કેન્સર અને આયુર્વેદ ઔષધીઓ

ઉપચાર તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે, કોઈ રોગના પોતાની જાતે ઈલાજ માટે નહીં.

કેન્સર અને આયુર્વેદ ઔષધીઓ

બ્લોગ પર તા. 30-7-2016

મને મળેલી એક અંગ્રેજી ઈમેલમાંથી ગુજરાતી- ગાંડાભાઈ

આંતરડાં અને ખાસ કરીને પાચનક્રીયાના અવયવોના કેન્સરના ઉપાય માટે આયુર્વેદના ગ્રંથોમાં ઘણા ઉલ્લેખ જોવા મળે છે. યોગ પ્રણાલીને આનુસંગીક 700 વર્ષ આસપાસ લખાયેલા બે ગ્રંથો – ચરક અને સુશ્રુત સંહીતા એનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ બંને ગ્રંથોમાં ત્રીદોષ પૈકી કોઈ એકમાં (વાત, પીત્ત, કફમાં) અસંતુલનને કારણભુત ગણવામાં આવે છે. આખા વીશ્વમાં દરેક મનુષ્યના સ્વાસ્થ્યને આ લાગુ પડે છે. જ્યારે દોષોમાં સંતુલન સધાય છે ત્યારે કેન્સર અને બીજા રોગો અદૃશ્ય થઈ જાય છે.

આયુર્વેદનાં નીચેનાં સાત ઔષધો દોષોમાં સંતુલન લાવવા માટે વપરાય છે, જેનાથી કેન્સર કાબુમાં આવી શકે છે કે સંપુર્ણ નાબુદ થઈ શકે છે.

 1. અશ્વગંધા

આયુર્વેદમાં સેંકડો ફરીયાદોમાં વપરાતું આ ઔષધ શરીરની ક્રીયાઓને સામાન્ય કરવામાં અસરકારક ભાગ ભજવે છે. જ્યાં શરીરને એની જરુર હોય ત્યાં એ એની મેળે પહોંચી જાય છે અને મદદગાર બને છે. અશ્વગંધા સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે, અશક્તી દુર કરે છે અને શરીરમાંથી કચરાનો નીકાલ કરે છે. સંશોધનોમાં જાણવા મળ્યું છે કે અશ્વગંધા કેન્સરને વધતું રોકે છે અને સારા કોષોને કોઈ પણ હાની પહોંચાડ્યા વીના ગાંઠ પેદા કરતા કોષોનો નાશ કરે છે.

લસણ

કેટલાયે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેન્સરના ઉપચાર માટે લસણ એક શક્તીશાળી ઔષધ છે. પરાપુર્વથી કુદરતી ઉપચારકો કેન્સરમાં કાચું લસણ કે લસણનો રસ અથવા એનો ઉકાળો વાપરતા આવ્યા છે. આંતરડાના કેન્સર ઉપરાંત લસણ બ્રેઈન કેન્સરના કોષોનો નાશ કરવામાં પણ ઉપયોગી સીદ્ધ થયું છે. વળી એનાથી તંદુરસ્ત કોષોને કોઈ નુકસાન થતું હોતું નથી કે કોઈ આડઅસર પણ નથી હોતી. એમાં થોડી ડુંગળી અને બ્રોકલી ઉમેરવાથી કેન્સર નાબુદ કરવા માટે બહુ જ શક્તીશાળી ઔષધ પ્રાપ્ત થાય છે.

આયુર્વેદ ઔષધોમાં લસણ એક મુખ્ય ઔષધ ગણાય છે.

 1. લીલી ચા

લીલી ચા માત્ર મહેમાનોનું સ્વાગત માટેનું પીણું જ નથી, પણ આંતરડાના કેન્સર અને બીજા કેન્સરની દવા પણ છે. એ કેન્સરના કોષોની વૃદ્ધી રોકે છે, ઉપરાંત એમાં રહેલું કેટેચીન પોલીફીનોલ નામનું રસાયણ તંદુરસ્ત કોષોને હાની કર્યા વીના કેન્સરના કોષોનો નાશ કરે છે. નીયમીતપણે લીલી ચા પીવાથી આંતરડાની કેન્સરની ગાંઠો પેદા થતી વેળા જ નાશ પામે છે. કેન્સર વધી શકતું નથી. નોંધ: લીલી ચા એટલે કેટલાક લોકો લેમન ગ્રાસને લીલી ચા કહે છે તે નહીં, પણ ખરેખરી ચા, કંઈક અપક્વ.

 1. સેલન્ડાઈન

ખસખસના જેવો પીળાં ફુલવાળો આ છોડ પણ આંતરડાના કેન્સરમાં વપરાય છે. વળી એ રોગપ્રતીકાર શક્તીમાં પણ મદદગાર છે, જેથી કેન્સર કે બીજા રોગો પણ થતા અટકી શકે છે. ઉપરાંત આ ઔષધ અસ્થમામાં – દમમાં ઉપયોગી છે, અને ધમનીના કઠણ થઈ જવા સામે કે કોલેસ્ટરોલ વડે બ્લોક થઈ જવા સામે પણ રક્ષણ આપે છે.

 1. કુવારપાઠું(ઍલોવેરા) અને સફરજનનો સરકો (એપલ સાઈડર વીનેગર)

આ બંને ઔષધો સાથે લેવાથી ખાસ કરીને આંતરડામાં જામેલો હાનીકારક કચરો દુર થાય છે. પાચન અવયવોમાં હાનીકારક કચરાનો જમાવ થવાથી રોગો ઉત્પન્ન થાય છે. આ બંને ઔષધો બળતરા અને સોજા દુર કરવામાં પણ ઘણાં અકસીર છે.

 1. આદુ

આયુર્વેદનું આદુ એક મહત્ત્વનું ઔષધ છે. ભારતીય રસોઈની ઘણી વાનગીઓમાં એ વપરાય છે. આંતરડાના કેન્સર થવા પહેલાં જે સોજા જોવા મળે છે તેને સુંઠના ચુર્ણનો કે આદુનો આહારમાં સમાવેશ કરવાથી ગણનાપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાય છે. આદુ સોજા અને સડો દુર કરનારું એક શક્તીશાળી ઔષધ છે. આદુ પાચનમાર્ગ માટે ઘણું સારું છે, એ પાચન અવયવોને સક્ષમ કરે છે, આથી આંતરડાના કેન્સરમાં આદુ ઘરગથ્થુ ઉપચાર તરીકે સૌથી ઉત્તમ ગણાય છે.

30 દર્દીઓ પર કરવામાં આવેલા એક પ્રયોગમાં દરેકને દરરોજ 2 ગ્રામ આદુ આહારમાં આપવામાં આવ્યું હતું. એનું પરીણામ આશ્ચર્યજનક રીતે સુંદર હતું. આ પરીણામ પછી આદુના અન્ય ઔષધીય સંશોધનો માટે આ પ્રકારનો ઉત્સાહ દાખવવામાં આવે એ જરુરી છે, કેમ કે આ બાબતમાં ચીકીત્સકોની દીલચસ્પી વધતી જવાની છે. કેન્સરના ઉપચાર માટે લોકો નીર્દોષ ઔષધની શોધમાં છે, જેનાથી જીવનની ગુણવત્તા ઓછામાં ઓછા ખર્ચે સુધારી શકાય.

બીજા એક અભ્યાસમાં આદુ વડે ગર્ભાશય અને પ્રોસ્ટેટના કેન્સરનો પણ સફળ રીતે ઈલાજ કરવામાં આવ્યો હતો.

 1. હળદર

હજુ સુધી આ ઔષધ વીશે તમે કશું સાંભળ્યું ન હોય તો તમે કદાચ પથ્થર યુગમાં જીવો છો. હળદરમાંનું અદ્ભુત તત્ત્વ લગભગ કોઈ પણ સમસ્યા દુર કરી શકે છે. એ તત્ત્વનું નામ છે કર્ક્યુમીન. એના પ્રભાવથી આંતરડાના કેન્સરના કોષ પોતાની મેળે નાશ પામે છે. કૅનેડાની એક હોસ્પીટલમાં જ્યારે હળદરની કેન્સરના કોષોનો નાશ કરવાની ક્ષમતાને ચકાસવામાં આવી ત્યારે હેરત પમાડે તેવાં પરીણામો જોવા મળ્યાં હતાં.

આંતરડાના કેન્સરના ઉપચાર માટે તમે ઈચ્છો તો કેમોથેરપી કરાવી શકો, જેનાથી તમારા વાળ ખરી જશે, તમને ઉબકા અને ઉલટી થવાની હોય એવું લાગ્યા કરશે, અને તમે સાવ અશક્ત થઈ જશો. કેન્સરના કોષો નાબુદ કરવા તમે ઑપરેશન કરાવી શકો, જે ઘણું ખર્ચાળ હોય છે.

અથવા તમે આ આયુર્વેદીક ઔષધો લઈ શકો, જેનો હજારો વર્ષથી ઉપયોગ થતો આવ્યો છે, અને જે સાવ નજીવા ખર્ચે મળી શકે છે.

Advertisements

ટૅગ્સ:

5 Responses to “કેન્સર અને આયુર્વેદ ઔષધીઓ”

 1. pravinshastri Says:

  આ લેખમાં જણાવેલ દરેક સામગ્રી આપણા રસોડામાં હાજર ર છે. એનો વિવેક પૂર્વકનો ઉપયોગ સ્વાસ્થ્યને માટે ગુણકારી જ છે. આપણું આયુર્વેદ હજારો વર્ષથી જે વાતો કહેતું આવ્યું છે એ આપણે સમજવામાં પાછળ પડીયે છીએ. જ્યારે એ જ વાત પરદેશીઓ પાસે સાંભળીયે ત્યારે જ આપણે તે વાત સ્વીકારીએ છીએ. ગાંડાભાઈ, આપ સરસ માહિતીનો પ્રસાર કરી રહ્યા છો. ધન્યવાદ.

 2. NIRAV Says:

  સફરજનનો સિરકો, સરકો અમદાવાદ કે ગાંધીનગરમાં ક્યાંથી મળે….

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  પ્રવીણભાઈ, પ્રોત્સાહક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.
  ભાઈશ્રી નીરવ, એપલ સાઈડર વીનેગર કે સાઈડર વીનેગર અહીં તો લગભગ ઘણી દુકાનોમાં (અહીં પરચુરણ ગ્રોસરી વેચતી શોપ ડેરી શોપ કહેવાય છે તેમાં) તેમ જ મોટી સુપર માર્કેટમાં મળે છે. પણ અમદાવાદ કે ગાંધીનગરની મને કોઈ માહીતી નથી. ગાંધીનગર તો મેં જોયું પણ નથી. એપલ સાઈડર વીનેગર સીવાયના વીનેગર કુદરતી ઉપચારની દૃષ્ટીએ સ્વાસ્થ્ય માટે હાનીકારક ગણાય છે. મેં અહીં એક ભાઈને એપલ સાઈડર વીનેગર પાણીમાં થોડો નાખી હંમેશાં પીતાં જોયા છે.

 4. vbgohel@hotmail.com Says:

  Mr.Nirav,
  You will get apple cider vinegar at Apollo pharmacy stores in Ahmedabad.
  Dear Gandabhai, I am unaware of “salandine” .What is it called in Gujarati?

 5. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે વિનોદભાઈ,
  તમે આપેલી માહીતી બદલ હાર્દીક આભાર.
  મેં આ માહીતી મારા બ્લોગ પર મને મળેલી એક અંગ્રેજી ઈમેલના આધારે આપી છે. સેલન્ડાઈ વીશે વધુ માહીતી ઈન્ટરનેટ પરથી નીચેની લીન્ક પર ક્લીક કરવાથી મળી શકશે. આપણે ત્યાં આ છોડ થાય છે કે કેમ તેને વીશે મને ખબર નથી.
  https://en.wikipedia.org/wiki/Chelidonium
  જો સીધી લીન્ક ખુલી નશકે તો તમારા બ્રાઉઝરમાં એની કોપી-પેસ્ટ કરીને ખોલી શકાશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: