Archive for ડિસેમ્બર, 2016

કેનેડાની જેલ

ડિસેમ્બર 31, 2016

કેનેડાની જેલ

બ્લોગ પર તા. 31-12-2016

પીયુષભાઈના ઈમેલમાંથી અંગ્રેજી પરથી

આજે સવારે હું એક પાર્કની બેન્ચ પર એક ઘરવીહોણા પુરુષની બાજુમાં બેઠો હતો. એની સાથે વાતની શરુઆત કરતાં મેં પુછ્યું કે સાહેબ, તમારી આવી દશા શાથી થઈ?

એણે કહ્યું, “ગયા વીક સુધી તો મારી પાસે બધું જ હતું. મારી પાસે પુરતું ખાવાનું હતું, મારાં કપડાં પણ ધોઈને અસ્ત્રી કરી દેવામાં આવતાં. મારે રહેવાની કોઈ મુશ્કેલી ન હતી, મારી પાસે ટી.વી. સેટ હતો અને ઈન્ટરનેટ કનેક્શન પણ હતું. હું જીમમાં જતો, તરવા જતો અને લાઈબ્રેરીમાં જતો. હું મારી એમ.બી.એ.ની ડીગ્રીનો અભ્યાસ ઓન-લાઈન કરતો હતો. મારે કોઈ બીલ ભરવાની ચીંતા ન હતી કે મારે માથે કોઈ દેવું ન હતું.  એટલું જ નહીં, મારી તબીયતની કોઈ ચીંતા મારે કરવાની ન હતી, બધી ડૉક્ટરી સારવાર પણ મફત મળતી.”

મને એની દયા આવી. આથી મેં એને પુછ્યું, “શું થયું શું ભાઈ? ડ્રગ? દારુના નશામાં ફસાયો હતો? પત્ની છુટી થઈ ગઈ?

“ઓહ ના, એવું કશું જ નહીં,” એણે કહ્યું, “ના, ના, હું જેલમાંથી છુટી ગયો.”

ઘુંટણનો દુખાવો

ડિસેમ્બર 23, 2016

ઘુંટણનો દુખાવો

બ્લોગ પર તા. ૨૩-૧૨-૨૦૧૬

પીયુષભાઈના ઈમેલમાંથી

ઘુંટણના દુખાવામાં રાહત રહે એવા ઘરેલુ, સસ્તા, સરળ, અનુભવયુક્ત નુસખા

(1) સુંઠનો લેપ: એક ચમચી સુંઠનો પાવડર અને થોડુંક સરસીયું તેલ ભેળવીને ગાઢી પેસ્ટ બનાવો. એ પેસ્ટને દીવસે કે રાત્રે કોઇ પણ સમયે ઢીંચણ પર લગાવો. લગાવ્યા પછી 5-6 કલાક સુધી રહેવા દઈ પછી પાણીથી ધોઇ નાંખો.

(2) બદામના 4-5 દાણા, 5-6 આખાં મરી અને 6-7 અખરોટની મીંજ ભેગી પીસીને સવારે અને સાંજે ગરમ દુધ સાથે લો. દસ દીવસ સુધી દરરોજ લેવાથી ફાયદો થશે. 10 દીવસ પછી અઠવાડીયા સુધી બંધ કરીને  ફરી લેવાનું રાખો.

(3) એક ચમચી હળદરનો પાવડર લો, એક ચમચી ખાંડનો પાવડર અથવા બુરૃ કે મધ અને ચપટીક ચુનો લઈ બધું ભેળવીને પેસ્ટ બનાવો. રાતના સુતાં પહેલાં પેસ્ટને ઘુંટણ પર લગાવીને ક્રેપબેન્ડેજ અથવા કપડાનો ટુકડો બાંધો. આખી રાત રહેવા દો અને સવારે સાદા પાણીથી ધોઇ નાખો. બે અઠવાડીયા સુધી દરરોજ એમ કરવાથી ઢીંચણના સોજામાં કે દર્દમાં આરામ થશે.

(4) ખજુરની 7-8 પેશીને સાંજે પાણીમાં પલાળો. આખી રાત પલાળી રાખીને સવારે ખાલી પેટે એ ખાઈ જવી અને પેલું પાણી પણ પી જવું. ખજુરમાં વીટામીન એ, બી, સી, આયર્ન અને ફોસ્ફરસ સારા પ્રમાણમાં છે જે ઘુંટણના સાંધા ઉપરાંત બીજા સાંધાઓને પણ મજબુતી આપશે.

(5) કોપરેલ (નાળીયેરનું તેલ) નાળિયેરના તેલથી ઘુંટણનું માલીશ કરતા રહો જેથી ઘુંટણની માંસપેશીઓ મજબુત થશે. સુકું નાળિયેર પણ ખાઇ શકાય.

 

એક વાર્તાલાપ

એકવાર એક બ્રીટીશરે સ્વામી વિવેકાનંદને પુછ્યું,

“તમે એક સજ્જનને શોભે એવાં કપડાં શા માટે પહેરતા નથી?”

સ્વામીજીએ જવાબ આપ્યો, “તમારી સંસ્કૃતીમાં લોકોને તમારો દરજી સજ્જન બનાવે છે, અમારી સંસ્કૃતીમાં લોકો ચારીત્ર્ય વડે સજ્જન બને છે.”

હાર્ટ એટેક અને કસરત

ડિસેમ્બર 1, 2016

હાર્ટ એટેક અને કસરત

બ્લોગ પર તા. 1-12-2016

પીયુષભાઈના ઈમેલમાંથી અંગ્રેજી પરથી

જો તમે ગુસ્સામાં હો તો ઝડપથી દોડવા જવા પહેલાં કે જીમમાં વર્કઆઉટ પહેલાં તમારો ગુસ્સો નરમ પડવા દેજો. મોટા પાયા પર કરવામાં આવેલા એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે સ્ટ્રેસ કે અતી ગુસ્સામાં હો અને જો સખત કસરત કરવામાં આવે તો એકાદ કલાકમાં જ હાર્ટ એટેકની શક્યતા ત્રણગણી થઈ જાય છે.

નીયમીત કસરત સ્ટ્રેસ અને હૃદયરોગ સામે રક્ષણ આપવામાં ઉત્તમ છે – સૌથી મોટી સમસ્યા એ છે કે મોટા ભાગના લોકો બહુ જ જુજ પ્રમાણમાં કસરત કરે છે. પણ નવું સંશોધન જણાવે છે કે કસરત કરવાના લાભકારક અને નુકસાનકારક સમય હોય છે, અને એમાં આત્યંતીક નુકસાન થવાની શક્યતા રહેલી છે.

આ અભ્યાસમાં મન અને શરીર વચ્ચેના સંબંધના વધુ પુરાવા પણ જોવા મળ્યા છે. જો તમે ગુસ્સામાં હો તો બહાર જઈ લાકડાં ફાડવામાં તમારો ગુસ્સો ઉતારવો ઠીક નહીં. એવું એક માનસશાસ્ત્રીનું કહેવું છે.

પહેલાં પણ ગુસ્સો અને સખત કસરત હાર્ટ એટેક તરફ દોરી જાય છે એવું તારણ અમુક અભ્યાસમાં જોવા મળ્યું હતું, પણ એ નાના પ્રમાણમાં કે એકાદ દેશમાં જોવા મળ્યું હતું. એક નવા અભ્યાસમાં 52 દેશોમાં 12461 લોકો કે જેને પહેલી જ વખત હાર્ટએટેક થયો હોય તેમનો આ અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાં ત્રણચતુર્થાંશ પુરુષો હતા. તેમને પુછવામાં આવ્યું હતું કે હાર્ટ એટેકના એક કલાક પહેલાં તેઓ ગુસ્સામાં હતા કે અપસેટ હતા, અથવા ભારે કસરત કરી હતી, અથવા એ જ સમયગાળામાં આગલા દીવસે? આ રીતે સંશોધનકર્તાઓએ હાર્ટ એટેકનાં જોખમોની સરખામણી કરી હતી.

ગુસ્સામાં હો કે અપસેટ હો તો હાર્ટએટેકનું જોખમ એક કલાકમાં બમણું થઈ જાય છે. સખત કસરત પણ એ જ રીતે જોખમકારક હોય છે. આ બંને એકી સાથે હોય તો હાર્ટ એટેકનું જોખમ ત્રણગણાથી પણ ઘણું વધી જાય છે. આ જોખમ સાંજે 6થી મધરાત સુધી સૌથી વધુ હોય છે, અને એમાં બીજી બાબતો જેવી કે ધુમ્રપાન, વધારે ઉંચું બ્લડપ્રેસર, શરીરનું વધુ પડતું વજન વગેરેનો સમાવેશ કર્યો નથી.

જે દર્દીઓએ જણાવ્યું હતું કે તેમને સ્ટ્રેસ હતો કે તેઓ ગુસ્સે ભરાયા હતા, તેઓ એવું માનવાને પ્રરાય કે આને લીધે હાર્ટ એટેક થયેલો. વળી વધુ પડતો શારીરીક શ્રમ બધાંને માટે સરખો નથી હોતો. કોઈકને માત્ર દાદરા ચડવાનો શ્રમ પણ વધુ પડતો હોય તો કોઈને મરેથોન દોડ.

વળી આ અભ્યાસ માત્ર નીરીક્ષણ આધારીત હતો, આથી એનાથી આને કારણે આમ થયું એવું સાબીત કરી ન શકાય. પણ શક્યતા ખરી જ કે આ અભ્યાસ સારી જાતની માહીતી પુરી પાડે છે. લોકોને અવીધીસર રીતે પસંદ કરી, તેમને ગુસ્સો અને વધુ પડતો શારીરીક શ્રમ આપવાનો પ્રયોગ કરી કેટલાને હાર્ટ એટેક થયો એવું તો ચકાસી ન શકાય.

આપણે બધાએ જ આપણી લાગણીઓને સંભાળી લેવાની જરુર હોય છે, અને વધુ પડતા ગુસ્સા પર કાબુ રાખવાની જરુર છે જ. વધુ પડતી સ્ટ્રેસની પરીસ્થીતીથી દુર રહેવું, એને જરા જુદા દૃષ્ટીકોણથી જોવાની ટેવ પાડવી, વાતચીત દ્વારા નીકાલ લાવવો, અને જરુર જણાય તેની મદદ લેવી.

આ અભ્યાસનાં તારણો શરીરવીજ્ઞાનને પણ લાગુ પડવાની સંભાવના છે. સ્ટ્રેસ અને શ્રમ બ્લડપ્રેસર અને હૃદયના ધબકારા વધારી શકે છે, રક્તવાહીનીઓમાં લોહીનો પ્રવાહ બદલી શકે છે, અને હૃદયને પહોંચતા લોહીનો પુરવઠો ઘટાડી દે છે. હૃદયની ધમની જો પહેલેથી જ સાંકડી થઈ ગયેલી હોય તો આવા કારણને લઈને હૃદયને મળતું લોહી બંધ થઈ શકે અને હાર્ટ એટેક થઈ શકે.