સાંધા દુખવા

સાંધા દુખવા

બ્લોગ પર તા. 9-8-2016

એક દીવસ હું જ્યારે ટેબલ ટેનીસ રમવા ગયો ત્યારે મારા જમણા હાથના કાંડામાં દુખાવો થતો હતો. ટેબલટેનીસનું રેકેટ (બેટ) પકડતી વખતે પણ દુખાવો થતો હતો. રમીને આવ્યા બાદ બપોર પછી આવેલી ઈમેલ જોઈ તેમાં ભાઈ શ્રી પીયુષભાઈએ મોકલાવેલ એક વીડીઓ ક્લીપ હતી. એમાં ભાઈ ચુનયી લીન ઘુંટણના દુખાવાની એક સાદી પણ બહુ જ અસરકારક ટેકનીક બતાવે છે. મેં એ ટેકનીક મારા કાંડા પર અજમાવી અને મોટા ભાગનો દુખાવો થોડી વારમાં જ ગાયબ થઈ ગયો. ચુનયી લીન કહે છે કે 90% દુખાવો મીનીટોમાં જ મટી જાય છે.

ભાઈ શ્રી ચુનયી લીન તો આ ટેકનીક ઘુંટણના દુખાવા માટે કહે છે, પણ મારા અનુભવ મુજબ શરીરના કોઈ પણ સાંધામાં દુખાવો થતો હોય તેમાં પણ આ ટેકનીક કામ આવી શકે છે. જે સાંધામાં દુખાવો થતો હોય તેની નજીકનું ઉર્જાબીન્દુ (energy point) શોધી ત્યાં માલીશ કરવી. સામાન્ય રીતે આ ઉર્જાબીન્દુ શરીરના દરેક સાંધા પાસે અસ્થીબંધન (ligament) ઉપર હોય છે. જો કે આ ઉર્જાબીન્દુની પણ બહુ ચીંતા કરવાની જરુર નથી. સાંધા નજીકના અસ્થીબંધનનો ખ્યાલ મેળવવો જોઈએ. શરીરના દરેક સાંધાની આસપાસ અસ્થીબંધન હોય છે. સાંધા એટલે બે હાડકાં જ્યાં જોડાય છે તે. અસ્થી એટલે હાડકું. બે હાડકાંને જોડે તે અસ્થીબંધન બહુ જ મજબુત કોષોનું બનેલું હોય છે, અને એને સ્પર્શ કરવાથી આપણે એને એક સખત દોરીની જેમ અનુભવી શકીએ. ઘુંટણ આગળના અસ્થીબન્ધનનો ખ્યાલ સહેજ વાંકા વળવાથી આવી શકે, જે ઘુંટણની બન્ને તરફ હોય છે. જો કે શરીરમાં ચરબીના થર વધુ પડતા હોય તો એનો ખ્યાલ જરા મુશ્કેલ હશે.

કોઈ પણ સાંધાનો દુખાવો મટાડવા એની નજીકના અસ્થીબંધનની માલીશ કરવી. આ માલીશ અંગુઠા કે આંગળાં વડે વીણાના તારને વગાડતા હોઈએ તે રીતે કરવાની હોય છે. માલીશને બદલે ખરેખર તો કહેવું જોઈએ કે આપણે કોઈ તંતુવાદ્ય હાથની આંગળી કે અંગુઠા વડે વગાડતા હોઈએ તેમ જ કરવાનું છે, એટલે કે અસ્થીબંધન જે તાર જેવું જ માલમ પડે છે તેને વગાડવાનું છે. સામાન્ય રીતે એકી વખતે એક અસ્થીબંધનને એકાદ મીનીટ સુધી ચોળવું- એ તાર વગાડવો. બંને ઘુંટણમાં દુખાવો હોય તો વારા ફરતી બંને તરફ એ મુજબ કરવું. દુખાવો રહેતો હોય તો સમય મળે ત્યારે થોડી થોડી વારે તાર વગાડતા રહેવાથી ખુબ જ રાહત રહે છે.

મારા જમણા કાંડામાં દુખાવો થાય છે, આથી એની માલીશ કરવા માટે ડાબા હાથ વડે જમણા કાંડા નજીકના અસ્થીબંધનને દબાવી રાખી ડાબી-જમણી તરફ ઘુમાવું છું. એ રીતે અસ્થીબંધન પર વધુ દબાણ આપી શકાય છે. જો કે અંગુઠા કે આંગળા વડે પણ એની માલીશ તંતુવાદ્ય વગાડતા હોઈએ એ રીતે કરી શકાય.

ડોકમાં દુખાવો થતો હોય ત્યાં પણ આ રીતે માલીશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. જ્યાં દુખાવો હોય તે જ જગ્યાએ માલીશ કરવાની નથી, પણ અસ્થીબંધનને વીણાના તારને જે રીતે આંગળાં કે અંગુઠા વડે વગાડીએ તે રીતે એ દુખાવાને આનુષંગીક અસ્થીબંધનની માલીશ કરવાની છે, જેને ઉર્જાબીંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

Advertisements

ટૅગ્સ:

27 Responses to “સાંધા દુખવા”

 1. અનામિક Says:

  ખુબ ખુબ આભાર. ..ખરેખર કામ માં લાગે તેવી માહિતી આપી છે.

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપની પ્રોત્સાહક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

 3. Ramesh Patel Says:

  ખુબ ખુબ આભાર. ..ખરેખર કામ માં લાગે તેવી માહિતી આપી છે.

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thank you Rameshbhai.

 5. હરીશ દવે Says:

  માનનીય શ્રી ગાંડાભાઇ,
  આપના બ્લૉગ પર લેખોમાં કન્ટેન્ટ તો સરસ છે જ, વૈવિધ્ય પણ છે, આપ આપના બ્લૉગને નવીન થીમ પર કેમ નથી મૂકતા? આપ આપને વાપરવા સરળ પડે તેવા વર્ડપ્રેસના નવા થીમ ‘2015’ કે ‘2016’ અથવા અન્ય ઉપયોગમાં લઈ શકો. તેનાથી આપના બ્લૉગ વાંચવાનું વાચકો માટે સરળ બનશે. વધુ વાચકો તેનો લાભ લઈ શકશે . ..
  હરીશ દવે

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે હરીશભાઈ,
  આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર. હું ધારું છું કે મેં નવી થીમ ટ્રાઈ કરી જોઈ હતી, પણ મને બરાબર ફાવી ન હતી. કેમ અનુકુળ લાગી ન હતી તેનું સ્મરણ નથી. ફરીથી ટ્રાઈ કરી જોઈશ, જો કે અત્યારે બીજા કામોમાં વ્યસ્ત હોવાથી મારા બ્લોગ પર બહુ લખી શકતો પણ નથી. આ પ્રકારની કૉમેન્ટ હોય તેને પ્રતીભાવ આપવા માટે જ કંઈક લખું છું.
  ફરીથી આપનો હાર્દીક આભાર.

 7. SATISHKUMAR A PATEL Says:

  how to do laghu anemia

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   માફ કરજો ભાઈ સતીષકુમાર, પણ મને લઘુ એનીમીયા એટલે તમે શું કરવાનું કહો છો તેની કશી સમજ પડતી નથી. એનીમીયા એટલે પાંડુરોગ, જેમાં લોહીનું પાણી થઈ જાય છે. આથી લઘુ એનીમીયા કેવી રીતે કરવો એ પ્રશ્ન સમજાતો નથી.

 8. SATISHKUMAR A PATEL Says:

  Orthopedic Dr want to replace my knee but i don’t want so please guide me how avoid knee surgery

 9. SATISHKUMAR A PATEL Says:

  i already try all Ayurveda medicin

 10. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ સતીષકુમાર,
  સામાન્ય રીતે આયુર્વેદ અનુસાર શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. આથી એ દુર થતાં દુખાવો દુર થાય છે, પણ વાયુકારક આહાર લેતાં ફરીથી દુખાવો થઈ શકે. અહીં નીચે એ માટેના ઉપાય જે હજુ મેં મારા બ્લોગ પર મુક્્યા નથી અને જે મુક્યા છે તે કેવી રીતે જોઈ શકો તે લખું છું. એમાંથી તમને અનુકુળ ઉપાય ખાતરી કરીને કરવા. બધા ઉપાય દરેકને અનુકુળ હોતા નથી.
  ઘુંટણના દુખાવામાં રાહત રહે એવા ઘરેલુ, સસ્તા, સરળ, અનુભવયુક્ત નુસખા
  (1) સુંઠનો લેપ: એક ચમચી સુંઠનો પાવડર અને થોડુંક સરસીયું તેલ ભેળવીને ગાઢી પેસ્ટ બનાવો. એ પેસ્ટને દીવસે કે રાત્રે કોઇ પણ સમયે ઢીંચણ પર લગાવો. લગાવ્યા પછી 5-6 કલાક સુધી રહેવા દઈ પછી પાણીથી ધોઇ નાંખો.
  (2) બદામના 4-5 દાણા, 5-6 આખાં મરી અને 6-7 અખરોટની મીંજ ભેગી પીસીને સવારે અને સાંજે ગરમ દુધ સાથે લો. દસ દીવસ સુધી દરરોજ લેવાથી ફાયદો થશે. 10 દીવસ પછી અઠવાડીયા સુધી બંધ કરીને ફરી લેવાનું રાખો.
  (3) એક ચમચી હળદરનો પાવડર લો, એક ચમચી ખાંડનો પાવડર અથવા બુરુ કે મધ અને ચપટીક ચુનો લઈ બધું ભેળવીને પેસ્ટ બનાવો. રાતના સુતાં પહેલાં પેસ્ટને ઘુંટણ પર લગાવીને ક્રેપબેન્ડેજ અથવા કપડાનો ટુકડો બાંધો. આખી રાત રહેવા દો અને સવારે સાદા પાણીથી ધોઇ નાખો. બે અઠવાડીયા સુધી દરરોજ એમ કરવાથી ઢીંચણના સોજામાં કે દર્દમાં આરામ થશે.
  (4) ખજુરની 7-8 પેશીને સાંજે પાણીમાં પલાળો. આખી રાત પલાળી રાખીને સવારે ખાલી પેટે એ ખાઈ જવી અને પેલું પાણી પણ પી જવું. ખજુરમાં વીટામીન એ, બી, સી, આયર્ન અને ફોસ્ફરસ સારા પ્રમાણમાં છે જે ઘુંટણના સાંધા ઉપરાંત બીજા સાંધાઓને પણ મજબુતી આપશે.
  (5) કોપરેલ (નાળીયેરનું તેલ) નાળિયેરના તેલથી ઘુંટણનું માલીશ કરતા રહો જેથી ઘુંટણની માંસપેશીઓ મજબુત થશે. સુકું નાળિયેર પણ ખાઇ શકાય.

  ૩-૧-૨૦૧૬ની પોસ્ટ કસરત વીશે જુઓ. ૫-૧૨-૨૦૧૫ની વાતરોગ વીશે જુઓ. ૩૧-૮-૨૦૧૫ની પોસ્ટ ઘુંટણના દુખાવાનો અસરકારક ઈલાજ વીશે જુઓ. આ પોસટ જોવા માટે ગુગલમાં મારું નામ લખી આ તારીખો લખી સર્ચ કરવી.

 11. Yogesh Patel Says:

  તા.નવેમ્બર ૧૬,૨૦૧૬.
  માનનીય શ્રી ગાંડાભાઈ,
  નમસ્તે,
  મારી ઉંમર ૭૦ વર્ષ છે. આજથી ૪ વર્ષ પહેલા ૨૦૧૨ માં હું ઇન્ડિયા આવેલો ત્યારે મને ત્યાં ન્યુમોનિયા થઇ ગયેલ હતો. પરંતુ ન્યુંમોનીયાનું નિદાન (diagnose ) કરતા ૧ મહિના જેટલો સમય નીકળી ગયેલ. તે સમય દરમ્યાન ખુબજ ઉધરસ અને કફ થતા હોવાથી ફેફસાના સ્નાયુઓને ખુબજ નુકશાન થઇ ગયું અને તેની ખબર ના રહી. ન્યુમોનિયા ની સારવાર ઇન્ડિયામાંજ કરી અમેરિકા પાછો આવેલ. પરંતુ ફેફસા ખુબજ નબળા થઇ ગયેલા હતા એટલે અહિયાં ડોકટરની સારવાર ચાલુ રાખી હતી પરંતુ એકાદ વર્ષ પછી ઘરમાં રંગરોગાન કરાવ્યું તેના dusting થી ફેફસા જાણેકે ભરાઈ ગયા. એક્સરે અને બીજા ટેસ્ટ કર્યા પછી પણ ખબર ના પડી કે ખરેખર શું તકલીફ છે, એટલે ફેફસાની biopsy કરી. પરંતુ ડોકટર કોઈ નિદાન કરી ના શક્યા. એટલે સ્ટેરોઈડ ની ટ્રીટમેન્ટ કરી પરંતુ ફેફસાના સ્નાયુઓ મજબુત થાય તેવી કોઈ ટ્રીટમેન્ટ ના કરી એટલે ફેફસાના સ્નાયુઓ તુટવા લાગ્યા. જેને મેડીકલ ભાષામાં Idio Pathic Pulmonary Fibrosis કહે છે. આજે મારી પરિસ્થિતિ ખુબજ નાજુક-ખરાબ છે અને ડો. પાસે કોઈજ ઉપાય નથી. પરંતુ ચાર વર્ષના અનુભવ પછી મને હવે એવું લાગે છે કે જો ફેફસા ના સ્નાયુઓ મજબુત કરવાની કોઈ સારવાર કરી હોત તો ચોક્કસ સારું થઇ જાત. જો આપ કોઈ ફેફસા મજબુત થાય તેવો આયુર્વેદીક ઉપાય બતાવશો તો નવી જીંદગી મળ્યા જેવું લાગશે.
  મને hyper acidityની તકલીફ છે એટલે તાજ કે હિગ જેવા પદાર્થ વળી દવા લઈ શકતો નથી.
  Please do notify me via my email address.
  thank you.

 12. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે યોગેશભાઈ,
  તમારી તકલીફ જાણી દુખ થયું. ભાઈ, મારી પાસે વૈદકીય કોઈ ક્વોલીફીકેશન નથી. આયુર્વેદમાં પહેલેથી જ રસને કારણે વાંચન વડે જે થોડી જાણકારી છે તે કોઈકને લાભ થાય એ દૃષ્ટીએ બ્લોગ બનાવીને મુકી છે અને જેમ માહીતી મળે તેમ મુકતો જાઉં છું. આ માહીતીનો ઉપયોગ કરતાં પહેલાં એ તમારા માટે હાનીકારક નથી એની ખાતરી કરવી અત્યંત જરુરી છે. કેમ કે એક વ્યક્તીને જેનાથી લાભ થયો હોય તે બીજી કોઈ વ્યક્તીને નુકસાન પણ કરી શકે. મારી પાસે ફેફસાના સ્નાયુઓને મજબુત કરે એવા કોઈ ઔષધની માહીતી નથી, પણ નીચે મુજબની જે માહીતી મારા બ્લોગમાં છે તે તમારી જાણ માટે જણાવું છું. વળી જે ઔષધ લઈએ તે પાચનશક્તીનો વીચાર કરીને પચાવી શકાય તેટલા પ્રમાણમાં જ લેવું. ઉત્તમ માર્ગ તો બહુ અલ્પ પ્રમાણમાં શરુ કરવું એ છે.
  અમેરીકામાં આ ઔષધો કદાચ મળતાં હશે. હું ૪૨ વર્ષથી ન્યુઝીલેન્ડમાં છું. અહીં બધાં આયુર્વેદીક ઔષધો મળી શકતાં નથી.
  (૧) ઉષ્ણ ફળો : સામાન્ય રીતે ફળો દરેક માટે લાભકારી હોય છે પણ તેમાં કેટલાંક ફળો ઉષ્ણ પ્રકૃૃતી ધરાવતાં હોય છે જેવાં કે કેરી, પપૈયુ, સકરટેટી વગેરે. આવાં ફળો વ્યકીતમાં જુસ્સો તો પ્રેરે જ છે પણ શ્વાસ (દમ) જેવી બીમારીમાં પણ રાહત આપે છે. તાજેતરમાં થયેલા સંશોધનમાં એ બાબત સાબીત થઈ છે કે દમ, ફેફસામાં થતો કફ એ આવા ઉષ્ણ પ્રકૃતી ધરાવતા ફળોને કારણે ઘટે છે. એટલું જ નહીં પણ બ્લડ પ્રેસર ઘટાડવામાં પણ ઉપયોગી થાય છે.
  પહેલાં વૈજ્ઞાનીકોનું માનવું હતું કે ફળોથી કફ પ્રધાન વ્યક્તીઓને કફ વધવાની દહેશત રહે છે પણ હવે એ બાબતમાં વૈજ્ઞાનીકોનું એવું મંતવ્ય છે કે જે વ્યક્તીઓને દમ હોય અને સાઈડ ઈફેકટના ડરથી દવા લેવા તૈયાર ન હોય તેવી વ્યકીતને ફળો પણ દમમાં રાહતરુપ થઈ શકે છે.
  (૨) ખજુરઃ શીયાળા દરમીયાન રોજ દસેક પેશી ખજુર ખુબ ચાવીને ખાઈ ઉપર એક ગ્લાસ ગરમ દુધ પીવાથી થોડા દીવસમાં જ શરીરમાં સ્ફુર્તી આવે છે અને નવું લોહી પેદા થાય છે. ખજુર શરીરને હૃષ્ટપુષ્ટ કરે છે. વજન વધારવા માટે રોજ સવારે આઠ-દસ પેશી ખજુર એક ગ્લાસ દુધમાં ઉકાળી ઠંડુ પાડી દુધ પી જવું અને ખજુર ખુબ ચાવીને ખાઈ જવું.
  કાળું ખજુર ઉત્તમ ગણાય છે. ફેફસામાં પડેલાં ચાંદાંમાં ખજુર ઉપયોગી સહાયક ઔષધ છે. એ હૃદય માટે પણ હીતાવહ છે. ખજુર ઠંડુ, તૃપ્તી કરનાર, પચવામાં ભારે, રસમાં અને પચી ગયા પછી પણ મધુર અને રક્તપીત્તને દુર કરનાર છે. ખજુરમાં લોહતત્ત્વ સારા પ્રમાણમાં છે, આથી લોહીની ઉણપમાં બહુ સારું છે. રોજ પાંચ ખજુર, પાંચ અંજીર અને વીસ મુનક્કા દ્રાક્ષ ખાવામાં આવે તો શરીર પુષ્ટ થાય છે.
  (૩) રાસ્નાઃ ચરક સંહીતામાં લખ્યું છે કે, रास्ना वात हराणाम् श्रेष्ठ | વાયુને હરનાર ઔષધોમાં રાસ્ના શ્રેષ્ઠ છે. ઠંડી દુર કરવા માટે રાસ્ના અને અગરનો લેપ ઉત્તમ છે. આ લેપથી સોજો પણ ઉતરી જાય છે. મહારાસ્નાદી ક્વાથમાં મુખ્ય ઔષધ રાસ્ના છે, જે બજારમાં મળે છે. ચારથી છ ચમચી જેટલો આ ઉકાળો સવારે, બપોરે અને રાત્રે લેવાથી ઘુંટણનો વા અને સ્નાયુઓનો દુ:ખાવો મટે છે. રાસ્ના ફેફસાના બધા રોગો જેમ કે શ્વાસ-દમ, જુનો દમ, ફેફસાની નળીઓનો સોજો ક્ષય, ફેફસાના પડદાનો સોજો અને તેનાથી થતો પડખાનો દુ:ખાવો વગેરેમાં પણ ખુબ ઉપયોગી છે.
  (૪) ફેફસાની નાની મોટી તકલીફોમાં શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં ઉકાળી લાંબો સમય લેવાથી સારો ફાયદો થાય છે. શતાવરી એટલે asparagus.
  (૫) મોઢામાં, હોજરીમાં, હોજરીના છેડે, આંતરડામાં જો ચાંદાં પડ્યાં હોય તો શતાવરીઘૃત અત્યંત હીતાવહ છે. મળી શકે તો લીલી શતાવરીનો તાજો રસ કાઢી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો. જો લીલી શતાવરી ન મળે તો જ્યારે મળે ત્યારે શતાવરી ઘૃત પકાવી લેવું. ૫૦૦ ગ્રામ ગાયનું ઘી, ૨ કીલોગ્રામ શતાવરીનો રસ અને શતાવરીના મુળીયાનું ૨૦૦ ગ્રામ ચુર્ણ મીશ્ર કરી ઉકાળવું. પાણીનો ભાગ ઉડી જાય ત્યારે ઉતારીને ગાળી લેવું. એક ચમચી આ શતાવરી ઘૃત દીવસમાં ત્રણ વખત લેવાથી જીર્ણ જ્વર, મીરગી-વાયુ, આંતરીક ચાંદાં, ગાઉટ, ફેફસાના રોગો વગેરે મટે છે.

 13. Yogesh Patel Says:

  માનનીય શ્રી ગાંડાભાઈ,
  નમસ્તે,
  મારી વિનંતી નો તરતજ જવાબ આપવા બદલ ખુબજ આશ્ચર્ય સાથે આનંદથયો. આપે આપેલી માહિતી જારુરથી ઉપયોગી થશે. બાબા રામદેવ ની LUNG FORMULA TABLETS તેમાં એમ કહે છે કે તે this Formula has a rejuvenating tonic designed to strengthen and support the respiratory system. This synergistic blend of herbs nourishes the lung tissue and bolsters the body’s natural defenses. It is very useful for removing excess kapha from the lungs and sinuses. Containing bitter and pungent herbs with a specific affinity for the lungs, Lung Formula cleanses the respiratory tract and supports clear and comfortable breathing.
  પરંતુ તેના Ingredients: Each 500 mg tablet contains: Licorice root (Glycyrrhiza glabra), Cane Sugar , Pippali fruit (Piper longum), Elecampane root (Inula helenium), Vasaka leaf (Adhatoda vasika), Amalaki fruit (Emblica officinalis), Bibhitaki fruit (Terminalia belerica), Haritaki fruit (Terminalia chebula), Tulsi leaf (Ocimum sanctum), Cardamom seed (Elettaria cardamomum), Cinnamon bark (Cinnamomum cassia). છે.
  મને ડર લાગે છે કે તેમાં રહેલ તજ અને મારા અસીડીટી ના દર્દ ના કારણે આ ટેબ્લેટ હું લઇ ના શકીશ. જો આ ટેબલેટ કોઈ પણ રીતે લઇ શકાય તેવો ઉપાય આપ બતાવી શકો તો પણ મારી તકલી દૂર થઇ જાય તેમ લાગે છે. તો જારુરથી ઉપાય જનાવ શો.

 14. ગાંડાભાઈ વલ્લભ Says:

  મારા બ્લોગમાં જે માહીતી છે તે મુજબ કદાચ નીચે પ્રમાણે વીચારી શકાય. વળી તમારા આહાર બાબત કાળજી રાખવી. સુપાચ્ય મીતાહાર પચાવી શકાય તેટલા પ્રમાણમાં જ લેવો. તળેલો આહાર બને ત્યાં સુધી ન જ લેવો. કોઈ જાણકાર હોય તો પ્રાણાયામ જેમાં ખાસ કરીને ઉંડા શ્વાસોચ્છાસ જો કરી શકો તો કદાચ વધુ ફાયદો થઈ શકે.
  (૧) એસીડીટી રહેતી હોય તો આદુનો પ્રયોગ કરવાથી હાની થાય છે. એમાં આદુ ન લેવું. મીઠું (નમક) પણ બહુ ઓછું – નજીવું જ લેવું.
  (૨) એસીડીટીમાં કુંવારનો રસ થોડી સાકર નાખીને લેવાથી રાહત થાય છે.
  (૩) પાકું કોળું વીશેષ પીત્તશામક હોવાથી પીત્તવીકારોમાં અને ખાસ કરીને એસીડીટીવાળા માટે અકસીર છે. આથી જો કોળું તમને બીજી કોઈ રીતે પ્રતીકુળ ન હોય તો સ્વામી રામદેવવાળી દવા કોળાના રસમાં બહુ ઓછા પ્રમણમાં અજમાવી શકો. સાથે થોડી સાકર લઈ શકાય, જો તમને સાકર કોઈ રીતે પ્રતીકુળ ન હોય તો. બને ત્યાં સુધી ખડી સાકર એટલે પાસાદાર સાકર લેવી. એ ન જ મળે તો સામાન્ય સાકર લઈ શકાય, પણ ખાંડ નહીં. ખાંડ ગરમ છે, પણ સાકાર ઠંડી.
  અથવા કુવારના રસમાં સાકર મેળવી એ અનુપાન સાથે પણ દવા લઈ શકાય.
  (૪) બાર્લીવોટર (જવનું પાણી) તાજેતાજું બનાવી સાકર નાખી પીવાથી એસીડીટીમાં રાહત થાય છે.
  (૫) નાળીયેરનું પાણી અથવા નાળીયેરનું દુધ સાકર નાખી પીવાથી હાઈપર એસીડીટીમાં પથ્ય અને સુપાચ્ય હોવાથી લાભ થાય છે. નાળીયેરનું દુધ બનાવવા તાજું કોપરું છીણી એને નીચોવી લેવું. અથવા તાજા કોપરાની છીણમાં થોડું પાણી નાખી લીક્વીડાઈઝર વાપરી ગાળી લેવું.

  • Yogesh Patel Says:

   આપના તરતજ –સમયસર ઉત્તર આપવા બદલ ખુબખુબ આભાર. એસીડીટીના પ્રયોગો પણ ઉપયોગી થશે જ. ખાસ તો રામદેવ વળી દવા લઇ શકાય તેવા ઉપાય ની જરૂર છે. કોળાના રસનો પ્રયોગ જરૂરથી કરી જોઇશ.પરંતુ કોળા નો રસ કોળુ બાફીને કરવો કે બાફ્યા વગર તે જણાવશો
   આભાર સહીત
   યોગેશ પટેલ

 15. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે યોગેશભાઈ,
  કોળું પચવામાં ભારે હોવાને કારણે એનો રસ બાફીને કાઢવો એમ મને લાગે છે. એ માટે કોળાની છાલ ઉતારી અંદરનો પોચો ભાગ અને બી કાઢી નાખી નાના નાના ટુકડા કરીને માત્ર જરુર જેટલા પાણીમાં બાફવા અને રસ કાઢવો. પણ જો પાચનશક્તી ઘણી સારી હોય તો કદાચ કાચા કોળાનો રસ વાપરી શકાય, પણ કોળાના રસનો જ્યાં જ્યાં ઉપયોગ થતો મેં વાંચ્યો છે, ત્યાં એને બાફીને રસ કાઢવાનું કહેવામાં આવ્યું હોવાનું મને સ્મરણ છે.

  • Yogesh P Says:

   નમસ્તે ગાંડાભાઈ,કોળા નો રસ કેવીરીતે કાઢવો તે આપની વેબસાઈટ પર થી જાણ્યું. માહિતી આપવા (તરતજ)બદલ આપનો ખુબખુબ અભાર.આપે જે મને ઈમેઈલ થી જણાવ્યું છે તે શું છે? કારણકે તે કોઈક જુદાજ ફોન્ટમાં છે. અને મારી પાશે કમ્પ્યુટરમાં તે ફોન્ટ ઇન્સ્ટોલ કરેલ નથી.તેથી વાંચી શકાતું નથી. જો કોળા ના રસ માટેની તેજ માહિતી હોય તો કોઈ ફરક નથી પડતો, જો બીજી કોઈ માહિતી હોય તો જણાવશો.આભાર સાથે,યોગેશ પટેલ

   From: Gandabhai Vallabh To: yogeshcpatel@yahoo.com Sent: Friday, November 18, 2016 3:27 PM Subject: [New comment] સાંધા દુખવા #yiv7604361431 a:hover {color:red;}#yiv7604361431 a {text-decoration:none;color:#0088cc;}#yiv7604361431 a.yiv7604361431primaryactionlink:link, #yiv7604361431 a.yiv7604361431primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv7604361431 a.yiv7604361431primaryactionlink:hover, #yiv7604361431 a.yiv7604361431primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv7604361431 WordPress.com ગાંડાભાઈ વલ્લભ commented: “નમસ્તે યોગેશભાઈ,કોળું પચવામાં ભારે હોવાને કારણે એનો રસ બાફીને કાઢવો એમ મને લાગે છે. એ માટે કોળાન� | |

 16. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે યોગેશભાઈ,
  મારા ફોન્ટ યુનીકોડ છે, આથી એને ડાઉનલોડ કરવાની જરુર હોતી નથી. પણ અહીં ઉપર જે લખાણ દેખાય છે તે WordPress.comની કોઈ ગરબડને કારણે હોવું જોઈએ. ગુજરાતી યુનીકોડ ફોન્ટ માઈક્રોસોફ્ટે ‘શ્રુતિ’ નામે ફ્રી મુકેલા છે જેને એ લોકોએ ડીફોલ્ટ કરેલા છે. મારા ગુજરાતી યુનીકોડ ફોન્ટ ‘રામકર્તી’ મારા દીકરા તરલકુમારે બનાવેલા છે, જે મેં મારા કંપ્યુટરમાં ડીફોલ્ટ કર્યા છે, આથી મારા કંપ્યુટરમાં તમારા યુનીકોડ ફોન્ટ કે બીજા કોઈના યુનીકોડ ફોન્ટ પણ ‘રામકીર્તી’માં જ દેખાય છે.
  મેં તમને જે અંગત ઈમેલ મોકલી હતી તે અહીં બધા વાંચી શકે તે રીતે પ્રત્યુત્તરમાં પણ લખ્યું હતું.
  જો કે કોઈક વાર વર્ડપ્રેસમાં ફોન્ટ વીચીત્ર થઈ જતા હોય છે. એનું કારણ મને સમજાતું નથી.

 17. bhavesh vaghera Says:

  સાધાના દૂખવામા કઇ પ્રકારની કસરત કરી શકાય

 18. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાવેશભાઈ, મારા અનુભવમાં તો ટેબલ ટેનીસ રમવાની કસરતથી પણ દુખાવામાં રાહત થાય છે. કોઈવાર રમવા જતાં પહેલાં દુખાવો હોય છે તે રમવાનું શરુ કર્યા પછી અમુક સમય પછી જતો રહે છે. એ જ રીતે ચાલવાથી પણ પરીણામ મળે છે એવો મારો અનુભવ છે.
  વળી બાહ્ય પ્રાણાયામ પણ રાહત આપે છે.

 19. bhavesh vaghera Says:

  નમસ્તે ગાડાભાઇ મારા પ્રશ્નનો ઉતર આપવા બદલ આપનો આભાર તમારી વાત સાચી છે જ્યરે હૂ હોલી બોલ રમૂ છૂ ત્યારે શરૂવાતમા દૂખાવો થાય છે પછી ધીમે ધીમે દૂખાવો જતો રહે છે.હાથ પગ એકદમ ફ્રી લાગવા લાગે છે .દૂખવો ગાયબ થઇ જાય છે.
  ગાડા ભાઇ નીચે આપેલ ઔષધોના નાमनू ગુજરાતી કરી આપસો અમૂકના ગૂજરાતી નામ ખબરછે પરંતૂ બધાનૂ ગૂજરાતી नाम ખબર નથી
  👉 सफेद मुसलि
  👉 अश्वगंधा
  👉 शतावर जड.
  👉 ईलायचि
  👉 गोखरु
  👉 प्रवाल पिष्टि
  👉 कुकुडन्तांक भस्म.
  👉 शंख भस्म.
  👉 मुक्ता शुकित भस्म.
  👉 कपदिँका भस्म.
  👉 सुवणँ माक्षिक भस्म
  👉 हाडँजोड.

 20. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાવેશભાઈ, તમારા પ્રશ્નનો જવાબ મેં તમારા ઈમેલ એડ્રેસ પર મુક્યો છે.

 21. bhavesh vaghera Says:

  મારા પ્રશ્નનો ઈમેલ દ્વારા ઉતર આપવા બદલ અભિનંદન
  થાઇરોડ કઇ સમ્યાને લીધે થાય છે અને થઇરોડનો ઉપચર જણાવો અને પરેજી

 22. ગાંડાભાઈ વલ્લભ Says:

  થાઈરોઈડ સમસ્યા એટલે થાઈરોઈડની વૃદ્ધી વીષે તમે કદાચ કહેતા હશો. માફ કરજો ભાઈ, પણ આ બાબતમાં મારી પાસે કોઈ જાણકારી નથી. એ થવાનું કારણ કે કારણો અને એમાં રાખવાની કાળજી બાબત હું કશું જાણતો નથી, અને કોઈ મદદ કરી શકું તેમ નથી, એ બદલ દીલગીર છું. કદાચ તમે ઈન્ટરનેટ પર Thyroid problem લખીને સર્ચ કરો તો માહીતી મળશે.

 23. Arjan Says:

  નમસ્તે ગાંડાભાઈ, મહેરબાની કરી મને તમારું ઇમેઇલ એડ્રેસ આપો. મારે તમને અમુક ફોટા બતાવી તમે બતાવેલી દવાઓ બાબતે સ્પષ્ટતા કરવી છે.

 24. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  નોંધ: મારું ઈમેલ એડ્રેસ જાહેરમાં ન મુકવાના આશયથી મેં તમને અંગત ઈમેલ મોકલી છે.
  આ સાથે તમને મારું ઈમેલ એડ્રેસ મળશે, પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે મારી
  પાસે આરોગ્ય વીષયક કોઈ પણ જાતનું ક્વોલીફીકેશન નથી. મને બહુ પહેલાંથી
  આયુર્વેદમાં રસ છે, આથી એ વીષેના વાંચનથી આ વીગતો મારા બ્લોગમાં મેં લખી છે
  અને હજુ પણ લખું છું. એનો આશય લોકો આયુર્વેદમાં રસ લેતા થાય અને શ્રદ્ધા
  બેસે તો યોગ્ય જાણકાર અને સેવાભાવી વૈદ્ય કે ડૉક્ટરની મદદ લઈ શકે. વળી
  રુબરુ મળવાથી પૈસાના લોભી ન હોય તેવા આરોગ્ય ચીકીત્સક પ્રશ્નોત્તર વડે
  નીદાન કરી, શરીર તપાસી જરુરી સારવાર આપી શકે. આમ છતાં મારા અનુભવમાં અમુક
  બાબતોમાં તો ડૉક્ટર એટલે કે એલોપથીની મદદ અનીવાર્ય હોય છે. દા.ત. તમને હાઈ
  બ્લડપ્રેશર હોય તો તેની જાણ ડૉક્ટરને મળવાથી જ થશે ને? આ માત્ર એક ઉદાહરણ
  છે. એવી બીજી બાબતો પણ છે, જેમાં આયુર્વેદ કદાચ કશી મદદમાં ન આવી શકે.
  હા, એ ખરું કે એલોપથીની લગભગ બધી જ દવાઓની આડઅસર હોય છે, જ્યારે આયુર્વેદની
  દવાઓમાં એવું થોડું ઓછું જોવા મળે છે, નથી એવું તો કહી શકાય નહીં. મને એક
  વાર એક આયુર્વેદ દવાની વીપરીત અસર થયેલી. જો કે એમાંથી મુક્ત થવા માટે
  કુદરતી ઉપચારની જ મદદ લીધેલી, ડૉક્ટરની નહીં.
  આથી ઉપરની બાબતો ધ્યાનમાં રાખી યોગ્ય નીર્ણય કરવા વીનંતી. તમે કોઈ
  ગેરમાર્ગે ન દોરાઓ એમ હું ઈચ્છું છું.
  વળી હું તો ૪૨ વર્ષથી ન્યુઝીલેન્ડમાં રહું છું. ભારતમાં ગણીતશીક્ષક હતો અને
  બારેક વર્ષના શીક્ષણકાર્ય પછી એ ક્વોલીફીકેશનના આધારે જ અહીં આવ્યો છું. તે
  સમયે અહીં ગણીતશીક્ષકોની અછત હતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: