દર્દ નીવારણ

દર્દ નીવારણ

(બ્લોગ પર તા. ૧-૧-૨૦૧૭)

અમેરીકામાં કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ સકારાત્મક વીચારો કરવાથી દુખાવમાં રાહત થાય છે. આ હકીકત વૈજ્ઞાનીક રીતે સાબીત થઈ છે. પોઝીટીવ વીચારો કરવાથી, મારું દર્દ ઓછું થઈ રહ્યું છે એવો ખરેખરો મનનો વીચાર મોર્ફીનના ઈન્જેક્શન જેટલો જ પ્રભાવક છે. ડૉક્ટરોની એક ટીમે ૧૦ સ્વસ્થ લોકો પર પ્રયોગ કર્યો હતો. એમના પગને વીજળીના એક સાધન વડે ગરમી આપવામાં આવી હતી, જેથી એમને દર્દનો અનુભવ થાય. સાથે જ તઓના મગજનું સ્કેનીંગ કરવામાં આવ્યું, જેથી માલમ પડે કે મગજનો કયો ભાગ કેવી પ્રતીક્રીયા કરે છે.

પ્રયોગ દરમીયાન માલમ પડ્યું કે કેટલીય વાર દર્દ વધારવા છતાં મગજની કોશીકાઓએ સ્કેનીંગમાં ખબર એવી આપી કે દર્દ ઓછું છે. અભ્યાસ દરમીયાન એવું માલમ પડ્યું કે જે લોકોએ દર્દ ઓછું હોવાની ભાવના કરી હતી, તેમને ૨૮ ટકા જેટલા ઓછા દર્દનો અનુભવ થયો હતો. દર્દમાં થયેલી આ કમી દર્દનીવારક ઈન્જેક્શન કે ગોળી લીધી હોય તેના જેવી જ હતી. સાથે જ દર્દનો અનુભવ મગજના જે ભાગમાં થાય છે તેમાં પણ હલચલ ઘટી ગયેલી જોવામાં આવી હતી.

આ પ્રયોગો પરથી એ સાબીત થાય છે કે દર્દ માત્ર શરીરના ઈજાગ્રસ્ત ભાગના જ્ઞાનતંતુઓએ મગજને પહોંચાડેલ સંદેશા પર જ આધાર રાખે છે એવું નથી. દર્દનીવારણ માટે માત્ર દવા પર જ આધાર રાખવો ન જોઈએ. મગજ પાસે દર્દનું પ્રમાણ નક્કી કરવાની ક્ષમતા હોય છે, આપણે એની એ શક્તીનો ઉપયોગ કરવો જોઈએ. આ નવી શોધ સ્વયં સુચનના ઉપયોગનાં દ્વાર ખોલે છે.

ટૅગ્સ:

3 Responses to “દર્દ નીવારણ”

 1. jugalkishor Says:

  ખુબ સારી વાત……

 2. mhthaker Says:

  Very useful info

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે જુગલકિશોરભાઈ અને મહેન્દ્રભાઈ,
  મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ લખવા માટે આપ બંનેનો હાર્દીક આભાર. એક વાત હું લખવાનું ચુકી ગયો છું, તે મારો દર્દ બાબતનો અનુભવ. મારા ઓપરેશન પછી, હોસ્પીટલમાં નર્સ દર્દશામક ટીકડી આપે તેને ના કહી શક્યો ન હતો, આથી લીધી હતી, પણ ઘરે આવ્યા પછી મેં કદી એ લીધી નથી. એ લોકો સુચના આપે કે દર ચાર કલાકે અહીં જેને પેનાડોલ કહે છે તે લેવી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: