હાર્ટ એટેક અને કસરત

હાર્ટ એટેક અને કસરત

બ્લોગ પર તા. 1-12-2016

પીયુષભાઈના ઈમેલમાંથી અંગ્રેજી પરથી

જો તમે ગુસ્સામાં હો તો ઝડપથી દોડવા જવા પહેલાં કે જીમમાં વર્કઆઉટ પહેલાં તમારો ગુસ્સો નરમ પડવા દેજો. મોટા પાયા પર કરવામાં આવેલા એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે સ્ટ્રેસ કે અતી ગુસ્સામાં હો અને જો સખત કસરત કરવામાં આવે તો એકાદ કલાકમાં જ હાર્ટ એટેકની શક્યતા ત્રણગણી થઈ જાય છે.

નીયમીત કસરત સ્ટ્રેસ અને હૃદયરોગ સામે રક્ષણ આપવામાં ઉત્તમ છે – સૌથી મોટી સમસ્યા એ છે કે મોટા ભાગના લોકો બહુ જ જુજ પ્રમાણમાં કસરત કરે છે. પણ નવું સંશોધન જણાવે છે કે કસરત કરવાના લાભકારક અને નુકસાનકારક સમય હોય છે, અને એમાં આત્યંતીક નુકસાન થવાની શક્યતા રહેલી છે.

આ અભ્યાસમાં મન અને શરીર વચ્ચેના સંબંધના વધુ પુરાવા પણ જોવા મળ્યા છે. જો તમે ગુસ્સામાં હો તો બહાર જઈ લાકડાં ફાડવામાં તમારો ગુસ્સો ઉતારવો ઠીક નહીં. એવું એક માનસશાસ્ત્રીનું કહેવું છે.

પહેલાં પણ ગુસ્સો અને સખત કસરત હાર્ટ એટેક તરફ દોરી જાય છે એવું તારણ અમુક અભ્યાસમાં જોવા મળ્યું હતું, પણ એ નાના પ્રમાણમાં કે એકાદ દેશમાં જોવા મળ્યું હતું. એક નવા અભ્યાસમાં 52 દેશોમાં 12461 લોકો કે જેને પહેલી જ વખત હાર્ટએટેક થયો હોય તેમનો આ અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાં ત્રણચતુર્થાંશ પુરુષો હતા. તેમને પુછવામાં આવ્યું હતું કે હાર્ટ એટેકના એક કલાક પહેલાં તેઓ ગુસ્સામાં હતા કે અપસેટ હતા, અથવા ભારે કસરત કરી હતી, અથવા એ જ સમયગાળામાં આગલા દીવસે? આ રીતે સંશોધનકર્તાઓએ હાર્ટ એટેકનાં જોખમોની સરખામણી કરી હતી.

ગુસ્સામાં હો કે અપસેટ હો તો હાર્ટએટેકનું જોખમ એક કલાકમાં બમણું થઈ જાય છે. સખત કસરત પણ એ જ રીતે જોખમકારક હોય છે. આ બંને એકી સાથે હોય તો હાર્ટ એટેકનું જોખમ ત્રણગણાથી પણ ઘણું વધી જાય છે. આ જોખમ સાંજે 6થી મધરાત સુધી સૌથી વધુ હોય છે, અને એમાં બીજી બાબતો જેવી કે ધુમ્રપાન, વધારે ઉંચું બ્લડપ્રેસર, શરીરનું વધુ પડતું વજન વગેરેનો સમાવેશ કર્યો નથી.

જે દર્દીઓએ જણાવ્યું હતું કે તેમને સ્ટ્રેસ હતો કે તેઓ ગુસ્સે ભરાયા હતા, તેઓ એવું માનવાને પ્રરાય કે આને લીધે હાર્ટ એટેક થયેલો. વળી વધુ પડતો શારીરીક શ્રમ બધાંને માટે સરખો નથી હોતો. કોઈકને માત્ર દાદરા ચડવાનો શ્રમ પણ વધુ પડતો હોય તો કોઈને મરેથોન દોડ.

વળી આ અભ્યાસ માત્ર નીરીક્ષણ આધારીત હતો, આથી એનાથી આને કારણે આમ થયું એવું સાબીત કરી ન શકાય. પણ શક્યતા ખરી જ કે આ અભ્યાસ સારી જાતની માહીતી પુરી પાડે છે. લોકોને અવીધીસર રીતે પસંદ કરી, તેમને ગુસ્સો અને વધુ પડતો શારીરીક શ્રમ આપવાનો પ્રયોગ કરી કેટલાને હાર્ટ એટેક થયો એવું તો ચકાસી ન શકાય.

આપણે બધાએ જ આપણી લાગણીઓને સંભાળી લેવાની જરુર હોય છે, અને વધુ પડતા ગુસ્સા પર કાબુ રાખવાની જરુર છે જ. વધુ પડતી સ્ટ્રેસની પરીસ્થીતીથી દુર રહેવું, એને જરા જુદા દૃષ્ટીકોણથી જોવાની ટેવ પાડવી, વાતચીત દ્વારા નીકાલ લાવવો, અને જરુર જણાય તેની મદદ લેવી.

આ અભ્યાસનાં તારણો શરીરવીજ્ઞાનને પણ લાગુ પડવાની સંભાવના છે. સ્ટ્રેસ અને શ્રમ બ્લડપ્રેસર અને હૃદયના ધબકારા વધારી શકે છે, રક્તવાહીનીઓમાં લોહીનો પ્રવાહ બદલી શકે છે, અને હૃદયને પહોંચતા લોહીનો પુરવઠો ઘટાડી દે છે. હૃદયની ધમની જો પહેલેથી જ સાંકડી થઈ ગયેલી હોય તો આવા કારણને લઈને હૃદયને મળતું લોહી બંધ થઈ શકે અને હાર્ટ એટેક થઈ શકે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “હાર્ટ એટેક અને કસરત”

 1. હરીશ દવે (Harish Dave) Says:

  ગુસ્સાને, ક્રોધને કોઈક રીતે બહાર નીકળવા દો તેવું ઘણા માનસશાસ્ત્રીઓ કહે છે. ઘણી લાગણીઓ વ્યક્ત ન થાય અને મનમાં ધરબાયેલી રહે તે મન અને શરીરને હાનિ કરે છે. વાત સાચી. પરંતુ ક્રોધ જેવી કેટલીક લાગણીઓ કોઈક અન્ય રૂપે વાળવી સારી, પરંતુ ગુસ્સામાં, આવેશ સાથે મુક્કા મારવા કે લાકડાં ચીરવા એ સારો ઉપાય તો નથી જ . ગુસ્સો / આવેશ શરીરની સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને ખૂબ પ્રભાવિત કરે છે, જેની અસર હાર્ટ પર થવાની જ.
  ગુસ્સાથી દૂર રહેવું, તેને નિયંત્રિત રાખવો અથવા તો શાંત પ્રવૃત્તિઓમાં મન વાળવું તે જ બહેતર.
  હરીશ દવે …. અમદાવાદ

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે હરીશભાઈ,
  મારા બ્લોગની મુલાકાત લઈ ઉપયોગી પ્રતીભાવ આપવા બદલ હાર્દીક આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: