આરોગ્ય અને સ્ફુર્તી માટે

આરોગ્ય અને સ્ફુર્તી માટે

મહેન્દ્રભાઈ ઠાકરના ઈમેલમાંથી      PDF માટે લીન્ક:                        આરોગ્ય અને સ્ફુર્તી માટે

બ્લોગ પર તા. 31-3-2017

કેન્સર સહીત કોઈપણ રોગ ક્ષારીય (આલ્કલીયુક્ત) શરીરમાં રહી શકતો નથી. -ડૉ. ઑટો વૉરબર્ગ,  કેન્સરની શોધ માટે 1931ના નોબેલ પ્રાઈઝ વીજેતા

 

આપણું શરીર અમ્લીય (એસીડીક) હોય છે. એને ક્ષારીય (આલ્કલીયુક્ત) કરવાના આ રહ્યા સાદા ઉપાયો, જેનાથી આશ્ચર્યકારક અસર અનુભવશો! મોટા ભાગના લોકોનું શરીર અમ્લીય હોય છે. એનું કારણ પ્રથમ વીશ્વયુદ્ધ સમયનો પ્રક્રીયા કરેલ, સફેદ ખાંડ, તથા હાલ GMO (જીનેટીકલ ફેરફાર કરેલ પદાર્થનો) આહાર છે. ઘણા લોકો જાણતા હોતા નથી કે અમ્લીય શરીરને લીધે કેન્સર થાય, વજન વધી જાય, દુખાવો થાય અને એવી બીજી ઘણી સમસ્યા પેદા થાય છે. સદ્ભાગ્યે શરીરને ક્ષારીય કરવાનું ઘણું સરળ અને સહેલું છે. અમ્લીયતાનું વીરોધી તે ક્ષારીય. અહીં શરીરને ક્ષારીય કરવાના દસ કુદરતી સાદા નીયમો આપવામાં આવે છે, જેનો દરરોજ અમલ કરવાથી શરીરને ક્ષારીય કરી શકાશે. એનાથી દરરોજ વધુ સ્ફુર્તી અને તાજગી અનુભવાશે.

 1. સૌથી અગત્યની બાબત દીવસની શરુઆત પ્રફુલ્લીત રીતે કરવી. પછી તાજા લીંબુના રસવાળો એક મોટો ગ્લાસ ભરીને પાણી પીવું. (હું આ ઘણા વખતથી નીયમીત રીતે કરું છું. -ગાંડાભાઈ) લીંબુ ખાટું હોવા છતાં શરીર પર એની અસર ક્ષારીય હોય છે, અમ્લીય નહીં. સવારમાં પહેલાં આ જ પીવું જેનાથી શરીરમાંની અશુદ્ધીઓ દુર થાય છે. જો લીંબુ મળી શકતું ન હોય તો એકબે ચમચા (ટેબલસ્પુન) ઑર્ગેનીક એપલ સાઈડર વીનેગર બેએક ગ્લાસ પાણીમાં નાખીને દરરોજ પીવું.
 2. લીલાં શાકભાજીનું કચુંબર લીંબુનો રસ અને સારી જાતનું જેતુન (ઑલીવ) તેલ નાખીને ખાવું. એનું પ્રમાણ આપણા કુલ આહારના 80% હોવું જોઈએ. એટલે કે મુખ્ય ખોરાક કચુંબરનો. લીલાં શાકભાજી અને ફળ કેલ્શીયમ જેવા ક્ષારના ઉત્તમ સ્રોત છે. આથી દીવસ દરમીયાન ફળ અને શાકભાજી જેવા ક્ષારીય પદાર્થોનો આહારમાં સમાવેશ કરવો. એનાથી શરીરમાં pH લેવલ (ક્ષાર-અમ્લ) સમતોલ રહેવામાં મદદ થાય છે.
 3. જો ચવાણા(સ્નેક-snack)ની જરુર પડે તો મીઠું (નમક) નાખ્યા વગરની કાચી બદામ ખાવી. બદામમાં મેગ્નેશીયમ અને કેલ્શીયમ જેવા ક્ષાર કુદરતી સ્વરુપમાં હોય છે. એનાથી અમ્લીયતા સરભર થાય છે એટલું જ નહીં રક્તશર્કરા પણ જળવાય છે.
 4. દુધ હંમેશાં બદામનું પીઓ. લીક્વીડાઈઝરમાં બદામના દુધમાં સ્ટ્રોબેરી કે એનાં જેવાં ફળોમાં સ્પાઈરુલીના કે એવો કોઈ લીલોતરી પાઉડર નાખી સ્મુધી બનાવો. જો તમારે બદામના દુધ અને ગાયના દુધ વચ્ચે પસંદગી કરવી હોય તો બદામનું દુધ જ શ્રેષ્ઠ છે.
 5. સારું એવું ચાલી આવો, અથવા એવી જ કોઈ કસરત કરો. સક્રીય રહેવું બહુ જ અગત્યનું છે. આપણું શરીર કસરતથી અમ્લીય પદાર્થો દુર કરી શકે છે.
 6. ઉંડા શ્વાસોચ્છાસ કરો. એવી જગ્યા પસંદ કરો જ્યાં તમને ચોખ્ખી હવા મળે. જ્યારે સમય મળે ત્યારે એ જગ્યાએ પહોંચી જાઓ. ત્યાં જાઓ ત્યારે અને દરરોજ પણ પુશ્કળ પાણી પીઓ, જેથી શરીરમાંથી અશુદ્ધીઓ દુર થાય.
 7. રોજેરોજ માંસ ખાવાનું છોડો. જો તમે થોડા દીવસ માંસ છોડી દો તો ઘણું સરસ, કેમ કે દરરોજ માંસ ખાવાથી અમ્લીય પદાર્થો શરીરમાં રહી જાય છે. ઘણી બધી અતીશાકાહારી (વેગન) કે શાકાહારી વાનગીઓ હવે મળે છે. તમારા શરીરને ક્ષારીય બનાવો!
 8. જમ્યા પછી વધુ પડતી ખાંડવાળી ગળી વાનગી ખાવાનું ત્યજી દો. અને સોડાલેમન જેવાં પીણાં પીવાનું બંધ કરો. આપણા ખાવાની વસ્તુઓમાં ખાંડ સૌથી વધુ ખરાબ અમ્લીય આહાર છે. એ પહેલા નંબરનો દુશ્મન છે. તમે સોડા-લેમન જેવા પીણાનું માત્ર એક કેન પીઓ તો તમારા શરીરમાં પધરાવેલ અમ્લતાનો નીકાલ કરવા માટે તમારે ત્રીસ ગ્લાસ સાદું પાણી પીવું પડે.
 9. તમારા આહારમાં શાકભાજીનો વધુ સમાવેશ કરો. યાદ રાખો, એમાં બટાટા આવતા નથી. જો કે શક્કરીયાં સારાં, પણ એને સાદા તેલ કે ઘીમાં રાંધવાં નહીં, પણ ઑલીવ તેલ વાપરવું. અને સાદું મીઠું નહીં, સીંધવ લેવું.

આમ તો બીજાં કેટલાંક શાક પણ સારાં હોય છે.

 1. અને છેવટે, પણ છેવાડાનું તો નહીં જ. રોજના આહારમાં ફણગાવેલાં કઠોળ પણ હોવાં જોઈએ. એ બહુ જ સારાં ક્ષારીય સ્રોત છે. વળી એમાં સારાં એવાં પોષક તત્ત્વો હોય છે, અને શક્તીદાયક ઉત્પ્રેરક દ્રવ્યો (enzymes) હોય છે.

 

Advertisements

ટૅગ્સ:

9 Responses to “આરોગ્ય અને સ્ફુર્તી માટે”

 1. mhthaker Says:

  great work will circulate in whats app –thx

 2. mhthaker Says:

  Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે and commented:
  Best article translated for best health

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  હાર્દીક આભાર મહેન્દ્રભાઈ.

 4. Anil Says:

  Khubaj saras

  • Anil Says:

   How New Diet System works
   The nature has designed human body for vegetarian food. The food has to be taken in natural form hence cooked food is not GOD given system. Cooked food destroys many useful enzymes and vitamins and creates chemicals which are poisonous to our body. The ‘New Diet System’ recommends taking as much raw food (living food) as possible in natural form.
   In the ‘New Diet System’ milk, milk products and non vegetarian food is not recommended and hence not permitted.
   Fasting is recommended in all religions for improvement of mind and body. The ‘New Diet System’ uses this concept and asks the followers to be on fast in morning for at least 6 hours for adults (below 25 years – 4 hours fasting).
   The consumption of raw food(containing lots of fibers) and fasting results into detoxication of body
   It helps in cleansing the body and removes the existing diseases. It rejuvenates body and makes immune system stronger.
   The ideal system is difficult to follow in practice. Hence the ‘New Diet System’ recommends partial intake of cooked food in evening as a compromise and implementable solution. Even this helps a lot in getting rid of many diseases as well as improving the health resulting in increasing the overall efficiency.
   People suffering from acute diseases may supplement specific raw juice and enema to improve the speed of recovery. This may be implemented under guidance of experienced and knowledgeable people.

   Aa karvu ketlu yogya che ans aapjo gujrati ma plz

 5. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અનિલભાઈ,
  ઉપરોક્ત માહીતી માટે હાર્દીક આભાર.
  શાકાહાર આપણા સ્વાસ્થ્ય માટે કદાચ વધુ સારો ગણી શકાય, પરંતુ માત્ર રાંધ્યા વીનાનું જ ખાવું જોઈએ એ સાથે કદાચ સંમત થવું મને યોગ્ય લાગતું નથી. અગ્નીની શોધ પહેલાં આદી માનવ રાંધ્યા વીનાનું જ ખાતો. ખરેખર તે સ્વસ્થ રીતે આજના કરતાં વધુ લાંબું આયુષ્ય ભોગવતો? હા, સ્વાસ્થ્ય બાબત અમુક તકલીફ પેદા થાય ત્યારે અમુક પ્રકારના આહારમાં ફેરફાર કરવાથી ફરીથી સ્વસ્થ થઈ શકાય છે, જેમાં ઉપવાસનો પણ સમાવેશ થાય છે.
  સવારે જાગ્યા પછી લાંબા સમયના ઉપવાસ બાબત પણ હું સંમત થઈ શકું નહીં. કોઈએ એ પ્રમાણે જીવનપદ્ધતી અપનાવી હોય અને એનાં સારાં પરીણામ જોવા મળ્યાં હોય એવું મારી જાણમાં નથી.
  આહાર અને જીવન જીવવાની પદ્ધતીમાં માણસે ઘણી પ્રગતી કરી છે, જો એનો સમજપુર્વક યોગ્ય અમલ કરવામાં આવે તો એ લાભદાયક થાય.

 6. sudhir doshi Says:

  Sudhirbhai from india
  Tamari pase piles dawa malse.
  Tamaro phone no.address moklava krupa karso.

  sent from my Panasonic Smartphone

 7. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે સુધીરભાઈ,
  હરસ (અર્શ)ના મારા બ્લોગમાં મેં જુદાં જુદાં ૬૯ પ્રકારનાં ઔષધો બતાવ્યાં છે. હરસનાં ચીહ્નો તથા થવાનાં કારણો અનુસાર ઔષધ લેવાનું રહે. એ માટેની મારા બ્લોગની લીન્ક:
  https://gandabhaivallabh.wordpress.com/tag/અર્શ-હરસ/
  આ ઔષધો પૈકી તમનેેેેેેેેે અનુકુળ ઔષધ તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ લેવું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: