Archive for માર્ચ, 2017

આરોગ્ય અને સ્ફુર્તી માટે

માર્ચ 31, 2017

આરોગ્ય અને સ્ફુર્તી માટે

મહેન્દ્રભાઈ ઠાકરના ઈમેલમાંથી      PDF માટે લીન્ક:                        આરોગ્ય અને સ્ફુર્તી માટે

બ્લોગ પર તા. 31-3-2017

કેન્સર સહીત કોઈપણ રોગ ક્ષારીય (આલ્કલીયુક્ત) શરીરમાં રહી શકતો નથી. -ડૉ. ઑટો વૉરબર્ગ,  કેન્સરની શોધ માટે 1931ના નોબેલ પ્રાઈઝ વીજેતા

 

આપણું શરીર અમ્લીય (એસીડીક) હોય છે. એને ક્ષારીય (આલ્કલીયુક્ત) કરવાના આ રહ્યા સાદા ઉપાયો, જેનાથી આશ્ચર્યકારક અસર અનુભવશો! મોટા ભાગના લોકોનું શરીર અમ્લીય હોય છે. એનું કારણ પ્રથમ વીશ્વયુદ્ધ સમયનો પ્રક્રીયા કરેલ, સફેદ ખાંડ, તથા હાલ GMO (જીનેટીકલ ફેરફાર કરેલ પદાર્થનો) આહાર છે. ઘણા લોકો જાણતા હોતા નથી કે અમ્લીય શરીરને લીધે કેન્સર થાય, વજન વધી જાય, દુખાવો થાય અને એવી બીજી ઘણી સમસ્યા પેદા થાય છે. સદ્ભાગ્યે શરીરને ક્ષારીય કરવાનું ઘણું સરળ અને સહેલું છે. અમ્લીયતાનું વીરોધી તે ક્ષારીય. અહીં શરીરને ક્ષારીય કરવાના દસ કુદરતી સાદા નીયમો આપવામાં આવે છે, જેનો દરરોજ અમલ કરવાથી શરીરને ક્ષારીય કરી શકાશે. એનાથી દરરોજ વધુ સ્ફુર્તી અને તાજગી અનુભવાશે.

  1. સૌથી અગત્યની બાબત દીવસની શરુઆત પ્રફુલ્લીત રીતે કરવી. પછી તાજા લીંબુના રસવાળો એક મોટો ગ્લાસ ભરીને પાણી પીવું. (હું આ ઘણા વખતથી નીયમીત રીતે કરું છું. -ગાંડાભાઈ) લીંબુ ખાટું હોવા છતાં શરીર પર એની અસર ક્ષારીય હોય છે, અમ્લીય નહીં. સવારમાં પહેલાં આ જ પીવું જેનાથી શરીરમાંની અશુદ્ધીઓ દુર થાય છે. જો લીંબુ મળી શકતું ન હોય તો એકબે ચમચા (ટેબલસ્પુન) ઑર્ગેનીક એપલ સાઈડર વીનેગર બેએક ગ્લાસ પાણીમાં નાખીને દરરોજ પીવું.
  2. લીલાં શાકભાજીનું કચુંબર લીંબુનો રસ અને સારી જાતનું જેતુન (ઑલીવ) તેલ નાખીને ખાવું. એનું પ્રમાણ આપણા કુલ આહારના 80% હોવું જોઈએ. એટલે કે મુખ્ય ખોરાક કચુંબરનો. લીલાં શાકભાજી અને ફળ કેલ્શીયમ જેવા ક્ષારના ઉત્તમ સ્રોત છે. આથી દીવસ દરમીયાન ફળ અને શાકભાજી જેવા ક્ષારીય પદાર્થોનો આહારમાં સમાવેશ કરવો. એનાથી શરીરમાં pH લેવલ (ક્ષાર-અમ્લ) સમતોલ રહેવામાં મદદ થાય છે.
  3. જો ચવાણા(સ્નેક-snack)ની જરુર પડે તો મીઠું (નમક) નાખ્યા વગરની કાચી બદામ ખાવી. બદામમાં મેગ્નેશીયમ અને કેલ્શીયમ જેવા ક્ષાર કુદરતી સ્વરુપમાં હોય છે. એનાથી અમ્લીયતા સરભર થાય છે એટલું જ નહીં રક્તશર્કરા પણ જળવાય છે.
  4. દુધ હંમેશાં બદામનું પીઓ. લીક્વીડાઈઝરમાં બદામના દુધમાં સ્ટ્રોબેરી કે એનાં જેવાં ફળોમાં સ્પાઈરુલીના કે એવો કોઈ લીલોતરી પાઉડર નાખી સ્મુધી બનાવો. જો તમારે બદામના દુધ અને ગાયના દુધ વચ્ચે પસંદગી કરવી હોય તો બદામનું દુધ જ શ્રેષ્ઠ છે.
  5. સારું એવું ચાલી આવો, અથવા એવી જ કોઈ કસરત કરો. સક્રીય રહેવું બહુ જ અગત્યનું છે. આપણું શરીર કસરતથી અમ્લીય પદાર્થો દુર કરી શકે છે.
  6. ઉંડા શ્વાસોચ્છાસ કરો. એવી જગ્યા પસંદ કરો જ્યાં તમને ચોખ્ખી હવા મળે. જ્યારે સમય મળે ત્યારે એ જગ્યાએ પહોંચી જાઓ. ત્યાં જાઓ ત્યારે અને દરરોજ પણ પુશ્કળ પાણી પીઓ, જેથી શરીરમાંથી અશુદ્ધીઓ દુર થાય.
  7. રોજેરોજ માંસ ખાવાનું છોડો. જો તમે થોડા દીવસ માંસ છોડી દો તો ઘણું સરસ, કેમ કે દરરોજ માંસ ખાવાથી અમ્લીય પદાર્થો શરીરમાં રહી જાય છે. ઘણી બધી અતીશાકાહારી (વેગન) કે શાકાહારી વાનગીઓ હવે મળે છે. તમારા શરીરને ક્ષારીય બનાવો!
  8. જમ્યા પછી વધુ પડતી ખાંડવાળી ગળી વાનગી ખાવાનું ત્યજી દો. અને સોડાલેમન જેવાં પીણાં પીવાનું બંધ કરો. આપણા ખાવાની વસ્તુઓમાં ખાંડ સૌથી વધુ ખરાબ અમ્લીય આહાર છે. એ પહેલા નંબરનો દુશ્મન છે. તમે સોડા-લેમન જેવા પીણાનું માત્ર એક કેન પીઓ તો તમારા શરીરમાં પધરાવેલ અમ્લતાનો નીકાલ કરવા માટે તમારે ત્રીસ ગ્લાસ સાદું પાણી પીવું પડે.
  9. તમારા આહારમાં શાકભાજીનો વધુ સમાવેશ કરો. યાદ રાખો, એમાં બટાટા આવતા નથી. જો કે શક્કરીયાં સારાં, પણ એને સાદા તેલ કે ઘીમાં રાંધવાં નહીં, પણ ઑલીવ તેલ વાપરવું. અને સાદું મીઠું નહીં, સીંધવ લેવું.

આમ તો બીજાં કેટલાંક શાક પણ સારાં હોય છે.

  1. અને છેવટે, પણ છેવાડાનું તો નહીં જ. રોજના આહારમાં ફણગાવેલાં કઠોળ પણ હોવાં જોઈએ. એ બહુ જ સારાં ક્ષારીય સ્રોત છે. વળી એમાં સારાં એવાં પોષક તત્ત્વો હોય છે, અને શક્તીદાયક ઉત્પ્રેરક દ્રવ્યો (enzymes) હોય છે.

 

હૃદયરોગનો ઈલાજ?

માર્ચ 25, 2017

હૃદયરોગનો ઈલાજ?

બ્લોગ પર તા. 25-3-2017

પીયુષભાઈએ મોકલાવેલ અંગ્રેજી વીડીઓ પરથી

જેને મા હોય કે જેને ચહેરો હોય તેનો કદી આહારમાં ઉપયોગ ન કરવો. આ હકીકત કંઠસ્થ કરી લો.

અમેરીકાના પુર્વ પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનને ઉપરના મંત્ર બાબત પુછવામાં આવ્યું ત્યારે તેઓ કહે છે, “જુઓ, મને શાકભાજી, ફળફળાદી, કઠોળ વગેરે ભાવે છે, જે હું હાલ દરરોજ ખાઉં છું. મને ખરેખર એ ખાવાનું ગમે છે.”

પ્રશ્ન : શું તમે હવે વેગન – અતીશાકાહારી થઈ ગયા છો?

“હા, હું ધારું છું કે હું વેગન છું –હું માખણ, દુધ જેવી બનાવટો, માંસ, મચ્છી વગેરે કશું લેતો નથી.”

પ્રશ્ન : અને તમે આ તમારા સ્વાસ્થ્ય માટે કરો છો, ખરું ને?

“હા, જરુર એ માટે જ મારા આહારમાં મેં ધરમુળથી ફેરફાર કર્યો છે.”

શ્રી. બિલ ક્લીન્ટનને આહાર બાબત માર્ગદર્શન આપનાર આરોગ્ય ચીકીત્સકની વય 77 વર્ષની છે. આપણે એને ટુંકમાં ડૉ. ઈ કહીશું. તેઓ દર મહીને આખા એક દીવસનો આરોગ્ય પરીસંવાદ રાખે છે. એમાં આખા અમેરીકામાંથી કેટલાયે ડૉક્ટરો અને હૃદયરોગથી પીડાતા લોકો ભાગ લે છે. ઓહાયો રાજ્યનાં એક બહેનને છ માસ પહેલાં હાર્ટ એટેક થયેલો. હૃદયને લોહી પહોંચાડનાર એની એક ધમની તદ્દન બ્લોક થઈ ગયેલી. એ બહેને આ બાબતમાં જે ઉપાય કર્યો તે જાણીને તમને આશ્ચર્ય થશે. એણે ડૉક્ટરોને ઓપન હાર્ટ સર્જરીની ઘસીને ના પાડી દીધી, અને બીજા ઉપાય અજમાવવાનું નક્કી કર્યું, જેમાં રોજના આહારનો જ ઔષધ તરીકે ઉપયોગ કરવાનું વીચાર્યું.

પ્રેસીડન્ટ ક્લીન્ટનની જેમ એણે આજ સુધીનો એનો મનગમતો આહાર – બટર, ચીઝ, માંસ, મચ્છી વગેરે છોડી દીધાં, અને ડૉ. ઈના શરણે ગઈ.

પ્રશ્ન : “ડૉ. ઈ, એને હાર્ટ એટેક થયો હતો?”

“હા, મને ખબર છે, એને હાર્ટ એટેક થયેલો, અને એણે ડૉક્ટરની સલાહ અવગણેલી.”

“તમે એ બહેનને ઓળખો છો?”

“હા, જરુર.”

“સર્જરીની ના પાડીને એ એની જાતને જોખમમાં નો’તી મુકી રહી?”

“ના, પણ આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. ગત ૨૦ વર્ષના હૃદયરોગના દર્દીઓની વીગતોનો અભ્યાસ કરી રીસર્ચ કરવામાં આવી છે. તાજેતરના અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે સંપુર્ણ શાકાહાર પર જતાં તમે તમારી જાતને હાર્ટ એટેક પ્રુફ કરી દો છો.”

“હાર્ટએટેક પ્રુફ?”

“હા, અમને ખાતરી છે કે જો લોકો આ પ્રમાણેનો આહાર અપનાવે તો તેમને હાર્ટએટેક નહીં થાય.”

ચીકાગોની કુક કાઉન્ટી હોસ્પીટલના મુખ્ય મેડીકલ ઑફીસર જેઓ પહેલાં ચીકાગો સીટીના પબ્લીક હેલ્થ કમીશ્નર હતા,  તેઓ ડૉ. ઈ. સાથે સહમત છે. તેઓ કહે છે,

“આપણે ખાઈ ખાઈને જ સમસ્યા પેદા કરી છે, અને હવે ખાઈને જ એને દુર કરી શકીશું.”

ડૉ. ઈ.નું માનવું છે કે હૃદયરોગથી સંપુર્ણપણે દુર રહી શકાય છે. તમારી ફેમીલી હીસ્ટ્રી ભલે ને ગમે તે હોય. જરુર છે માત્ર યોગ્ય આહાર લેવાની. રીસર્ચ દરમીયાન એમને એક આશ્ચર્યકારક તથ્ય લાધ્યું. દુનીયાની અમુક સંસ્કૃતીના લોકો જેમ કે મધ્ય આફ્રીકા, પાપુઆ ન્યુગીનીના પહાડી પ્રદેશના લોકો તથા મેક્સીકોના અમુક મુળ વતનીઓને હૃદયરોગનું નામનીશાન નથી હોતું. એમની પાસેથી આપણને શું શીખવા મળે?

આપણે શું ખાવું જોઈએ કે શું ન ખાવું જોઈએ એ વષે એમની પાસેથી સાવ સરળ સુત્રો મળી શકે. આપણે જાણીએ છીએ કે શું ન ખાવું જોઈએ – તેલ-ઘી, દુધ-દહીં અને એની બનાવટો, માંસ-મચ્છી, ચીકન વગેરે.

શું ખાવું જોઈએ? નાસ્તામાં આખું અનાજ, બ્રેડ, રોટલી અને આખા અનાજના પાસ્તા, કઠોળ, શાકભાજી – લાલ, પીળી, લીલી અને ફળો. ખાસ કયાં શાક ખાવાં જોઈએ? આમ તો બધાં જ, પણ કેટલાંક ખાસ છે: Bok choy, Swiss chard, kale, collards, collard greens, beet greens, mustard greens, turnip greens, Napa cabbage, Brussels sprouts, broccoli, cauliflower, cilantro, parsley, spinach, arugula and asparagus.

પ્રેસીડન્ટ ક્લીન્ટનના આહારમાં માંસ નથી હોતું, દુધ-ઘી કે એની કોઈ બનાવટ નહીં, તેલનો પણ લગભગ અભાવ. પહેલાં તેઓ જે ખાતા કે આપણે સામાન્ય રીતે બધા જે ખાઈએ છીએ તેમાં અને આજે તેઓ જે ખાય છે એમાં કેટલો બધો ફરક છે એ હકીકત આપણને વીચાર કરતા કરી મુકે છે. વધુ પડતી ચરબી, ઘી-તેલ અને કોલેસ્ટ્રોલયુક્ત આહાર લેવાની ટેવ પાડો તો થોડા જ સમયમાં તમને હૃદયની તકલીફ શરુ થતી તમે જાતે જોઈ શકશો.

ડૉ. ઈ.ની આહાર યોજના બાબત કુતુહલ જાગે તે સ્વાભાવીક છે. ચાલો આપણે આ બાબત કરવામાં આવેલી રીસર્ચનાં થોડાં ઉદાહરણો જોઈએ, જેમાં બહુ જ સુંદર પરીણામો જોવા મળ્યાં છે. એક અભ્યાસમાં ડૉ. ઈના ડાયેટ પર અને કોલેસ્ટ્રોલ કાબુમાં રાખવાના ઉપચારવાળા દર્દીઓને હાર્ટએટેક કે હૃદયની ધમનીની સમસ્યા પાંચ વર્ષ સુધી જોવામાં આવી ન હતી. એટલું જ નહીં એમાંના 75% દર્દીઓની ધમનીઓ જે બ્લોક થયેલી હતી તે અમુક અંશે ખુલી ગઈ હતી. આ પ્રકારના આહારથી માત્ર હૃદયરોગ સામે રક્ષણ જ મળે એમ નથી, પણ હૃદયરોગ થયો હોય તે મટી પણ જાય છે.

“અત્યારની માન્યતા મુજબ તો એક વાર ધમનીને અવરોધતી છારી (palque) પેદા થઈ હોય તો તે પછી કાયમ માટે રહે છે. ડૉ. ઈ, શું આપ એમ કહેવા માગો છો કે આ માન્યતા ભુલભરેલી છે?”

ડૉ. ઈ. : “હા, જરુર એ ભુલભરેલી છે. આ માન્યતામાં જરા પણ તથ્ય નથી. મારા દર્દીની ધમની બ્લોક થયેલી એનું ચીત્ર આ રહ્યું. ધમની બ્લોક કરતી છારી દુર કરવાનો મેં સુચવેલો આહાર લીધા પછી એ જે રીતે ખુલી ગઈ છે એનું ચીત્ર પણ છે. જુઓ.”

આ બંને ચીત્રો જોતાં ખાતરી થાય છે કે માત્ર યોગ્ય આહાર લેવાથી બ્લોક થયેલી ધમની ખુલી જાય છે – કોઈ દવા કે સર્જરી વીના જ.

શેરન નામની એક બહેનને એકાદ વર્ષ પહેલાં હાર્ટ એટેક થયેલો, પણ એ બચી ગઈ હતી. હૃદયને લોહી પહોંચાડતી એની ધમની સંપુર્ણ બ્લોક થઈ ગયેલી. એણે હવે ડૉ. ઈ.નો ડાયેટ અપનાવ્યો છે, જેથી એને ફરીથી હાર્ટ એટેક ના થાય. એનો ડૉક્ટર કહે છે કે હવે એના હૃદયના સ્નાયુઓ નોર્મલ બની ગયા છે. આ ડાયેટથી આજ સુધી તો સારું પરીણામ મળ્યું છે. આ ડાયેટ પર રહેવું થોડું મુશ્કેલ તો છે, પણ જે લોકો એના પર રહી શકે છે તેમને ફાયદો થયો છે અને થાય છે એમાં કોઈ શંકા નથી. પુર્વ પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનને એમાં શ્રદ્ધા છે. અમેરીકામાં કેટલાયે ઉચ્ચ અધીકારીઓએ અને જાણીતી હસ્તીઓએ શુદ્ધ શાકાહાર અપનાવ્યો છે.

“મી. ક્લીન્ટન, આપ પોતાને હવે તંદુરસ્ત ગણો છો?”

“હાસ્તો, મને લાગે છે કે હું પહેલાં હતો તેના કરતાં વધુ તંદુરસ્ત છું. જુઓ, મેં ૨૭ પાઉન્ડ વજન ગુમાવ્યું છે. મારા બધા જ બ્લડટેસ્ટ ઘણા સારા છે, મારી બધી જ મુળભુત પાયાની પ્રણાલી તંદુરસ્ત છે, અને મને ઘણું સારું પણ લાગે છે. તમે માનશો નહીં પણ હું ઘણી સ્ફુર્તી અનુભવું છું. મને હવે પહેલાંના જેટલી ઉંઘની જરુર પણ જણાતી નથી.”

 

લોહી શુદ્ધીકારક સ્વાદીષ્ટ પીણું

માર્ચ 11, 2017

લોહી શુદ્ધીકારક સ્વાદીષ્ટ પીણું

બ્લોગ પર તા. 11-3-2017

 

વરીયાળી એ સુવા, ધાણા, પાર્સલી તથા ગાજરના કુટુંબની વનસ્પતી છે. એનો સોડમયુક્ત સ્વાદ અજમો અને જેઠીમધને મળતો આવે છે. એ એટલા બધા પ્રમાણમાં મળતો આવે છે કે કેટલાક લોકો વરીયાળીને અંગ્રેજીમાં એનીસીડ એટલે અજમો કહે છે, જે બરાબર નથી. વરીયાળીના છોડનાં બી જેને આપણે વરીયાળી કહીએ છીએ તે મુખવાસ તરીકે ખાવામાં બહુ પ્રચલીત છે, પણ આ ઉપરાંત વરીયાળીના છોડનાં બધાં જ અંગો ખાઈ શકાય છે. જેમ કે એનો જમીનની અંદરનો કંદ, એનાં ડાળાં, પાંદડાં અને ફુલ પણ ખાવામાં વપરાય છે.

આ સ્વાદીષ્ટ પીણું બનાવવા કોઈપણ પ્રકારનાં રસાયણ વાપરવામાં આવ્યાં ન હોય તેવો એટલે કે સજીવ ખેતી વડે ઉછેરેલ વરીયાળીના છોડનાં બધાં જ અંગો લેવાં, એક બીટરુટ એનાં પાંદડાં સહીત, સેલરીની 4 કે 5 દાંડી (જો કે એનો આધાર સેલરીની સાઈઝ પર રહેશે, મોટી સેલેરી હોય તો ઓછી દાંડી લેવી) અને અડધું લીંબુ. રસ કાઢવાના મશીન વડે આ બધાંનો રસ કાઢવો.

આમાં બીટરુટ, સેલેરી અને લીંબુના ગુણોથી તો મોટા ભાગના લોકો પરીચીત હોય છે, પણ વરીયાળીનો છોડ પણ ખુબ અગત્યનો છે. વરીયાળીના છોડમાંમાંના વીટામીન સીનો લાભ મળશે. ઉપરાંત એમાંથી સારા પ્રમાણમાં ખાદ્ય રેસા, અને અગત્યનાં મોલીબ્ડેનમ, મેંગેનીઝ, તાંબુ, પોટેશ્યમ અને ફોસ્ફરસ જેવાં મીનરલ્સ પણ મળશે. વળી વીટામીન બીનું એક ઘટક જેને ફોલેટ કહે છે તે પણ વીયાળીમાંથી મળશે.

લોહીના શુદ્ધીકરણ માટે આ એક ઉત્તમ સ્વાદીષ્ટ પીણું છે.

સુખી જીવન માટે એક અગત્યનો બોધપાઠ

માર્ચ 4, 2017

સુખી જીવન માટે એક અગત્યનો બોધપાઠ

પીયુષભાઈના ઈમેલમાં મળેલ અંગ્રેજી વીડીઓ પરથી

બ્લોગ પર તા. 4-3-2017

એક પ્રોફેસર વર્ગમાં દાખલ થાય છે અને પોતાની બેગમાંથી એક બરણી કાઢે છે. એ કહે છે, “આપણી પાસે માત્ર એક જ જીવન છે, આપણને એક જ જીવન જીવવાનું મળે છે. પણ એમાં આપણે જે કંઈ પ્રાપ્ત કરવા માગતા હોઈએ તે મેળવવાની ક્ષમતા છે- ખરેખર જે ઈચ્છીએ તે આપણે મેળવી શકીએ. શરત એટલી જ કે જો આપણે આપણો સમય યોગ્ય રીતે વાપરીએ તો, ગમે તેમ વેડફી ન નાખીએ તો.

આ બરણી હું લાવ્યો છું. જુઓ એમાં હું ગોલ્ફના બોલ ભરું છું. તમને બધાંને શું લાગે છે: બરણી આખી ભરાઈ ગઈ છે?”

“હા, સાહેબ” બધા વીદ્યાર્થીઓને બરણી ભરાઈ ગયેલી લાગે છે.

અધ્યાપક મહાશય એ બરણીમાં નાના નાના કાંકરા ભરે છે, અને પુછે છે: “હવે કેમ લાગે છે? બરણી આખી ભરેલી છે ને?”

બધાં ભાઈ-બહેનોને હવે તો બરણી ભરાયેલી લાગે છે. એમાં બીજું કશું ભરી શકાય એમ લાગતું નથી.

પણ પ્રોફેસર સાહેબ રેતી લાવ્યા હતા તે એ બરણીમાં ભરે છે. હવે તો બરણીમાં કોઈ જગ્યા કશું ભરવા બાકી રહી હોય એવું વીદ્યાર્થીઓને લાગતું નથી. બધાં આશ્ચર્યથી જોતાં રહે છે કે સાહેબ શું સમજાવવા માગતા હશે.

અને હવે સાહેબ બીયરની બે બોટલ કાઢીને ટેબલ પર મુકે છે, અને ધીમે રહીને બરણીમાં બીયર રેડે છે, જેને માટે થોડી જગ્યા હતી.

“જુઓ, આ બરણીને આપણા જીવનનું પ્રતીક સમજો. ગોલ્ફના બોલ જીવનમાં મહત્ત્વ ધરાવતી બાબતોના પ્રતીક તરીકે છે. જેમ કે આપણું કુટુંબ, આપણા મીત્રો, પોતાનું સ્વાસ્થ્ય, આકાંક્ષા વગેરે. કાંકરા બીજી અગત્યની બાબતોના પ્રતીક તરીકે છે: તમારી કાર, ઘર, વ્યવસાય વગેરે. રેતી બહુ ઉપયોગી ન હોય તેવી બાકીની બધી બાબતોના પ્રતીક તરીકે છે.

જો તમે બરણીમાં રેતી પહેલી ભરી દો તો એમાં આ બધા ગોલ્ફ બોલ અને કાંકરા ભરી શકાશે નહીં. જીવનનું આ સત્ય છે. જો તમે તમારી બધી શક્તી અને સમય નાની નાની બાબતોમાં વાપરતા રહો તો જીવનમાં મહત્ત્વ ધરાવતી બાબતો માટે સમય કે શક્તી બચી શકશે નહીં. તમારું ધ્યાન જીવનમાં અતી મહત્ત્વની બાબતોમાં કેન્દ્રીત કરો જે તમને સુખ પ્રદાન કરી શકે. પહેલું ધ્યાન ગોલ્ફ બોલો પર આપો, જે ખરેખર મહત્ત્વ ધરાવે છે. પ્રાયોરીટી નક્કી કરો. નક્કી કરો કે કઈ બાબતો માત્ર રેતીનું મહત્ત્વ ધરાવે છે.

એક જણ પુછે છે: “સાહેબ, બીયર શાનું પ્રતીક છે?”

“સરસ, તમે આ પુછ્યું તે સારું કર્યું. એ બતાવે છે કે તમે ગમે તેટલા જીવનમાં મહત્ત્વની બાબતોમાં ખોવાઈ ગયા હો, વ્યસ્ત હો તો પણ એકબે કલાક આનંદપ્રમોદ માટે નીકળી શકે છે. ખરેખર બરણી ભરાઈ ગયેલી લાગે, પણ એમ હોતું નથી.