ઘુંટણનો દુખાવો

ઘુંટણનો દુખાવો

બ્લોગ પર તા. ૨૩-૧૨-૨૦૧૬

પીયુષભાઈના ઈમેલમાંથી

ઘુંટણના દુખાવામાં રાહત રહે એવા ઘરેલુ, સસ્તા, સરળ, અનુભવયુક્ત નુસખા

(1) સુંઠનો લેપ: એક ચમચી સુંઠનો પાવડર અને થોડુંક સરસીયું તેલ ભેળવીને ગાઢી પેસ્ટ બનાવો. એ પેસ્ટને દીવસે કે રાત્રે કોઇ પણ સમયે ઢીંચણ પર લગાવો. લગાવ્યા પછી 5-6 કલાક સુધી રહેવા દઈ પછી પાણીથી ધોઇ નાંખો.

(2) બદામના 4-5 દાણા, 5-6 આખાં મરી અને 6-7 અખરોટની મીંજ ભેગી પીસીને સવારે અને સાંજે ગરમ દુધ સાથે લો. દસ દીવસ સુધી દરરોજ લેવાથી ફાયદો થશે. 10 દીવસ પછી અઠવાડીયા સુધી બંધ કરીને  ફરી લેવાનું રાખો.

(3) એક ચમચી હળદરનો પાવડર લો, એક ચમચી ખાંડનો પાવડર અથવા બુરૃ કે મધ અને ચપટીક ચુનો લઈ બધું ભેળવીને પેસ્ટ બનાવો. રાતના સુતાં પહેલાં પેસ્ટને ઘુંટણ પર લગાવીને ક્રેપબેન્ડેજ અથવા કપડાનો ટુકડો બાંધો. આખી રાત રહેવા દો અને સવારે સાદા પાણીથી ધોઇ નાખો. બે અઠવાડીયા સુધી દરરોજ એમ કરવાથી ઢીંચણના સોજામાં કે દર્દમાં આરામ થશે.

(4) ખજુરની 7-8 પેશીને સાંજે પાણીમાં પલાળો. આખી રાત પલાળી રાખીને સવારે ખાલી પેટે એ ખાઈ જવી અને પેલું પાણી પણ પી જવું. ખજુરમાં વીટામીન એ, બી, સી, આયર્ન અને ફોસ્ફરસ સારા પ્રમાણમાં છે જે ઘુંટણના સાંધા ઉપરાંત બીજા સાંધાઓને પણ મજબુતી આપશે.

(5) કોપરેલ (નાળીયેરનું તેલ) નાળિયેરના તેલથી ઘુંટણનું માલીશ કરતા રહો જેથી ઘુંટણની માંસપેશીઓ મજબુત થશે. સુકું નાળિયેર પણ ખાઇ શકાય.

 

એક વાર્તાલાપ

એકવાર એક બ્રીટીશરે સ્વામી વિવેકાનંદને પુછ્યું,

“તમે એક સજ્જનને શોભે એવાં કપડાં શા માટે પહેરતા નથી?”

સ્વામીજીએ જવાબ આપ્યો, “તમારી સંસ્કૃતીમાં લોકોને તમારો દરજી સજ્જન બનાવે છે, અમારી સંસ્કૃતીમાં લોકો ચારીત્ર્ય વડે સજ્જન બને છે.”

ટૅગ્સ:

4 Responses to “ઘુંટણનો દુખાવો”

 1. bhavesh vaghera Says:

  નમસ્તે ગાંડાભાઇ હુ આપના બ્લોગનો છેલ્લા ૩ માહીથી વાચક છુ તમાર ઘણા બધા લેખો મે વાંચ્યા છે તમે ખુબ સારા લેખક છો ,અને આપની વાચન શક્તી પણ ખુબ સારી છે આપની બ્લોગ પરથી મને ઘણુ બધૂ જાણવા મળ્યુ તથા મને વાચનમા રસ પડવા લાગ્યો છે એ બદલ હુ હમેશા માટે આપનો આભારી રહીશ

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાવેશભાઈ,
  તમને મારો બ્લોગ ગમ્યો અને વાંચનમાં રસ પડ્યો એ જાણી આનંદ થયો. એની જાણ કરી મને પ્રોત્સાહન આપવા બદલ હાર્દીક આભાર.

 3. અનામિક Says:

  નમસ્તે ગાંડાભાઈ, આપના આયુર્વેદિક બ્લોગ હું ઘણીવાર વાંચું છું. આપ ઘૂંટણ ના સાંધા વિષે તો એક નાની એવી બુક ગુજરાતી માં લખો તો ઘણા માણસો ને ઉપયોગી થશે. સાથો સાથ એ પણ માર્ગદર્શન આપજો કે શું ના કરીયે તો ઘૂંટણ ના દુખાવા ભવિષ્ય માં થાય જ નહિ. : Narendra Bhatt, Rajkot

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  આયુર્વેદ મુજબ શરીરમાં થતા કોઈપણ પ્રકારના દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. આથી જો વાયુવીકાર ન થાય એવા આહાર તથા વીહાર અપનાવી શકો તો ઘુંટણ જ નહીં કોઈ પણ દુખાવો ન થાય. જો કે એ બહુ મુશ્કેલ જરુર છે. વળી આહાર અને વીહાર બંને શબ્દો બહુ વીશાળ અર્થ ધરાવે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: