જીવનને કેવી રીતે ઉજવશો

જીવનને કેવી રીતે ઉજવશો

બ્લોગ પર તા. ૩-૧૧-૨૦૧૬

એક અંગ્રેજી ઈમેલ પરથી

૧. મુસ્કરાઓ, હસોઃ હાસ્ય આપણને અને આસપાસનાં સહુને આનંદીત કરે છે. જો તમને નીરાશા ઘેરી વળી હોય તો હાસ્ય તમારા મનને ખુશીનો અહેસાસ કરાવશે.

૨. દરીયાકીનારે દોડવા જાઓ. જો એ શક્ય ન હોય તો માત્ર કલ્પના કરો કે તમે દરીયાકીનારે દોડી રહ્યા છો. એ કલ્પનાને સઘન રીતે માણો.

૩. કોઈ માંદું હોય તો તેની ખબર કાઢવા જાઓ, અથવા કોઈ એકલવાયાને મળવા જાઓ. તેમની વાતો સાંભળો. નીરાંત રાખીને મળો. જો એ પુછે તો તમારી વાત સંભળાવો.

૪. તમને ગમતું સંગીત સાંભળો-ખાસ કરીને જે તમારા મન, આત્માને સ્પર્શી જાય.

૫. નહાતી વખતે ગીત ગણગણો અથવા અનુકુળતા હોય તો મોટેથી આનંદપુર્વક ગાઓ, તમારા સંગીતની કે રાગની ચીંતા કર્યા વીના.

૬. તમારી જાતનો આભાર માનો કે આજ સુધી તમને લગતી બધી બાબતોને તમે નીભાવી લીધી છે, જેને તમે બીલકુલ સહી શકે તેમ ન હતા. તમારામાં રહેલી રમુજને સક્રીય કરો.

૭. તમે કોઈ પણ બાબતમાં કોઈનું કશું બુરું કર્યું હોય તો તેની માફી માગી લો.

૮. તમે જે હંમેશાં કરવા ઈચ્છતા હતા, પણ કરવાનો સમય જ કાઢી શક્યા નથી, તે કરવા માટે એકાદ દીવસની અથવા તો થોડા કલાકની છુટ્ટી લઈ લો.

૯. જે તમે કદી ખાધું નથી, પણ ખાવાની ઈચ્છા થતી હતી તે ખાવાની મજા માણો. (તમને એનાથી એલર્જી થતી ન હોય અને તમારા સ્વાસ્થ્યને હાનીકારક ન હોય તો) ખુબ ધીમે ધીમે સ્વાદ લેતાં લેતાં એનો આનંદ લો- મનમાં કોઈ પણ અપરાધભાવ લાવ્યા વીના.

૧૦. તમને સૌથી વધુ આરામદાયક કપડાં પહેરી તમારો મનગમતો હાસ્ય પ્રોગ્રામ કે આનંદદાયક મુવી જુઓ.

૧૧. નજીક કે દુર રહેતા બે મીત્રોને મળવાનો પ્લાન બનાવો જેને મળવાને તમે પાગલ હો, પણ કદી મળ્યા ન હો.

૧૨. બહાર કુદરતમાં નીકળી પડો. બેસી જાઓ. આંખો બંધ કરો. જગતને સાંભળો. એ બધું પણ તમારું જ રુપ છે, તમે જ છો. તમે જ બધે પ્રસરી ગયેલા છો, તમારાથી કશું જ ભીન્ન નથી. સમગ્ર સંસાર તમે જ છો.

૧૩. હસો, ખડખડાટ હસો. કંઈક એવું મુર્ખતાપુર્ણ કરો કે જેથી હાસ્ય પેદા થાય. એવું કહેવાય છે કે હાસ્ય એ તો પ્રભુનો સુર્યપ્રકાશ છે.

૧૪. આ લીસ્ટને એક કવરમાં મુકી રાખી અવારનાવાર જોતા રહો, કે તમે તમારી જાતને કેવી રીતે અને કેટલી ઉજવી રહ્યા છો. જો તમે તમારી જાત પ્રત્યે ભલા હશો તો તમારી આસપાસના લોકો સાથે પણ ઘણો સારો વર્તાવ કરશો.

૧૫. તમારા અંતરમાં ડોકીયું કરો, ત્યાં જ સતત રહો. તમારા બધા નીર્ણય ત્યાંથી જ લો તો બધું સમુંસુતરું બની રહેશે.

૧૬. કોઈ પણ બાબતમાં અસરકારક માર્ગ અપનાવો, જેનાથી પરીણામ પ્રાપ્ત થઈ શકે.

૧૭. તમારામાં જે પરીવર્તન તમે ઈચ્છતા હો તેમાં શ્રદ્ધા રાખો અને તમે બદલાઈ ગયા છો એવું અનુભવો, અને તમે ખરેખર જે પરીવર્તન તમારામાં ઈચ્છો છો તે થઈ જ જશે.

૧૮. આમ છતાં અંતે તમારે જાણવું જોઈએ કે તમારે કાળજી લેવાની છે પ્રેમના બગીચાની.

આ લીસ્ટમાં તમારે કોઈ એકાદ બાબત વધુ ઉમેરવી હોય તો તે કઈ હશે?

Life Secret – જીવનનું રહસ્ય

બ્લોગ પર તા. ૩-૧૧-૨૦૧૬

The secret to living well and longer is: Eat half, walk double, laugh triple and love without measure. – Tibetan Proverb

સારી રીતે લાંબું જીવવાનું રહસ્ય : ખાવાનું અડધું, ચાલવાનું બમણું, હસવાનું ત્રણગણું અને પ્રેમ કરવો અમર્યાદ. – તીબેટની એક કહેવત

ટૅગ્સ:

8 Responses to “જીવનને કેવી રીતે ઉજવશો”

 1. અનામિક Says:

  very nice, thank you for shering

 2. Arvind Adalja Says:

  આદરણીય ગાંડાભાઈ, ઉપરોક્ત લેખ ખરેખર મારાં જેવા એકલતા અને જીવનમાં ખાલીપો અનુભવતા લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહે છે. મેં મારી જીવન પધ્ધતિમાં ઉપર સુચવેલા ઉપાયોમાંથી મહત્તમ અપનાવ્યા છે અને કદાચ તેથી જ મારે કોઈની રાહ જોવી પડતી નથી કે કોઈ આવે અને મને ખૂશ કરી જાય ! આભાર, આવો સરસ લેખ રજૂ કરવા બદલ.

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અરવિંદભાઈ,
  આપની પ્રેરણાદાયી કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

 4. Keshavlal J Patel Says:

  Gandabhai,

  I read your blog occasionally and derive much benefit from it. The above and the Kabir Doho was such that I have printed it and will remind myself of one or two items at a time and try and practice.

  Many Thanks.

  Keshavbhai

 5. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપની પ્રોત્સાહક કૉમેન્ટ માટે હાર્દીક આભાર કેશવભાઈ.

 6. Vinod Gohel Says:

  At every point of time feel the presence of Devine power with you. All of us live in two worlds one external and another internal. Internal world is more important for blissful ness.

 7. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thank you Vinodbhai.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: