મહત્ત્વ શાનું?

મહત્ત્વ શાનું?

બ્લોગ પર તા. 26-11-2016

પીયુષભાઈના ઈમેલમાંથી અંગ્રેજીમાંથી

ચાર વસ્તુ પાછી મળી શકતી નથી. કોઈના પર ફેંકાઈ ચુકેલો પથ્થર, બોલાઈ ચુકેલો શબ્દ, ચુકી ગયેલ પ્રસંગ ને વીતેલો સમય.

જેને હું બદલી ન શકું તેનો સ્વીકાર કરવાની સ્વસ્થતા પ્રાપ્ત થાઓ, જેને બદલી શકું તેમ હોય તેને બદલવાની હીંમત પ્રાપ્ત થાઓ, અને એ બે વચ્ચેનો ભેદ સમજવાની શક્તી પ્રાપ્ત થાઓ.

અગત્યનું શું છે?

તમે તૈયાર હશો કે નહીં, એક દીવસ બધાંનો અંત આવશે. બધું જ જે તમે મેળવ્યું હશે – તે પછી કીમતી ખજાનો હોય કે માત્ર શોભાની વસ્તુ, તે બીજાંની બની જશે. એમાં કોઈ શંકા નહીં, ન તો મીનીટો, કલાકો કે દીવસોની રાહ જોવાશે. તમારી સંપત્તી, પ્રતીષ્ઠા અને દુન્યવી શક્તી અર્થહીન બનીને અદૃશ્ય થઈ જશે. તમારી મીલકત કે દેવાનો-ઋણનો પણ કોઈ અર્થ રહેશે નહીં.

તમારો વેરભાવ, ગમો-અણગમો, નીરાશા અને ઈર્ષ્યા છેવટે અદૃશ્ય થઈ જશે.  સાથે જ તમારી આશાઓ, મહત્વાકાંક્ષા, યોજનાઓ અને કરવા ધારેલાં કામોનું લીસ્ટ પણ ખોવાઈ જશે.

જે વીજય અને પરાજય એક સમયે ખુબ જ મહત્ત્વ ધરાવતા હતા તે વ્યર્થ થઈ જશે. અંતે તો તમે શું છો, ક્યાંથી આવ્યા છો, કે કયા પક્ષે રહ્યા છો તેનો કશો અર્થ રહેશે નહીં.

તો મહત્ત્વ શાનું?

મહત્ત્વ તમે શું ખરીદી શક્યા હતા તેનું નહીં, તમે તમારી જાતે શું બનાવી શક્યા હતા, પેદા કરી શક્યા હતા તેનું હશે. તમે શું મેળવ્યું તેનું નહીં, પણ તમે શું આપ્યું તેનું મહત્ત્વ હશે. મહત્ત્વ તમે મેળવેલ સફળતાનું નહીં, પણ તમે કેટલું અર્થપુર્ણ જીવ્યા તેનું હશે. મહત્ત્વ તમે જે શીખ્યા હશો તેનું નહીં, પણ તમે જે શીખવ્યું હશે તેનું રહેશે.

મહત્ત્વનું હશે તમારા દરેક કાર્યમાં પ્રામાણીકતા, પવીત્રતા, સહાનુભુતી, અને ત્યાગ જેનાથી અન્યોને લાભ પહોંચે, શક્તી મળે, કે તમારું અનુકરણ કરવાની પ્રેરણા મળે તેનું હશે. મહત્ત્વ તમારી ક્ષમતાનું નહીં પણ તમારા ચારીત્ર્યનું હશે.

મહત્ત્વ તમે કેટલા બધા લોકોને જાણો છો તેનું નહીં, પણ તમારા ગયા પછી કેટલા લોકો તમારા કાયમી અભાવને અનુભવતા રહેશે તેનું હશે. બીજા લોકોને તમે કેટલી ઉત્કટતા અને નીકટતાથી ચાહ્યા છે, અને તેમના જીવનને ઉત્તમ  રીતે અસર કરી છે તેનું મહત્ત્વ હશે.

મહત્ત્વ તમારી યાદશક્તીનું નહીં હોય, પણ તમે જેને ચાહ્યા છે તેઓ તમને કેટલા યાદ કરે છે તેનું હશે. મહત્ત્વ તો એનું હશે કે તમને લોકો કેટલા સમય સુધી યાદ કરતા રહેશે, અને તે કયા લોકો અને શા માટે તેનું હશે. મહત્ત્વપુર્ણ જીવન જીવવું કોઈ અકસ્માત નથી. એ સંજોગોને આધીન નથી, પણ પોતાની પસંદગી છે.

તમને આના જેવું અત્યંત સુંદર કંઈક મળે તો તમારા મીત્રોને વહેંચવામાં સંકોચ રાખશો નહીં.

મને કુદરત તરફથી જે કંઈ પ્રાપ્ત થયું છે તે બદલ હું આભારની લાગણી વ્યક્ત કરું છું, વધુ માગવાની કોઈ ઈચ્છા વ્યક્ત કરતો નથી.

બીંગ અને અન્ય સ્રોતોમાથી મળેલું. ૨૦૧૫ માઈકલ જોસેફ્સનના સૌજન્યથી.

વધુ માહીતી માટે જુઓ : whatwillmatter.com

Tags:

2 Responses to “મહત્ત્વ શાનું?”

  1. Vinod Gohel Says:

    Till to day many things have happened in our life.Now I request every one of us to think that how many of them were TOTALLY under our control? A candid answer will be “none “.

  2. Gandabhai Vallabh Says:

    નમસ્તે વિનોદભાઈ,
    આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર. આપની વાત સાથે સંમત છું. કદાચ બધું જ એની મેળે સંભવી રહ્યું છે, જેના પર આપણો કાબુ હોતો નથી. આથી એનો સ્વીકાર માત્ર આપણો વીકલ્પ જણાય છેે. વળી સ્વીકાર કરો કે ન કરો જે સંભવ્યું છે તે નથી થયું તો થવાનું નથી. એમ છતાં કદાચ એનો અર્થ એવો તો નથી કે ઉપર જણાવેલ “મહત્ત્વ શાનું”ને અવગણવું.
    ફરીથી મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ મુકવા બદલ આપનો આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: