુનાં ઈન્જેક્શન-રસી લીધી હતી તેમને રસી ન લેનારની સરખામણીમાં સ્ટ્રોકનો હુમલો આવવાની શક્યતા 42% જેટલી ઓછી જોવામાં આવી હતી. ફ્લુનો ચેપ અને તેનાથી આવતા સોજાને લીધે ધમનીને નુકસાન થાય છે અને લોહી ગંઠાઈ જવાની શક્યતા વધે છે.

ફ્લુની રસી લેવાનો સૌથી ઉત્તમ સમય ફ્લુનો વાવડ શરુ થતો હોય તેના એક મહીના પહેલાંનો છે. જુદા જુદા દેશોમાં આ જુદો જુદો હશે. જેમ કે અમેરીકામાં આ રસી નવેમ્બરમાં લેવી જોઈએ, જ્યારે અહીં ન્યઝીલેન્ડમાં એનો સમય એપ્રીલ-મેનો ગણાય. સામાન્ય રીતે આ રસીથી ફ્લુ સામે બે આઠવાડીયા પછી રક્ષણ મળી શકે છે.

Advertisements

ટૅગ્સ:

4 Responses to “લકવો – Stroke”

 1. લકવો – Stroke | વેબ આરોગ્ય Says:

  […] via લકવો – Stroke — Gandabhai Vallabh […]

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  આભાર.

 3. tanknalinbhai Says:

  ગાંડાભાઇ તમજે કંઈ પણ પોસ્ટ કરો છો તે ઘણુ બધુ કામ કરે છે. માહિતી કામ
  કરે છે. આભાર.

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  આપની પ્રોત્સાહક કૉમેન્ટ માટે હાર્દીક આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: