જગતના જીવનારાઓ

એક પ્રસંગને કારણે નીચે જે થોડી પંક્તીઓ હું આપવા જઈ રહ્યો છું એમાંની એક પંક્તી ઈન્ટરનેટ પર શોધી જોઈ, પણ મળી નહીં. આથી હું અહીં મુકું છું. મને એના રચયીતાની જાણ નથી, આથી નામ આપી શકતો નથી તે બદલ દીલગીર છું. વર્ષો પહેલાંથી મારા સંગ્રહમાં આ પંક્તીઓ છે. એકાદ શબ્દનો ફેર કર્યો છે, જોડણી પહેલાં હતી તે સાર્થ જોડણીકોષ મુજબ જ રાખી છે. એક વ્યક્તી સાથે વાત કરતાં આ પંક્તીઓનો અર્થ સમજાવવાની જરુર છે, પણ અત્યારે તો એ મુલતવી રાખું છું.

જગતના જીવનારાઓ

 જગતના જીવનારાઓ સહન કરતાં શીખી લેજો

જીરવજો ઝેર દુનિયાનાં બીજાને આપજો અમૃત

કદી કોઈ શિષ કાપે તો

નમન કરતાં શીખી લેજો

નથી કંઈ સુખમાં શાંતિ નથી કંઈ દુઃખમાં શાંતિ

અહીં તો સુખ દુઃખ સરખાં

જીવન જીવતાં શીખી લેજો

Advertisements

ટૅગ્સ:

2 Responses to “જગતના જીવનારાઓ”

  1. hemlata mehta Says:

    Hi I have a frozen shoulder , any remedy for that? will appreciate your feed back. Thanks Hemlata

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હેમલતાબહેન,
    ફ્રોઝન શોલ્ડરનું કારણ વાયુવીકાર ગણાય છે. આથી વાયુકારક આહાર બને ત્યાં સુધી લેવો નહીં, સાદો સુપાચ્ય આહાર તમારી પાચનશક્તી અનુસાર યોગ્ય પ્રમાણમાં જ લેવો,અને વાયુનાશક ઔષધો લેવાં. એવાં ઔષધો પણ ઘણાં છે, એમાંથી તમને માફક આવે તે લેવાં. ચાલવાની અને બીજી હળવી કસરતો જે કરી શકાતી હોય તે કરવી.
    બાહ્ય પ્રાણાયામ વાયુવીકાર દુર કરવામાં ખુબ અકસીર છે એનો મને વર્ષોથી જાતઅનુભવ છે. બાહ્ય પ્રાણાયામ વીશે મેં મારા બ્લોગમાં લખ્યું છે, છતાં ટુંકમાં મોં વડે બને તેટલો શ્વાસ બહાર કાઢી રોકી રાખવો અને જ્યારે શ્વાસ લેવો જ પડે ત્યારે નાક વડે શ્વાસ લેવો. આ પ્રાણાયામ કરવાથી શરુઆતમાં બેત્રણ દીવસ ખભામાં થોડો દુખાવો થવાની શક્યતા છે, પણ દરરોજ કરતાં રહેવાથી દુખાવો જતો રહે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: