હૃદયરોગનો ઈલાજ?

હૃદયરોગનો ઈલાજ?

બ્લોગ પર તા. 25-3-2017

પીયુષભાઈએ મોકલાવેલ અંગ્રેજી વીડીઓ પરથી

જેને મા હોય કે જેને ચહેરો હોય તેનો કદી આહારમાં ઉપયોગ ન કરવો. આ હકીકત કંઠસ્થ કરી લો.

અમેરીકાના પુર્વ પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનને ઉપરના મંત્ર બાબત પુછવામાં આવ્યું ત્યારે તેઓ કહે છે, “જુઓ, મને શાકભાજી, ફળફળાદી, કઠોળ વગેરે ભાવે છે, જે હું હાલ દરરોજ ખાઉં છું. મને ખરેખર એ ખાવાનું ગમે છે.”

પ્રશ્ન : શું તમે હવે વેગન – અતીશાકાહારી થઈ ગયા છો?

“હા, હું ધારું છું કે હું વેગન છું –હું માખણ, દુધ જેવી બનાવટો, માંસ, મચ્છી વગેરે કશું લેતો નથી.”

પ્રશ્ન : અને તમે આ તમારા સ્વાસ્થ્ય માટે કરો છો, ખરું ને?

“હા, જરુર એ માટે જ મારા આહારમાં મેં ધરમુળથી ફેરફાર કર્યો છે.”

શ્રી. બિલ ક્લીન્ટનને આહાર બાબત માર્ગદર્શન આપનાર આરોગ્ય ચીકીત્સકની વય 77 વર્ષની છે. આપણે એને ટુંકમાં ડૉ. ઈ કહીશું. તેઓ દર મહીને આખા એક દીવસનો આરોગ્ય પરીસંવાદ રાખે છે. એમાં આખા અમેરીકામાંથી કેટલાયે ડૉક્ટરો અને હૃદયરોગથી પીડાતા લોકો ભાગ લે છે. ઓહાયો રાજ્યનાં એક બહેનને છ માસ પહેલાં હાર્ટ એટેક થયેલો. હૃદયને લોહી પહોંચાડનાર એની એક ધમની તદ્દન બ્લોક થઈ ગયેલી. એ બહેને આ બાબતમાં જે ઉપાય કર્યો તે જાણીને તમને આશ્ચર્ય થશે. એણે ડૉક્ટરોને ઓપન હાર્ટ સર્જરીની ઘસીને ના પાડી દીધી, અને બીજા ઉપાય અજમાવવાનું નક્કી કર્યું, જેમાં રોજના આહારનો જ ઔષધ તરીકે ઉપયોગ કરવાનું વીચાર્યું.

પ્રેસીડન્ટ ક્લીન્ટનની જેમ એણે આજ સુધીનો એનો મનગમતો આહાર – બટર, ચીઝ, માંસ, મચ્છી વગેરે છોડી દીધાં, અને ડૉ. ઈના શરણે ગઈ.

પ્રશ્ન : “ડૉ. ઈ, એને હાર્ટ એટેક થયો હતો?”

“હા, મને ખબર છે, એને હાર્ટ એટેક થયેલો, અને એણે ડૉક્ટરની સલાહ અવગણેલી.”

“તમે એ બહેનને ઓળખો છો?”

“હા, જરુર.”

“સર્જરીની ના પાડીને એ એની જાતને જોખમમાં નો’તી મુકી રહી?”

“ના, પણ આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. ગત ૨૦ વર્ષના હૃદયરોગના દર્દીઓની વીગતોનો અભ્યાસ કરી રીસર્ચ કરવામાં આવી છે. તાજેતરના અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે સંપુર્ણ શાકાહાર પર જતાં તમે તમારી જાતને હાર્ટ એટેક પ્રુફ કરી દો છો.”

“હાર્ટએટેક પ્રુફ?”

“હા, અમને ખાતરી છે કે જો લોકો આ પ્રમાણેનો આહાર અપનાવે તો તેમને હાર્ટએટેક નહીં થાય.”

ચીકાગોની કુક કાઉન્ટી હોસ્પીટલના મુખ્ય મેડીકલ ઑફીસર જેઓ પહેલાં ચીકાગો સીટીના પબ્લીક હેલ્થ કમીશ્નર હતા,  તેઓ ડૉ. ઈ. સાથે સહમત છે. તેઓ કહે છે,

“આપણે ખાઈ ખાઈને જ સમસ્યા પેદા કરી છે, અને હવે ખાઈને જ એને દુર કરી શકીશું.”

ડૉ. ઈ.નું માનવું છે કે હૃદયરોગથી સંપુર્ણપણે દુર રહી શકાય છે. તમારી ફેમીલી હીસ્ટ્રી ભલે ને ગમે તે હોય. જરુર છે માત્ર યોગ્ય આહાર લેવાની. રીસર્ચ દરમીયાન એમને એક આશ્ચર્યકારક તથ્ય લાધ્યું. દુનીયાની અમુક સંસ્કૃતીના લોકો જેમ કે મધ્ય આફ્રીકા, પાપુઆ ન્યુગીનીના પહાડી પ્રદેશના લોકો તથા મેક્સીકોના અમુક મુળ વતનીઓને હૃદયરોગનું નામનીશાન નથી હોતું. એમની પાસેથી આપણને શું શીખવા મળે?

આપણે શું ખાવું જોઈએ કે શું ન ખાવું જોઈએ એ વષે એમની પાસેથી સાવ સરળ સુત્રો મળી શકે. આપણે જાણીએ છીએ કે શું ન ખાવું જોઈએ – તેલ-ઘી, દુધ-દહીં અને એની બનાવટો, માંસ-મચ્છી, ચીકન વગેરે.

શું ખાવું જોઈએ? નાસ્તામાં આખું અનાજ, બ્રેડ, રોટલી અને આખા અનાજના પાસ્તા, કઠોળ, શાકભાજી – લાલ, પીળી, લીલી અને ફળો. ખાસ કયાં શાક ખાવાં જોઈએ? આમ તો બધાં જ, પણ કેટલાંક ખાસ છે: Bok choy, Swiss chard, kale, collards, collard greens, beet greens, mustard greens, turnip greens, Napa cabbage, Brussels sprouts, broccoli, cauliflower, cilantro, parsley, spinach, arugula and asparagus.

પ્રેસીડન્ટ ક્લીન્ટનના આહારમાં માંસ નથી હોતું, દુધ-ઘી કે એની કોઈ બનાવટ નહીં, તેલનો પણ લગભગ અભાવ. પહેલાં તેઓ જે ખાતા કે આપણે સામાન્ય રીતે બધા જે ખાઈએ છીએ તેમાં અને આજે તેઓ જે ખાય છે એમાં કેટલો બધો ફરક છે એ હકીકત આપણને વીચાર કરતા કરી મુકે છે. વધુ પડતી ચરબી, ઘી-તેલ અને કોલેસ્ટ્રોલયુક્ત આહાર લેવાની ટેવ પાડો તો થોડા જ સમયમાં તમને હૃદયની તકલીફ શરુ થતી તમે જાતે જોઈ શકશો.

ડૉ. ઈ.ની આહાર યોજના બાબત કુતુહલ જાગે તે સ્વાભાવીક છે. ચાલો આપણે આ બાબત કરવામાં આવેલી રીસર્ચનાં થોડાં ઉદાહરણો જોઈએ, જેમાં બહુ જ સુંદર પરીણામો જોવા મળ્યાં છે. એક અભ્યાસમાં ડૉ. ઈના ડાયેટ પર અને કોલેસ્ટ્રોલ કાબુમાં રાખવાના ઉપચારવાળા દર્દીઓને હાર્ટએટેક કે હૃદયની ધમનીની સમસ્યા પાંચ વર્ષ સુધી જોવામાં આવી ન હતી. એટલું જ નહીં એમાંના 75% દર્દીઓની ધમનીઓ જે બ્લોક થયેલી હતી તે અમુક અંશે ખુલી ગઈ હતી. આ પ્રકારના આહારથી માત્ર હૃદયરોગ સામે રક્ષણ જ મળે એમ નથી, પણ હૃદયરોગ થયો હોય તે મટી પણ જાય છે.

“અત્યારની માન્યતા મુજબ તો એક વાર ધમનીને અવરોધતી છારી (palque) પેદા થઈ હોય તો તે પછી કાયમ માટે રહે છે. ડૉ. ઈ, શું આપ એમ કહેવા માગો છો કે આ માન્યતા ભુલભરેલી છે?”

ડૉ. ઈ. : “હા, જરુર એ ભુલભરેલી છે. આ માન્યતામાં જરા પણ તથ્ય નથી. મારા દર્દીની ધમની બ્લોક થયેલી એનું ચીત્ર આ રહ્યું. ધમની બ્લોક કરતી છારી દુર કરવાનો મેં સુચવેલો આહાર લીધા પછી એ જે રીતે ખુલી ગઈ છે એનું ચીત્ર પણ છે. જુઓ.”

આ બંને ચીત્રો જોતાં ખાતરી થાય છે કે માત્ર યોગ્ય આહાર લેવાથી બ્લોક થયેલી ધમની ખુલી જાય છે – કોઈ દવા કે સર્જરી વીના જ.

શેરન નામની એક બહેનને એકાદ વર્ષ પહેલાં હાર્ટ એટેક થયેલો, પણ એ બચી ગઈ હતી. હૃદયને લોહી પહોંચાડતી એની ધમની સંપુર્ણ બ્લોક થઈ ગયેલી. એણે હવે ડૉ. ઈ.નો ડાયેટ અપનાવ્યો છે, જેથી એને ફરીથી હાર્ટ એટેક ના થાય. એનો ડૉક્ટર કહે છે કે હવે એના હૃદયના સ્નાયુઓ નોર્મલ બની ગયા છે. આ ડાયેટથી આજ સુધી તો સારું પરીણામ મળ્યું છે. આ ડાયેટ પર રહેવું થોડું મુશ્કેલ તો છે, પણ જે લોકો એના પર રહી શકે છે તેમને ફાયદો થયો છે અને થાય છે એમાં કોઈ શંકા નથી. પુર્વ પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનને એમાં શ્રદ્ધા છે. અમેરીકામાં કેટલાયે ઉચ્ચ અધીકારીઓએ અને જાણીતી હસ્તીઓએ શુદ્ધ શાકાહાર અપનાવ્યો છે.

“મી. ક્લીન્ટન, આપ પોતાને હવે તંદુરસ્ત ગણો છો?”

“હાસ્તો, મને લાગે છે કે હું પહેલાં હતો તેના કરતાં વધુ તંદુરસ્ત છું. જુઓ, મેં ૨૭ પાઉન્ડ વજન ગુમાવ્યું છે. મારા બધા જ બ્લડટેસ્ટ ઘણા સારા છે, મારી બધી જ મુળભુત પાયાની પ્રણાલી તંદુરસ્ત છે, અને મને ઘણું સારું પણ લાગે છે. તમે માનશો નહીં પણ હું ઘણી સ્ફુર્તી અનુભવું છું. મને હવે પહેલાંના જેટલી ઉંઘની જરુર પણ જણાતી નથી.”

 

13 Responses to “હૃદયરોગનો ઈલાજ?”

 1. Anil Says:

  Dite chart to aapo

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  તમે ડાયેટ ચાર્ટ એટલે સવાર, બપોર સાંજ શું શું ખાવું-પીવું અને કેટલું ખાવું-પીવું એવું જો પુછતા હો તો આયુર્વેદ મુજબ બધાંને માટે એ એકસરખું હોઈ શકે નહીં. કેવું ખાવું તેની વાત અહીં કહેવામાં આવી છે, અને તે શુદ્ધ કે અતી શાકાહાર જેને અંગ્રેજીમાં વેગન કહેવામાં આવે છે. સાથે શુદ્ધ એટલે કે ખાદ્ય પદાર્થોમાં નહીં પણ એમાંથી અલગ પાડેલ તેલ-ચરબીનું પ્રમાણ પણ સાવ નજીવું રાખવું, કે બને તો બીલકુલ છોડી દેવું. આ આખા આર્ટીકલમાં આ વાત કહેવામાં આવી છે. વળી એમાં શાકભાજી અને ફળોને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પણ આયુર્વેદ મુજબ તો શાકભાજી અને ફળો પણ પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તે જ લેવાં જોઈએ. દરેકની પ્રકૃતી અલગ હોવાથી એ અલગ અલગ હશે.

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અનિલભાઈ,
  પેશાબમાં બળતરાનું કારણ કદાચ તમારા શરીરમાં પીત્તની એટલે કે ગરમીની અધીકતા હોઈ શકે. આથી પીત્તકારક આહારવીહાર તજવો. મારા બ્લોગમાં મેં એ માટે નીચે મુજબ જણાવ્યું છે.
  પીત્તકારક : તીખો, ખાટો, ખારો, ઉષ્ણ, તીક્ષ્ણ અને ગરમાગરમ ખોરાક પીત્તકારક છે. તમાકુ તથા બીડીનું સેવન, અતી પરીશ્રમ, દીવસની નીદ્રા, અતી મૈથુન, કારણ વીનાના ઉપવાસ, સુર્યનો અને અગ્નીનો તાપ, અડદ, વધુ પડતાં ખાટાં-તીખાં અથાણાં, વધુ પડતું આદુ કે સુંઠ, વધુ પડતી ખાટી-તીખી કઢી, કોકમ, ખાટી કેરી, ખાટાં ખમણ, ખાટાં પીણાં, ખાટું દહીં, ખાટી છાસ, ખાટાં જામફળ, વધુ પડતાં ટામેટાં, તળેલા આહારનું વધુ સેવન, ભીંડા, તીખાં મરચાં, મરી, વધુ પડતું મીઠું (નમક), બાજરી, ઘરડા તીખા મુળા, મોગરી, બીવાળાં રીંગણ, રાઈ, વધુ પડતું લસણ, વધુ પડતું લીંબુ, વાસી ખોરાક, સુકવણી કરેલો આહાર, સરગવો, અખરોટ, કાકડી (કોઈકને પીત્તનાશક પણ છે), તજ, ખાટું દાડમ
  શરીરમાં પીત્ત-ગરમીની તકલીફ દુર કરવા નીચેનાં દ્રવ્યો ઉપયોગી છે.
  પીત્તનાશક : જેઠીમધ, શતાવરી, આમળાં, ખડી સાકર, મધુર દાડમ, કાસુન્દ્રો, કાંચનાર, જુનો ગોળ, દુધી, મેંદીનાં પાન, લજામણી, જમ્યા પહેલાં ખાધેલી શેરડી, બાવળની છાલ, પાનમાં ખાવાનો કાથો.

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાઈશ્રી અનિલ,
  તમારું વજન થોડું વધારે છે. તમારો B.M.I. એટલે બોડી-માસ-ઈન્ડેક્સ ૨૬.૬૪થી પણ કંઈક વધુ છે, જે સામાન્ય રીતે ઈન્ડીયનોમાં વધુ ગણાય. આથી વજન ઓછું કરવાની પણ જરુર છે. સ્તંભનશક્તી વધારવા માટે નીચે મુજબ ઉપાયો છે. તમને અનુકુળ હોય તે ઉપાય જાણકારની મદદ મુજબ કરવા.
  શીઘ્ર સ્ખલન (૧) ૨૫૦ ગ્રામ જેટલા બાફેલા બટાટા દરરોજ ખાવાથી શીઘ્ર સ્ખલનની ફરીયાદ મટે છે, અને સ્તંભનશક્તી વધે છે. સ્થુળ કાયા ધરાવનાર અને મધુપ્રમેહના રોગીને આ ઉપચાર કામનો નથી. જેમની પાચનશક્તી નબળી હોય તેમણે પણ આ પ્રયોગ ન કરવો.
  (૨) કાળા તલ અને તજના બારીક ચુર્ણમાં મધ મેળવી સામાન્ય કદની ગોળી બનાવી બબ્બે ગોળી પાણી સાથે સવાર-સાંજ લેવાથી શીઘ્રસ્ખલનની ફરીયાદ મટે છે. શીઘ્રસ્ખલનની તકલીફ ધીરે ધીરે જ મટતી હોય છે, માટે આ પ્રયોગ ધીરજ પુર્વક લાંબા સમય સુધી કરતા રહેવાની જરુર પડે છે.
  (૩) કાળી મુસલીનો પાઉડર બંગભસ્મ સાથે દરરોજ રાત્રે સુતી વખતે લેવાથી શીઘ્રસ્ખલનની ફરીયાદ મટે છે.
  (૪) કૌંચાનાં બીજના ૧૦ ગ્રામ ચુર્ણને બસો ગ્રામ દુધમાં ધીમા તાપે પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી ઉકાળી થોડી સાકર નાખી પીવાથી થોડા દીવસમાં કામશક્તી વધે છે. શરીર હૃષ્ટપુષ્ટ કરવા માટે આ પ્રયોગ દીવસમાં બે વખત કરવો. જેમને સ્વપ્નદોષ થતો હોય કે શીઘ્રસ્ખલન થતું હોય તેમણે આ ક્ષીરપાક સવાર-સાંજ લેવો, આહારમાં મધુર, સ્નીગ્ધ અને પૌષ્ટીક દ્રવ્યો લેવાં. ચોખા, દુધ, દહીં, ઘી, માખણ, સાકર, મધ, અડદ, કઠોળ, સલાડ અને ફળો લેવાં.
  મોટા ભાગના આ ઉપાયો વજન વધારનારા છે, આથી કદાચ તમારે બહુ કામના ન હોય, પણ પ્રમાણ ઓછું રાખીને કદાચ કરી શકાય. એ માટે તમારા આરોગ્ય સલાહકારનું માર્ગદર્શન લેવું.

 5. ગાંડાભાઈ વલ્લભ Says:

  સોરી અનિલભાઈ, એવી કોઈ માહીતી મારી પાસે નથી.

 6. Nitin Says:

  Dear sir
  How to contact u?
  Plz give me u r address or contact no.if u possible.
  Mara son ne hert ma hole che.teni koi medicine hoi toh plz
  Maine janavjo.tamaro khub aabhar rahse
  Thank u sir.

 7. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે નીતિનભાઈ,
  હું છેલ્લાં ૪૨ વર્ષથી ન્યુઝીલેન્ડમાં રહું છું. મારી પાસે વૈદકીય કોઈપણ પ્રકારનું ક્વોલીફીકેશન નથી. મને બહુ નાનપણથી આયુર્વેદમાં રસ છે, આથી મારા વાંચનને આધારે મારા બ્લોગમાં લોકોને આયુર્વેદની જાણકારી માટે લખ્યું છે અને હજુ પણ જેમ મને નવી માહીતી મળે તેમ લખું છું. ઉપરનો લેખ મેં એમાં જણાવ્યું છે તેમ કેનેડા નીવાસી મારા મીત્ર પીયુષભાઈ પરીખ તરફથી મને અંગ્રેજીમાં મળેલા વીડીઓ પરથી લખ્યો છે. એમાં જણાવ્યા મુજબ મેં પણ મારા આહારમાં ફેરફાર કર્યો છે. અત્યારે વેગન આહારનો પ્રયોગ શરુ કર્યો છે. જો કે મને મારી આ ૭૯ વર્ષની ઉંમરે હાર્ટની કોઈ તકલીફ નથી, છતાં પાચનશક્તી કંઈક નબળી જણાતાં શુદ્ધ શાકાહાર શરુ કર્યો છે, જેમાં કોઈ પણ પ્રકારના પ્રાણીજ પદાર્થ લેવાનો નથી હોતો, જેમાં દુધ તથા એની બનાવટો પણ લેવાની હોતી નથી.
  તમારા સનના હાર્ટમાં છીદ્ર છે, પણ એ બાબતની તકલીફ દુર કરવા માટે આયુ્ર્વેદમાં કોઈ ઉપાય હોય તો તેની મને માહીતી નથી, એ બદલ દીલગીર છું. પણ ઉપરના લેખમાં જણાવ્યા મુજબ આવી તકલીફનું કારણ તો કદાચ આજ સુધી લીધેલો આહાર હોઈ શકે. હું શાકાહારી છું, તેમ છતાં સ્વાસ્થ્ય અંગે તકલીફ મને થયેલી, પણ જો શુદ્ધ શાકાહાર, એટલે કે વેગન ડાયેટ અપનાવવામાં આવે તો મુશ્કેલી કદાચ ટાળી શકાય. કુદરતી ઉપચારનાં પુસ્તકોમાં પણ મારા વાંચવામાં આવ્યું છે કે શુદ્ધીકારક આહાર લેવાથી ઘણી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય. પણ હાર્ટમાં પડેલા છીદ્રમાં એ શક્ય છે કે કેમ તેની જાણકારી મને નથી.

 8. Arvind Adalja Says:

  Reblogged this on and commented:
  ખૂબ જ અગત્યની માહિતિ આપતો લેખ, ગાંડાભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ! મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: