દરેક પતીદેવે ધ્યાનપુર્વક વાંચવું

દરેક પતીદેવે ધ્યાનપુર્વક વાંચવું

બી.જે. મિસ્ત્રીના ઈમેલમાંથી

બ્લોગ પર તા. 16-4-2017

એક યુવક બગીચામાં બહુ જ ગુસ્સામાં બેઠો હતો. બાજુમાં જ એક વડીલ બેઠા હતા. એમણે આ યુવકને પુછ્યું,

“શું થયું છે બેટા? કેમ આટલો બધો દુખી છે?”

યુવકે ગુસ્સામાં પોતાની પત્નીની ભુલ બતાવવાનું શરુ કર્યું.

વડીલે મલકાતાં મલકાતાં યુવકને પુછ્યું,

“બેટા, તમે મને કહેશો કે તમારો ધોબી કોણ છે?”

યુવકે આશ્ચર્ય પામી પુછ્યું, “ કાકા, તમારો મતલબ?”

વડીલે કહ્યું, “તમારાં મેલાં કપડાં કોણ ધુએ છે?”

યુવકે કહ્યું, “મારી પત્ની.”

વડીલે પુછ્યું, “તમારો રસોયો કોણ છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ: “તમારા કુટુંબ-કબીલાની અને ઘરવખરીની કાળજી કોણ લે છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ : “કોઈ મહેમાન આવે તો એની સરભરા કોણ કરે છે?”

યુવક: “મારી પત્ની.”

વડીલ : “તારા સુખદુખમાં તને કોણ સાથ આપે છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ : “પોતાનાં માબાપનું ઘર છોડીને જીદંગીભર તમારી સાથે કોણ આવ્યું છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ : “માંદગીમાં તમારી સેવા કોણ કરે છે, તમારું ધ્યાન કોણ રાખે છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ : “બીજી એક વાત, તમારી પત્ની આટઆટલું કામ કરે છે, બધાંનું ધ્યાન રાખે છે, શું એણે કદી આ બધાં માટે તમારી પાસેથી પૈસા લીધા છે?”

યુવક : “ના,  કદી નહીં.”

છેવટે વડીલે કહ્યું, “પત્નીની એક જ ખામી તમારી નજરમાં આવી ગઈ, પરંતુ એની આટલી બધી ખુબીઓ કદી તમને દેખાઈ જ નહીં! પત્ની ઈશ્વરે આપેલી એક સ્પેશ્યલ ભેટ છે, આથી એની ઉપયોગીતાને જાણો. અને એની કાળજી લો.

 

Advertisements

ટૅગ્સ:

8 Responses to “દરેક પતીદેવે ધ્યાનપુર્વક વાંચવું”

 1. Arvind Adalja Says:

  Reblogged this on and commented:
  ખૂબ જ સરસ વાત ! દરેક પતિ દેવો એ સજી પોતાના પત્ની તરફના વર્તનમાં ક્રોધ ચડે ત્યારે એક વાર વિચારી બાદ શું કરવું તે નક્કી કરવું રહ્યુ.

 2. Anil Says:

  Khuluj saras saheb

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  હાર્દીક આભાર અનિલભાઈ.

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અરવિંદભાઈ,
  આપની પ્રોત્સાહક કૉમેન્ટ બદલ આભાર.

 5. GURJAR JITENDRA Says:

  VERY VERY CONGRATULATIONS
  VERY VERY GOOD
  VERY VERY THANKS

  2017-04-16 10:51 GMT+05:30 Gandabhai Vallabh :

  > ગાંડાભાઈ વલ્લભ posted: “દરેક પતીદેવે ધ્યાનપુર્વક વાંચવું બી.જે. મિસ્ત્રીના
  > ઈમેલમાંથી બ્લોગ પર તા. 16-4-2017 એક યુવક બગીચામાં બહુ જ ગુસ્સામાં બેઠો હતો.
  > બાજુમાં જ એક વડીલ બેઠા હતા. એમણે આ યુવકને પુછ્યું, “શું થયું છે બેટા? કેમ
  > આટલો બધો દુખી છે?” યુવકે ગુસ્સામાં પોતાની પત્નીની”
  >

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ જિતેન્દ્ર,
  આપની પ્રોત્સાહક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર. એનાથી મને ઘણી પ્રેરણા મળી છે. જો કે મેં માત્ર મને મળેલ સુંદર બાબત બધા સાથે વહેંચવાનું કામ કર્યું છે. અને આ ધન્યવાદના ખરા માલીક એના મુળ લેખક છે, જેનું નામ મળી શક્યું નથી. ભાઈ શ્રી. બી.જે. મિસ્ત્રીએ વહેંચ્યું, અને મને મળ્યું તે મેં ફરીથી વહેંચવાનો લહાવો લીધો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: